Connect with us

Porbandar

માધવપુરમાં કરન્સીઓનું પ્રદર્શન યોજાયું

Published

on

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે શેઠ એન ડી આર હાઈસ્કુલ માં સૌપ્રથમ વખત ભારતીય ચલણ તથા વિદેશી ચલણનું કરન્સી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના માધવપુરના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભનુભાઈ ભુવા તથા પ્રાઇમરિ પે સેન્ટરના આચાર્ય લીલાભાઈ ચૌહાણ અને અન્ય પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગામના અગ્રણી વ્યક્તિઓએ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ એન ડી આર હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ તથા આજુબાજુની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરન્સી પ્રદર્શનનો જોવા નો અનેરો અનુભવ કર્યો હતો આ પ્રદર્શન ન્યુમિસમેસ્ટિક સંજયભાઈ ટાંક દ્વારા નિશુલ્ક આયોજન કરેલું હતું આ પ્રદર્શન જોવા માટે અંદાજે 9 શાળાના 900 જેટલા વિદ્યાર્થીઓ તથા બોહળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : પરેશ નિમાવત)

Continue Reading
Advertisement

Porbandar

પોરબંદર એસ.ટી. ડેપોમાંથી મળેલ મોબાઈલ ડ્રાઈવરે માલિકને પરત કર્યો

Published

on

એસટી કર્મચારીની પ્રમાણિકતાને બિરદાવતા મુસાફરો

પોરબંદર સ્ટેન્ટ મા ફરજ પરના જુનાગઢ ડેપો ના ડ્રાઈવર નયનભાઈ ભીટ ને મોબાઈલ ફોન મલેલ જે મૂળ માલિક ખીરસરા ના હેમંતભાઈ બુટાણી ને બોલાવી ફરજ ઉપરના સ્ટેન્ડ ઇન્ચાર્જ દેવશીભાઈ ની રૂૂબરૂૂમાં ખરાઈ કરી પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે નયનભાઈ ભીટ દ્વારા અગાઉ તેવો 108 માં દ્વરાવર ની ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેવો ને 3 લાખ ની રોકડ રકમ વારું બેગ મળેલ ત્યારે તેવો દ્વારા મૂળ માલિક ને સોંઘી માનવતા ની રહે તેવો દ્વારા મૂળ માલિક ને પરત કરાયું હતું તેજ રીતે હાલ તેવો તિં બસ માં દ્વરાવર તરીકે ફરજ બજાવે છે તેવો હાલ ફરજ પર હોય ત્યારે એક મોબાઈલ ફોન આશરે 20 હજાર ની કિંમત નો હોવાથી તેવો ને મળતા તેવો દ્વારા મૂળ માલિક ને ખારાય કરી ને પરત કરેલ ત્યારે એક નયનભાઈ ભિટ જેવા વ્યક્તિ ઓ ને જોઈ ને આજે પણ માનવતા તેવો ચૂકતા નથી લોકો ને એક માનવતા ભર્યું કરિય કરી લોકો ને માણતા ની રહે ચાલવા નો સંદેશો પાઠવ્યો હતો મોબાઈલ ના મૂળ માલિક દ્વારા નયનભાઈ ભીટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Continue Reading

Porbandar

પોરબંદરમાં મહિલાની હત્યા કરી બૂટલેગરનો ચોટીલામાં ભેદી આપઘાત

Published

on

By

પત્ની અને બે પુત્રીને ડુંગર ઉપર દર્શન કરવા મોકલી નામચીન શખ્સે કારમાં જ છરીથી પોતાનું ગળું કાપી નાંખ્યું: આત્મહત્યાની શંકાસ્પદ ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ

ગુજરાત મિરર, રાજકોટ તા.7
પોરબંદરના ખડપીઠ વિસ્તારમાં એક સગર્ભા મહિલાનો હત્યા નીપજાવેલી હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા બાદ મૃતદેહ જે ઘરમાંથી મળી આવ્યો તે મહિલાના પાડોશી શખ્સની ગળાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં લાશ પણ રહસ્યમય સંજોગોમાં ચોટીલાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ શખ્સની હત્યા કરાઈ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના ઝુંડાળા ખડપીઠ વિસ્તારમાં ખાડીકાંઠે રહેતા ત્રિકમ ઉકા ચાવડા નામનો યુવાન કાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ચોટીલામાં હતો ત્યારે પોતાની કારમાં પોતાની જાતે ગળાના ભાગે છરી ફેરવી દેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પતિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ચોટીલા પોલીસ મથકના પીઆઇ જે.જે. જાડેજા સહિતના સ્ટાફે યુવાનની હત્યા થઈ છે કે પછી આપઘાત કર્યો છે. તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.


આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક ત્રિકમ ચાવડા નામચીન બુટલેગર છે. તેની બાજુમાં જ રહેતી તેની પાડોશી કંચનબેન અશ્વિનભાઈ બળેજા નામની 36 વર્ષીય સગર્ભા મહિલા ગત મંગળવારે સવારે 10:30 થી 11 દરમિયાન પોતે સગર્ભા હોવાથી ચકાસણી માટે ઘરેથી નીકળી હતી અને ઘરે પરત ન આવતા તેના પતિ અશ્વિને કમલાબાગ પોલીસ મથકે પત્ની ગુમ થયાની જાણ કરી હતી. બાદ ગઈ કાલે શંકાના આધારે અને દુર્ગંધ ફેલાઈ જતા પોલીસે અશ્વિનના પાડોશી ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નોના ઘરે પહોંચી હતી અને મકાન બંધ જોવાથી મામલતદારને સાથે રાખી ડેલાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યા પાડોશીના મકાનમાંથી કંચનબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હોય તેવી આશંકા પોલીસ સેવી રહી છે. પોલીસે એએસએલ તથા ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરી હતી. જે ગુનામાં કમલાબાગ પોલીસ મથકમાં મૃતક ત્રિકમ ચાવડાનું શકમંદ તરીકે નોંધવામાં આવ્યું છે. અને મૃતક યુવાન પોતાની પત્ની અને બે પુત્રી સાથે ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. પત્ની અને બંને પુત્રી દર્શન કરવા ઉપર ગયા બાદ ત્રિકમ ચાવડાએ પોતાની જાતે ગળું કાપી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસ ત્રિકમની હત્યા કે આત્મહત્યા અંગે તપાસ કરી રહી છે.

ચકચારી ઘટનામાં પાંચ બાળકોએ માતા અને પિતાનું છત્ર ગુમાવ્યું
જેમની લાશ બુટલેગરના ઘરમાંથી મળી આવી છે તે કંચનબેન બે સંતાનોના માતા હતા અને ત્રણેક મહિનાની ગર્ભાવસ્થા ધરાવતા હતા જ્યારે બુટલેગરને પણ સંતાનમાં ત્રણ બાળકો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

બૂટલેગરના પરિવારજનોના ફોન બંધ
પોતાની પત્ની ગુમ થઇ ત્યારપછીથી બુટલેગર અને તેના પરિવારજનોના ફોન પણ બંધ આવતા હોવાનું મૃતકના પતિએ પોલીસને જણાવ્યું હતું,તેના પરિવારના અન્ય સભ્યો એકાદ મહિનાથી અમદાવાદ કે અન્ય શહેરમાં મુકીને મુન્નો અહી તેના પુત્ર સાથે એકલો જ રહેતો હોવાનું કબુલ્યું હતું.

Continue Reading

Porbandar

માધવપુર ઘેડના મેળામાં પ્રાચીન સંસ્કૃતિના દર્શને મુલાકાતીઓ ઊમટ્યાં

Published

on

લોક સાહિત્યકારોએ ગીતો, કૃષ્ણ અને રુક્મિણીજીના પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા

એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે શરૂૂ થયેલી માધવપુર મેળા 2023ના બીજા દિવસે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના સહકાર અને ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો- અધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રસંગોચિત ઉદબોધન આપતા જણાવ્યું હતું કે મેળાએ આપણી સંસ્કૃતિ વિરાસતના અભિન્ન અંગ છે ગુજરાતના પ્રખ્યાત મેળા શિવરાત્રી મેળા, તરણેતરનો મેળો અને માધવપુરનો મેળો ગુજરાતવાસીઓના હૃદયના ધબકારા સમાન છે .માધવપુરનો મેળો એ આપણી ધરોહર છે .ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સાથે જોડતી કડી છે. માધવપુરના ઘેડના મેળામાં ઉત્તર પુર્વ અને ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિના દર્શન થાય છે.

Advertisement

તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ અને વિદર્ભના રાણી રુકમણી ના લગ્ન પ્રસંગને આ માણવાનો એક અવસર માધવપુરનો મેળો છે. તેમણે જણાવ્યું હતું કે આ મેળામાં ભારતના અલગ અલગ ક્ષેત્રના કલાકારો કલાકૃતિ પ્રદર્શિત અહીં કરે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના ને પૂર્ણ કરે છે. મંત્રી જગદિશભાઈ વિશ્વકર્માએ ભગવાન શ્રી માધવરાયજીની જય બોલાવતા જણાવ્યું હતું કે,આદીકાળથી ભારતીય સંસ્કૃતિના વારસાને સાચવવાનુ અને મંદિરો સાંકૃતિક વિરાસત બાંધવાનુ કામ રાજા મહારાજાઓ દ્રારા કરવામાં આવ્યુ છે . આઝાદીના 75 વર્ષ પછી સંસ્કૃતીને ઊજાગર કરવાનું કામ, આઝાદીના અમૃતકાળમાં ઈતીહાસને ઉજાગર કરીને ઉતર પુર્વ રાજ્યને માધવપુરના મેળા દ્વારા જોડવાનુ અને ઈતિહાસના પાનામાં દબાયેલ વાતોને ઉજાગર કરવાનુ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહ્યુ છે. મંત્રીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત કરતા જણાવ્યુ હતુ કે સોમનાથની આસપાસના લોકો માયગ્રેટ થઈ અને મદુરાઈ પહોંચ્યા હતા અને ત્યાં મધુરાયના રાજા દ્વારા આશરો આપવામાં આવ્યો હતો આ તમિલ સંગમના કાર્યક્રમ થકી આ માઇગ્રેડ થયેલા મૂળ ગુજરાતના લોકોને 17 એપ્રિલના સોમનાથ ખાતે તમિલ સંગમના કાર્યક્રમ થકી જોડવાનું કામ વડાપ્રધાનના નેતૃત્વમાં થઈ રહ્યું છે.વધુમાં જણાવતા કહ્યું હતું કે માધવપુરના મેળોની આજે ભારત અને વિશ્વમાં ઓળખ થઈ છે.

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મેળાએ આપણી સંસ્કૃતિના પ્રતીક છે અને આ પરંપરાને જાળવવા કેન્દ્રને રાજ્ય સરકાર કટિબંધ છે તેમણે માધવપુરમાં ચૈત્રવધનોમથી તેરસ એમ પાંચ દિવસ સુધી યોજાતા મેળાના આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા.

માધવપુર ઘેડના મેળામાં બીજા દિવસે નાગાલેન્ડના કલાકારોએ ઉત્તર પુર્વના અને પોરબંદર જિલ્લાના સ્થાનિક કલાકારોએ ઘેડની સંસ્કૃતી રજુ કરી હતી તેમજ આસામના વિધાર્થીઓએ માધવપુર ઘેડનો મેળો માણ્યો હતો અને સ્વાગત પ્રવચન ઈન્ચાર્જ ડી ડી ઓ રેખાબા સરવૈયાએ કર્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ ભગવાનજીભાઈ કરગઠીયા, જનકભાઇ તલાવીયા,પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા, અધિક કલેક્ટર મેહુલભાઈ જોષી સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા શ્રી કીર્તિદાન ગઢવી વગેરેએ ગીતો, કૃષ્ણ અને રૂૂક્ષ્મણીની વિવિધ પ્રસંગો તેમજ સંસ્કૃતીના મહત્વની વાતો પોતાની આગવી શૈલીમાં રજુ કરીને પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ