Connect with us

Rajkot

રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન ટાંકણે જ કોંગ્રેસને મોટો ફટકો

Published

on

રાજકોટ દક્ષિણની સીટનાં ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં એક ડઝન કોંગ્રેસનાં હોદેદારોએ કેસરીયો ખેસ ધારણ કર્યો

વોર્ડ નં. 8, 13, 17 અને 18ના કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો તેમના 200 ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા રમેશભાઈનો વિજય નિશ્ચિત

વિધાનસભાની ચુંટણીનાં મતદાનની તારીખ નજીક આવતી જાય છે ત્યારે કોંગ્રેસના અનેક મોટા આગેવાનોનો ભાજપ પ્રવેશ વણથંભ્યો ચાલુ જ છે ત્યારે રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન ટાંકણે જ ગઇકાલે રાત્રે દક્ષિણ વિધાનસભા વિસ્તારનાં એક ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકોટ દક્ષિણ (70)ના નિષ્ઠાવાન અને પ્રમાણીક ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ગત રાત્રે દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે વોર્ડ નં. 17નાં કોંગ્રેસ અગ્રણી પરશોતમભાઈ સગપરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના આગેવાન હસુભાઈ સોજીત્રા, વોર્ડ નં. 18ના શહેર કોંગ્રેસના મંત્રી ચંદુભાઈ ટીલાળા, પરેશભાઈ સભાયા, અક્ષયભાઈ મહીધરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ માધાણી, હંસરાજભાઈ વાછાણી, દિલિપભાઈ બુસા, નિલેશભાઈ વિરડીયા, વોર્ડ નં. 13ના પ્રતાપભાઈ રામોલીયા, ચંદુભાઈ પ્રજાપતિ, વોર્ડ નં. 16ના પાંચાભાઈ હાપાણી સહિત તેમના 200 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. આ તમામ આગેવાનોને અને તેમના ટેકેદારોને 70 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, 70 વિધાનસભાના ઇન્ચાર્જ જીતુભાઈ કોઠારી સહિતના આગેવાનોએ બધાને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા. આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે કોંગ્રેસી મિત્રોએ યોગ્ય નિર્ણય લીધો છે તેને હું આવકારુ છું અને હવે આપણે બધા સામુહિક રાષ્ટ્રના હિતમાં લાગી સમૃધ્ધ ગુજરાત અને ભારતને મહાન રાષ્ટ્ર બનાવીએ. તેમણે ઉપસ્થિત આગેવાનોને અને કાર્યકરોને ખાત્રી આપી હતી કે હું હંમેશા ધરતી સાથે જોડાયેલો માણસ છું. તમારામાંથી કોઇપણ કાર્યકરોને તેમના વિસ્તારમાં જ્યારે પણ જરુર પડે ત્યારે હું તમારી સાથે ઉભો રહીશ. રમેશભાઈ ટીલાળાની આવી ખાત્રીથી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને જોમ અને જુસ્સો પુરો પાડ્યો હતો અને આગેવાનોએ પણ રમેશભાઈ ટીલાળા તુમ આગે બઢોના સુત્રો પોકારી વિજયનો શંખનાદ ફુંકયો હતો.

Advertisement

Continue Reading
Advertisement

Rajkot

સૌરાષ્ટ્રમાં ઠંડા પવનોના સુસવાટા, ગિરનાર ઠંડોગાર

Published

on

રાજકોટમાં 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો, ત્રણથી ચાર દિવસ ઠંડી વધવાની આગાહી

દેશના પહાડી વિસ્તારમાં સતત હિમવર્ષા થઈ રહી છે. રાજ્યમાં ઠંડા પવનો ફુંકાવા લાગતા શીતલહેરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં પવનોની ગતિમાં વધારો થતા નગરજનોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ગિરનાર ઉપર પારો સિંગલ ડિઝિટે રહેવા પામ્યો છે. તો આગામી ત્રણથી ચાર દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં શિયાળાની જમાવટ થઈ ચુકી છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ઠંડા પવનોનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીથી રાહત મેળવવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં ગત સાંજથી પવનોની ઝડપમાં એકાએક વધારો થયો છે. આજે વહેલી સવારે 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફુંકાતા નગરજનોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. આજે સવારે રાજકોટ શહેરમાંતાપમાનનો પારો 17 ડિગ્રીએ નોંધાયો છે. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા જેટલું નોંધાયુ છે. આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો સિંગલ ડિઝિટે યથાવત રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે. વાતાવરણ બદલાતા આજથી રીતસર ઠંડીનો ચમકારો અનુભાવાશે. આજે દ્વારકા, ભરૂૂચ, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને મોરબી જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે. તાપમાન ઘટતા આ જિલ્લાઓમાં અચાનક ઠંડી વધી ગઈ હોવાનો અહેસાસ થશે.
અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 21 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જયારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. આ સાથે જ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. તેમજ બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે. આ સાથે જ ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જયારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

Advertisement
Continue Reading

Rajkot

150 ફૂટ રિંગ રોડ પર મધરાત્રે સર્જાયો અકસ્માત: આશાસ્પદ પટેલ યુવાનનું મોત

Published

on

ગોંડલ બર્થ ડે પાર્ટીમાંથી ઘરે પરત ફરતી વખતે ઉમિયાજી ચોકમાં કાર ગોથું ખાઇ ગઈ: પરિવારજનોનો કરુણ કલ્પાંત

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉમિયાજી ચોક પાસે મોડીરાત્રે પૂર ઝડપે આવતી કાર પલ્ટી ખાઇ જતા બર્થ ડે પાટીમાંથી ઘરે જતા આશાસ્પદ પટેલ યુવાનનું કમકમાટી ભર્યુ મુત્યુ નિપજયું હતું જયારે એકને ઇજા ગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રિંગરોડ ઉમિયાજી ચોક પાસે મોડીરાત્રીના પૂર ઝડપે આવતી કારના સ્ટેયટીંગ પરથી ચાલકે કાબુ ગુમાવી દેતા કાર રોડ પર પલ્ટી ખાઇ ગઇ હતી.
આ ગોઝારા અકસ્માતમાં એસ્ટ્રોન સોસાયટી પાછળ મયુરનગર-1માં રહેતા આશાસ્પદ પ્રતિક મનસુખ કટકર (ઉ.વ.30) પટેલ યુવાનને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનુ સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું હતું.
જયારે પુષ્કરધામ મેઇન રોડ પર રહેતા રાજેશ દલસુખ વાઘેલા (ઉ.વ.24) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસની તપાસમાં ગોંડલ રહેતા મિત્રતા દિકરાનો જન્મ દિવસ હોય રાજકોટથી ચાર મિત્રો પ્રતિક, રાજેશ સન્ની સહિતનાઓ જન્મદિવસની પાર્ટીમાં ગયા હતા. મોડીરાત્રીના મિત્રો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બે ભાઇમાં મોટો પ્રતિક પટેલ પિતા સાથે કલરકામના કોન્ટ્રાકટનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. આશાસ્પદ પટેલ યુવાનના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા હતા અને હોસ્પિટલ ખાતે કરૂણ દૃશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ પર દોડી જઇ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Rajkot

માલવિયાનગર પોલીસ મર્યાદા ચૂકી : મહિલા સાથે અભદ્ર વર્તન

Published

on

બૂટલેગર પરિવાર
સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. આ માથાકુટ વચ્ચે માલવીયાનગર પોલીસે પણ માનવતા નેવે મુકી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી મહિલા પોલીસની ગેરહાજરીમાં મનફાવે તેમ ધક્કા મુકી કરી હતી.
આ દરોડા બાદ ઝડપાયેલા બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશ સોલંકીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જ સરાજાહેર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર અને તેના સ્ટાફ સામે બે લાખનો હપ્તો તેમજ ડિઝલના રૂા.20 હજાર દર મહિનાનો ખર્ચ બુટલેગર પાસેથી લઈ જતા હોવા છતાં દરોડો પાડયો હોવાનો આક્ષેપ કરતાં આ મામલે ખળભળાટ મચી ગયો છે. ઉપરાંત સ્થાનિક પોલીસ સામે પણ એક કર્મચારી દીઠ બે હજારનો હપ્તો અપાતો હોવાનો આક્ષેપ કરતાં રાજકોટ પોલીસ વધુ એક વખત બદનામ થઈ છે. મંજુરીથી ચાલતી આ દારૂની મીની ભઠ્ઠી અને બાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેમજ સ્થાનિક પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
ગોકુલધામ આવાસ યોજના કવાટર્સમાં રહેતાં બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીને ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. હાર્દિકના વિસ્તારમાં દારૂ પીવા આવતાં લોકોને બીયર બાર જેવી સુવિધા આપવામાં આવતી હોય દરોડામાં મીની બાર ઝડપાયો હતો. જેમાં મહેફીલ માણતા છ શખ્સોને ઝડપી લીધા હતાં. તેમજ 200 લીટર દેશી દારૂ અને વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાત માસ પૂર્વે પણ હાર્દિક ઉર્ફે કવિને ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ ચંદ્રસિંહ પરમારે જ દરોડો પાડી 11 શખ્સોને ઝડપી લીધા હતાં. સાત મહિનામાં બીજી વખત બુટલેગરના બાર ઉપર દરોડો પાડતાં સ્થાનિક પોલીસની ભુંડી ભુમીકા સામે આવી છે. માલવીયાનરગ પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ અને ડી-સ્ટાફ સહિતના કર્મચારીઓની આ દારૂની ભઠ્ઠી અને બાર અંગે માહિતી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બુટલેગર હાર્દિક ઉર્ફે કવિને જ્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો ત્યારે તેના પરિવારજનો અને આ વિસ્તારની મહિલાઓ સહિતની ટોળુ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને ધમાલ મચાવી હતી. બીજી તરફ બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ સનસનીખેજ આક્ષેપો માલવીયાનગર પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર સામે કર્યા હતાં. દર મહિનો બે લાખનો હપ્તો અને ડીઝલના 20 હજાર ખર્ચ પેટે પીએસઆઈ ચંદ્રસિંહ પરમાર લઈ જતાં હોય બુટલેગરના આ આક્ષેપથી સ્ટેટ મોનીટરીંગ સેલની આબરૂ ઉપર પણ દાગ લાગ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જો તપાસ કરે તો કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.
માલવીયાનગર પોલીસ મથકમાં મહિલાઓ સહિતનું ટોળુ ધસી ગયું હતું અને સ્થાનિક માલવીયાનગર પોલીસના પીએસઆઈ તથા કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે મહિલાઓની મર્યાદા જાળવ્યા વગર મહિલા પોલીસની ગેરહાજરીમાં કેટલીક મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી વાળ ખેંચી બેફામ મર્યાદા વગરનું વર્તન કર્યુ હોય આ સમગ્ર વિડિયો પણ વાયરલ થયો છે ત્યારે ચૂંટણી ટાણે જ આ મામલે ભારે ગરમાયો છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ