Connect with us

National

યુ-ટ્યુબમાં જોઈ જંગલી દૂધીનો રસ પીતા યુવકનું કરુણ મોત

Published

on

સોશિયલ મીડિયાના અખતરા ઈન્દોરના યુવકને ભારે પડ્યા

સોશિયલ મીડિયામાં જોઈને આડેધડ અમલ કરનારાઓ માટે આંખ ઉઘાડનારો બનાવ ઈન્દોરમાં બનવા પામ્યો છે જેમાં એક યુવાને જીવથી હાથ ધોવાનો વારો આવ્યો છે. ઈન્દોરમાં યુટ્યુબ જોઈને ઈલાજ કરવો એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો છે. તેને હાથમાં દુખાવો હતો. તેણે યુટ્યુબમાં ઈલાજ સર્ચ કર્યો અને તેમાં જણાવ્યા અનુસાર જંગલી દૂધીનો જ્યૂસ પી લીધો. તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં ઈલાજ દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ અનુસાર જીવ ગુમાવનાર ધર્મેન્દ્ર વ્યવસાયે ડ્રાઈવર હતો. જેની ઉંમર 35 વર્ષ હતી. શોર્ટ પીએમ રિપોર્ટ પછી તેની મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ પરિવારે દુધીનું જ્યુસ પીધા પછી તબીયત બગડવાની વાત કરી છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને હાથમાં વાગ્યું હતું. જેને કારણે તેને ઘણો દુખાવો થતો હતો. તેણે પોતાના વિસ્તારના એક ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો, પરંતુ તેને સારું ન થયું. ત્યાર પછી ધર્મેન્દ્રએ યુટ્યુબમાં તેનો ઈલાજ સર્ચ કર્યો. તેને એક વીડિયો મળ્યો, જેમાં જંગલી દુધીનું જ્યુસ પીવાથી શરીરમાં કોઈ પણ દુ:ખાવો હોય તેમાં રાહત મળે તેવું જણાવવામાં આવ્યું હતું.
જેથી તે જંગલી દૂધી લાવ્યો હતો. એનો જ્યૂસ કાઢી પીધો. તેના પછી તેને ઝાડા-ઊલટી થઈ ગયા હતા. તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તબીયત વધારે બગડતા ડોક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. ત્યારે તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

કાલથી ઇ-રૂપી ચલણમાં આવશે, પણ વ્યાજ નહીં મળે

Published

on

ડિજિટલ કરન્સી મોબાઇલ, લેપટોપમાં મેળવી શકાશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કાલે ડિજિટલ રૂપિયાનું પ્રથમ પાયલટ લોન્ચ કરશે.
પાયલટ લોન્ચ ક્લોઝડ યૂઝર ગ્રૂપના પસંદગીના લોકેશન ઉપર કરવામાં આવશે. જ્યાં વેપારી અને ગ્રાહક વચ્ચે સીધી લેણદેણ થાય છે. ડિજિટલ ચલણનું નામ ઈ-રૂૂપી રહેશે. ડિજિટલ રૂપિયાના ડિજિટલ સિક્કા અત્યારે ચલણમાં છે તે સિક્કા અને કાગળની નોટોના મૂલ્યમાં જ લોન્ચ કરવામાં આવશે. આઠ બેન્કો તબક્કાવાર પાયલટ લોન્ચ કરશે. શરૂૂઆત ચાર શહેરોથી કરવામાં આવશે, પછીથી બીજા આઠ શહેરોમાં પણ મળતો થશે. ધીમે ધીમે વધુ બેન્કો અને શહેરોમાં તે મળતો થઈ જશે. ઈ-રૂૂપી મેળવવા માટે અધિકૃત બેન્કો પાસેથી વોલેટ લેવાના રહેશે, વોલેટમાંથી સામાન્ય ચલણની જેમ જ તે વાપરી શકાશે. જોકે ઈ-રૂપી પર વ્યાજ નહીં મેળવી શકાય.
રિઝર્વ બેન્કે જણાવ્યું કે પાયલટ પ્રોગ્રામનો હેતુ ડિજિટલ રૂૂપિયાના ચલણમાં સ્વીકારવાનું રિયલ ટાઈમમાં ટેસ્ટિંગ કરવાનો છે. તેમાં ડિજિટલ રૂૂપિયાનું સર્જન, વિતરણ અને રિટેઇલ વપરાશ ત્રણેય પાસાંની એકસાથે ચકાસણી થશે.
પ્રથમ તબક્કામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈંઈઈંઈઈં બેન્ક, યસ બેન્ક અને ઈંઉઋઈ ફર્સ્ટ બેન્ક ચાર બેન્કો ભાગ લેશે. પહેલાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર ચાર શહેરોમાં ડિજિટલ રૂૂપિયો(ઈ-રૂપી) લોન્ચ થશે. પછીથી અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇંદોર, કોચી, લખનઉ, પટણા અને સિમલામાં પણ ઈ-રૂૂપી લોન્ચ કરવામાં આવશે.
બીજા તબક્કાના લોન્ચમાં બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, ઇંઉઋઈ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક તમામ 12 શહેરોમાં ઈ-રૂપી રન કરશે. ત્યારપછી તબક્કાવાર વધુ બેન્કો અને વધુ શહેરો સુધી ડિજિટલ રૂપિયો પહોંચાડવામાં આવશે.
1 ડિસેમ્બરે લોન્ચ થતાંની સાથે જ ઈ-રૂપી(ડિજિટલ રૂપિયો) કાયદેસરનું ચલણ બની જશે. પાયલટમાં મળેલા પરિણામોના આધારે ડિજિટલ રૂપિયાના ટોકન અને માળખામાં નવા નવા ફીચર્સ ઉમેરવામાં આવશે.

શી રીતે કામ કરશે ઈ-રૂપી
ગ્રાહકોએ ઈ-રૂૂપી મેળવવા અને વાપરવા માટે અધિકૃત બેન્કો દ્વારા આપવામાં આવતા ડિજિટલ વોલેટ પોતાના મોબાઇલ, લેપટોપ વગેરે ડિવાઇસીઝમાં મેળવવાના રહેશે. પછી તે અન્ય વ્યક્તિ, સંસ્થા તથા વેપારીને ચછ કોડની મદદથી આપી શકાશે.

Advertisement

Continue Reading

Breaking News

કાલથી ઇ-રૂપી ચલણમાં આવશે, પણ વ્યાજ નહીં મળે

Published

on

કિર્લોસ્કર જૂથની ચોથી પેઢીના વડાના દેેહાવસાનથી ઉદ્યોજગત શોકમાં

ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું ગઈકાલે નિધન થયું હતું. ભારતના ઓટોમોટિવ ઉદ્યોગના પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ અને દેશમાં ટોયોટાનો ચહેરો ગણાતા વિક્રમ કિર્લોસ્કરનું 64 વર્ષની વયે નિધન થયું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, વિક્રમ કિર્લોસ્કરનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું.
ટોયોટા ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ દુ:ખદ સમાચાર વિશે માહિતી આપી છે અને આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બર 2022 ના રોજ અકાળે અવસાન થયું છે અને અમે તેનાથી ખૂબ જ દુ:ખી છીએ.
વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. વિક્રમ કિર્લોસ્કર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સ્નાતક હતા અને વર્ષોથી ઈઈંઈં, જઈંઅખ અને અછઅઈંમાં અનેક મહત્ત્વના હોદ્દા પર હતા. વિક્રમ કિર્લોસ્કર કિર્લોસ્કર ગ્રુપની ચોથી પેઢીના વડા હતા. તેઓ કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. આ સિવાય તેઓ કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઇસ ચેરમેન પણ હતા. વિક્રમ કિર્લોસ્કર છેલ્લે મુંબઈમાં જાહેરમાં જોવા મળ્યા હતા અને 25 નવેમ્બર 2022ના રોજ ટોયોટા ઈનોવા હાઈક્રોસની ઈવેન્ટમાં હાજર હતા.

Advertisement
Continue Reading

Breaking News

ઉત્તર પ્રદેશમાં આગ અને અકસ્માતની બે ઘટનામાં 4 બાળક સહિત 12નાં મોત

Published

on

ફિરોઝાબાદમાં ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટથી આગમાં પરિવારનો ભોગ લેવાયો

ઉતરપ્રદેશના ફિરોઝબાદમાં આગ દુર્ઘટનાના કારણે એક જ પરિવારના 4 બાળકો સહિત છ સભ્યોના તથા બહરાઇચમાં એક ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જયારે 15ને ઇજા થઇ હતી.
ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં બાળક સહિત 6 લોકોના દાઝી જવાથી મોત થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગવાને કારણે એક જ પરિવારના 6 લોકોના જીવતા દાઝી જતા મોત નિપજ્યા હતા.
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે આ ઘટના જસરાના વિસ્તારના પધમ શહેરમાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિરોઝાબાદના જસરાનામાં એક દુકાન અને તેની ઉપર બનેલા મકાનમાં આગ લાગવાની ઘટનામાં જાનહાનિ પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ધોરણે બે લાખ રૂૂપિયાની આર્થિક સહાય આપવામાં સૂચના આપી દીધી છે.
બીજી દુર્ઘટનામાં ઉત્તરપ્રદેશના બહરાઈચમાં એક ગોઝારો અકસ્માત થયો છે. બહરાઈચ- લખનઉ હાઈવે પર બુધવારની સવારે જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે જયપુરથી બહરાઈચ આવી રહેલી ઈદગાહ ડેપોની બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 15 ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
ટક્કર એટલી ભયાનક હતી કે બસનો પાછળનો ભાગ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. પોલીસ તેમજ સ્થાનીક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે.
ગમખ્વાર અકસ્માતના સમાચાર સાંભળ્યાં બાદ જિલ્લાધિકારી ડો.દિનેશ ચંદ્ર, એસપી કેશવ કુમાર ચૌધરી સહિત વિવિધ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નિરિક્ષણ કરી રહ્યા છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ