Connect with us

Breaking News

માર્ચમાં બેન્કોની સળંગ 3 દી’ની હડતાળ

Published

on

માર્ચના બીજા સપ્તાહમાં ત્રિ-દિવસીય હડતાળ સહિત સળંગ 5 દિવસ બેન્કો બંધ રહેશે
નવી દિલ્હી તા.11
જો તમારે નિયમિત રીતે બેંકમાં ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોય તો એક ખાસ સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો સળંગ બંધ રહેશે. નોંધનીય છે કે બજેટના દિવસે અને તેના આગળના દિવસે 31મી જાન્યુ. અને પહેલી ફેબ્રુઆરીના દિવસે હડતાલના કારણે બેંકો બંધ હતી. જોકે બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ માર્ચ મહીનામાં ફરી એક વખત હડતાલ પર ઉતરે તેવી શક્યતા છે. આ સંજોગોમાં સામાન્ય માણસને કેશની કમથી લઇને બેંકિંગ

સેવાઓને લઇને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીઈએફઆઈ) અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોશિએશને (એઆઈબીઈએ) જણાવ્યું છે કે જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 11થી 13મી માર્ચ દરમિયાન તમામ સરકારી બેંકોના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. સરકાર બેંક કર્મચારીઓની માગણી છે કે દર 5 વર્ષ બાદ એમના વેતનને રિવાઇઝ કરે. આ સહમતિ યુનિયન લીડર્સ અને બેંક પ્રબંધનથી ઘણી બેઠકો બાદ બની છે. બેંક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત 2012માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી એને રિવાઇઝ કરવામાં આવી નથી. બેંક યૂનિયનો દર બીજા શનિવારની રજાના પણ વિરોધમાં છે. જો કે ઇન્ડિયન બેંક એસોસિએશને 5 દિવસના કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો છે. એમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ પબ્લિક રજાઓ વધારે છે. એવામાં દર શનિવાર અને રવિવારે બેંકની રજાઓથી સામાન્ય લોકોને પરેશાની થઇ શકે છે.

ક્યારે પડી શકે છે હડતાળ
બીઈએફઆઈ અને એઆઈબીઈએ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન હડતાલની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત 14મી માર્ચે બીજો શનિવાર છે અને 15મી માર્ચના રોજ રવિવાર એટલે બેંક સળંગ પાંચ દિવસો માટે બંધ રહેશે. આ પહેલા 8 જાન્યુઆરીએ સરકારની નીતિઓને લઇને યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી છે. બેંકો યુનિયને એવું પણ એલાન કર્યું છે કે જો સરકાર એની માંગણી માનશે નહીં તો 1 એપ્રિલથી એ અનિશ્ચિતકાલીન હડતાળ પર જશે.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!