International
યજમાન દેશ કતાર ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે, સતત બીજી હાર
Published
2 months agoon
By
Minal
નેધરલેન્ડ-ઇકવાડોર મેચ ડ્રો: વર્લ્ડ કપનો જામતો માહોલ
કતારના અલ થુમામા સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડકપ 2022ની 18મી મેચ યજમાન દેશ કતાર અને સેનેલગ વચ્ચે રમાઈ હતી. આ બંને ટીમો ગ્રુપ અની ટીમો છે. ગ્રુપ સ્ટેજમાં આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ રમી ચૂકી હતી. ગ્રુપ સ્ટેજની તેમની બીજી મેચ હતી. પ્રથમ હાફમાં સેનેગલની ટીમ 1-0થી આગળ હતી.બીજા હાફમાં કતારની ટીમે ફિફા વર્લ્ડકપ 2022નો પ્રથમ ગોલ માર્યો હતો. આ ગોલ ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં કતારની ટીમનો પહેલો ગોલ હતો.આ મેચમાં સેનેગલની ટીમે 3-1થી જીત મેળવી છે.
આ મેચમાં હાર થતા કતારની ટીમ ફિફા વર્લ્ડકપ 2022માંથી લગભગ બહાર થઈ ગયુ છે. વર્લ્ડ રેકિંગમાં કતારની ફૂટબોલ ટીમનું સ્થાન 50મું છે. જ્યારે સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે. કતાર દેશની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઈ રહી હતી. કતાર દેશની ફૂટબોલ ટીમે પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ તે એવી યજમાન ટીમ બની હતી જે વર્લ્ડકપની ઓપનિંગ મેચ હારી હતી. આ હાર સાથે તે પહેલી એવી યજમાન ટીમ બની છે જે સતત 2 મેચ હારી હોય. આ હાર સાથે તે ફિફા વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.
ફિફા વર્લ્ડકપમાં ગ્રૂપ-વનની મેચમાં એક્વાડોરે જોરદાર વળતી લડત આપતાં નેધરલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી. નેધરલેન્ડે મેચમાં પ્રથમ હાફમાં જ સરસાઈ મેળવી લીધી હતી. જોકે એક્વાડોરે તેનો જવાબ બીજા હાફમાં આપ્યો હતો. આખરે મેચ બરોબરી પર પુરી થતાં નેધરલેન્ડ અને એક્વાડોરે 1-1 પોઈન્ટ વહેંચી લીધો હતો. અગાઉ નેધરલેન્ડ સેનેગલ સામે 2-0થી જીત્યું હતુ. જ્યારે એક્વાડોરે કતાર સામે 2-0થી જીત હાંસલ કરી હતી.આજની મેચમાં નેધરલેન્ડે છઠ્ઠી મિનિટે ગેપ્કોના ગોલને સહારે લીડ મેળવી લીધી હતી. ગેપ્કોનો આ ફિફા વર્લ્ડકપ-2022નો બીજો ગોલ હતો. એક્વાડોરે મેચમાં પાછા ફરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. આખરે કેપ્ટન વાલેન્સિયાએ બીજા હાફમાં મેચની 49મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને બરોબરી અપાવી હતી. એક્વાડોરે આખરી મિનિટોમાં નેધરલેન્ડના ગોલ પર જોરદાર આક્રમણ કર્યું હતુ. જોકે બોલ ગોલ પોસ્ટને ટકરાઈને મેદાનમાં પાછો ફર્યો હતો અને નેધરલેન્ડ હારથી બચી ગયું હતુ. અલબત્ત, આ પરિણામ બાદ કતાર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેઓ આખરી મેચમાં નેધરલેન્ડ સામે રમશે. જ્યારે એક્વાડોરની ટક્કર સેનેગલ સામે થશે.
You may like
International
ચીન ઘુસણખોરી કરે તો જડબાતોડ જવાબ: યુએસએ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
અમેરિકા ભારતનું મજબૂત ભાગીદાર: વેદાંત પટેલ
અમેરિકાએ કહ્યું કે તે કઅઈમાં કોઈપણ પ્રકારના એકપક્ષીય પ્રયાસ અને ઘૂસણખોરીનો વિરોધ કરે છે. એલએસીમાં તેની હરકતો માટે અમેરિકાએ ચીનને વારંવાર રોક્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એલએસી પર તૈનાત સૈનિકો સાથે મુલાકાત કર્યા બાદ એક વાત સ્પષ્ટ કરી હતી કે તેઓ અહીંથી સેના પાછી ખેંચવા ઈચ્છુક નથી. આ સાથે અમેરિકાએ કહ્યું છે કે જો કોઈ એકપક્ષીય કાર્યવાહી થાય છે તો તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને મક્કમતાથી લડવું જોઈએ.
અમેરિકાના ડેપ્યુટી પ્રેસ પ્રવક્તા વેદાંત પટેલે બંને દેશો વચ્ચેની વર્તમાન સ્થિતિ પર કહ્યું કે તેઓ નજીકથી નજર રાખી રહ્યા છે. પટેલે જણાવ્યું હતું કે અમે સરહદ પાર અથવા વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી અથવા નાગરિક દ્વારા પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ. પટેલે કહ્યું કે અમેરિકા ભારત અને ચીનને તેમના વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઉકેલ શોધવાની અપીલ કરે છે.
પટેલે જણાવ્યું હતું કે ભારત ઘણી જગ્યાએ અમેરિકા માટે પસંદગીનું મહત્વનું ભાગીદાર છે. તેમાં વેપાર સહયોગ, સુરક્ષા સહયોગ અને ટેકનિકલ સહયોગ પણ સામેલ છે. એક દિવસ પહેલા, ૠઘઈ-શક્ષ-ઈ, પૂર્વીય કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ કહ્યું હતું કે ચીન સાથેની પૂર્વ સરહદે સ્થિતિ સ્થિર છે પરંતુ સરહદ વિશે અવ્યાખ્યાયિત ધારણાઓને કારણે આગાહી કરી શકાતી નથી.
ઈસ્ટર્ન કમાન્ડ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. લેફ્ટનન્ટ જનરલ કલિતાએ એમ પણ કહ્યું કે સેના સતત સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે આખી સમસ્યા એ હકીકતને કારણે છે કે ભારત અને ચીન વચ્ચેની સરહદ અવ્યાખ્યાયિત છે. વાસ્તવિક નિયંત્રણ રેખા વિશે વિવિધ ધારણાઓ છે, જે સમસ્યાઓ ઊભી કરે છે. તેમણે કહ્યું, જો કે, હું તમને ખાતરી આપું છું કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પૂર્વ સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ તે અનુમાનિત નથી અને તેનું કારણ સીમાઓનું સીમાંકન છે.
International
ચીનમાં મંદીનું કાઉન્ટ ડાઉન શરૂ, 70 દેશોને થશે અસર
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઇ ગયો
ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર દેશનો વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે, જે 2022માં 5.5 ટકાના સત્તાવાર લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 1976 પછી સૌથી નબળો હતો. જો ચીનની અર્થવ્યવસ્થા આ રીતે ઘટતી રહેશે તો આર્થિક મંદી આવવાનું નિશ્ચિત છે અને આ મંદી માત્ર ચીનને જ નહીં, પરંતુ વિશ્વના 70થી વધુ દેશોને પ્રભાવિત કરશે.
ગયા વર્ષે કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીને કારણે 2022માં ચીનનો આર્થિક વિકાસ દર ત્રણ ટકા પર આવી ગયો છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 50 વર્ષમાં આ બીજો સૌથી ધીમો વિકાસ દર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2022માં ચીનનો જીડીપી 1,21,020 બિલિયન યુઆન અથવા 17,940 બિલિયન હતો. વાસ્તવમાં ચીન 70થી વધુ દેશો સાથે વેપાર કરે છે. ચીન એશિયન દેશો સાથે તેમજ યુરોપના ઘણા દેશો સાથે આયાત અને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીનમાં મંદી આવશે તો આ તમામ દેશો પણ તેની ઝપેટમાં આવી જશે. ચીન પર નિર્ભર દેશોને સૌથી વધુ નુકસાન થશે. સૌથી ખરાબ સ્થિતિ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં થશે. અમેરિકા પછી ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021-22માં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ઞજઉ 115.83 બિલિયન હતો, જે ભારતના કુલ ઞજઉ 1,035 બિલિયન વેપારના 11.2 ટકા છે.
International
પાકિસ્તાનના મંત્રી તારિક બશીરે ઘઉંના સંકટનો કર્યો સ્વીકાર, કહ્યું લોટ માટે થઈ રહ્યું છે ઘર્ષણ
Published
1 day agoon
January 28, 2023By
Minal
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રી તારિક બશીર ચીમાએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું કે આર્થિક સંકટ વચ્ચે મોંઘવારી પ્રભાવિત પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત છે. પ્રધાન તારિક બશીર ચીમાએ કબૂલાત કરી હતી કે પાકિસ્તાન હાલમાં ઘઉંની મોટી અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં 2.3 મિલિયન મેટ્રિક ટન શુદ્ધ ઘઉંની અછત છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 23.23 લાખ મેટ્રિક ટન ઘઉંની અછત છે. આ વર્ષે દેશમાં ઘઉંની કુલ સંખ્યા 7.28 કરોડ ટન હતી, જ્યારે ઘઉંનું ઉત્પાદન માત્ર 42.26 મિલિયન ટન રહ્યું હતું.
મંત્રીએ કહ્યું કે દેશમાં ઘઉંની માંગ 2.37 મિલિયન ટન છે અને આ સ્ટોક ઘટીને 2.031 મિલિયન ટન પર આવી ગયો છે. આ અછતને કારણે દેશમાં લોટની લડાઈ પણ ચાલી રહી છે. હાલમાં પાકિસ્તાનના કેટલાક ભાગો, ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં ઘઉંની અછત એટલી બધી થઈ ગઈ છે કે લોકો નીચે આવી ગયા છે. આ સાથે જ અનેક જગ્યાએ ભાગદોડના પણ સમાચાર સામે આવ્યા છે, લોકો લોટ લેવા માટે પણ માર મારી રહ્યા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ પાકિસ્તાન રોકડની તંગી સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ દેશમાં હજારો લોકો દરરોજ સસ્તા લોટની થેલીઓ મેળવવામાં કલાકો પસાર કરી રહ્યા છે. પાકિસ્તાન પહેલેથી જ લોટની અછતનો સામનો કરી રહ્યું છે અને લોટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લોટના વેપારીઓ અને તંદૂરના માલિકો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
