Connect with us

Morbi

મોરબીમાં અશાંતધારો લાગુ કરવા ગાઇડલાઇન બહાર પાડવા માંગ

Published

on

રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો. દ્વારા કલેક્ટરને રજૂઆત

મોરબી શહેરના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સંગઠનોની માંગણીને પગલે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે રેવન્યુ બાર પ્રેક્ટિશનર એસો. દ્વારા મોરબી જિલ્લા કલેકટરને અશાંત ધારા અંગેની 500 મીટરના એરિયા અંગેની માર્ગદર્શિકા નિર્ધારિત કરવાની રજુઆત કરવામાં આવી છે.
રેવન્યુ બાર પ્રેક્ટીશનર દ્વારા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અશાંતધારા કાયદા મુજબ જે તે વિસ્તાર તથા તે વિસ્તારની 500-મીટરની ત્રિજયામાં આવતી તમામ મિલ્કતના હસ્તાંતર માટે સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી મેળવવી ફરજીયાત કરવામાં આવેલ છે. જી.આર માં જે તે વિસ્તાર તથા સર્વે નંબરોનો ઉલ્લેખ કરેલ છે. પણ જે વિસ્તાર તથા સર્વે નંબરો આપેલ છે, તે વિસ્તારથી 500-મીટરની ત્રિજયા માં કયા-કયા સર્વે નંબરો તથા કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે. તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. જેને પગલે સબ-રજીસ્ટ્રાર ઓફીસ મોરબીમાં દસ્તાવેજ રજુ કરતી વખતે સૌથો મોટી સમસ્યા ઉભી થાય છે જેમ કે પ્રતિબંધીત વિસ્તારથી 500-મીટરની ત્રિજયામાં કયા કયા સર્વે નંબરોનો સમાવેશ થાય છે. અને તે અંગે ઘણી વિસંગતતા ઉત્પન્ન થાય છે. તેથી મોરબીની સબ-રજીસ્ટ્રાર ઓફીસ દ્વારા મોરબી સીટી, વજેપર,માધાપર વિગેરે વિસ્તારના તમામ દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા સ્થગિત કરી બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દાને ધ્યાને લઇ તાત્કાલીક નિર્ણય કરવામાં આવે જેથી સામાન્ય પ્રજાને આ તકલીફનો સામનો કરવો ન પડે અને 500-મીટરની ત્રિજયામાં જે-જે વિસ્તારનો સમાવેશ થાય છે. તેનુ લીસ્ટ તથા સર્વે નંબરો અંગેની માર્ગદર્શીકા મોરબીની સબ-રજીસ્ટ્રાર ઓફીસ માં તાત્કાલીક અસરથી મોકલવામાં આવે તેમ રજૂઆતમાં જણાવ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement

Morbi

મોરબીમાં મજાકમાં કમ્પ્રેસરની હવા પેટમાં ભરાઇ જતા યુવકને ઇજા

Published

on

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મોરબી તાલુકામાં સીરામીકના કારખાનામાં બે યુવાનોએ મજાક મજાકમાં એરકોમ્પ્રસરની નળી અન્ય યુવકના ગુદાના ભાગે લગાવતા તેના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. અને આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ થવા પામી છે.
મોરબીના ઘુટુ ગામની સીમમાં લખધીરપુર કેનાલ રોડ પર આવેલ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા અને ગેલેજલાઇન ઓપરેટર તરીકે કામ કરતાં અજયભાઇ કુશનુભાઇ ગોપએ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, આરોપી મનોજ અને મેહુલ રબારી તા.29/11/2022 ના સાંજના આશરે પોણા આઠેક વાગ્યાની આસપાસ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનામાં ફરિયાદી અજયભાઈના નાનાભાઈ કાનું સાથે હતાં. એ સમયે ગેલેઝલાઇન ઉપર આવેલ એર કમ્પરેશનની હવાની નળી ચાલુ હતી. એ જાણતા હોવા છતાં મજાક-મસ્તી કરતા ચાલી એરની નળી ફરિયાદી અજયભાઈના નાનાભાઈ કાનુંના ગુદાના ભાગે ભરાવતા પેટમાં હવા ભરાઈ જતા પેટના અંદરના આંતરડાના ભાગે ઈજા પહોચી હોવાની ફરિયાદ નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Morbi

હળવદની નર્મદા કેનાલમાં ડૂબેલા બે યુવાનના મૃતદેહ 15 કલાકે મળ્યા, એક હજુ લાપતા

Published

on

ફાયરની ટીમ-સ્થાનિક તરવૈયાની મદદથી યુવાનને શોધવા સર્ચ ઓપરેશન

હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે નર્મદા કેનાલમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા હતા. 15 કલાકની શોધખોળ બાદ બે યુવાનોની લાશ મળી આવી હતી. જ્યારે ત્રીજા યુવાનની લાશની શોધખોળ હજુ ચાલી રહી છે.
ત્રણે યુવાનો ખાનગી કંપનીમાં કલરકામ કરતા હતા. અને સાંજના સમયે કેનાલમાં નહાવા પડયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. કેનાલ પાસેથી ત્રણેય યુવકોના કપડા, મોબાઇલ, પર્સ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. ત્રણે યુવાનો બનાસકાંઠા જિલ્લાના વતની હોવાનું જાણવા મળે છે.
હળવદ માળિયા હાઇવે પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસે રોટાવેટર કંપનીમાં કલર કામ કરતા બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા. મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોના કપડા મોબાઈલ પાકીટ સહિતની વસ્તુ કેનાલ કાંઠે મળી આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આજુબાજુના લોકોએ તાત્કાલિક હળવદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.15 કલાકની ભારે જહેમત બે યુવાનોના મૃતદેહ શોધી કાઢયા હતા.જયારે એક યુવાનનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી તેને શોધવા માટે ભારે શોધખોળ ચાલી રહી છે.
હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ માર્ગદર્શન હળવદ ફાયર ઓફિસર રોહિત મહેતા, સહિત ધાંગધ્રા મોરબી સહિતના ફાયર બ્રિગેડ ટીમે 15 કલાકની ભારે જેહમત બાદ બે મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજાની શોધખોળ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. હજુ સુધી 1 યુવાનો મૃતદેહ નો પતો લાગ્યો નથી.
જેને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ અને હળવદ ધ્રાંગધ્રા મોરબી ફાઈર બ્રિગેડ ના જવાનો ભારે મહેનત કરી રહ્યા છે. ત્રણ યુવાનો મુળ બનાસકાંઠા જિલ્લાના હોવાનું જાણવા મળે છે.કેવાભાઈ સવશીભાઈ ઠાકોર(ઉ. વ 27) અને અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર (ઉ.વ.18) નામના યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર(ઉ.વ. 20), નામના યુવાનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી જેને ગોતવા માટે શોધખોળ ચાલી રહી છે.ધટના ની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા.
સ્થાનિક તરવૈયા અને ફાયર ની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.પરતુ રાત્રી નો સમય હોવાના કારણે યુવાનોને શોધવા માં ? ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સવારના સમયે 2 યુવાનો ના મૃતદેહ 15 કલાકની ભારે જેહમત બાદ શોધી કાઢયા હતા. પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા.

Advertisement
Continue Reading

Morbi

મોબાઈલ ચોરી કરી રૂા.2.59 લાખની ઠગાઈ કરનાર બે પકડાયા

Published

on

મોરબીમાં શ્રમિકોને નિશાન બનાવનાર શખ્સો પાસેથી રૂા.2.23 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

મોરબી તાલુકા વિસ્તારના કારખાનામાં શ્રમિક ઓરડીમાંથી મોબાઈલ ચોરી કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય ત્યારે બે આરોપીને ચોરીના મોબાઈલ, રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે
મોરબીના શીવીસ માઈક્રોન એલએલપી કારખાનાની મજુર ઓરડીમાં ફરિયાદી સુતા હોય ત્યારે અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી મોબાઈલ નંગ 04 અને રોકડ રૂા.2200 ની ચોરી કરી હતી તેમજ મોબાઈલ ફોનમાં બેંક એકાઉન્ટ લીંક હોય જેથી એપ્લીકેશન મારફત 2.59 લાખની રકમ ટ્રાન્સફર કરી હોય આમ કુલ રૂૂ 2,82,169 ની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે વધુ તપાસ એલસીબી ટીમે ચલાવી હોય જેમાં એલસીબી ટીમના સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા, કૌશિકભાઈ મણવર, પરાક્રમસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમને બાતમી મળી હતી કે આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા એમ બે ઇસમો જે ચોરીમાં સંડોવાયેલ હોય જે બંને આરોપીઓ રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી જેમાં આરોપીઓ પાસેથી ચોરી થયેલ મોબાઈલ સહિતની મત્તા કબજે લેવામાં આવી હતી
એલસીબી ટીમે આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા રહે બંને દેવભૂમિ દ્વારકા જીલ્લા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂા. 1,19,000, ચોરીમાં ગયેલ ચાર મોબાઈલ કીમત રૂા. 20,500, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂૂપિયામાંથી ખરીદી કરેલ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ નંગ 01 કીમત રૂા. 74,063 અને અન્ય સ્થળેથી ચોરી કરેલ મોબાઈલ નંગ 05 કીમત રૂા.9500 મળીને કુલ રૂા. 2,23,063 ની કિમતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ રીતે આપતા હતો ચોરીને અંજામ ?
આરોપીઓ કારખાનામાં મજૂરની ઓરડીમાં રાત્રીના પ્રવેશ કરી મોબાઈલ ઓન અને રોકડ ચોરી કરતા અને બેંક એકાઉન્ટ બાબતના માહિતગાર હોવાથી મોબાઈલમાં રહેલ ડીઝીટલ વોલેટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે જે આરોપીઓ પૈકી ઈબ્રાહીમ નામનો ઇસમ અગાઉ ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના ગુનામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પકડાઈ ચુક્યો છે

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ