Connect with us

National

મુંબઈના મુલુંડમાં ગુજરાતીમાં બોર્ડને લઈને શિવસેનાનો હંગામો

Published

on

સ્વિમિંગ પુલમાં લગાડાયેલા બોર્ડમાં તોડફોડ
ગુજરાત મિરર, મુંબઈ,તા.25
મુંબઈ, મુલુંડ-વેસ્ટમાં પી. કે. રોડ પર આવેલા મહાકવિ કાલિદાસ નાટ્યગૃહમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતીમાં લગાવવામાં આવેલા બોર્ડને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને કાલિદાસ સંકુલના પ્રવેશદ્વાર પર સ્વિમિંગ-પૂલમાં ઉનાળાનાં તાલીમ સત્રો વિશે માહિતી આપવા માટે ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવ્યું હતું. એની માહિતી સ્થાનિક ઠાકરે જૂથના શિવસૈનિકોને થતાં તેમણે બોર્ડ હટાવી દીધું હતું.
કાલિદાસ સંકુલમાં મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ-પૂલ માટે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. ત્યાર બાદ 23 મેથી 12 જૂન દરમિયાન સ્વિમિંગ ટ્રેઇનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ સત્રની તમામ માહિતી આપવા માટે મહાકવિ કાલિદાસ સંકુલના ગેટ પર ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બોર્ડ પરનું લખાણ ગુજરાતી ભાષામાં હોવાથી એ વાંધાજનક લાગતાં સ્થાનિક ઠાકરે જૂથના શિવસૈનિકોએ બોર્ડને હટાવી દીધું હતું.
મુલુંડના કાલિદાસ સ્વિમિંગ-પૂલનું મેનેજમેન્ટ સંભાળતા સમીર ખેડેકરે અમારા સંકુલમાં સ્વિમિંગ માટે આવતા મોટા ભાગના લોકો ગુજરાતી છે. તેમને માહિતી આપવા માટે અમે ગુજરાતીમાં બોર્ડ લગાડ્યું હતું. એનો વિરોધ કરીને સ્થાનિક પોલિટિકલ પાર્ટીના નેતાઓએ બોર્ડ ફાડી દીધું હતું.

Continue Reading
Advertisement

National

મોદીના 9 વર્ષમાં અર્થતંત્રની કાયાપલટ: મોર્ગન સ્ટેનલી

Published

on

By

અન્ય દેશો સંકટમાં છે ત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં મોટું સ્થાન લેવા જઇ રહ્યું છે: અમેરિકી બ્રોકરેજ કંપનીનો રિપોર્ટ

ગુજરાત મિરર નવી દિલ્હી,તા.1
યુરોપની સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ જર્મની મંદીમાં ફસાઈ ચુક્યો છે જ્યારે અમેરિકા પર ડિફોલ્ટર થવાનો ખતરો મંડાયેલો છે. ચીન પણ સંપૂર્ણ રીતે મહામારીના પ્રકોપમાંથી બહાર આવ્યું નથી અને તેની ઇકોનોમી પણ સંકટમાં છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતની ઇકોનોમી દુનિયા માટે આશાનું કિરણ બનીને ઉભરી છે. આ વર્ષે પણ ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. દરેક પસાર થતા દિવસ સાથે, આવી સંસ્થાઓની સંખ્યા વધી રહી છે, જે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક તેજસ્વી સ્થાન તરીકે ઓળખાવી રહી છે. હવે આ યાદીમાં અમેરિકન બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેનલીનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું છે. તેમનું કહેવું છે કે મોદીના નેતૃત્વમાં ભારત સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વિશ્વમાં મોટું સ્થાન હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત બદલાઈ ગયું છે અને આજે વિશ્વ વ્યવસ્થામાં એક સ્થાન હાસિલ કરવા તરફ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આજે ભારત એશિયા અને વૈશ્વિક વૃદ્ધિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા તૈયાર છે. ભારતને લઈને શંકે, વિશેષ રૂૂપથી વિદેશી ઈન્વેસ્ટરોના મામલામાં, 2014 બાદથી થયેલા ઉલ્લેખનીય ફેરફારોને નજરઅંદાજ કરવા જેવા છે. રિપોર્ટમાં તે આલોચનાઓને નકારી દેવામાં આવી છે કે દુનિયાની બીજી સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા હોવા અને છેલ્લા 25 વર્ષ દરમિયાન સૌથી સારા પ્રદર્શન કરનાર શેર બજાર છતાં ભારત પોતાની ક્ષમતા અનુરૂૂપ પરિણામ આપી શક્યું નથી.
રિપોર્ટ કહે છે કે ભારત એક દાયકાથી ઓછા સમયમાં બદલાઈ ગયું છે. તે પ્રમાણે, પઆ ભારત 2013થી અલગ છે. 10 વર્ષથી ઓછા સમયમાં ભારતે દુનિયાની વ્યવસ્થામાં સ્થાન બનાવી લીધુ છે. પ્રધાનમંત્રી મોદીના પદ સંભાળ્યા બાદ 2014થી થયેલા 10 મોટા ફેરફારોનો ઉલ્લેખ કરતા બ્રોકરેજ કંપનીએ કહ્યું કે ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર અન્ય દેશને બરાબર કરવામાં આવ્યો છે. આ સિવાય પાયાના માળખામાં રોકાણ વધી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ સાથે વસ્તુ તથા સેવા કર (ૠજઝ) કલેક્શન સતત વધી રહ્યું છે. ઉપરાંત, જીડીપીની ટકાવારી તરીકે ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે, જે સંગઠિત અર્થતંત્રની નિશાની છે.

Advertisement
Continue Reading

National

સામાન્ય જનતા માટે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા ખુલ્લા

Published

on

By

અઠવાડિયામાં 6 દિવસ નિહાળી શકાશે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પહેલ પર નિર્ણય

ગુજરાત મિરર, નવી દિલ્હી તા.1
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી દર્શકો રાષ્ટ્રપતિ ભવન જોઈ શકશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન માત્ર સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે.
રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો સમય સવારે 9:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ દરમિયાન તમે સાત ટાઇમ સ્લોટમાં બુકિંગ કરી શકશો. રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ પણ મુલાકાતીઓ માટે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું રહેશે. સામાન્ય દર્શકો પણ દર શનિવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાતા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનો આનંદ માણી શકશે. આ ફંક્શનનો સમય દર શનિવારે સવારે 8 થી 9 વચ્ચેનો રહેશે.
મહત્વનું છે કે, મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકશે, જે મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લા છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ કહ્યું કે, મુલાકાતીઓએ અહીં આવવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે.
રાષ્ટ્રપતિ ભવનમાં લોકોને અલગ-અલગ સર્કિટમાં ફરવાની સુવિધા છે.
સામાન્ય લોકો રાષ્ટ્રપતિ ભવનના ત્રણેય સર્કિટની મુલાકાત લઈ શકશે. સર્કિટ 1- તેમાં રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત અને કેન્દ્રીય લોનનો સમાવેશ થાય છે. જેમાં અશોક હોલ, દરબાર હોલ, બેન્કવેટ હોલ અને ડ્રોઈંગ રૂૂમનો સમાવેશ થાય છે. સર્કિટ 2- તેમાં રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ સંકુલનો સમાવેશ થાય છે. સર્કિટ 3 – પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન (અગાઉ મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું), હર્બલ ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવનના આધ્યાત્મિક બગીચાની મુલાકાત લીધી. મહત્વનું છે કે, 330 એકર વિસ્તાર પર બનેલ, રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ચરને એડવિન લુટિયન્સ દ્વારા ભારતીય અને પશ્ચિમી બંને શૈલીમાં રાખવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

National

વાયુસેનાનું ‘કિરણ’ તાલીમી વિમાન કર્ણાટકમાં તૂટી પડ્યું

Published

on

By

બંને પાઇલટ સુરક્ષિત રીતે કૂદી પડયા

ગુજરાત મિરર નવી દિલ્હી,તા.1
ભારતીય વાયુસેનાનું પ્રશિક્ષણ વિમાન કર્ણાટકના ચામરાજનગરમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. રાહતની વાત છે કે પાઈલટ સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ પણ આ દુર્ઘટના સંબંધિત સમાચાર તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વાયુસેનાએ તેના ટ્વિટમાં લખ્યું છે કે ભારતીય વાયુસેનાનું કિરણ પ્રશિક્ષણ વિમાન આજે કર્ણાટકના ચામરાજનગર પાસે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું.
આ સાથે ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે બંને ક્રૂ મેમ્બર પ્લેનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું લેન્ડિંગ મધ્ય પ્રદેશના ભીંડમાં કરવામાં આવ્યું હતું. અપાચે હેલિકોપ્ટરમાં નાની ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અપાચેનું સાવચેતીરૂૂપે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ