National
મોદીને ધન્યવાદ પાઠવવા ભાજપ શાસિત રાજ્યોએ 18 કરોડ ખર્ચ્યા
Published
2 months agoon
By
Minal
ગુજરાત સરકાર તરફથી 2.10 કરોડના વિજ્ઞાપન અપાયા: આરટીઆઈ અરજીમાં ખુલાસો
ગુજરાતમાં પહેલી અને પાંચ ડિસેમ્બરે ચૂંટણી છે અને આઠ ડિસેમ્બરે પરિણામ છે. તો દિલ્હીમાં પણ હાલમાં એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી)ની ચૂંટણી યોજાવાની છે.
એમસીડીની ચૂંટણી અગાઉ ભાજપે દિલ્હીમાં ઘણાં સ્થળોએ જાહેરાતો લગાવી છે, જે પૈકી એક જાહેરાતમાં લખાયું છે કે, સેવા હી વિચાર, નહીં ખોખલે પ્રચાર. જેનો અર્થ છે ભાજપ સેવામાં વિશ્વાસ ધરાવતો પક્ષ છે ના કે પોકળ પ્રચારનો.
એક માહિતી અધિકારની અરજીમાં જાણવા મળ્યું છે કે વિવિધ યોજનાઓ લાગુ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ કરવા માટે ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને કર્ણાટક સહિતની ભાજપશાસિત રાજ્ય સરકારોએ 18,03,89,252 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.કાયદાના નિષ્ણાતો રાજ્ય સરકારો દ્વારા વડા પ્રધાનને તેમની બંધારણીય જવાબદારીનું વહન કરવા માટે ધન્યવાદ કરાય તે વાતને વિચિત્ર ગણાવે છે. ભાજપ તરફથી આ તમામ જાહેરાતોનો મુદ્દો પક્ષ સાથે સંકળાયેલ ન હોવાનો મત વ્યક્ત કરાયો છે. જ્યારે ઉપરનાં તમામ ભાજપશાસિત રાજ્યોની સરકારોએ આ મામલે કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું છે. માહિતી અધિકારની અરજીમાં પ્રાપ્ત થયેલ જવાબ અને દસ્તાવેજો ચકાસતાં જાણવા મળે છે કે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને કર્ણાટકની ભાજપશાસિત સરકારોએ કોરોના રસીકરણ, વડા પ્રધાન આવાસ યોજના અને નલ સે જલ યોજનાના પ્રચાર માટે કરાયેલી જાહેરાતોમાં વડા પ્રધાન મોદીને ધન્યવાદ પાઠવ્યા છે.
ગત વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને કોરોના વેક્સિન માટે વડા પ્રધાન મોદીને ધન્યવાદ પાઠવતી જાહેરાતો કરવા કહેવામાં આવી રહ્યું હતું. સુચનાનું અનુકરણ કરી ગુજરાત – 2,10,26,410 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ ઉત્તરાખંડ – 2,42,84,198, હરિયાણા – 1,37,43,490, કર્ણાટક – 2,19,00,000 મોટા ખર્ચની યાદીમાં આવે છે.
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ કેન્દ્ર સરકાર દ્વારા બધાને મફત વેક્સિન પૂરી પાડવા બદલ વડા પ્રધાનને ધન્યવાદ પાઠવતી જાહેરાતો માધ્યમોમાં આપવા માટે રાજ્યના ઑફિસરો પર દબાણ કરાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં (જૂન 2021માં મહારાષ્ટ્રમાં બિનભાજપી સરકાર હતી) કરેલી અરજીના જવાબમાં કહેવાયું હતું કે, આ રાજ્યોની સરકારોએ આવી કોઈ જાહેરાત કરી નહોતી. આ સિવાય મધ્ય પ્રદેશ સરકારે તાજેતરમાં જ પનલ સે જલથ યોજના અને વડા પ્રધાન આવાસ યોજનાની જાહેરાતમાં પવડા પ્રધાન મોદીને ધન્યવાદથ પાઠવવા માટે 9,94,35,154 રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનું સામે આવ્યું હતું.
સરકારી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન શું છે?
ભારતની સુપ્રીમ કોર્ટમાં કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક દ્વારા કરાયેલ રિટ અરજીમાં જાહેર નાણાંનો સરકાર દ્વારા સરકારી યોજનાઓનાં વિજ્ઞાપનો અને પ્રસિદ્ધિ માટે વિવેકપૂર્ણ અને વાજબીપણે ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવા અને તેના યોગ્ય નિયમન માટે માર્ગદર્શિકા ઘડવાની માગણી કરાઈ હતી. કોર્ટે આ માટે એક સમિતિ નીમી. આ સમિતિએ ઘડેલી ગાઇડલાઇનમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, સરકારી વિજ્ઞાપનોમાં રાજકીય તટસ્થતા જળવાવી જોઈએ. તેમજ વિજ્ઞાપનોમાં કોઈ પણ રાજકારણીનું મહિમાગાન ટાળવાનું જણાવાયું છે. તેમજ સત્તામાં હોય તે પક્ષની હકારાત્મક છબિ રજૂ કરવાનો અને તેમનો વિરોધ કરતા પક્ષની નકારાત્મક છબિ રજૂ કરવા માટેની જાહેરાતો માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવાઈ છે.
આ સિવાય રાજ્ય અને કેન્દ્રની સરકારો દ્વારા પોતાના શાસનનાં અમુક દિવસો કે વર્ષો પૂરાં થવાના પ્રસંગે પોતાની સિદ્ધિઓને લગતાં વિજ્ઞાપનો જારી કરવામાં આવે છે. જોકે, કોર્ટ દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇન અનુસાર આવાં વિજ્ઞાપનોનો હેતુ પ્રસિદ્ધિ નહીં પરંતુ જાહેર જનતાને સરકારનાં કામોનાં પરિણામો જણાવવા પૂરતો હોવો જોઈએ. આ અરજીઓના નિકાલ માટેના હુકમમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે સરકારી જાહેરાતો અને પ્રસિદ્ધિનો હેતુ સરકારની યોજનાઓ અને તેની નીતિઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હોવો જોઈએ. આમ, લોકોને માહિતગાર કરવાના હેતુની સ્વીકાર્યતા અને રાજકારણીના મહિમાગાનની અસ્વીકાર્યતા પર આ ગાઇડલાઇનમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
You may like
Breaking News
પદ્મ પુરસ્કાર 2023: 25 લોકોને પદ્મશ્રી,દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવજ્યા
સિદ્દી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે, તેમણે ગુજરાતના સિદ્ધિ સમુદાયની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
Published
12 hours agoon
January 25, 2023
પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલીપ મહાલનાબીસને દવા (બાળ ચિકિત્સા) ક્ષેત્રે પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો હતો. 25 લોકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
જલપાઈગુડી જિલ્લાના તોટોપારા ગામના ધનીરામ ટોટોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ડાંગકા ભાષાના સંરક્ષક ટોટોને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
મંડીના ઓર્ગેનિક ખેડૂત નેકરામ શર્માને પણ કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે નવ અનાજની પરંપરાગત પાક પદ્ધતિને પુનર્જીવિત કરવાનું કામ કર્યું.
આત્મનિર્ભર નાના ખેડૂત તુલા રામ ઉપ્રેતી (98 વર્ષ)ને કૃષિ ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તે માત્ર પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક ખેતી કરે છે.
ઈરુલા જાતિના વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાનને ખતરનાક અને ઝેરી સાપને પકડવામાં તેમની કુશળતા બદલ સામાજિક કાર્યના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
કાકીનાડા સ્થિત સામાજિક કાર્યકર શંકુર્ત્રી ચંદ્ર શેખરને સામાજિક કાર્ય (પોષણક્ષમ આરોગ્યસંભાળ) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે જીવનભર જરૂરિયાતમંદ લોકોને મફત તબીબી અને શિક્ષણ સેવાઓ પૂરી પાડી.
પયન્નુરના ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની વી પી અપ્પુકુટ્ટન પોદુવાલમને સામાજિક કાર્ય (ગાંધી) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
આદિવાસી હો ભાષાના વિદ્વાન જનમ સિંહ સોયાને સાહિત્ય અને શિક્ષણ (હો ભાષા) ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ આ ભાષાના જતન અને સંવર્ધન માટે 4 દાયકાથી કામ કરી રહ્યા છે.
નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે ન્યુમેને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેણે પોતાનું જીવન હેરકા ધર્મના સંરક્ષણ અને પ્રચાર માટે સમર્પિત કર્યું.
જબલપુરના ડૉ. મુનીશ્વર ચંદર દાવર છેલ્લા 50 વર્ષથી વંચિત લોકોની સારવાર કરી રહ્યા છે, જેમને ચિકિત્સા (એફોર્ડેબલ હેલ્થકેર)ના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
સિદ્દી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે, તેમણે ગુજરાતના સિદ્ધિ સમુદાયની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
નોર્થ સેન્ટીનેલથી 48 કિમી દૂર આવેલા ટાપુમાં જારાવા જનજાતિ સાથે કામ કરતા આંદામાનના નિવૃત્ત સરકારી ડૉક્ટર રતન ચંદ્રાકરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
Breaking News
પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટની ભેટ, 22 ભાષાઓમાં 1000થી વધુ ચુકાદાઓ જાહેર કરશે
CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુવાદનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ચુકાદાઓ ઉડિયા, આસામી, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં ઉપલબ્ધ થશે.
Published
13 hours agoon
January 25, 2023
પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટ દ્વારા એક શાનદાર ભેટ આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ અલગ-અલગ 22 ભાષાઓમાં 1000થી વધુ મહત્વના ચુકાદાઓ જાહેર કરશે. આનાથી સ્થાનિક લોકોને આ નિર્ણયો તેમની ભાષામાં વાંચવાની તક મળશે.
CJI DY ચંદ્રચુડે બુધવારે આની જાહેરાત કરી હતી કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (E-SCR) પ્રોજેક્ટ પ્રજાસત્તાક દિવસથી બંધારણની આઠમી અનુસૂચિમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ સુધી પહોંચવાનું શરૂ કરશે. CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુવાદનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ચુકાદાઓ ઉડિયા, આસામી, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં ઉપલબ્ધ થશે.
CJI DY ચંદ્રચુડે વકીલોને કહ્યું કે સુપ્રીમ કોર્ટ ગુરુવારે e-SCR પ્રોજેક્ટના એક ભાગનું અમલીકરણ શરૂ કરશે, જે શિડ્યુલમાં સૂચિબદ્ધ અમુક સ્થાનિક ભાષાઓમાં ચુકાદાઓ માટે મફત ઍક્સેસ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે e-SCR સિવાય, અમારી પાસે હવે સ્થાનિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના 1091 ચુકાદાઓ પણ છે, જે પ્રજાસત્તાક દિવસ પર ઉપલબ્ધ થશે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ, તેની મોબાઇલ એપ્લિકેશન અને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDJ) ના ચુકાદા પોર્ટલ પર ઉપલબ્ધ હશે.
બંધારણની આઠમી અનુસૂચિમાં 22 ભાષાઓ છે. જેમાં આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરીનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આ બધી ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
અગાઉ, એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય દરેક ભારતીયની ભાષામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની નકલો પહોંચવાનો છે. CJIનો આ વીડિયો શેર કરતા PM નરેન્દ્ર મોદીએ લખ્યું કે આ ખૂબ જ પ્રશંસનીય વિચાર છે.
Breaking News
ભારત વિશ્વમંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણના અમલથી લઈને આજ સુધીની અમારી સફર શાનદાર રહી છે. તેનાથી અન્ય દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક ભારતની ગૌરવગાથા પર ગર્વ અનુભવે છે.
Published
13 hours agoon
January 25, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે તેમનું આ પ્રથમ ભાષણ છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપીને કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણના અમલથી લઈને આજ સુધીની અમારી સફર શાનદાર રહી છે. તેનાથી અન્ય દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક ભારતની ગૌરવગાથા પર ગર્વ અનુભવે છે.
ભારત વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત એક ગરીબ અને અભણ રાષ્ટ્રમાંથી વિશ્વ મંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે. “બંધારણના નિર્માતાઓના સામૂહિક શાણપણના માર્ગદર્શન વિના આ પ્રગતિ શક્ય ન હોત,” આપણે બધા એક છીએ અને આપણે ભારતીય છીએ. ઘણા સંપ્રદાય અને ભાષાઓએ આપણને અલગ કર્યા નથી પણ એક કર્યા છે. અમે લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સફળ થયા. તે દેશનો સાર છે.
ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. સક્ષમ નેતૃત્વ અને લડાયક ભાવનાના બળ પર અમે મંદીમાંથી બહાર આવ્યા છીએ. ફરી મારી વિકાસ યાત્રા શરૂ કરી. સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હવે માત્ર એક સૂત્ર નથી. આવતીકાલના ભારતને ઘડવામાં મહિલાઓ મહત્તમ યોગદાન આપશે.
G20નું અધ્યક્ષપદ મહત્વની ભૂમિકા
રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના ભાષણમાં G20નો પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું કે G20નું અધ્યક્ષપદ સારા વિશ્વના નિર્માણમાં યોગદાન આપવામાં દેશને મહત્વની ભૂમિકા આપે છે. તેણીએ કહ્યું, હું ખેડૂતો, મજૂરો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું. જેમની સામૂહિક શક્તિ આપણા દેશને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનની ભાવના અનુસાર વિકાસ કરવા સક્ષમ બનાવે છે.
એડિટર ની ચોઈસ

પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમકોર્ટની ભેટ, 22 ભાષાઓમાં 1000થી વધુ ચુકાદાઓ જાહેર કરશે

ભારત વિશ્વમંચ પર આત્મવિશ્વાસ ધરાવતું રાષ્ટ્ર ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન

યુવાનો દેશની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે,પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદી યુવાનોને મળ્યા

કોરોનાનો સામનો કરવા માટે ત્રણ રસી લીધી હોય તો રસીના ચોથા ડોઝની જરૂર નથી, ICMR પૂર્વ વડાનું નિવેદન
રીબડા ચોકડી પાસે RTO એજન્ટનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી
ગુજરાત

કોરોનાનો સામનો કરવા માટે ત્રણ રસી લીધી હોય તો રસીના ચોથા ડોઝની જરૂર નથી, ICMR પૂર્વ વડાનું નિવેદન
રીબડા ચોકડી પાસે RTO એજન્ટનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પ્રેમના વાયરા ફૂંકાયા : રાજકોટમાંથી બે સગીરા નાસી છૂટી
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપમાં લોલંલોલ : 1.84 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ

શ્રીનાથજી પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત
સ્પોર્ટસ
ઈકોમાં બેસાડી ઊલટીનું બહાનું કાઢી રેલવે કર્મચારીના 75 હજાર સેરવી લેનાર બેલડી ઝબ્બે

ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપમાં લોલંલોલ : 1.84 લાખની કિંમતની 45 બેટરી ચોરાઈ

શ્રીનાથજી પાર્કમાં પીડબલ્યુડીના નિવૃત્ત કર્મચારી અને સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત

રાધાક્રિષ્ન સોસાયટીના કારખાનેદારની હત્યામાં ફરાર ભૂરો પણ પોલીસ શરણે

વિરોધપક્ષના નેતા અમિતભાઇ ચાવડાએ સંભાળ્યો ચાર્જ
