Connect with us

Rajkot

માતાના પ્રેમીની હત્યાનો પ્લાન બનાવનાર પુત્ર બે પિસ્તોલ સાથે પકડાયો

Published

on

હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ શખ્સ તમંચા સાથે ઝડપાયો

ચુંટણી અનુસંધાને પોલીસે શહેરભરની પોલીસે સઘન ચેકિંગ શરૂૂ કર્યું ત્યારે થોરાળા પોલીસે બે હથિયાર સાથે નામચીન શખ્સને ઝડપી લઇ તપાસ કરતા પકડાયેલા શખ્સે માતાના પ્રેમીની હત્યા કરવા હથિયાર ખરીદ કર્યું હોવાનું બહાર આવ્યું છે. બીજા બાનવમાં ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ રોડ ચોકડી પાસેથી તમંચા સાથે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી હતી.
નવા થોરાળા-1માં સરસ્વતી શિશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડિયાના મકાનમાં થોરાળા પોલીસ મથકના પી.આઈ એલ.કે.જેઠવા અને તેમની ટીમે દરોડો પાડી તપાસ કરતા દરોડા દરમિયાન સેટીમાં રહેલા ગાદલા નીચેથી દેશી બનાવટની બે પિસ્ટલ તેમજ એક કોથળીમાં સાત કારતૂસ મળી આવ્યા હતા. જે ચેક કરતા ત્રણ જીવતા કારતૂસ હતા અને ચાર ફૂટેલા કારતૂસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અવેશની ધરપકડ કરી બન્ને હથિયાર કબજે કર્યા હતા. નાનપણમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા અયુબ ઓડિયા પાસેથી રૂૂ.1 લાખની કિંમતના બે હથિયાર અને જીવતા-ફૂટેલા કારતૂસ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું કે અયુબની માતા કોઇની સાથે રિલેશનશિપથી રહે છે. જે વાતથી અયુબ નારાજ હોય તેની હત્યા કરવાના ઈરાદે તેણે કાવત્રુ રચ્યું હોય અને આ બન્ને હથિયાર ખરીદ કર્યા હતા.અવેશ સાથે અગાઉ જેલમાં પરિચયમાં આવેલા મધ્યપ્રદેશનો શખ્સ પેરોલ પર બહાર આવ્યો હોવાની જાણ થતા અયુબે તેનો સંપર્ક કર્યો હતો. સંપર્ક બાદ ત્રણ મહિના પહેલા જ અયુબ બે હથિયાર અને કારતૂસ લઇ આવ્યો હતો, અવેશ પોતાના કાવત્રામાં સફળ થાય અને માતા ને પ્રેમીની હત્યા કરે તે પૂર્વે જ પકડાઇ ગયો છે. અયુબ સામે છેલ્લા નવ વર્ષમાં મારામારી, પ્રોહિબિશન સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અયુબ પાસેથી મળી આવેલા ફૂટેલા કારતૂસનો ક્યાં ઉપયોગ કર્યો છે તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એલ.એલ.ચાવડા અને તેમની ટીમે બાતમીના આધારે ગોંડલ રોડ ચોકડી પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ગાંધીગ્રામ સોસાયટી-1માં રહેતા સતિષ ઉર્ફે ટોલારો હનુમાનભાઇ સહાની નામના પરપ્રાંતીય શખ્સને દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો હતો. સતીષની પૂછપરછ કરતા તેની સામે 2018માં થોરાળા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોતાના પર હુમલો થશે તે ડરથી છ મહિના પહેલા સ્વબચાવ માટે તેના વતનથી લઇ આવ્યો હોવાની કબૂલાત આપી છે. આ ઉપરાંત પકડાયેલ હથિયાર સિવાય અન્ય કોઈ હથિયાર લઈ આવ્યો હતો કે કેમ? તેમજ જ્યાંથી હથિયાર લાવ્યો હતો તેના સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડું

Published

on

શહેરમાં રહેતા વિવેકસિંહ રાઠોડે જૂનાગઢના તેના મિત્ર કુરજીભાઈ નાથાભાઈ કણજારીયાને રૂા. 4 લાખ હાથ ઉછીના આપેલા. અને વિવેકસિંહને જરૂૂર પડે ત્યારે પરત આપવા ખાતરી આપેલી. વિવેકસિંહે ઉછીની આપેલી રકમ પરત માંગતા કુરજીભાઈએ રૂા.4 લાખનો ચેક આપેલો. આ ચેક રિટર્ન થતા વિવેકસિંહે પોતાના વકીલ મારફત નોટિસ પાઠવ્યા પછી પણ રકમ ન ચૂકવતા ફરિયાદી વિવેકસિંહે આરોપી કુરજીભાઈ સામે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે આરોપી કુરજીભાઈને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ મહેશકુમાર એસ. જોશી રોકાયેલા છે.

Continue Reading

Rajkot

મોચીનગરમાં જુની અદાવતનો ખાર રાખી એસ.ટી.ડ્રાઈવર ઉપર ચાર શખ્સનો હુમલો

Published

on

ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા એસ.ટી. ડ્રાઈવર ઉપર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર મોચીનગર શેરી નં.5માં રહેતા અને એસ.ટી.ડ્રાઈવર તરીકે નોકરી કરતાં હનીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.34) ગઈ કાલે સાંજે ઘર નજીક તેના મિત્રની ફાયનાન્સની ઓફિસ પાસે બેઠો હતાં ત્યારે ત્યાં રહેતા જનકભાઈ સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી જનક, તેનો ભાઈ અતુલ અને અજાણ્યા બે શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકા પાટુનો અને લોખંડના પાઈપ વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે હનીરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છેે.

Advertisement
Continue Reading

Rajkot

‘અરજી ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉં’ કહી ટીઆરબી જવાનને માર માર્યો

Published

on

અગાઉ ઝઘડો થયો હોય જેના સમાધાન માટે ભેગા થઈ મારમારી ધમકી આપી: બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ

શહેરના જંગલેશ્ર્વરમાં રહેતા ટીઆરબી જવાનને બે શખ્સોએ અરજી પાછી ખેંચી લેજે નહીતર જીવવા નહીં દઉ તેમ કહી માર મારી છરી બતાવી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ અંકુર સોસાયટી આરએનસી ક્વાર્ટરમાં રહેતા તૌફિક સલમભાઈ મીરજા (ઉ.વ.22)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સદામ કરીમભાઈ પરમાર અને સાહીલના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરે છે અને નોકરી સિવાયના સમયમાં રીક્ષા ચલાવે છે. ગત તા. 30ના બપોરે કેનાલ રોડ પર પેસેન્જર રાહ જોઈ ઉભો હતો ત્યારે આરોપી ત્યાંથી પસાર થતા ક્યા જવું છે? તેમ પુછતા ઝઘડો કર્યો હતો. જે બાબતે તેણે એ ડિવિઝન પોલીસમાં અરજી કરી હોય જેનો ખાર રાખી બંને આરોપીએ ઘરે આવી સમાધાન કરવાનું કહી વાતચીત દરમિયાન આરોપીઓને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મારમાર્યો હતો. અને છરી કાઢી અરજી પરત ખેંચી લેજે નહીંતર જીવવા નહીં દઉ તેમ કહી ખુનની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ