Junagadh
રાજભારતી બાપુને પરંપરા પ્રમાણે સમાધિ અપાઈ
Published
2 months agoon
By
ગુજરાત મિરર
સોશિયલ મીડિયામાં ચાલતી અફવા તમામ આક્ષેપ પાયાવિહોણા : ઈન્દ્રભારતીબાપુ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને મંગળવારે આત્મહત્યા કરી હતી. જેમને અખાડાની પરંપરા પ્રમાણે સાધુ-સંતોની હાજરીમાં સમાધિ આપવામાં આવી છે. રાજ ભારતી બાપુના વાયરલ થયેલા-ઓડિયો વીડિયોને ઇન્દ્ર ભારતી બાપુ અને અન્ય સંતોએ અફવા ગણાવી છે.
ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે, જે ઘટના ઘટી તે અતિ દુ:ખદ છે. આજે રાજ ભારતી બાપુને અમે અમારી પરંપરા મુજબ સમાધિ આપી છે. રાજ ભારતી બાપુને લઇને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ ઉપર ધ્યના ન આપો. રાજ ભારતી બાપુ પર થતાં તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આધાકાર્ડ અને પાનકાર્ડ મહારાજ મુક્તાનંદજીના નામે હતું, મુક્તાનંદ બાપુએ એમ કીધું કે, આ ભારતી પરંપરાના શિષ્ય છે, કોઇ કારણોસર આધારકાર્ડ કે પાનકાર્ડ બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી.
ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ જણાવ્યું હતું કે, બજારમાં રાજ ભારતી બાપુને લઇને જે વાતો ચાલી રહી છે, ખોટી છે. ઘટના કયા કારણોસર ઘટની કે કંઇ જાણવામાં નથી આવ્યું. મારી એસ.પી. અને કલેક્ટરને અપીલ છે કે, ઊંડાણ પૂર્વક તપાસ કરીને જે હકિકત હોય તે બહાર લાવો. રાજ ભારતી બાપુ અમારા જૂના અખાડાના ચાર મઢીના અને અખંડાનંદ ભારતીના શિષ્ય હતા. મુક્તાનંદ બાપુના શિષ્ય સદાનંદ બાપુએ જણાવ્યું હતું કે, રાજ ભારતી બાપુ અખંડાનંદ બાપુના શિષ્ય છે. એમના ગુરુ હતા વિસંભર ભારતીએ તેમને જૂના અખાડાની પરંપરાની મુજબ રાજ ભારતીને સમાધિ આપી છે.
રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું.
You may like
Junagadh
શરીરમાં પ્રેતાત્મા છે તેમ કહી માસૂમ દીકરીને આગ પર ચાલવા મજબુર કરી
Published
6 hours agoon
March 30, 2023By
Minal
દીકરીને બચાવવા વચ્ચે પડેલી માતા-મોટી દીકરીને ઢોરમાર માર્યો, બલી ચડાવી દેવાની ધમકી: કેશોદમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સમાન ઘટના
ગુજરાત મિરર, જૂનાગઢ તા.30
જુનાગઢના કેશોદથી અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વધુ એક દીકરીને અંધશ્રદ્ધાની આગમાં સગા બાપ દ્વારા ધકેલવામાં આવી છે. કેશોદમાં પોતાની જ 13 વર્ષની માસુમ દીકરીને સગી પિતાએ મેલી વિદ્યા હોવાનુ કહી યાતનાઓ આપી. 13 વર્ષની દીકરીને આગ પર ચાલવા મજબુર કરી.
તારામાં મેલી વિદ્યા છે એવલ કહી દીકરીના હાથને આગમાં હોમ્યા હતા. સમગ્ર ઘટનામાં પિતા, ફઈ, કાકા સહિત અન્ય પરિવારજનોની મિલિભગત હોવાનુ સામે આવ્યુ છે. દીકરીને આગમાંથી બચાવવા જ્યારે માતા અને મોટી દીકરી વચ્ચે પડી તો અંધશ્રદ્ધામાં અંધ બનેલા તેના પિતાએ બંનેને ઢોર માર માર્યો. આગમાં ધકેલાયેલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી કિશોરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
માનવતાને શર્મનાક કરતી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. દીકરીના માતાના જણાવ્યા તેઓ છેલ્લા સાત વર્ષથી રિસામણે છે પરંતુ દીકરીઓના તેમના પિતા સાથે સારા સંબંધ હતા. આથી કુટુંબનો હવન હોવાથી ત્યાં ગયા હતા. છેલ્લા બે દિવસથી દીકરીઓને રાત્રે ડાકલા વગાડી કલાકો સુધી ધુણાવતા હતા. જેમા એક દીકરી ન ધુણતા તેનામાં મેલીવિદ્યા છે. તારા સતના પારખા કરવા પડશે એવુ કહી સગા પિતાએ દીકરીને આગ પર ચલાવી હતી અને તેના હાથ પણ આગમાં હોમ્યા હતા. જેમા કિશોરીને હાથમાં અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે.
ભોગ બનનાર કિશોરીએ રડતા રડતા જણાવ્યુ કે તેના પિતા તેની સાથે આવુ કરશે તેની ક્યારેય કલ્પના પણ ન હતી. તેને છેલ્લા બે દિવસમાં અંધશ્રદ્ધામાં અંધ બનેલા પિતાએ માનસિક રીતે પણ ખૂબ ટોર્ચર કરી હોવાનુ જણાવે છે. વારંવાર તેને મેલીવિદ્યા છે તેવુ કહી ધુણાવવામાં આવતી હતી. આટલુ જ નહીં તેને આગમાં ચાલવા મજબુર કરી તો તેની માતા અને બહેન બચાવવા વચ્ચે પડ્યા તો માનવતા નેવે મુકી સગા બાપે એવુ પણ કહ્યુ કે તેની તો બલી જ ચડાવી દેવી છે.
આટલુ ઓછુ હોય તેમ તેના આ કુકર્મમાં સગી ફઈ, કાકા અને કુટુંબીજનો પણ સામેલ હતા. કોઈ તેને રોકવાવાળુ ન હતુ. ભોગ બનનાર દીકરી માનસિક રીતે તદ્દન ભાંગી પડી છે. સમગ્ર ઘટના સામે આવતા પિતા, ફઈ અને અન્ય કુટુંબીજનો સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
Junagadh
દિગ્વિજય સિમેન્ટ કંપનીને જીપીસીબીની નોટિસ
Published
1 day agoon
March 29, 2023By
ગુજરાત મિરર
માઈલસ્ટોનનો જથ્થો કવર્ડ ન કરાતા પગલાં લેવાયા
જામનગર નજીકના સિક્કા ગામમાં આવેલી અને ડીસીસી તરીકે ઓળખાતી દિગ્વીજય સિમેન્ટ કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટીસ આપવામાં આવી હોવાનું જાહેર થયું છે.જામનગર નજીકના સિક્કાના એક રહેવાસી દ્વારા ડીસીસી કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોવા અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, આ રજૂઆતના અંતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ કંપનીની મુલાકાત લીધી હતી, 7 મી માર્ચે લેવામાં આવેલી આ મુલાકાત દરમ્યાન બોર્ડના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, કંપની દ્વારા લાઇમસ્ટોનનો જે જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે તે જથ્થા પૈકીનો અમુક જથ્થો કવર્ડ કરવામાં આવ્યો નથી, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને બોર્ડના અધિકારીઓએ સરકારના નિયમ મુજબ દિગ્વીજય સિમેન્ટ કંપનીને 16 મી માર્ચે શો-કોઝ નોટીસ આપી છે અને એવી સૂચના આપી છે કે, આ શો-કોઝ નોટીસ મળ્યાની તારીખથી પંદર દિવસની અંદર લાઇમસ્ટોનનો જથ્થો કવર્ડ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, અને કંપની વિરુધ્ધ આ મુદ્દે શા માટે પગલાં લેવામાં ન આવે…? તેવો પ્રશ્ર્ન શો-કોઝ નોટીસમાં પૂછવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદુષણ મુદ્દે દિગ્વીજય સિમેન્ટ કંપની વિરુધ્ધ વારંવાર ફરિયાદો થતી રહે છે.થોડાં સમય પહેલાં આ કંપનીના પ્લાન્ટના વિસ્તરણ મુદ્દે જાહેર લોકસુનાવણી પણ યોજવામાં આવી હતી, આ સુનાવણી દરમ્યાન પણ કંપની વિરુધ્ધ કેટલીક રજૂઆતો થઇ હોવાનું જે-તે સમયે જાહેર થયું હતું.
Junagadh
SRP જવાના આપઘાતમાં ન્યાય નહી મળે તો માળિયાથી જૂનાગઢ સુધી રેલીની ચિમકી
Published
1 day agoon
March 29, 2023By
ગુજરાત મિરર
મોરબીમાં આહિર સમાજની મિટિંગ યોજાઇ: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
જૂનાગઢમાં SRP જવાનના આપઘાત મામલે મોરબીમા આહીર સમાજની મિટિંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી એસઆરપી જવાનના અપમૃત્યુ મામલે જવાબદારો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. નહિતર માળિયાના વવાણીયા ગામેથી જૂનાગઢ સુધી રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી. માળિયાના મેઘપર ગામના વતની અને જુનાગઢમાં ફરજ બજાવતા એસઆરપી જવાન બ્રિજેશભાઈ લાવડીયાના મૃત્યુ મામલે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો ઓફીસ ખાતે આહીર સમાજના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, કચ્છ-પાટણ આહીર સમાજ પ્રમુખ ત્રિકમભાઈ આહીર, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પ્રમુખ પ્રભાતભાઈ આહીર સમાજના સૌરાષ્ટ્રભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ યોજાઈ હતી જેમાં મૃતકના પુત્ર રીતેશ લાવડીયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ડીવાયએસપી કાપડીયા, પીએસઆઈ ખાચર અને અન્ય લોકોએ માર માર્યો હતો પિતા સાથે છેલ્લી ટેલીફોનીક વાતચીતમાં પિતાએ માર માર્યાનો તેમજ ખોટા આક્ષેપો લગાડ્યાનું જણાવ્યું હતું તેમજ આ અધિકારીઓ આપણને ના પહોંચવા દે, આક્ષેપો થયા છે જેથી જીવી સકાય તેમ નહિ કહીને ભૂલચૂક માફ કરજે છેલ્લા રામ રામ કહીને ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં મૃતદેહ મળી આવ્યો હતો જેના શરીર પર 20થી 25 ધોકા મારવાના નિશાન જોવા મળ્યા હતા અને પીએમ રીપોર્ટમાં પણ માર માર્યાનું જણાઈ આવ્યું છે બનાવ મામલે એસપીએ અંતિમ વિધિ પતાવી લો ફરિયાદ લઇ લેશું તેવી ખાતરી આપી હતી પરંતુ બાદમાં તેઓ પલટી ગયા હતા અને ફરિયાદ લેતા નથી જેથી કાલ સુધીમાં ઋઈંછના થાય તો હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે મીટીંગમાં ઉપસ્થિત આહીર સમાજ આગેવાન ત્રિકમભાઈ આહિરે જણાવ્યું હતું કે ન્યાય મળે તે માટે આહીર સમાજ એકત્ર થયો છે દોષિતોને કડક સજા થાય અને ન્યાય મળે તેવી આહીર સમાજની માંગ છે જયારે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્યું હતું કે બનાવ સમયે રાત્રે ફોન આવતા તેઓ જામનગર ગયા હતા અને પીએમ કરાવ્યું હતું ત્યારે પોલીસે ફરિયાદ લેવા ખાતરી આપી હતી પરંતુ ઋઈંછ નોંધાઈ નથી જેથી ન્યાય માટે માંગ કરી છે અને ન્યાય નહિ મળે તો વવાણીયાથી વંથલી સુધીની વિશાળ રેલી યોજવાની ચિમકી આપી હતી.
એડિટર ની ચોઈસ

ઈન્દોર મંદિરની છત ધરાશયી ઘટના : 19નો બચાવ,12 લોકોના મોત, ઘટનાની તપાસના આદેશ

ગુજરાતમાં કોરોનાનાની રફતાર લગાતાર : આજે નવા 381 કેસ નોંધાયા,1 દર્દીનું મોત
વોર્ડ નં.10 કુમકુમપાર્કમાં પેવિંગ બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા બીનાબેન આચાર્ય
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ
ગુજરાત
અમદાવાદમાં ક્રિકુરુ ક્રિકેટ કોચિંગ AI આધારિત ટેક્નોલોજી સાથે લોન્ચ

આનંદો, જુનિયર ક્લાર્ક પરીક્ષાના કોલ લેટર કાલથી ડાઉનલોડ થઈ શકશે

23 કરોડ ભેગા કરવા મનપા મેદાને; વધુ 23 મિલકત સીલ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ
સ્પોર્ટસ

ભાજપ વોશિંગ મશીનમાં મમતાએ કાળા વસ્ત્રો નાખી સફેદ કરી બતાવ્યા

ફિલિપિન્સમાં ફેરી બોટમાં આગથી 31 જીવતા ભુંજાયા, સાત લાપતા

મેરા ઘર, રાહુલ ગાંધી કા ઘર: કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ

ચિલીમાં માણસને બર્ડ ફલૂનો કેસ સામે આવતા ખળભળાટ
બાલભવનમાં વિશ્ર્વ રંગભૂમિ દિને એકાંકી નાટ્ય સ્પર્ધા સંપન્ન
