Business
મૂડી બજારના ઈતિહાસની વિચિત્ર ઘટના, અદાણીનો IPO 9 ટકાના પ્રીમિયમમાંથી 15.7 ટકા ડિસ્કાઉન્ટમાં!
Published
2 months agoon
By
ગુજરાત મિરર
ગુજરાત મિરર, અમદાવાદ તા.28
દેશનો બીજા નંબરનો સૌથી મોટો રૂા.20,000 કરોડનો અદાણીનો ફોલોઅન ઈશ્યુ ખુલતા પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ સર્જાયો છે. બન્યું એવું છે કે, જ્યારે ઈશ્યુ ખુલ્લો મુકાયો ત્યારે એફપીઓ 9 ટકાના પ્રિમીયમ લેખે ભાવ જાહેર કરાયો હતો, પરંતુ બે દિવસમાં બજારમાં બોલી ગયેલા કડાકા વચ્ચે હાલ ઈશ્યુની પ્રાઈઝ 15.7 ટકા ડિસ્કાઉન્ટમાં આવી જતાં આ ઘટના મુડી બજારના ઈતિહાસની વિચિત્ર ઘટના ગણાવાઈ રહી છે.
અદાણી ગ્રુપની ફલેગશીપ કંપની અદાણી એન્ટર પ્રાઈસીસ એક રૂપિયાના શેરદીઠ 3112થી 3276 રૂપિયાની પ્રાઈશે બેન્ડમાં 20 હજાર કરોડ રૂપિયાનો દેશનો સૌથી મોટો ફોલોઓન પબ્લીક ઈશ્યુ લઈ શુક્રવારે મુડી બજારમાં પ્રવેશ છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલત થઈ છે. ઈસ્યુ પ્રથમ દિવસે એચએન1 માં એક ટકો, રિટેલમાં બે ટકા અને એમ્પ્લોઈઝ કવોટામાં ચાર ટકા એક કુલ મળીને માત્ર એક ટકો જ ભરાયો છે. બીજી એક મહત્વની વાત એ છે કે અહિં આગલા દિવસ સુધી ગ્રેમાર્કેટમાં 65-66 જેવા પ્રિમીયમ બોલાતા હતાં તેની સામે હાલ તમામ સોદા થંભી ગયા છે. કેમ કે શુક્રવારના કડાકામાં અદાણી એન્ટરનો શેર 18.5 ટકા તૂટીને 2762 બંધ થયો છે. મતલબ કે 3276ની અપર બેન્ડના મુકાબલે શેર હાલ ઓપન માર્કેટમાં 514 રૂપિયા કે 15.7 ટકા નીચા ભાવે મળી રહ્યો છે. તો પછી ફોલોઓનમાં આ ભાવે કોણ રોકાણ કરશે ? તે સવાલ સર્જાયો છે.
જ્યારે અદાણી ગ્રુપે ફોલોઓન ઈશ્યુ અને તેની પ્રાઈસ બેન્ડ જાહેર કર્યા ત્યારે શેરનો બજાર ભાવ અપર બેન્ડથી 9 ટકા (રિટેલવાળા માટે શેરદીઠ 64નું પ્રિમીયમ ગણતાં 11 ટકા) ઉંચે ચાલતો હતો ત્રણ ચાર દિવમાં જ તખ્તો ઉલટો થઈ ગયો છે, હવે ફોલોઓન ઈસ્યુ બજાર ભાવથી 15.7 ટકાના ડિસ્કાઉન્ટમાં થઈ ગયો હોવાની વિચિત્ર સ્થિતિ પેદા થઈ છે ! આ એક અનોખી ઘટના છે ! મુડી બજારના ઈતિહાસમાં આવું તો કયારેય બન્યુ નથી. જો આ સ્થિતિ યથાવત રહી કે ચાલુ રહી તો પછી ઈશ્યુની પ્રાઈસબેન્ડમાં ધરખમ ઘટાડો કરવો પડશે.
You may like
Business
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા
Published
3 hours agoon
March 31, 2023By
Minal
ધૈર્ય, વૈવિધ્યકરણ, યોગ્ય નાણાંકીય સલાહની કહાની
ગુજરાત મિરર, મુંબઈ,તા.31
અંકિત (એક રોકાણકાર; નામ બદલ્યું છે) એક ઉદ્યોગસાહસિક છે અને તેને વ્યક્તિગત નાણાં અને રોકાણમાં ખાસ રસ હતો. તેણે પુસ્તકો વાંચવામાં, બજારના વલણોનો અભ્યાસ કરવામાં અને કંપનીઓનું વિશ્ર્લેષણ કરવામાં ઘણા કલાકો ગાળ્યા. તેને ખબર હતી કે સફળ થવા માટે તેને રોકાણના સ્માર્ટ નિર્ણયો લેવા જરૂૂરી છે. જો કે, અંકિતને ટૂંક સમયમાં સમજાયું કે તેનાથી એકલા આ કામ થઈ શકે તેમ નથી. તેને નાણાકીય સલાહકારની મદદની જરૂૂર હતી, જે તેને યોગ્ય રોકાણની પસંદગી કરવામાં માર્ગદર્શન આપી શકે. તેણે દૂર-દૂર સુધી કોઈ એવી વ્યક્તિની શોધ કરી કે જેના પર તે વિશ્વાસ કરી શકે, પરંતુ તેને યોગ્યતા ધરાવતું કોઈ મળ્યું નહીં.
અંકિત ચેતન નંદાણી, ઇ ફંડ્સ બોક્સને મળ્યો, જેઓ રાજકોટના મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે. તેણે અંકિતને તેના ચોક્કસ નાણાકીય લક્ષ્યો અને જોખમની ભૂખને ધ્યાનમાં રાખીને કેટલાક મ્યુચ્યુઅલ ફંડ સૂચવ્યા. તેણે સુનિશ્ચિત કર્યું કે તે તેના લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે સારી સ્થિતિમાં છે.
એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ દર વર્ષે 31મી માર્ચે નાણાકીય સલાહ દિવસ સલાહ જરૂૂરી હૈ ઉજવે છે. આ પહેલનો હેતુ નાણાકીય આયોજનના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પોતાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નાણાકીય નિષ્ણાતોની સલાહ લેવાનો છે. લક્ષ્ય-આધારિત રોકાણો, સંપત્તિ ફાળવણી અને જોખમ સંચાલન જેવી નાણાકીય બાબતો પર રોકાણકારોને શિક્ષિત કરવાના અને માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ વિવિધ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉજવવામાં આવે છે.
Business
અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ
Published
3 hours agoon
March 31, 2023By
Minal
ગુજરાત મિરર, મુંબઈ,તા.31
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(APSEZ) મુંદ્રાએ જણાવતા આનંદ થાય છે કે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસનાસીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે. આ પ્રભાવશાળી માઈલસ્ટોન અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિસ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે. અદાણી પોર્ટસની વિશિષ્ઠ RO-RO (રોલ ઇન રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગર્વની વાત છે.
અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. ઉત્તરો ઉત્તર વધતી નિકાસ એઅદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી આવ્યું છે.

ગુજરાત મિરર, મુંબઈ તા. 31
ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આઆવ્યું હતું. ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલીત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા-સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્વદેશ નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે, તેની સાથે ત્રણ બ્લોકબસ્ટર – ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન નામના મ્યુઝિકલ થિયેટર; ઇન્ડિયા ઇન ફેશન નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને નસંગમ/કોન્ફ્લુઅન્સથ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો સમાવેશ થાય છે. એકસાથે કાર્યક્રમની રૂૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે, જ્યારે કલ્ચરલ સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એ એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા તથા વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનાર ને પુરસ્કાર તથા પ્રોત્સાહન આપવામા આવશે.
એડિટર ની ચોઈસ
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ
ગુજરાત
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો

વોર્ડ નં.4માં મહિલા બગીચાનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય, મેયર

સાધના સકામ, આરાધના નિષ્કામ હોય: પારસમુનિ મ.સા.
સ્પોર્ટસ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો

વોર્ડ નં.4માં મહિલા બગીચાનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય, મેયર

સાધના સકામ, આરાધના નિષ્કામ હોય: પારસમુનિ મ.સા.

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ

લોધિકા સિવિલ કોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરતા જસ્ટિસ શાસ્ત્રી
