Connect with us

Morbi

મોરબીમાં 440 દિવ્યાંગ અને વૃદ્ધ મતદાર ઘર બેઠા મતદાન કરશે

Published

on

તંત્ર દ્વારા પાર્ટીના એજન્ટને સાથે રાખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

મોરબી જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ વર્ષે પ્રથમવાર 80 વર્ષથી વધુ વયનાં મતદારો તેમજ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરવા અંગે વ્યવસ્થા કરાઇ છે. અને તળા.21 અને 22 નવેમ્બરના રોજ આ મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં કુલ 440 મતદારો પોતાનો અમૂલ્ય મત આપશે. આ અંગે મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, 65 મોરબી વિધાનસભામાં હરીફ ઉમેદવારોની સંખ્યા 17 ના અંક પર પહોંચી છે જેને પગલે બે બેલેટ યુનિટથી મતદાનની કામગીરી થવાની છે આ વખતે ચૂંટણી પંચની ગાઈડ લાઈન અનુસાર 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વયોવૃદ્ધ નાગરિકો કે જેઓ મતદાન કરવા ઈચ્છે છે પરંતુ મતદાન મથક સુધી આવવા માટે સક્ષમ નથી, એ જ રીતે દિવ્યાંગ મતદારો જેવો મતદાન કરવા ઈચ્છે છે પરંતુ મતદાર મથક સુધી પહોંચવા માટે તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી એ માટે મોરબીમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે આ સર્વે દરમિયાન દિવ્યાંગો અને વયોવૃદ્ધ મતદાર હોય પોતાની અસક્ષમતા જણાવી હોય અને એવું કહ્યું હોય કે તેમને ઘેર બેઠા જ મતદાનની સવલત પૂરી પાડવામાં આવે તો તેઓ યોગ્ય રીતે મતદાન કરી શકશે. આવા મતદારો માટે એક ચોક્કસ યાદી તૈયાર કરવામાં આવી છે અને એ યાદીને ધ્યાને લઈને 65 વિધાનસભા મોરબી મત વિસ્તારમાં કુલ 440 મતદારો નોંધાયા છે. જેમણે પોતાના ઘરે જ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ અનુસંધાનમાં તારીખ 21 અને 22 નવેમ્બર ના રોજ પ્રત્યેક રાજકીય પક્ષોને આ બાબતની ઝીણવટપૂર્વક જાણ કરવામાં આવી છે અને પોલિંગ ટુકડીઓ દ્વારા 440 મતદારોના ઘરે ઘરે જઈને મતદાન પ્રક્રિયા કરાવી રહ્યા છે. આ મતદાન પ્રક્રિયા તટસ્થ રીતે થાય ગાઈડલાઈન અનુસાર થાય અને તેમાં કાયદાનો કોઈ પણ પ્રકારનો ભંગ ન થાય તેની પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે. તેમાં બે પોલિંગ પાર્ટી છે. તેમની સાથે એક પોલીસ જવાન એક વિડીયોગ્રાફર અને રાજકીય પાર્ટીને જાણ કરવામાં આવેલી છે. જેથી તેઓ પણ ઈચ્છતા હોય તો કોઈ એજન્ટને સાથે મોકલી શકે, આ પ્રક્રિયામાં મત કુટીર પણ આપેલી છે તેથી વિડીયોગ્રાફીમાં કોણ કોને મત આપી રહ્યા છે એ ગુપ્ત પણ રહી શકે આ મુજબ 21 અને 22 નવેમ્બર દરમિયાન સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથોસાથ 20 નવેમ્બરના રોજ એવીએમનું સેક્ધડ રેન્ડમાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું 21 નવેમ્બર અર્થાત આજે પોલિટેકનિકમાં જે ડિસ્પેચ સેન્ટર છે. ત્યાં ઇવીએમમાં જે બેલેટ ફિક્સ કરવાના હોય જેને ઇવીએમનું પ્રિપેરેશન અથવા કમિશનિંગ કહેવામાં આવે છે તે આજે અને કાલે કાર્યરત રહેશે જેથી બેલેટ પણ તૈયાર થઈ જશે તેવું મોરબીના પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું

Advertisement
Continue Reading
Advertisement

Morbi

મોરબીના લીલાપર ગામે ત્રિપલ હત્યાના સાત આરોપીના જામીન રદ

Published

on

By

વર્ષ 2018 ના ઓગસ્ટ માસ માં મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં એક જ કુટુંબના ત્રણ લોકોના ત્રીપલ મર્ડર ક્રેઈસમાં 7 આરોપીના જામીન રદ કરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ આરોપીઓને બે અઠવાડીયામાં સરન્ડર થવાનો હુકમ ફરમાવ્યો છે.
ઓગસ્ટ 2018 માં દીલાવરખાન પઠાણ, તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અકબરખાન ની ખેતીની જમીન પડાવી લેવા થયેલા લોહીયાળ ઝઘડા મા આરોપી ધનજી મનસુખ ડાભી અને તેના કુટુંબી ભાઈઓ એ એક સંપ કરી, દીલાવરખાન પઠાણ તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અબરખાન પઠાણની હત્યા કરી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.અને તપાસના અંતે ચાર્જશીટ દાખલ થયા બાદ એક પછી એક આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામની અરજી કરેલ તે મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પેરીટીના મુદ્દા ઉપર મંજુર કરી આરોપીઓને જામીન મુકત કરાયાહતા. દરમિયાન તમામ આરોપીઓના જામીન કેન્સલ કરવા ગુજરનાર દીલાવરખાન પઠાણના પત્ની હકીઝાર્બન એ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અરજ કરી હતી.
તમામ સાત આરોપીઓના જામીન કેન્સલ કરવાની અરજીની સુનાવણી ના.23-11-2022ના હાથ ધરાતા હાઈકોર્ટના જસ્ટીશશ્રી ગીતા ગોપી સાહેબે સાતેય આરોપીઓના જામીન રદ કરતો હુકમ ફરમાવેલ અને આરોપીઓને બે અઠવાડીયામાં સરન્ડર થવા હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદ તરફી ગોંડલ ના વકીલ પ્રશાંત ખંઢેરીયા રોકાયા હતા

 

Advertisement
Continue Reading

Gujarat

મોરબીના મકનસરમાં લોનના મુદ્દે પરિણીતા ઉપર માતા-પુત્રનો હુમલો

Published

on

By

જસદણના મદાવામાં યુવાનને ચાર શખ્સે માર માર્યો

મોરબીના મકનસરમાં લોનના પ્રશ્ર્ને પરિણીતા ઉપર માતા-પુત્રએ તલવાર અને કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના મકનસર ગામે રહેતી કિરણબેન અમૃતભાઇ જીજવાડીયા નામની 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગંગાબેન અને તેના પુત્ર દિલીપે લોનના પ્રશ્ર્ને ઝઘડો કરી તલવાર અને કુહાડી વડે હુમલો કરી મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જસદણના મદાવા ગામે રહેતા ગીરીશ દેવાભાઈ (ઉ.વ.37) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે વશરામ અને જીણા સહિત બે અજાણ્યા શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા અને પાઈપ વડે મારમાર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Morbi

મોરબીના બોરિયાપાટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કાર

Published

on

પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી નિર્ણય: કલેકટરને આવેદન

ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના રહીશોએ પાયાની સવલતોન અભાવે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ અંગે બોરીયાપાટી વાડી વિસ્તાર ખાતે રહેતા સમસ્ત સતવારા સમાજના રહીશો દ્વારા ચૂંટણી અધિકારી અને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ મુદ્દે આવેદનપત્રમાં રહીશો દ્વારા જણાવ્યા અનુસાર વોર્ડ નં.12ના વિસ્તારમાં વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ વિસ્તારમાં સતવારા સમાજની કુલ 21 જેટલીઓ વાડી વિસ્તાર આવેલ આવેલો છે. ટોટલ 3500 જેટલી વસ્તી આવેલ છે. 2 બુથો અને આશરે 1800થી 2200 જેટલાં મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ખેડુતો તેમજ શ્રમિક વર્ગનો સમાવેશ થાય છે.
તેઓ વર્ષોથી નિયમિત મતદાન કરે છે. છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારનો મોરબી નગરપાલીકામાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે છતાં પાલીકા દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે તેમણે સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજુઆત કરી છે પરંતુ તેઓને આજ સુધી પ્રાથમિક સુવીધાઓ પ્રાપ્ત થઈ નથી.
વધુમાં રહીશોએ કહ્યું હતું, તેમણે 2020ની પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ વખતે તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વાયદો લઈને સ્થાનીકથી લઈને રાજ્ય સ્તરના રાજકીય આગેવાનોએ બાંહેધરી લીધી હતી કે 3 જ મહિનામાં કામ ચાલુ થઇ જશે. આ વચનને 2 વર્ષ પૂર્ણ થશે છતાં હજુ સુધી સુવિધા પ્રાપ્ત નથી થઈ જેથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ