International

યજમાન દેશ કતાર ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે, સતત બીજી હાર

Published

on

નેધરલેન્ડ-ઇકવાડોર મેચ ડ્રો: વર્લ્ડ કપનો જામતો માહોલ

કતારના અલ થુમામા સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડકપ 2022ની 18મી મેચ યજમાન દેશ કતાર અને સેનેલગ વચ્ચે રમાઈ હતી. આ બંને ટીમો ગ્રુપ અની ટીમો છે. ગ્રુપ સ્ટેજમાં આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ રમી ચૂકી હતી. ગ્રુપ સ્ટેજની તેમની બીજી મેચ હતી. પ્રથમ હાફમાં સેનેગલની ટીમ 1-0થી આગળ હતી.બીજા હાફમાં કતારની ટીમે ફિફા વર્લ્ડકપ 2022નો પ્રથમ ગોલ માર્યો હતો. આ ગોલ ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં કતારની ટીમનો પહેલો ગોલ હતો.આ મેચમાં સેનેગલની ટીમે 3-1થી જીત મેળવી છે.
આ મેચમાં હાર થતા કતારની ટીમ ફિફા વર્લ્ડકપ 2022માંથી લગભગ બહાર થઈ ગયુ છે. વર્લ્ડ રેકિંગમાં કતારની ફૂટબોલ ટીમનું સ્થાન 50મું છે. જ્યારે સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે. કતાર દેશની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઈ રહી હતી. કતાર દેશની ફૂટબોલ ટીમે પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ તે એવી યજમાન ટીમ બની હતી જે વર્લ્ડકપની ઓપનિંગ મેચ હારી હતી. આ હાર સાથે તે પહેલી એવી યજમાન ટીમ બની છે જે સતત 2 મેચ હારી હોય. આ હાર સાથે તે ફિફા વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
ફિફા વર્લ્ડકપમાં ગ્રૂપ-વનની મેચમાં એક્વાડોરે જોરદાર વળતી લડત આપતાં નેધરલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી. નેધરલેન્ડે મેચમાં પ્રથમ હાફમાં જ સરસાઈ મેળવી લીધી હતી. જોકે એક્વાડોરે તેનો જવાબ બીજા હાફમાં આપ્યો હતો. આખરે મેચ બરોબરી પર પુરી થતાં નેધરલેન્ડ અને એક્વાડોરે 1-1 પોઈન્ટ વહેંચી લીધો હતો. અગાઉ નેધરલેન્ડ સેનેગલ સામે 2-0થી જીત્યું હતુ. જ્યારે એક્વાડોરે કતાર સામે 2-0થી જીત હાંસલ કરી હતી.આજની મેચમાં નેધરલેન્ડે છઠ્ઠી મિનિટે ગેપ્કોના ગોલને સહારે લીડ મેળવી લીધી હતી. ગેપ્કોનો આ ફિફા વર્લ્ડકપ-2022નો બીજો ગોલ હતો. એક્વાડોરે મેચમાં પાછા ફરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. આખરે કેપ્ટન વાલેન્સિયાએ બીજા હાફમાં મેચની 49મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને બરોબરી અપાવી હતી. એક્વાડોરે આખરી મિનિટોમાં નેધરલેન્ડના ગોલ પર જોરદાર આક્રમણ કર્યું હતુ. જોકે બોલ ગોલ પોસ્ટને ટકરાઈને મેદાનમાં પાછો ફર્યો હતો અને નેધરલેન્ડ હારથી બચી ગયું હતુ. અલબત્ત, આ પરિણામ બાદ કતાર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેઓ આખરી મેચમાં નેધરલેન્ડ સામે રમશે. જ્યારે એક્વાડોરની ટક્કર સેનેગલ સામે થશે.

 

Advertisement

Exit mobile version