Connect with us

Rajkot

યુવાનોમાં ભારતીય સંસ્કારોનું સિંચન કરવા હનુમાન ચાલીસા કથાનું આયોજન

Published

on

હનુમાન ચાલીસા યુવા કથા ગ્રૂપ દ્વારા તા. 27 ડિસેમ્બરથી તા. 1 જાન્યુઆરી સુધી રેસકોર્સમાં યોજાશે કથા : પોથીયાત્રા સહિતના ધાર્મિક અને સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજાશે : 31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ નહીં હનુમાન જન્મોત્સવની કરાશે ઉજવણી

યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવા માટે રાજકોટ ખાતે સમાજના આગેવાનો દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. અને યુવાનોને વ્યસન સહિતની અસામાજીક પ્રવૃતિમાંથી બહાર કાઢવા માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવેલા કથાના સેવકોએ જણાવ્યું હતું કે, સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાન મહારાજની પ્રેરણાથી રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં તા. 27 ડિસેમ્બરથી તા. 1 જાન્યુઆરી 2023 સુધી હનુમાનજી મહારાજના પ્રમુખપદે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે. અને કથાના પ્રારંભે રેસકોર્ષ ભરતે બપોરે 4 વાગ્યે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં સમાજના 125 આગેવાનો સહિતના ભક્તો જોડાશે. તેમજ 31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ નહી પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાશે. વધુમાં કહ્યું હતું કે, આ હનુમાન ચાલીસા યુવા કથાએ આપના સૌનું આયોજન છે. આકથાના માધ્યમથી યુવા વર્ગ અને વિદ્યાર્થીઓના જીવનમાં હનુમાનજી મહારાજના ગુણો જેવા કેબળ, બુદ્ધિ, વિદ્યા ધૈર્ય, અને પરાક્રમ જીવનમાં આત્મસાત થાય અને યુવાનોમાં વિધાયક દ્રષ્ટિકોણ, અખુટ આત્મસભરતા અને વિવેકી જીવન બને એ આ મથાનો મુખ્ય હેતુ છે. આ કથામાં સમાજની સર્વજ્ઞાતિ અને સર્વ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, વાણીજ્ય સંસ્થાઓ અને સમાજીક આગેવાનોના માધ્યમથી કથાનો મુખ્ય ઉદેશ્ય છે. આ હનુમાન ચાલીસા યુવા કથામાં રાષ્ટ્રધ્વજ મુકવામાં આવશે. અને રાષ્ટ્રગીતનું સમુહગાન કરવામાં આવશે.
હનુમાન ચાલીસા યુવા કથાના વકતા તરીકે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામના યુવા સંતવર્ય અને રાષ્ટ્રીય વકતા પ.પુ. હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજશે. આ કથાના શ્રવણનો સમય સાંજે 8:30 થી 11:30 નો રહેશે. તો આ કથાનો લાભ રાજકોટના સમગ્ર ધર્મપ્રેમી નગરજનો અને યુવાનોને પરિવાર સાથે શ્રવણ કરવા હનુમાન ચાલીસા યુવા કથા રાજકોટ કમિટિનું હાર્દિક નિમંત્રણ છે. કથામાં એક સાથે 40 થી 50 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કથામાં સર્વે સમાજના અગ્રણીઓ એનજીઓ, સામાજીક સંસ્થાઓ, અને કાર્યકર્તાઓ જોડાવવા માટે આ અમે અપીલ કરીએ છીએ વધુ માહિતી માટે 99240 47465, 99250 30311નો સંપર્ક કરવો.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ