Breaking News
‘મિશન મંગલમ્’ ફિલ્મના ડાયરેક્ટર સાથે ‘અમંગળ’
Published
4 years agoon
By
ગુજરાત મિરર
મુંબઇ તા.27
ગયા વર્ષે ઓગસ્ટ 2019માં રિલીઝ થયેલી સુપર-ડુપર હિટ ફિલ્મ મિશન મંગલના ડાયરેક્ટર જગન શક્તિને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જગને મિશન મંગલથી જ બોલિવુડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પહલે તેણે ફેમસ ડાયરેક્ટર આર બાલ્કી સાથે ચીની કમ સહિતની કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમના મગજમાં લોહી જામી ગયું છે અને તેના કારણે હાલત ગંભીર થઈ ગઈ છે. ડોક્ટરોની એક ટીમ તપાસ કરી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. જગનની તબિયત ખરાબ થતાં તેનો પરિવાર પણ મુંબઈ આવી ગયો છે. જગન, મુંબઈમાં પોતાના ફ્રેન્ડ્સને મળવા ગયો હતો ત્યારે અચાનક જ પડી ગયોય જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેના મગજમાં બ્લડ ક્લોટ થયું હોવાનું જાણવા મળ્યું. મિશન મંગલ બાદ જગન અક્ષયની સાથે વધું એક ફિલ્મ પર વાતચીત કરી રહ્યો છે જે 2014ની સુપરહિટ તમિલ ફિલ્મ કત્તીની રિમેક હશે. હિંદીમાં આ ફિલ્મ ઈક્કાના નામથી બનશે.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.