Connect with us

Morbi

મોરબીના મકનસરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ

Published

on

વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે હત્યા કરી હોવાની કબુલાત

મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં મકાન વેચી નાખ્યા બાદ વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ ચકુંભાઈ રાણવાએ તેની પત્ની ગંગાબેન રામજીભાઈ રાણવાને ગઈકાલે છરીના ઘા ઝીકીને તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ તેના પિતા રામજીભાઈ રાણવા સામે પોતાની માતાની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

તાલુકા પોલીસે આરોપીની શોધખોળ ચલાવી હતી. બાદમાં ગણતરીની કલાકોમાં જ આરોપીને પ્રેમજીનગર પાછળ આવેલ ધાર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બાદમાં આરોપીને ગુનાની કબૂલાત પણ આપી દેતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Advertisement

Morbi

મોરબીમાં જુનિયર કલાર્કની પરીક્ષા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Published

on

જિલ્લાની 68 શાળામાં પરીક્ષા, સભા-સરઘસ, લોકોને એકત્ર ન થવા અનુરોધ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-3ની પરીક્ષા આગામી તા.9 એપ્રિલના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં જુનિયર કલાર્ક (વહિવટી/હિસાબી) વર્ગ-3ની જગ્યાઓ પર ભરતીની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.9ના રોજ પરીક્ષા સમય 12:30 થી 01:30 કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ઉપરાંત વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે તા. 09-04-2023 ના રોજ સવારે 09:00 થી 14:00 કલાક દરમિયાન ખોદકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જુનિયર કલાર્ક(વહિવટી/હિસાબી) વર્ગ-3ની જગ્યાઓ માટેની પરીક્ષા મોરબી જિલ્લાની કુલ 68 શાળાઓ ખાતે યોજાનાર છે. પરીક્ષા દરમિયાન યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

Advertisement
Continue Reading

Morbi

મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી પર હુકમ મુલતવી

Published

on

કોર્ટમાં બચાવપક્ષ અને સરકારી વકીલની સામસામી દલીલો, વધુ સુનાવણી કાલે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હોય જેમાં આજે બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી દલીલો કરી હતી જે સાંભળી જામીન અરજી પરનો હુકમ બાકી રાખ્યો છે

ઝૂલતો પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી અગાઉ વચગાળાની જામીન અરજી નામંજૂર થયા બાદ કોર્ટમાં પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી અને બાદમાં જયસુખ પટેલે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે જામીન અરજી પર આજે બચાવ પક્ષના વકીલે દલીલો કરી હતી કે મોરબીની જનતાના હિતમાં બ્રીજ ખુલ્લો મુક્યો હતો અને જે કાઈ બન્યું છે તે અજાણતા બની ગયું છે સર્ટીફીકેટ લેવાની વાત તેમજ પુલ પર મુલાકાતીઓની સંખ્યા જેવા મુદાનો કરારમાં ક્યાય ઉલ્લેખ જ નથી

Advertisement

જયારે સરકારી વકીલે દલીલો કરી હતી કે તાર કટાયેલા હતા તે બદલ્યા નથી વર્ષ 2008 થી ઓરેવા ગ્રુપ ઝુલતા પુલની જવાબદારી સાંભળી રહ્યા છે અને 6 મહિના બંધ રાખી રીનોવેશન કર્યું તેમાં કટાયેલા તાર કેમ નજરે પડ્યા નહિ અને તેનું રીનોવેશન કેમ કર્યું નથી જેવી દલીલો કરી હતી મોરબી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને હુકમ આપવાનો બાકી રાખ્યો છે જે હુકમ એક કે બે દિવસમાં આવી સકે છે ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ કેસની સુનાવણીમાં 31 માર્ચની મુદત આપવામાં આવી છે ત્યારે 31 માર્ચે મુદતના દિવસે જયસુખ પટેલની જામીન અરજી પર હુકમ આવે છે કે નહિ તે જોવું રહ્યું.

Continue Reading

Morbi

મોરબી જિલ્લામાં આરટીઈ હેઠળ 8941 બાળકોની 10.27 કરોડની ફી ચૂકવાઈ

Published

on

સરકારે 165 શાળાના વિદ્યાર્થીઓને રૂા.2.70 કરોડ ગણવેશ તથા અન્ય સહાયના ચૂકવ્યા

આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તેના ઘડતરમાં કોઈપણ પ્રકારની ઉણપ કે કચાશ રહી જાય તો ચાલે નહીં, માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા વર્તમાન બજેટમાં રૂ.43,651 કરોડની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોમાં શિક્ષણની જ્યોત પ્રજવલિત રહે તે માટે રાજ્ય સરકાર આરટીઇ યોજના હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે ખાનગી શાળામાં ભણવાની શ્રેષ્ઠ તક આપી રહી છે. આરટીઇ એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ ખાનગી શાળામાં કુલ બેઠકોની 25% બેઠકો અનામત રાખી પ્રવેશ આપવામાં આવે છે. જેમાં વાલીએ પ્રાઇવેટ સ્કુલની ફી ભરવાની રહેતી નથી. બાળકોની ફી નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે તદ ઉપરાંત બાળકને દર વર્ષે સ્કૂલબેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકોની સહાયરૂપે બાળકના બેંક ખાતામાં રૂ.3,000 આપવામાં આવે છે.

આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના નોડલ અધિકારી અશોકભાઈ વડાલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2022-23ના વર્ષમાં મોરબી જિલ્લામાં 8,941 બાળકોને લાભ મળ્યો છે. જે અન્વયે રાજ્ય સરકારે આ બાળકોની શૈક્ષણિક ફી પેટે મોરબી જિલ્લાની 165 શાળાઓને રૂ.2,68,23,000 ચુકવ્યા છે. આ શાળાઓમાં મોરબી તાલુકાની 92, વાંકાનેરની 30, હળવદની 22, ટંકારાની 20 તેમજ માળીયાની 01 શાળાનો સમાવેશ થાય છે .આર.ટી.ઈ. યોજના હેઠળ વિદ્યાર્થીઓની ફી ઉપરાંત સ્કૂલબેગ, યુનિફોર્મ બુટ વગેરેની સહાય પણ ચૂકવવામાં આવે છે. ચાલુ વર્ષે મોરબી જિલ્લાના 8,941 બાળકોને આ સહાય અન્વયે રૂ.2,68,23,000 ચૂકવાયા છે.

Advertisement

મોરબી જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણભાઈ અંબારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની વિવિધ યોજના દ્વારા બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખાનગી સ્કૂલોમાં અન્ય બાળકો સાથે ગુણવત્તા સભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આરટીઆઇની જોગવાઈ અનુસાર બાળકોમાં પ્રવેશ માટેની શૈક્ષણિક જવાબદારી શિક્ષણ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ