Morbi
માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઈ જતાં 10 વર્ષના માસૂમનું મોત
Published
2 months agoon
By
Minal
મોરબીના લાલપરનો બનાવ; પરપ્રાંતીય પરિવારમાં ગમગીની
મોરબી તાલુકામાં લાલપર ગામે સિરામિકની ફેક્ટરીમાં માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ જતા બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ યુ.પી.નો વતની અને હાલ કમાન્ડર સીરામીકની મજુર ઓરડીમાં રહેતા 10 વર્ષીય રવિત નંદલાલ કોલ લાલપર ખાતે આવેલા કમાન્ડર સીરામીકમા માટીના ઢગલા નીચે અકસ્માતે દટાઇ ગયો હતો. જેને પગલે તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આસ્થા ચોકડી પાસે યુવાને ફિનાઈલ પીધું
ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતો કિશોર નાનજીભાઈ સોલંકી (ઉ.વ.33) 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલી આસ્થા ચોકડી પાસે હતો ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ફિનાઈલ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
You may like
Ahmedabad
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
Published
11 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે
આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે
વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે
Morbi
મોરબીના મકનસરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે હત્યા કરી હોવાની કબુલાત
મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં મકાન વેચી નાખ્યા બાદ વેચેલા મકાનના પૈસાની ભાગબટાઈ મામલે પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે આવેલ પ્રેમજીનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ ચકુંભાઈ રાણવાએ તેની પત્ની ગંગાબેન રામજીભાઈ રાણવાને ગઈકાલે છરીના ઘા ઝીકીને તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી. આ બનાવની જાણ થતાં થતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ તેના પિતા રામજીભાઈ રાણવા સામે પોતાની માતાની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તાલુકા પોલીસે આરોપીની શોધખોળ ચલાવી હતી. બાદમાં ગણતરીની કલાકોમાં જ આરોપીને પ્રેમજીનગર પાછળ આવેલ ધાર વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બાદમાં આરોપીને ગુનાની કબૂલાત પણ આપી દેતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Morbi
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કૌભાંડમાં સેક્રેટરી સહિત 7 સામે એસીબીમાં ગુનો નોંધાયો
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
8 વર્ષ પૂર્વેની રૂ.23.19 લાખની ઉચાપતમાં અંતે લાંચ રુશ્વત શાખામાં ફરિયાદ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં 8 વર્ષ પૂર્વે 2015માં 23.19 લાખથી વધુની માર્કેટીંગ સેસ ઉઘરાવીને માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવતા સેક્રેટરી, યાર્ડના સત્તાધીશો સહિત કર્મચારીઓ સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. શેષ ઉઘરાવીને તેને ચાઉ કરી જવા મામલે જૂની બોડી સામે એસીબીએ આકરી કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાડમાં સામેલ જે તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કર્મચારીઓ સહિત 7 ની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.
હળવદ માર્કેટીંગ યાર્ડમાં જૂની બોડી દ્વારા 13/02/15 થી તા.26/03/15 દરમ્યાન ડુપ્લીકેટ પહોચ મારફતે માર્કેટ ફી (શેષ) ઉઘરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ પુર્વનિયોજીત ગુન્હાહીત કાવતરૂૂ રચી એકબીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રીતે રૂૂ.23,19,754/- ની માર્કેટીંગ શેષ ઉઘરાવી માર્કેટીંગ યાર્ડમાં જમા નહી કરાવી પોતાના અંગત લાભ મેળવ્યો હતો આ કેસમાં એસીબીએ વિપુલભાઇ અરવિદભાઇ એરવાડીયા (સેક્રેટરી), અશોકભાઇ જયંતીભાઇ માતરીયા (વાઇસ સેક્રેટરી), હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલાર્ક), નિલેષભાઇ વિનોદભાઇ દવે (કલાર્ક), પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક), ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક), અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (કલાર્ક) સામે એસીબીએ ગુનો દાખલ કરી દીધો છે. આ કેસની તપાસ રાજકોટ એ.સી.બીના અઘિકારી મદદનીશ નિયામક વી.કે.પંડયાના સુપર વિઝન હેઠળ સુરેન્દ્રનગર એ.સી.બીના પી.આઈ ડી.વી.રાણા સહિતનો સ્ટાફ ચાલવી રહ્યો છે અને જવાબદારોની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
