Connect with us

Junagadh

માણાવદર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સહિત પાંચ કોંગ્રેસી સદસ્યોને શોકોજ નોટિસ

Published

on

માણાવદર,તા.14
માણાવદર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલ સહીત પાંચ કોંગ્રેસી સભ્યોને શોકોઝ નોટીસ મળતા પ્રકરણ મચી છે ખાસ સાધારણ સભામાં કોંગ્રેસના વ્હીપ સ્વીકારવાનો ઇન્કાર કરતાન કોંગ્રેસ પ્રમુખ લાલધુમ થયા છે.
માણાવદર પાલિકાનમાંતા.10/2/2020ના રોજ પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલે ખાસ સાધારણ સભા બોલાવી હતી તે
પહેલા ફરજ મોકુફ નિર્મળસિંહ ચુડાસમાએ રીકવીઝેશન બેઠક બોલાવી માંગણી કરેલ જે રાજકીય દાવમાં ચુડાસમાને પાડી દેવા ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ હુંબલે તત્કાલ સભા બોલાવી તેમાં રીકવીઝેશનનો મુદો એજન્ડામાં લઇ લીધો.
પરંતુ પડદા પાછળ એવો ખેલ ખેલાયો કે આ સાધારણ સભામાં નિર્મળસિંહ ચુડાસમાએ મુળ કોંગ્રેસમાંથી ચુંટાયેલા 15 સભ્યો છે તેને સભામાં કોંગ્રેસના વ્હીપના લેટરથી વ્હીપ આપી તમામ સભ્યોને સુચના મુજબ હાજર રહેવા તથા એજન્ડામાં સુચના મુજબ મતદાન કરવાની સુચના આપી હતી. હવે મોટી વાત એ ઉભી થઇ કે જે બેઠક કોંગ્રેસના ચુંટાયેલા સદસ્ય ઉપપ્રમુખ કમ ઇન્ચાર્જ પ્રમુખ જગમાલભાઇ એ બોલાવી તેમાં તેઓ એ ગેરહાજર રહ્યા તથા વ્હીપ સ્વીકારવાનો ઇન્કાર કરવા બદલ કોંગ્રેસ જીલ્લા પ્રમુખ નટુભાઇ પોકીયા લાલધુમ થઇ ઉઠયા હતા. અને આજે 13/2ના રોજ શોકોઝ નોટીસ ફટકારી દિવસ 7માં ખુલાસો કરવા જણાવેલ છે.
જેમાં જણાવેલ છે કે પક્ષના આદેશ આપેલ તે સ્વીકારવાનો ઇન્કાર કરેલ છે. સાધારાણ સભામાં હાજર રહેલ નથી આદેશ મુજબ મતદાન કરવાનું ટાળેલ છે એટલે વ્હીપનો અનાદર કરી પક્ષાંતર ધારાની જોગવાઇનો ભંગ કરેલ છે. આવી શોકોઝ નોટીસ ફટકારતાં માણાવદર પંથકમાં ફરી ખળભળાટ મચી જવા પામેલ છે.
આ શોકોઝ નોટીસ કુલ કોંગ્રેસના પાંચ સભ્યોને મળેલ છે. શ્રીમતી દિવાળીબેન દેકીવાડીયા, શ્રીમતી કૈલાસબેન પ્રફુલભાઇ ચૌહાણ, શૈલેષ ડી. સાંગાણી, શ્રી જગમાલભાઇ હુંબલ (ઇન્ચાર્જ પ્રમુખ પાલિકા), જયેશભાઇ વાછાણી (પૂર્વ પાલિકા પ્રમુખ) આમ પાંચ સભ્યોને નોટીસ ફટકારાતાં હવે સ્પષ્ટ બહુમતી ધરાવતી પાલિકામાં કોંગ્રેસના શાસનમાં ભાજપ સભ્ય રાજ કરશે તેવી સ્થિતિ ઉદભવશે. કોંગ્રેસ જીલ્લા પ્રમુખે પાંચ પાલિકા સભ્યો એ વ્હીપ ભંગ કરેલ છે તે ગેરહાજર રહેલા તેને નોટીસ આપી ખુલાસો કરવા જણાવેલ છે. ત્યારે જો યોગ્ય ખુલાસો નહી કરી શકે તો પક્ષાંતર ધારા હેઠળ ડિસ્કવોલીફાઇડ થાય હવે કોંગ્રેસ 15 સભ્યોમાંથી 5 ડિસ્કવોલીફાઇડ થાય તો 10 વધે એક અપક્ષ- 1 ટોટલ 11 બચે સામે પક્ષે 12 સભ્યો ભાજપના છે જેથી પાલિકામાં ભાજપનો હાથ ઉચ્ચો રહેશે અને હારેલો પક્ષ સતા ભોગવશે. સ્પષ્ટ બહુમતી છતાં શાસન ગુમાવવું પડશે.
બીજી તરફ પાલિકા સભ્ય નિર્મળસિંહ ચુડાસમાએ પોતાનું ધાર્યું કર્યું તેમ કહી શકાય કેમ કે રીકવીઝેશન બેઠક બોલાવી વ્હીપે અપાવી અને શોકોઝ નોટીસનો સામનો કરવો પડશે 5 સભ્યોને તે મોટુ રાજકારણ ખેલાય ગયું તો ભાજપને અંદરો અંદરની લડાઇમાં બાજી મારી દીધી.

Continue Reading
Advertisement

Junagadh

માતાએ નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાયો, ગૂંગળાઈ જવાથી મોત

Published

on

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં કામ કરતા પરિવારમાં માતાએ પાંચ વર્ષના બાળકને નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાઇ ગયો હતો. બાળક કારમાં સંતાયા બાદ તેનાથી દરવાજો બંધ થઇ ગયો હતો જેના કારણે તે ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહીને એક કારખાનામાં કામ કરે છે. માતાએ તેના પાંચ વર્ષના બાળક આશિષને નાહવા જવાનું કહ્યુ હતુ. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો બીજી બાજુ ઘણાં સમયથી આ બાળક દેખાયો નહીં એટલે તેને પરિવાર શોધી રહ્યો હતો. આ પરિવાર તેને શોધતા શોધતા કારખાનામાં પડેલી એક કાર પાસે આવ્યા કારનો દરવાજો બંધ થઇ જવાને કારણે બાળક અંદર ગૂંગળાઇ ગયો હતો. ગૂંગળાઇ જવાને કારણે બાળકનું કારમાં જ મોત નીપજ્યુ હતુ.

Continue Reading

Junagadh

જૂનાગઢ સમસ્ત લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજરત્નનોનું બહુમાન કરાયું

Published

on

જૂનાગઢના દોમડીયા વાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ શ્રેષ્ટીઓ દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હરેશ ઠુંમરને યુવા ગૌરવ જ્ઞાતિરત્નથી સન્માનિત કરાયા હતા, તે જ રીતે જિલ્લા ભા.જ.પ પ્રમુખ અને સહકારી અગ્રણી કિરીટ પટેલનું યશસ્વી જ્ઞાતિરત્નથી બહુમાન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પણસારા નું લોકસેવક રત્નથી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો. દેવરાજ ચીખલીયાને રાજસ્વી જ્ઞાતિરત્નથી સન્માનિત કરાયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ વિઠ્ઠલ ચોવટીયાનું કૃષિ સંશોધક જ્ઞાતિરત્ન તરીકે બહુમાન કરાયું હતું. તે જ રીતે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન કેવલ ચોવટીયાનું યુવા રાજસ્વી જ્ઞાતિરત્નથી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટી ડો.જી.કે. ગજેરા, ભાવેશ વેકરીયા, સવજી સાવલિયા,સહિત મહાનુભાવો એ પ્રાસંગિક પ્રવચનમાં સમાજ ઉન્મુલન, સમાજોત્કર્ષ અને વિવિધ આયામો પર સર્વાંગી વિકાસ કેવી રીતે સાધી શકાય તે બાબતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા,
સન્માન પ્રાપ્ત કરનાર મહાનુભાવોએ સમાજહિતમાં અને રાષ્ટ્રનિર્માણ તરફ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીએ તે બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે અગ્રણી અનિલ પટોળીયા, ગોપાલ રૂૂપાપરા, અમુભાઈ પાનસુરીયા, નટુભાઈ પોકિયા,રમેશ પેથાણી, જયંતીભાઈ વઘાસિયા, નયનાબેન વઘાસિયા, રમણીક હિરપરા, સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ હરેશ વઘાસિયા, વિનુ અમીપરા સહિત જ્ઞાતી અગ્રણીઓ, વિવિઘ સંસ્થામાં સેવારત સેવાશ્રેષ્ઠીઑ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ, પેસ્ટીસાઈડ વેપારી એસોસિએશન તથા ભાવનાબેન ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ અગ્રણી મહીલા સમિતિ, ક્યાડાવાડી સંચાલન સમિતી દ્વારા સમાજરત્નોને શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનાં પ્રારંભે દોમડીયા વાડીના પ્રમુખ કરસન ધડુકે આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠી ભાઈબહેનોને આવકાર્ય હતા. કાર્યક્રમના અંતે આભારદર્શ અગ્રણી જેરામભાઈ ટિંબડીયાએ અને કાર્યક્ર્મ નું સંચાલન પ્રભાબેન પટેલે સાંભળ્યું હતું.

Continue Reading

Junagadh

જૂનાગઢમાં દાતાર ખાતે યોજાનાર ઉર્સને લઈને જાહેરનામું બહાર પાડતું પોલીસ તંત્ર

Published

on

જૂનાગઢ દાતાર ઉર્ષ દરમિયાન પ્રતિબંધો ને લઈને પોલીસ દ્વારા વ્યવસ્થામાં સહયોગ આપવા લોકોને અપીલ
જૂનાગઢ ખાતે ઉપલા અને નીચલા દાતાર ખાતે ઉર્ષ તહેવાર ઉજવવામાં આવનાર છે. જેમાં બહોળા પ્રમાણમાં હિન્દુ અને મુસ્લિમ લોકો ભેગા થતા હોય છે. દાતાર ઉર્ષ મેળો યોજાઈ છે. ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધિ મહેંદી રસમ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. આથી દાતાર ઉર્ષ વ્યવસ્થામાં સહયોગ આપવા જૂનાગઢ પોલીસે લોકોને અપીલ કરી છે
દાતાર ઉર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિલિંગડન ડેમથી ઉપલા દાતારની જગ્યા સુધીનું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 નીચે મુજબના મુદ્દાઓને આવરી લેતો તારીખ 25/09/2023 થી 29/09/2023 સુધીનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 25 થી 29 સપ્ટેમ્બરને આઠ વાગ્યા સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની પરમિટ મેળવીને ઉપર જનાર અને પરમીટની શરતો મુજબ વર્તનારને લાગુ પડશે નહીં. આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખો અને કલાકો દરમિયાન ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી/અધિકારીઓ તથા બંદોબસ્તના પરના કર્મચારી/ અધિકારીઓને લાગુ પડશે નહીં.દાતાર મેળો યોજનાના છે તેમજ ઉપલા દાતારને નીચલા દાતાર ખાતે ચંદનવિધિ, મહેંદી રસમ જેવા કાર્યક્રમ કરવામાં આવનાર છે. લોકોને સલામતી અને વ્યવસ્થા જળવાય તે હેતુસર આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢ હિતેશ ધાંધલ્યાની યાદીમાં જણાવાયું છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!