Connect with us

Morbi

મોરબીના લીલાપર ગામે ત્રિપલ હત્યાના સાત આરોપીના જામીન રદ

Published

on

વર્ષ 2018 ના ઓગસ્ટ માસ માં મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં એક જ કુટુંબના ત્રણ લોકોના ત્રીપલ મર્ડર ક્રેઈસમાં 7 આરોપીના જામીન રદ કરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ આરોપીઓને બે અઠવાડીયામાં સરન્ડર થવાનો હુકમ ફરમાવ્યો છે.
ઓગસ્ટ 2018 માં દીલાવરખાન પઠાણ, તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અકબરખાન ની ખેતીની જમીન પડાવી લેવા થયેલા લોહીયાળ ઝઘડા મા આરોપી ધનજી મનસુખ ડાભી અને તેના કુટુંબી ભાઈઓ એ એક સંપ કરી, દીલાવરખાન પઠાણ તેના પુત્ર મોમીનખાન પઠાણ અને અફઝલખાન અબરખાન પઠાણની હત્યા કરી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.અને તપાસના અંતે ચાર્જશીટ દાખલ થયા બાદ એક પછી એક આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામની અરજી કરેલ તે મોરબી સેશન્સ કોર્ટ દ્વારા પેરીટીના મુદ્દા ઉપર મંજુર કરી આરોપીઓને જામીન મુકત કરાયાહતા. દરમિયાન તમામ આરોપીઓના જામીન કેન્સલ કરવા ગુજરનાર દીલાવરખાન પઠાણના પત્ની હકીઝાર્બન એ ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અરજ કરી હતી.
તમામ સાત આરોપીઓના જામીન કેન્સલ કરવાની અરજીની સુનાવણી ના.23-11-2022ના હાથ ધરાતા હાઈકોર્ટના જસ્ટીશશ્રી ગીતા ગોપી સાહેબે સાતેય આરોપીઓના જામીન રદ કરતો હુકમ ફરમાવેલ અને આરોપીઓને બે અઠવાડીયામાં સરન્ડર થવા હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદ તરફી ગોંડલ ના વકીલ પ્રશાંત ખંઢેરીયા રોકાયા હતા

 

Advertisement
Continue Reading
Advertisement

Morbi

પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી

Published

on

By

કેટરર્સમાં કામે જવાનું કહી 13 વર્ષની સગીરા મોરબીના પ્રેમી સાથે ભાગી ગઈ

સરધાર ગામે સ્કૂલે ભણવા જવાનું કહી 16 વર્ષની સગીરા પલાયન

રાજકોટમાં પ્રેમના વાયરા ફુંકાઈ રહ્યા છે ત્યારે વધુ બે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની બી ડિવિઝન અને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે બન્ને સગીરાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત વિગત મુજબ ભગવતી પરામાં રહેતા વૃધ્ધાએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોરબીના લીલાપર આવાસના ક્વાર્ટરમાં રહેતા આફતાબ હાજીભાઈ સમાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની 13 વર્ષની સગીર પુત્રી ગત તા. 18-1-2023ના બપોરે તેની બહેનપણી સાથે કેટરર્સનુંકામ કરવા જવાનું કહી નીકળી ગયા બાદ મોડીરાત સુધી પરત ફરી નહોતી.
આ બાબતે તપાસ કરતા 13 વર્ષની સગીરા બહેનપણી સાથે ઘરેથી નિકળ્યા બાદ પારેવડી ચોક ઉતરી ગઈ હતી અને ત્યાંથી સગીરાને મોરબીનો શખ્સ ભગાડી ગયો હોવાનું માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી એક ઘટનામાં રાજકોટના સરધાર ગામે રહેતા અને ખેત મજુરી કરતા મધ્યપ્રદેશના આદીવાસી પરિવારની 16 વર્ષની પુત્રી તા. 23 ના રોજ વાડીએથી સ્કૂલે જવાનું કહી નીકળી ગયાબાદ ભેદી સંજોગોમાં લાપતા થઈ જતા સગીરાને કોઈ અજાણ્યા શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની સગીરાના પિતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બન્ને સગીરાને ભગાડી જનાર શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Morbi

માળિયા તાલુકાના સાત ગામોમાં દિવસે વીજપૂરવઠો આપવા માંગ

Published

on

હાલ ભયંકર ઠંડી પડી રહી હોય ત્યારે માળિયા તાલુકાના સાત ગામના ખેડૂતોએ વેજલપર ફીડરમાંથી દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી હતી

માળિયા તાલુકાના જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા, વેજલપર સહિતના ગામના ખેડૂતોએ ભાજપ અગ્રણી કેતનભાઈ વિડજાને સાથે રાખીને આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હાલ શિયાળાની મોસમ હોવાથી રાત્રે ભયંકર ઠંડી પડે છે અને રાત્રે પાણી આપવાથી જમીન અંદર રહેલ જીવ જંતુ બહાર આવવાથી અંધારામાં ખેડૂતોને ભય રહે છે સરકારની સૂર્યોદય યોજના મુજબ ખેડૂતને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું આયોજન કરેલ છે તે સ્કીમનો અમલ કરાવી વેજલપર ફીડરમાં આવતા ગામો જુના ઘાટીલા, ખાખરેચી, મંદરકી, રોહીશાળા અને વેજલપર સહિતના ગામોને ખેતી માટે દિવસે વીજ પુરવઠો આપવા માંગ કરી છે લોડ સેટિંગ કરવાના બહાને બે-બે કલાક વીજળી કાપી નાખવામાં આવે છે જેથી ખેડૂતોને હેરાનગતિ થાય છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છેચાલુ માસમાં ગત તા. 09 અને તા. 14 ના રોજ ખેડૂતોને વીજળી આપવામાં આવી નથી તેમ પણ આવેદનમાં અંતમાં જણાવ્યું છે

Advertisement
Continue Reading

Morbi

જનેતા સાથે દુષ્કર્મની કોશિશ કરનાર ભાઈને સગાભાઈએ જ પતાવી દીધો

Published

on

મોરબીના ચાંચપર ગામ નજીક વોંકળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યારા ભાઈની ધરપકડ

મોરબી તાલુકાના ચાંચપર ગામ નજીક વોકળામાંથી યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવવા પ્રકરણમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં સગી મા જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરનાર યુવાનને તેના જ સગાભાઈએ ગમચાથી ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સગાભાઈને દબોચી લીધો હતો.

મોરબીના ચાંચપર ગામની સીમના વોકળામાંથી યુવાનની લાશ મળી આવતા તાલુકા પોલીસે બાતમીદારો અને ટેક્નિકલ સોર્સને કામે લગાડી પોલીસે તપાસ શરૂૂ કરતા અને મૃતક યુવાન મૂળ બિહારના વતની અને હાલ મોરબીના થોરાળા ગામે રહેતા રાજન મિશ્રા હોવાની ઓળખ મળી હતી અને આ મૃતક યુવાનની તેના જ સગા ભાઈએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે હત્યારાના મિત્ર એવા રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ આરોપી આનંદ અશોક મીશ્રા સામે ફરિયાદ નોંધાવી હતી કે, રાજેશ તેમજ આનંદ મિશ્રા સાથે કામ કરતા હોય થોડા સમય પહેલા આનંદનો ભાઈ રાજન મિશ્રા બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં સાથે રહેતા હતા. આ અગાઉ જ્યારે આનંદને ઇજાઓ થતા રાજેશ તેની સાથે બિહાર ગયો ત્યારે આનંદના પિતાએ કહ્યું હતું કે રાજન મિશ્રા ચોરી ચપાટી કરે છે તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી. આ બાબતની જાણ થતાં આનંદના મનમાં ખૂંનન્સ સવાર થયું હોય તેમ તા.18 જાન્યુઆરીના રોજ રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા બાદ ચીકન લઈ પરત આવતી વખતે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ એવા રાજનને સફેદ ગમચા વડે ગળેટૂંપો આપી વોકળામા ભરેલ પાણીમા મૃતદેહને ડુબાડી પગથી કાદવમાં દાટી દીધી હતી. આથી હાલમાં પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી રાજેશ પાંડેની ફરિયાદને આધારે આરોપી આનંદ મિશ્રાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

More એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ