Connect with us

Morbi

મોરબી નવયુગ મહિલા કોલેજની ત્રણ છાત્રાનો ‘આપણી સરહદને ઓળખો’ માટે પસંદગી

Published

on

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી કચ્છ-ભુજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોરબીની વિદ્યાર્થિનીનું સિલેક્શન

ગુજરાત સરકારના આપણી સરહદને ઓળખો કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 3 વિદ્યાર્થીનીઓ સીલેક્ટ થઈ
ગુજરાત સરકાર પ્રેરિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી , કચ્છ-ભુજ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો પ્રવાસી કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાનું સિલેક્શન થયેલ છે. મોરબી માંથી માત્ર 3 સ્ટુડન્ટ સિલેક્ટ થયા જે તમામ નવયુગ ના સ્ટુડન્ટ્સ છે.
આ પ્રોગામમાં સિલેક્ટ થવાની લાયકાતમાં ગઈઈ અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે. આ સમગ્ર કાર્યક્રમ 11 દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના 45 જેટલા સ્થળોની મુલાકાત કરેલ જેવાકે કચ્છનું મ્યુઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણો ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા. આ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર આપે છે.
આ કાર્યક્રમમાં સિલેક્ટ થવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબએ સ્ટુડન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Continue Reading
Advertisement

Morbi

મોરબીમાં પુલ દુર્ઘટનાનો પડઘો ભાજપને મત નહીંના પોસ્ટરો લાગ્યા

Published

on

આવારા તત્ત્વોનું કૃત્ય હોવાનું કહેતા ભાજપ આગેવાનો, ભારે રાજકીય ગરમાવો

મોરબીમાં સમગ્ર રાજ્યને વિદેશમાં પણ ખળભળાટ મચાવી છે તેવી ઝુલતા પુલની દુર્ઘટના ગત તા. 30 તારીખે બની જેને કાલે એક મહિનો થઈ રહ્યો છે. આ ઘટનામાં નિર્દોષ 135 જીંદગી હોમાય ગઈ છે. ત્યારે હાલ ચુંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગત મોટી રાત્રે શહેરમાં દિવાલો પર એવા બેનરો લગાવવામાં આવ્યા કે 135થી વધુલોકો ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા પ્રથમ માસીક પુણ્યતિથિએ મૃતકોને અને ઘાયલોને ન્યાય નહીં તો ભાજપને મત નહીં લાગતાને પગલે મોરબીમાં રાજકીય ગરમાવો આવ્યો હતો. આ ઘટનાના પગલે આ અંગે મોરબી માળિયાના ભાજપના ઉમેદવારો કાન્તીભાઈ અમૃતિયાએ પક્ષકાર બેઠક યોજી પત્રકારોને જણાવ્યું હતું ખોટા અમુક તત્વો ભાજપના મતદારોને મીસગાઈડ કરવા કૃત્ય કરી રહ્યા છે. મારા શહેરમાં લોકપ્રીયતા છે. એટલે વિરોધીઓ તો આવુ કરે જ ભારે શું ભાજપ ના જ અમુક લોકો આવું કરતા હશે. એવા સવાલના જવાબમાં તેને જણાવ્યું હતું. અમારામાં પણ અમુક તકવાદી અને નાલાયક હોય છે. જેને મારી લોકપ્રીયતા નડતી હોય પણ ચુંટણીને ગણત્રીની કલાકો બાકી છે. ત્યારે મને મારા મતદારો પર વિશ્ર્વાસ છે જેને જે કરવું હોય તે ભલે કરે.

Advertisement
Continue Reading

Morbi

મોરબીના લાલપર ગામેથી ગાંજા સાથે ત્રણ ઝડપાયા

Published

on

6 કિલો ગાંજા સહિતનો રૂા.76 હજારનો મુદ્ધામાલ જપ્ત

મોરબીમાં નસીલા પદાર્થોનું વેચાણ સામે આવ્યું છે એસ.ઓ.જી. પોલીસની સતર્કતાને પગલે રહેણાંક મકાનમાં ગાંજાના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા છે. સમગ્ર મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ નાર્કોટીક્સના નશાયુક્ત ગેર કાયદેસર પ્રવૃતિઓને સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી. પોલીસની ટીમ કાર્યરત રહે છે. ત્યારે પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે લાલપર ખાતે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં 3 ઇસમો ગાંજાનું વેચાણ કરે છે. જેને પગલે એસ.ઓ.જી.પોલીસે મોરબી-વાંકાનેર ને.હા લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-101માં દરોડા પાડયા હતા. જ્યાં આરોપી અમીત શ્રીશીશુ તીવારી, વિનોદરાય મનોજરાય યાદવ અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેથી એસ.ઓ.જી. પોલીસે માદક પદાર્થ ગાંજોનો જથ્થો 6 કિલો 121 ગ્રામ કિ.રૂૂ. 61,210/- તથા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂૂ.15,500/- સાથે મળી કુલ કિંમત રૂૂપીયા રૂૂ.76,710નો મુદામાલ કબજે કર્યો હતો. અને તમામ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ 198પની કલમ 8(સી), 20(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading

Morbi

મોરબી કોંગ્રેસ ઉમેદવારના કારખાનામાં અજાણ્યા શખ્સોનો આતંક

Published

on

પથ્થરમારો કરી નુકસાન કરતાં જયંતીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી

મતદાનને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા ઇસમોએ આવી પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી હુમલો કરી નુકશાન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી-માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક કારખાનું આવેલ હોય જ્યાં આજે સાંજના 4 થી 04 : 30 કલાકના અરસામાં અજાણ્યા ઇસમોએ આવીને પથ્થરમારો કરી તેમજ ધોકા અને પાઈપથી આતંક મચાવ્યો હતો. જે બનાવમાં ફેકટરીના ગેટ પર કેબીનના કાચ તોડી ઈસમો નાસી ગયા હતા હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર માહિતી ઉમેદવારના પુત્રએ મીડિયાને આપી હતી.આ બનાવ અંગે કારખાનેદાર ને મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ચૂંટણી ને આડે ગણતરી ની કલાકો મતદાન ને બાકી હોઈ ને આવી ઘટના ખુલ્લેઆમ આતંક મચાવવાની ધોળા દિવસે ઘટના બનતા આવા તત્વો ને ઝડપી લઇ ને કડક માં કડક સજા કરવી જોઈએ જેથી આવી ઘટના નું ક્યાંય પુનરાવર્તન ન થાય ને 38 વર્ષ માં આ બનાવ પ્રથમવાર બન્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે વધુ માં જોઈએ તો ધોળા દિવસે ચૂંટણી માહોલ માં એક તરફ પોલીસ સુલેહ અને શાંતિ થી મતદાન યોજાઈ એવા આયોજન ના પ્રયાસો પોલીસ ના હોઈ છે ત્યારે આ ઘટના થી જીલ્લા ની કાયદો વ્યવસ્થા ને પોલીસ ની કામગીરી પર સવાલો ઉભા થાય છે કે આવારા તત્વો માં પોલીસ ની જીલ્લા માં કોઈ બીક કે ધાક છે જ નહીં.તે નક્કી થાય છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ