Connect with us

Porbandar

માધવપુરનો મેળો ભારતની એકતા-અખંડિતતાનું પ્રતિક : ભૂપેન્દ્ર પટેલ

Published

on

માધવપુર ઘેડના પાંચ દિવસીય મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી; કેન્દ્રીયમંત્રી-કાયદામંત્રી કિરણ રીજીજુ, કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિક, મેઘાલયના મંત્રી પોલ લિંગડોહએ ભાવના વ્યક્ત કરી; ઉત્તર-પૂર્વના રાજ્યોના 150થી વધુ કલાકારો તથા ગુજરાતના કલાકારોને બિરદાવતા મુખ્યમંત્રી

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂૂકમણીજીના વિવાહ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત માધવપુરના મેળાનો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ વખતે પ્રવાસનના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને રૂૂ. 2000 કરોડની જોગવાઈ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનને નવી દિશા આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ દેશભરના લોકોને માધવપુરના મેળામાં આવીને અહીંની સંસ્કૃતિને માણવા માટે આમંત્રણ આપ્યું હતું. સંબોધનના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ સૌને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રૂૂકમણીજીના વિવાહપ્રસંગ તેમજ રામનવમી પર્વની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાન આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યક્તિત્વો જ નહીં, પરંતુ મહેનત તથા ખંતથી દેશને કઈ રીતે વિકાસની રાહે આગળ વધારી શકાય તેની શીખ પણ લોકોને આપી છે. દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓની મહેનતને-પરિશ્રમને પણ તેઓએ બિરદાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્તર પૂર્વના કલાકારો-દરિયાઈ રમતોના ખેલાડીઓને ગુજરાતની ધરતી પર પ્લેટફોર્મ મળે તે માટે કરાયેલા આયોજનને આવકાર્યું હતું. કૃષ્ણ-રૂૂકમણી વિવાહની ઐતિહાસિક પરંપરાને આજ પર્યંત જાળવી રાખવા બદલ પોરબંદર-ઘેડ પંથકના લોકોનો પણ કેન્દ્રીય મંત્રીએ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. મેળાના ઉદઘાટન પ્રસંગે રામનવમીના તહેવારની શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે જણાવ્યું હતું કે, માધવપુર મેળો વર્ષોથી યોજાતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર-પૂર્વી રાજ્યોને પશ્ચિમ સાથે જોડવાનો મેળાપ કરાવ્યો છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં વડાપ્રધાન બનતા આજે ઉત્તરપૂર્વી રાજ્યોને આખી દુનિયામાં ઓળખતી થઈ છે. માધવપુરના મેળા થકી ઉત્તરપૂર્વી રાજ્યની કલા સંસ્કૃતિ જાણવાનો – માણવાનો મોકો અહીંના લોકોને મળ્યો છે. મેઘાલયના પ્રવાસન, કળા અને સંસ્કૃતિ વિભાગના મંત્રી પોલ લિંગડોહએ આ તકે ઉપસ્થિત રહી તેમણે માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું તેમ જણાવી શ્રીકૃષ્ણ રુક્મિણીજીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવુ છું તેમ કહ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે, આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડવાની સાથે ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા કલાકારો, કારીગરોને પણ અહી પ્લેટફોર્મ પણ મળ્યું છે.


કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વર્ષ 2018 થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે.ભગવાન શ્રી કૃષ્ણ અને વિદર્ભના રાજકુમારી શ્રી રૂૂકમણીજીના પવિત્ર વિવાહનું આ સ્થળ ખૂબ જ ઐતિહાસિક અને દર્શનિય હોવાની સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.મંત્રીશ્રીએ સ્કંદ પુરાણ અને મહાભારતનો સંદર્ભ ટાંકી ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની ઐતિહાસિક ગાથા લોકો સમક્ષ રજૂ કરી હતી અને ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ, સામાજિક દરજ્જાથી આગળ વધી આ મેળો ગુજરાત તથા પૂર્વોત્તર રાજ્યોના સંબંધો વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માધવપુર ઉપર 03 ભાષામાં અને 01 ઉપભાષામાં લિખિત પુસ્તકનું લોન્ચિંગ કરાયું હતું. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ઓળખ સમા ગરબા, અરુણાચલ પ્રદેશનું ડાન્સફોર્મ, આસામ તેમજ અન્ય રાજ્યોના 150થી વધુ કલાકારોએ સુંદર વેશભૂષામાં કલા, સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોને બંને પ્રદેશની સંસ્કૃતિ પ્રસ્તુત કરતી ગાથા માધવપુરની કૃતિઓ રજૂ કરવા બદલ કલાકારોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. સુપ્રસિદ્ધ લોકગાયિકા લલીતાબેન ઘોડાદ્રા અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા માલદેભાઈ આહિર, સાંઈરામદવે વગેરેએ પોતાની આગવી શૈલીમાં ગીતો લલકારી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તરપૂર્વી રાજ્યના કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો.

Advertisement

માધવપુર મેળાના પ્રસંગે ઉત્તર પૂર્વ તેમજ ગુજરાતના ખેલાડીઓએ દરિયાઈ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમતનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડમાં, ચૈત્ર શુક્લ નવમી, રામનવમીથી પાંચ દિવસીય મેળો યોજાય છે. આ મેળો પૌરાણિક કાળથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિના સંગમ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો સર્વ ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડીયા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લ, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર, પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement

Porbandar

પોરબંદરમાં હત્યા સંદર્ભે ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

Published

on

પોલીસની કામગીરી સામે શંકા: સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માંગ 

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

આ બનાવના સંદર્ભે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદ ના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

થોડા સમય પૂર્વે પણ પોરબંદરના યુવાનની હત્યાની કોશિશમાં પ્રકરણમાં આ ગઢવી યુવાન સાક્ષી તરીકે હતો. તેથી તે મુસ્લિમ શખ્સોના નિશાના પર હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હત્યાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી, હત્યા પ્રકરણની તપાસ સી.બી.આઈ. કે એ.ટી.એસ.ને સોંપવા આ પત્રમાં માંગ કરવામાં આવી છે.

Continue Reading

Porbandar

પોરબંદર એસ.ટી. ડેપોમાંથી મળેલ મોબાઈલ ડ્રાઈવરે માલિકને પરત કર્યો

Published

on

એસટી કર્મચારીની પ્રમાણિકતાને બિરદાવતા મુસાફરો

પોરબંદર સ્ટેન્ટ મા ફરજ પરના જુનાગઢ ડેપો ના ડ્રાઈવર નયનભાઈ ભીટ ને મોબાઈલ ફોન મલેલ જે મૂળ માલિક ખીરસરા ના હેમંતભાઈ બુટાણી ને બોલાવી ફરજ ઉપરના સ્ટેન્ડ ઇન્ચાર્જ દેવશીભાઈ ની રૂૂબરૂૂમાં ખરાઈ કરી પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે નયનભાઈ ભીટ દ્વારા અગાઉ તેવો 108 માં દ્વરાવર ની ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેવો ને 3 લાખ ની રોકડ રકમ વારું બેગ મળેલ ત્યારે તેવો દ્વારા મૂળ માલિક ને સોંઘી માનવતા ની રહે તેવો દ્વારા મૂળ માલિક ને પરત કરાયું હતું તેજ રીતે હાલ તેવો તિં બસ માં દ્વરાવર તરીકે ફરજ બજાવે છે તેવો હાલ ફરજ પર હોય ત્યારે એક મોબાઈલ ફોન આશરે 20 હજાર ની કિંમત નો હોવાથી તેવો ને મળતા તેવો દ્વારા મૂળ માલિક ને ખારાય કરી ને પરત કરેલ ત્યારે એક નયનભાઈ ભિટ જેવા વ્યક્તિ ઓ ને જોઈ ને આજે પણ માનવતા તેવો ચૂકતા નથી લોકો ને એક માનવતા ભર્યું કરિય કરી લોકો ને માણતા ની રહે ચાલવા નો સંદેશો પાઠવ્યો હતો મોબાઈલ ના મૂળ માલિક દ્વારા નયનભાઈ ભીટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Continue Reading

Porbandar

માધવપુરમાં કરન્સીઓનું પ્રદર્શન યોજાયું

Published

on

By

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે શેઠ એન ડી આર હાઈસ્કુલ માં સૌપ્રથમ વખત ભારતીય ચલણ તથા વિદેશી ચલણનું કરન્સી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના માધવપુરના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભનુભાઈ ભુવા તથા પ્રાઇમરિ પે સેન્ટરના આચાર્ય લીલાભાઈ ચૌહાણ અને અન્ય પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગામના અગ્રણી વ્યક્તિઓએ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ એન ડી આર હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ તથા આજુબાજુની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરન્સી પ્રદર્શનનો જોવા નો અનેરો અનુભવ કર્યો હતો આ પ્રદર્શન ન્યુમિસમેસ્ટિક સંજયભાઈ ટાંક દ્વારા નિશુલ્ક આયોજન કરેલું હતું આ પ્રદર્શન જોવા માટે અંદાજે 9 શાળાના 900 જેટલા વિદ્યાર્થીઓ તથા બોહળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : પરેશ નિમાવત)

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ