Connect with us

Rajkot

મૈત્રીકરાર કર્યા બાદ એક વર્ષ સુધી ભોગવી યુવતીને કાઢી મૂકી: પોલીસમાં નોંધાતો ગુનો

Published

on

રાજકોટના યુવાને ઘરમાં પત્નીની જેમ રાખ્યા બાદ લગ્નની ઘસીને ના પાડી કાઢી મૂકી

ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા બાદ પ્રેમસબંધ બંધાતા બે સંતાનની માતા અને ત્યકતા યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી મૈત્રીકરાર કર્યા બાદ ફ્લેટ ભાડે અપાવી યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ઘસીને ના પાડી દઈ યુવતીને ઘરમાંથી કાઢી મૂક્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ માતાના ઘરે રહેતી 28 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાટીદાર ચોક 501 નંદનીકેતનમાં રહેતા જય ઈશ્ર્વરલાલ ભાલોડીયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીના અગાઉ બે લગ્ન થયા હતા જેના દ્વારા સંતાનમાં બે પુત્રીની પ્રાપ્તી થઈ હતી. પરંતુ બન્ને પતિ સાથે અણબનાવ બનતા છૂટાછેડા લઈ લીધા હતા. એક વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ મારફત ફરિયાદી યુવતીનો આરોપી સાથે સંપર્ક થયો હતો અને બન્ને વચ્ચે મિટીંગમાં યુવતીએ પોતાના અગાઉ બે વખત છૂટાછેડા થઈ ગયાની વાત કરી હતી જ્યારે આરોપીએ પણ પોતાના લગ્ન થઈ ગયા હોવાનું પરંતુ, પત્ની સાથે ઝઘડા થતાં હોય છૂટાછેડા લઈ લેવાની વાત કરી ત્યકતા યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી પોતાના છૂટાછેડા થઈ ગયા બાદ તેની સાથે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી હતી. પ્રેમજાળમાં ફસાયેલી યુવતી આરોપીની વાતોમાં આવી જઈને તેની 18/10/21ના મૈત્રીકરાર કરી જય ભાલોડીયા યુવતી અને બન્ને પુત્રીને જનકપુરીમાં ફ્લેટ ભાડે અપાવી અવાર-નવાર તેના ઘરે જઈ શરીર સબંધ બાંધતો હતો. ત્યારબાદ તા.22/10/22ના સેવા કરાર કરી જય ભાલોડીયા યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં પત્નીની જેમ રાખતો હતો અને સાથે તેના માતા-પિતા પણ રહેતા હતા. 12-11-22ના યુવતીએલગ્ન કરવાની વાતકરતા જય ભાલોડીયાએ હવે કોઈ લગ્ન કરવાના થતા નથી તેમ કહી શરીર સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ પહેલા લગ્ન કરી લે પછી બધુ તેમ કહેતા જય ભાલોડીયાએ યુવતીને ફડાકા મારી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં બપોરે પણ ફરી રૂમમાં બોલાવી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.20-7-22ના ભાલોડીયાના જન્મ દિવસે સોમનાથ હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો અને 3-9-22ના ફરિયાદીના જન્મ દિવસે દ્વારકા લઈ જઈને શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું છે.
10 દિવસ પહેલા ફરિયાદી યુવતી સાથે જય ભાલોડીયા અને તેની માતાએ ઝઘડો કર્યો હતો જ્યારે જયના પિતાએ તારે જવું હોય ત્યાં જતી રહે તેમ કહ્યું હતું અને જય ભાલોડીયાએ ઘરમાંથી કાઢી મુકતા નિરાધાર બનેલી યુવતી જૂનાગઢ પોતાની માતાના ઘરે જતી રહ્યા બાદ ગઈકાલે યુનિવર્સિટી પોલીસમાં આરોપી જય ભાલોડિયાએ તેની સાથે લગ્નની લાલચ આપી વિશ્ર્વાસઘાત કરી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ કાઢી મુકયાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપી જય ભાલોડિયાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે બનાવની વિશેષ તપાસ પીએસઆઈ વી.એન.બોદર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ