Connect with us

Junagadh

માણાવદરમાં લેવલ વગર રોડ ઉપર રોડ બનાવી નાંખતા દેકારો

Published

on

લેખિત ફરિયાદો છતાં તપાસ ન થતાં લોકોમાં રોષ

માણાવદર ભાજપ શાસિત પાલિકા સામે છાશવારે ખુદના સભ્યો અને પૂર્વ પ્રમુખોએ લેખિત ફરિયાદો કરવા છતાં આજે અનેક સમય બાદ પણ એક પણ ફરિયાદની તપાસ નથી તેથી રાજ્ય સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. મીતડી દરવાજાથી બહારપરા હોય કે બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર રોડ કર્યાની ઘટના એ ચકચાર મચાવી દીધી છે. કોઈ લેવલીંગ વગર જ ઉંચા-નીચા રસ્તાઓ કરી પ્રજાજનોને અકસ્માતો થાય તથા પાણી નિકાલ ન થાય તેવા રસ્તાઓ કરી દીધા હોવાની પ્રજાનોની ફરિયાદો ઉઠવા પામી છે. આમ જનતામાં ચર્ચા છે કે રોડ ઉપર રોડ કોઈ જ લેવલ વગર માત્ર બિલ મૂકવાના કોઈ જોનારા છે? તેવી ચર્ચા છે. આ પ્રશ્ર્નો મુખ્યમંત્રીને પણ કરી રહ્યા છે આમ જનતામાં ચર્ચા થઈ રહી છે કે સરકારની ફાળવેલ ગ્રાન્ટો અને થયેલ કામો અંગે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો પૂર્વ પ્રમુખોએ કરી તેની કોઈ તપાસ નહીં કરાતા તેનો જવાબ મતદાન રૂપી મળશે તેવી આમ જનતામાં ચર્ચા છે. વિજીલન્સ તપાસ કરાય તો ગુજરાતને આંટી દે તેવુ મળશે તેવી આમ જનતામાં ચર્ચા છે. ફરિયાદ કરનારાઓ તપાસ માગે છે.

Advertisement
Continue Reading
Advertisement

Junagadh

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

Published

on

સ્પર્ધકોએ 12 ડિસેમ્બર સુધીમાં પ્રવેશપત્રો મોકલી આપવા તંત્રની અપીલ

 

 

Advertisement

જૂનાગઢ ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી – 2023 ના પ્રથમ સપ્તાહ દરમ્યાન જૂનાગઢ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ગુજરાત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સ્પર્ધકો 14 થી 18 અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર – જુનિયર વિભાગમાં ભાગ લઇ શકશે બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગીરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઇઓની સ્પર્ધાની સમય મર્યાદા 2-00 કલાક અને બહેનોની સ્પર્ધા માટે 1-15 કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએથી રૂૂબરૂૂમાં મળશે. તેમજ વધુમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.1, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જુનાગઢ ખાતેથી પણ વિના મુલ્યે મળી શકશે. તેમજ ફેસબુક આઇડી ઉતજ્ઞ ષીક્ષફલફમવભશિું. પરથી ઓનલાઇન મળી શકશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે 1ર, મી ડિસેમ્બર 2022 સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા ફોર્મ અને અધુરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તથા પસંદગી થયેલ યાદી ફેસબુક આઈડી પર મુકવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં.(0285)2630490 નો સંપર્ક કરવો.

Continue Reading

Junagadh

જૂનાગઢની પાંચ બેઠકના ઉમેદવારનું ભાવિ નક્કી કરશે બાર લાખ મતદારનો મિજાજ

Published

on

જનપ્રતિનિધી ચૂંટવામાં સોરઠની પ્રજા શાણી

આગામી વિધાનસભાની ચૂંટણીમાં 17 નવેમ્બર ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હોય હવે જિલ્લાની અલગ અલગ 5 વિધાનસભા બેઠકો માટે હવે કુલ 39, ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે
86-જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઇ ગલાભાઇ જોષી, ભાજપના સંજય સુખાભાઇ કોરડીયા, બહુજન સમાજ પાર્ટીના મયુરભાઇ હરિલાલ રાણવા, ભારતિય જન પરિષદના દિલીપભાઇ રણછોડભાઇ ગોરફાડ, આમઆદમી પાર્ટીના ચેતનભાઇ હરસુખભાઇ ગજેરા, અપક્ષના ઘનશ્યામભાઇ હિંમતભાઇ મશરૂૂ,મમતાબેન જયંતિભાઇ બોતવાડીયા, શશીકાંતભાઇ કરશનભાઇ રાવત અને હરેશભાઇ મનુભાઇ સરધારાનો સમાવેશ થાય છે.
85- માણાવદર બેઠક પર કોંગ્રેસના અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી, ભાજપના જવાહરભાઇ પેથલજીભાઇ ચાવડા, બહુજન સમાજ પાર્ટીના દેવદાનભાઇ કાનાભાઇ મુછડીયા, આમ આદમી પાર્ટીના કરશનભાઇ પરબતભાઇ ભાદરકા તેમજ અપક્ષના પરબતભાઇ ભાયાભાઇ કરંગીયા, મહેશભાઇ પરમાર અને ભાવિનભાઇ શાંતિલાલ
રાઠોડનો સમાવેશ થાય છે.
88- કેશોદ બેઠક પર ભાજપના દેવાભાઇ પુંજાભાઇ માલમ, કોંગ્રેસના હીરાભાઇ અરજણભાઇ જોટવા, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઘનાભાઇ મુનાભાઇ આંત્રોલીયા, આમ આદમી પાર્ટીના રામજીભાઇ બાબુભાઇ ચુડાસમા તેમજ અપક્ષના અરવિંદભાઇ કેશવભાઇ લાડાણી, અલ્પેશભાઇ ચંદુલાલ ત્રાંબડીયા અને લલીતભાઇ એલ. ડેડાણીયાનો સમાવેશ થાય છે.
89- માંગરોળ બેઠક પર ભાજપના ભગવાનજીભાઇ લાખાભાઇ કરગટીયા, કોંગ્રેસના બાબુભાઇ કાળાભાઇ વાજા, બહુજન સમાજ પાર્ટીના હંસાબેન વિજયભાઇ માકડિયા, આમ આદમી પાર્ટીના પિયુષભાઇ પરમાર, ઓલ ઇન્ડિયા મજલીસ-એ- એતિહાદુલ મુસ્લિમીનના સુલેમાનભાઇ મોહમદભાઇ પટેલ અને અપક્ષના હમીરભાઇ લખમણભાઇ ધામાનો સમાવેશ થાય છે.
87- વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના કરશનભાઇ નારણભાઇ વાડદોરીયા, બહુજન સમાજ પાર્ટીના મનસુખભાઇ નાથાભાઇ વાઘેલા, ભાજપના હર્ષદભાઇ માધવજીભાઇ રીબડીયા, આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઇ ગાંડુભાઇ ભાયાણી અને અપક્ષના ઇકબાલભાઇ હબીબભાઇ સમાનો સમાવેશ થાય છે.

Advertisement
Continue Reading

Junagadh

જૂનાગઢના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ માટે 1950 હેલ્પલાઈન સક્રિય

Published

on

છેલ્લા 15 દિવસમાં જિલ્લામાંથી 59 મતદારે ચૂંટણી કાર્ડને લગતી માહિતી મેળવી

જૂનાગઢ આગામી વિધાનસભાની સામાન્ય- ચૂંટણી ને લઇને મતદારોની ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદ અંગે જિલ્લામાં 1950 હેલ્પલાઇન શરૂૂ કરવામાં આવી છે. જેમાં મતદારોને ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદો અંગે સંતોષકારક માહિતી આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખામાં કાર્યરત આ હેલ્પલાઇન નંબર પર છેલ્લા 15 દિવસ દરમિયાન 59 લોકોએ 1950 હેલ્પલાઇન નંબર પર પોતાની ફરિયાદો અંગે માહિતી મેળવી છે.
જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાની બેઠકોના મતદારોને ચૂંટણી કાર્ડને લગતી કોઇ ફરિયાદ હોય તો તેની માહિતી માટે જિલ્લા ચૂંટણી શાખામાં 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવી છે. જેમાં તા.1 થી 15 નવેમ્બર સુધી 59 મતદારોએ કોલ કરી ચૂંટણી કાર્ડ બાબતે માહિતી મેળવી છે. સામાન્ય આ હેલ્પલાઇનમાં મતદારો ચૂંટણી કાર્ડ બનાવવા, નામ નોંધવવા, સરનામુ બદલાવવા,ચૂંટણીકાર્ડ ના મળ્યું હોય, ચૂંટણી કાર્ડ ખોવાય ગયાની ફરિયાદો કરતા હોય છે જેને હેલ્પલાઇન પર હાજર કર્મચારી દ્વારા મતદારોને સંતોષકારક માહિતી આપી તેમની ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવે છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ