Connect with us

Morbi

મોરબી લાયન્સ કલબ આયોજિત કથા સંપન્ન

Published

on

સંતો-મહંતો અને આગેવાનો દ્વારા પ્રાકૃતિક પ્રવચન દ્વારા પર્યાવરણની જાળવણી વિશે માર્ગદર્શન

લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા તળાજા સ્થિત અષ્ટાંગ આયુર્વેદ ધામનાં જાણીતા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયાનાં અધ્યક્ષ સ્થાને ત્રિવેણી સંગમ રૂૂપ ત્રિવિધ આયુર્વેદ કથા,રાષ્ટ્ર કથા ગૌ કથાનું પ્રેરક આયોજન કરાયેલ. આ પ્રસંગે મોરબી સહિત આજુબાજુ થી બહોળી સંખ્યામાં લોકો મોડી રાત્રિ સુધી રસ ભેર માહત્મ્ય સહિત આ અનોખી આયુર્વેદ કથાનો લાભ લીધેલ.
આ પ્રસંગે પ્રસંગોચિત પ્રવચન માં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર લાયન રમેશ રૂૂપાલાએ સંસ્થાનાં પરિચય સાથે ઝોન ત્રણમાં સમાવિષ્ટ દરેક લાયન્સ ક્લબના સેવાકાર્યો અને વિવિધ લક્ષી પ્રોજેક્ટ અંગે માહિતી આપેલ. તો બગથળા નકળંગ ધામનાં મહંત દામજી ભગત દ્વારા પ્રસંગોચિત આશીર્વચન સાથે આયુર્વેદ કથાનાં પ્રેરક આયોજન બદલ આયોજકોને અભિનંદન આપેલ.તેમજ લાયન્સ પરિવાર વતી ભીખાભાઈ લોરિયા, રમેશભાઈ રૂૂપાલા, ટી.સી. ફૂલતરિયા અને ટીમ લાયન્સ ક્લબ મોરબી પરિવાર દ્વારા વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાનાં સ્વાગત અભિવાદન સાથે નકળંગ મંદિરનાં મહંત દામજી ભગત સહિત જાણીતા પ્રકૃતિપ્રેમી પ્રાણજીવણ ભાઈ કુંડારિયાનું પણ વ્યક્તિ વિશેષ સન્માન કરાયેલ
સંસ્કૃતનાં જાણીતા શ્ર્લોક સાથે ભગવાન ધનવંતરીને સ્તુતિ વંદના સાથે અષ્ટાંગ આયુર્વેદ કથાનાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા શુભારંભ કરતા સૌ પ્રથમ વાત,પી અને કફ ને વિવિધ રોગ નાં જનક ગણાવી તે અંગે આહાર, વિહાર, નિયમ સાથે શુધ્ધ સાત્વિક નિરામય જીવન માટે ભારતીય સંસ્કૃતિનાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને તેના માહત્મ્ય અંગે જાણીતા વૈદ રાજ હોય કે રાવણનાં વૈદ સુશન થી લઇ પ્રાચીન અર્વાચીન ઋષિ મુનિઓ દ્વારા આયુર્વેદ ચિકિત્સાનાં મહત્વ અંગે જાણકારી વચે આજે પશ્ચિમનાં દેશો દ્વારા આયુર્વેદનાં મહત્વ સમજી આયુર્વેદ તરફ પાછા વળી રહ્યા છે. ત્યારે આ અંગે જરૂૂરી જનજાગૃતિ અભિયાનનાં ભાગ રૂૂપે મોરબી ખાતે તળાજા ભાવનગરનાં જાણીતા આયુર્વેદાચાર્ય ડો .મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ડાયાબિટીસ,કેન્સર, હાય પર ટેન્શન, સ્ટ્રોક, બ્રેન સ્ટ્રોમ, એટેકથી લઇ વિવિધ રોગ સામે આયુર્વેદમાં ઉપાય અંગે માહિતી આપતા વિશેષ કહે સૌરાષ્ટ્રમા પાન માવાનાં વ્યસનનાં કારણે કેન્સરનું પ્રમાણ ભય જનક રીતે વધી રહ્યું હોય ત્યારે પાન,બીડી, તંબાકુ સહિત વ્યસન થી દુર રહેવા અનુરોધ કરેલ તેમજ રસાયણ યુક્ત ખોરાકની જગ્યા એ ઓર્ગેનિક ધાન્ય,શાકભાજી અને ગાયનાં દૂધની વિશેષતા સાથે વૈશ્વિક કક્ષાએ આયુર્વેદનાં વધતાં વ્યાપ વચ્ચે આઓ સૌ આયુર્વેદ તરફ એક ડગલું આગળ વધીનાં નાદ સાથે સૌને વ્યાસ પીઠ પરથી વ્યસન મુક્તિ અને સ્વસ્થ ભારત સ્વચ્છ ભારત ,સ્વચ્છ સ્વાથ્ય મોરબી મંત્ર નાં શપથ સાથે વિવિધ રોગ સામે ચેતવણી આહાર,વિહાર ખોરાક થી લઇ નિરામય જીવન અંગે રાખવાની કાળજી અંગે જ્ઞાત કરાયેલ. અને પ્રસંગોચિત જરૂૂરી જાણકારી આપેલ તેમજ જીવનમાં નિયમિતતા, નીતિ મત્તા ,સરલ સહજ,સાદગી સભર જીવન ની ટિપ્સ આપેલ. તેમજ પ્રકૃતિ વિરૂૂદ્ધ જનજાગૃતિ અભિયાનમાં પ્રસંગોચિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ આયોજક લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ કલબ મોરબી પરિવાર દ્વારા કથા સ્થળે નિશુલ્ક સ્ટોલમાં આયુર્વેદિક ચીજ વસ્તુઓથી લઇ સ્વદેશી મેક ઈન ઈન્ડિયા બ્રાન્ડને અપનાવવા અનુરોધ કરાયેલ. તો સ્ટોલ ધારકો દ્વારા પણ ગ્રાહકોનાં ખૂબ સારા પ્રતિસાદ મળેલ હોવાનુ જણાવેલ છે.લાયન્સ ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ મોરબી પરિવાર આંયોજી આયુર્વેદ કથા ને સફળ બનાવવા લાયન્સ ઇન્ટરનેશનલ, ડિષ્ટ્રીકટ 3232 જે.(સૌરાષ્ટ્ર કચ્છ) નાં પ્રથમ વાઈસ ગવર્નર ઇલે. રમેશ રૂૂપાલા તેમજ લાયન્સ મોરબી સિટીનાં પ્રમુખ લા.જગદીશભાઈ કાવર, સેક્રેટરી, લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.ટી. સી.ફૂલતરિયા,પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા ,લા. અમૃતલાલ સુરાણી, લા. મહાદેવભાઇ ચીખલીયા લા. મહાદેવભાઈ ઊંટ વાડિયા, લા. અમરશીભાઈ અમૃતિયા, લા. દીપકભાઈ જીવાણી, લા.જયેશ સંઘાણી, લા. ચંદુભાઈ કુંડારિયા , વાઘજીભાઇ કાશુન્દ્રા તેમજ લાયન્સ ક્લબ મોરબી મેન માંથી લાયન ડાયાભાઈ પટેલ લાયન્સ ક્લબ મોરબી નજરબાગ માંથી પૂર્વ પ્રમુખ લા. કુતુબ ગોરેયા લા. તુષારભાઈદફતરી,લા. મનીષભાઈ આદ્રોજા, તેમજ લાયન્સ નજરબાગ પ્લસ માંથી પૂર્વ પ્રમુખ લા.જનકભાઈ હીરાની લા.હિતેશભાઈ ભાવસાર ,પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરીયા , મધુશુદન ભાઈ પાઠક વગેરે લોકોએ આયુર્વેદ કથા ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

Advertisement
Continue Reading
Advertisement

Morbi

મોરબીની બાઈક ચોરીનો આરોપી ખંભાળિયામાંથી ઝડપી લેવાયો

Published

on

પોલીસે મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ પાસે રહેતા દિનેશ ગોવિંદ ધોરીયા નામનો શખ્સ ચોરાઉ મોટરસાયકલ લઈને ફરતો હોવા અંગેની ચોક્કસ બાતમી એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને મળતા અહીંના સલાયા ફાટક પાસેથી જી.જે. 03 બી.આર. 6111 નંબરના એક મોટરસાયકલ પર નીકળેલા ઉપરોક્ત શખ્સને પોલીસે અટકાવી અને પૂછપરછ કરતા આ મોટરસાયકલ મોરબી ખાતે રહેતા એક આસામીનું હોવાનું અને જેની ચોરી અંગેની ફરિયાદ આશરે ચાર માસ પૂર્વે મોરબી પોલીસમાં નોંધાઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

જેથી પોલીસે 21 વર્ષના આ શખ્સની અટકાયત કરી, તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, સચિનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Continue Reading

Morbi

મોરબીમાં શાળા બહાર વિદેશી દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Published

on

76 બોટલ, કાર સહિતનો રૂા.1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબી શહેરના પંચાસર રોડ પર સ્કૂલ બહાર પાર્કિંગમાં ગાડીમાં દારૂૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઈસમને દબોચી લઈને પોલીસે ઈંગ્લીશ દારૂૂની 76 બોટલ જપ્ત કરી કાર અને દારૂૂ સહીત 1.75 લાખની મત્તા કબજે લીધી છે તો અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ પર ફોર વ્હીલ કારમાં ઈંગ્લીશ દારૂૂ રાખી એક ઇસમ સત્યમ સ્કૂલ બહાર પાર્કિંગમાં ઈંગ્લીશ દારૂૂનું વેચાણ કરતો હોવાની બામતી મળી હતી જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી જેમાં કારમાં સવાર ઈસમને નીચે ઉતારી કારની તલાશી લેતા કારની ડેકીમાંથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે વ્હીસ્કી નંગ 36 કીમત રૂૂ 13,500 તેમજ અન્ય બ્રાંડની વ્હીસ્કી બોટલ નંગ 40 કીમત રૂૂ 12,000 મિલને કુલ ઈંગ્લીશ દારૂૂની બોટલ નંગ 76 કીમત રૂૂ 25,500 તેમજ વરના કાર કીમત રૂૂ 1.50 લાખ મળીને કુલ રૂૂ 1,75,500 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

Advertisement

જે કારમાં સવાર આરોપી નિકુંજ ભરત કાવર રહે રાજનગર પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે જે દારૂૂનો જથ્થો મોન્ટુ પલ્લવ રાવલ રહે શકત શનાળા તા. મોરબી વાળો આપી ગયાની કબુલાત આપતા આરોપી મોન્ટુ રાવલ વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Continue Reading

Morbi

મોરબીના કેરાળામાં મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 6.30 લાખની ચોરી

Published

on

અજાણ્યા ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે યુવકના રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 6.30 લાખની ચોરી થયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા દિલીપભાઈ કાનજીભાઇ કારાવડીયા (ઉ.વ.41) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.31-05-2023 થી 01-06-2023 દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાક મકાનના હોલની બારીની ગ્રીલ તોડી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનના રૂૂમમા આવેલ બેડ(સેટી) માં રાખેલ ફરીયાદીના ખેતી પાકના વેચાણના રોકડા રૂૂપીયા 3,50,000/- (સાડા ત્રણ લાખ) તેમજ સોના દાગીનાઓ જેમા (1) સોનાની એક જોડી બંગડી વજન આશરે એક તોલુ કિ.રૂૂ.40,000/- (2) એક જોડી સોનાના પાટલા વજન આશરે દોઢ તોલા કિ.રૂૂ.60,000/- (3) એક સોનાનો હાર વજન આશરે ત્રણ તોલા કિ.રૂૂ.-1,20,000/- (4) લેડીઝને પહેરવાની સોનાની વીંટી નંગ-3 વજન આશરે દોઢ તોલુ કિ.રૂૂ.- 60,000/- મળી કુલ કિં. રૂૂ. 6,30,000/- ના મુદામાલની કોઇ અજાણ્યો ઇસમે ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર દિલીપભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -457,380 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ