Connect with us

Editor's Choice

મહેબૂબાની શિવલિંગ પૂજા રાજકીય ડ્રામા: ભાજપ પણ બેનકાબ થયો

Published

on

ભારતમાં રાજકારણીઓની માનસિકતા કૂવામાંના દેડકા જેવી છે. એ લોકોને પ્રજાનું ભલું કરવા વેશ કે દેશની સાચી સમસ્યાઓ વિશે વિચારવાના બદલે સાવ નાના કહેવાય એવા મુદ્દાને ચગાવીને પોતાની દુકાન ચલાવવા સિવાય કશામાં રસ હોતો નથી. સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દે પણ હોહા કરવા સિવાય તેમને બીજા કશામાં રસ નથી હોતો. જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તીએ શિવલિંગ પર જળાભિષેક કર્યો એ મુદ્દે એવું જ થયું છે. મહેબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં આવેલા પૂંછ જિલ્લાના નવગ્રહ મંદિરે ગયાં હતા. મહેબૂબાએ મંદિરની પરિક્રમા કરી અને પછી શિવલિંગ પર પાણી પણ ચઢાવ્યું હતું. આ મંદિર પીડીપીના મોટા નેતા મનાતા યશપાલ શર્માએ બનાવ્યું હતું. આ મંદિરમાં યશપાલ શર્માની પ્રતિમા પણ છે. મહેબૂબા મુફ્તીએ યશપાલ શર્માની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.

મહેબૂબા મુફ્તીએ શિવલિંગમાં પૂજા કરી એ બહુ મોટી ઘટના નથી. આ પહેલાં પણ મહેબૂબા ગાંદરબલના ખીર ભવાની મંદિરમાં ગયાં હતાં ને પૂજા કરી હતી. એ વખતે મહેબૂબા જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી હતાં. એ વખતે ભાજપ સાથે સરકારમાં ભાગીદાર હતાં તેથી ભાજપને વાંધો નહોતો પણ અત્યારે ભાજપની સામે છે તેથી ભાજપે દેકારો મચાવી દીધો.

એક તરફ દેવબંદે મહેબૂબા મુફ્તીના કૃત્યને ઈસ્લામ વિરોધી ગણાવી દીધું તો ભાજપે મહેબૂબા મુફ્તીએ મંદિરમા પૂજા કરી તેને ડ્રામા ગણાવી દીધો. દેવબંદવાળા આ મુદ્દાને કોમવાદનો રંગ આપી રહ્યા છે તો ભાજપે રાજકીય રંગ આપી દીધો. જમ્મુ-કાશ્મીરના ભાજપના પ્રવક્તા રનબીર સિંહ પઠાનિયાના કહેવા પ્રમાણે, મહેબૂબા મુફતી અમરનાથ ધામ માટે જમીન આપવા સામે આડાં ફાટ્યાં હતાં. 2008માં મહેબૂબા અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન આપવાનો વિરોધ કર્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આ જમીન પર નિવાસ માટેના રૂૂમ બનવાનાં હતાં પણ મહેબૂબાના કારણે એ ના બન્યાં. હવે મહેબૂબા મંદિરમાં જાય છે એ રાજકીય ફાયદા માટેનો ડ્રામા છે પણ તેનાથી કંઈ ફાયદો નથી થવાનો. રાજકીય ડ્રામાઓથી કંઈ થઈ જતું હોત તો જમ્મુ-કાશ્મીર આજે એકદમ સમૃદ્ધ હોત. ભાજપના બીજા નેતાઓએ પણ આ કોરસમાં સૂર પુરાવ્યો છે ને મહેબૂબા કઈ હદે હિંદુ વિરોધી છે એ સાબિત કરવા મચી પડ્યા છે.
ભાજપની એ વાત સાચી છે કે, મહેબૂબા અમરનાથ યાત્રા જતા શ્રદ્ધાળુઓને રસ્તામાં રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની યોજનામાં વિલન બન્યાં હતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે, ભાજપને એ વિશે બોલવાનો અધિકાર છે ખરો? બિલકુલ નથી પણ તેની વાત કરતાં પહેલાં મહેબૂબાએ 2008માં શું કરેલું તેની વાત કરી લઈએ. કાશ્મીરમાં 2008માં પીડીપી અને કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ જમ્મુ તથા કાશ્મીરના મુખ્યમંત્રી હતા અને પીડીપી તેમાં ભાગીદાર હતા. એ વખતે ગુલામ નબી આઝાદે અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ રહી શકે એ માટે જમીન ફાળવવાનો નિર્ણય લીધો હતો પણ મહેબૂબા વંકાયાં હતાં.

Advertisement

Editor's Choice

તમિલનાડુને હિંદી ભાષા નથી ખપતી, પણ હિંદી ભાષી મજૂરોની ગરજ

Published

on

ભારતમાં દરેક વાતમાં રાજકારણ ઘુસાડીને એ લોકોને લડાવીને રાજકીય ફાયદો ઉઠાવવાની માનસિકતા હદે વધી છે કે ક્યારે ક્યા મુદ્દે ઘમાસાણ મચી જાય એ કહેવાય નહીં. આપણને સાવ ફાલતુ લાગતો હોય એવો મુદ્દો પણ રાજકારણીઓને રાજકીય પાક લણવાનો મુદ્દો લાગે તો એ લોકો સામાન્ય લોકોને ભડકાવીને તેનો ફાયદો ઉઠાવતાં જરાય શરમાતા નથી. ભાજપના નેતા તો આ મામલે ચેમ્પિયન છે જ પણ બીજા નેતા પણ પાછળ નથી. આ હલકીને સંકુચિત માનસિકતા છે. ને તમિલનાડુમાં અત્યારે આવી જ હલકી માનસિકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તમિલનાડુમાં રાજ્યનું દૂધ ઉત્પાદક સંઘ નંદિની બ્રાન્ડથી દહીં વેચે છે. તમિલનાડુ સહકારી દૂધ ઉત્પાદક સંઘને આવિન નામથી ઓળખવામાં આવે છે. પહેલાં આવિનનાં પાઉચ પર અંગ્રેજીમાં નંદિની કર્ડ લખાઈને આવતું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દહીનાં પેકેટ પર કર્ડ હટાવીને દહીં લખવા કહ્યુંને દૂધ ઉત્પાદક સંઘે તેનો અમલ કરીને નંદિની દહીં લખવા માંડ્યું તેમાં તો ભડકો થઈ ગયો. તમિલનાડુના લોકો પાઉચ પર દહીં લખવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યાં ને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ તેનો વિરોધ કર્યો છે.

સ્ટાલિને તો લટકામાં દક્ષિણ ભારતના લોકો પર મોદી સરકાર હિંદી થોપવાનો પ્રયત્ન કરી રહી છે એવો આરોપ મૂકી દીધો. આ હોબાળો એટલો વધ્યો કે, દૂધ ઉત્પાદક સંઘે કહેવું પડ્યું છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જાય તેલ લેવા પણ હવેથી અમે અમારા પેકેટ પર દહીં શબ્દ નહીં લખીએ. અંગ્રેજી શબ્દ કર્ડ પણ નહીં લખીએ પણ તેની જગ્યાએ તમિલ શબ્દ તાયિરનો જ ઉપયોગ કરશે. તમિલમાં દહીંને તાયિર કહે છે.
મજાની વાતએ છે કે જે તમિલનાડુને હિંદી ભાષા તરફ નફરત છે. એ જ તમિલનાડુને હિંદીભાષી મજૂરો જોઈએ છે. તમિલનાડુમાં કોઇમ્બતૂર અને ત્રિચુર ગારમેન્ટ અન્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના હબ મનાય છે. આ બે શહેરોમાં દસ લાખથી વધારે હિંદીભાષી મજૂરો કામ કરે છે. આ મજૂરો દર વર્ષે હોળી મનાવવા માટે પોતપોતાના રાજ્યોમાં જાય છે. ને પાછા આવી જાય છે.

આ વખતે તમિલનાડુમાં હિંદીભાષી મજૂરો પર હુમલા થયાના નકલી વીડિયો વાયરલ થયેલા. તેના કારણે ઉત્તર ભારતના મજૂરોમાંથી અંદાજે 2 લાખ મજૂરો પાછા ફર્યા નથી. તેના કારણે કોઇમ્બતૂર અને ત્રિચુરમાં કકળાટ છે. હોળી પછીના એક પખવાડિયામાં ઉત્પાદનમાં અંદાજે 20 ટકાનો ફટકો પડી ગયો છે તેમાં તો કકળાટ મચી ગયો છે. આ મજૂરોને પાછા લાવવા માટે સ્ટાલિને અધિકારીઓને ઉત્તર પ્રદેશને બિહાર લગી દોડાવ્યા છે. બીજી તરફ જ મજૂરોની ભાષાનો એક શબ્દ લખાય તેમાં તો આભ તૂટી પડ્યું હોય ને પોતાની માતૃભાષા સાવ પાંગળી થઈ ગઈ એવો દેકારો કરી દેવાયો છે.

Advertisement

રાજકારણીઓની જાત આવી જ છે. એ લોકોને પોતાના સ્વાર્થ માટે કોઈને પંપાળવામાં કે પગમાં આળોટી જવામાં પણ શરમ નથી નડતીને પોતાના ફાયદા માટે લોકોને ભડકાવવામાં પણ કશું આડું આવતું નથી.

Continue Reading

Editor's Choice

કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ-રાહુલ માટે સંજીવની બની શકે છે

Published

on

અંતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ ને એ સાથે જ એક ઔપચારિકતા પૂરી કરી દેવાઈ. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરેલી જાહેરાત પ્રમાણે, કર્ણાટકમાં 10 મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના દિવસે પરિણામ જાહેર થશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે અને 224 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

કર્ણાટકમાં આ વખતે 9.17 લાખ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જે યુવાનોને 1 એપ્રિલે 18 વર્ષ પૂરાં થશે એ બધા મતદાન કરી શકશે. કર્ણાટકની વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થઈ રહ્યો છે તેથી 13 મેએ પરિણામ આવે પછીના દસ દિવસમાં સરકારની રચનાની ઔપચારિકતા પૂરી થઈ જ જશે.ગયા વરસના ડિસેમ્બરમાં ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર મતદાન હતું ને 4.50 કરોડ જેટલા મતદારો હતા છતાં બે તબક્કામાં મતદાન કરાવાયું હતું જ્યારે કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે છતાં એક જ તબક્કામાં મતદાન રખાયું એ આશ્ર્ચર્યજનક છે પણ ચૂંટણીપંચને જે ગમ્યું એ ખરૂૂં. કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત એક ઔપચારિકતા જ છે કેમ કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ક્યારનોય શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાંબા સમયથી કર્ણાટકના આંટાફેરા કરીને પ્રચાર કરી રહ્યા છે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે 150 બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં 7 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે તેના પરથી જ ભાજપે બહુ પહેલાં પ્રચાર શરૂ કરી દીધેલો એ સ્પષ્ટ છે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી પણ સભાઓ કરી રહ્યા છે જ એ જોતાં કર્ણાટકમાં બહુ પહેલાંથી ચૂંટણીનો રંગ જામી જ ગયેલો છે. કર્ણાટકમાં વરસોથી ત્રિપાંખિયો જંગ જામે છે ને આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે. આ મુકાબલામાં ભાજપ ને કોંગ્રેસ બેઉની પ્રતિષ્ઠા દાવ પર છે તેથી બરાબરનો જંગ જામેલો છે. આ જંગનાં મૂળિયાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં નંખાયેલાં.કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠક છે ને 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. ભાજપને 104, કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી ના મળતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ખેલ કરીને બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદે બેસાડેલા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો ને સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને તાત્કાલિક બહુમતી સાબિત કરવાનું કહેતાં 6 દિવસ પછી જ યેદુરપ્પાએ રાજીનામું આપી દેવું પડેલું. યેદુરપ્પા ગબડ્યા પછી કોંગ્રેસ અને જેડીએસની ખિચડી સરકાર બની હતી. કોંગ્રેસને ભાજપને સત્તાથી દૂર રાખવામાં રસ હતો તેથી ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા તથા તેમના દીકરા કુમારસ્વામીની પાલખી ઉંચકીને ફરવું પડેલું. દેવ ગૌડાની પાર્ટી જેડીએસ પાસે ઓછા ધારાસભ્યો હોવા છતાં જોડાણ કરીને બનાવેલી સરકારમાં કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પડેલા.

જો કે આ જોડાણ લાંબું નહોતું ચાલ્યું. કોંગ્રેસ-જેડીએસની સરકારને તોડવાના પ્રયત્નો પહેલા દિવસથી શરૂૂ થઈ ગયેલા ને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં ભાજપ સફળ થયો હતો. ભાજપે તોડફોડ કરીને કુમારસ્વામીની સરકારને ગબડાવીને જૂના જોગી બી.એસ. યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવેલા.

Advertisement

Continue Reading

Editor's Choice

વિપક્ષના નેતાઓને ભ્રષ્ટાચારી સાબિત કરવાની ચાલ: મોદીને ફાયદો થશે કે વિપક્ષને?

Published

on

દિલ્હીથી લઈને બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી લઈને તેલંગાણા સુધી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ જે રીતે વિપક્ષી નેતાઓ પર સકંજો કસવો શરૂૂ કર્યો છે અને જે ઝડપથી કાર્યવાહી શરૂૂ કરી છે તેનાથી શું ભાજપને રાજકીય લાભ થશે કે પછી વિપક્ષો પ્રત્યે સામાન્ય માણસમાં સહાનુભૂતિ પેદા થશે? વિપક્ષો અને અનેક રાજકીય વિશ્ર્લેષકોનું તારણ છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીથી વિરોધ પક્ષોને ફાયદો થશે, તેમના પ્રત્યે લોકોમાં સોફ્ટ કોર્નર પેદા થશે.લોકસભા ચૂંટણી આડે હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યાં છે અને જ્યારથી વિરોધ પક્ષોએ પોતાના સ્વાર્થ છોડીને એક થવાની વાત શરૂૂ કરી છે ત્યારથી કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અચાનક ઝડપી થઈ ગઈ છે. બિહારમાં લાલુપ્રસાદના પરિવાર સામે જમીનના બદલામાં નોકરીના મામલામાં તપાસ બંધ થઈ ગઈ હતી.

પણ ગત વર્ષે નીતિશકુમારે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે સરકાર બનાવ્યા બાદ તપાસ ફરી શરૂૂ થઈ અને સીબીઆઈએ રેડ પાડી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીમાં નંબર ટુ મનાતા મનિષ સિસોદિયાની પણ ધરપકડ થઈ ગઈ છે. દારૂૂ અંગેની નીતિમાં ફેરફારના કથિત કૌભાંડ અને દિલ્હીમાં રાજકીય લોકો અને અધિકારીઓની જાસૂસીના મામલામાં સીબીઆઈની તપાસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફ પણ આગળ વધી રહી છે. દારૂૂના મામલે જ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ 9 કલાક પૂછપરછ કરી હતી. આંધ્રપ્રદેશમાં સત્તાધારી વાય. એસ. આર. કોંગ્રેસના બે સાંસદોના પરિવારજનો પર પણ આ મામલે સકંજો કસાયો છે. મમતા બેનરજીના પક્ષના એક કદાવર નેતા અણબ્રત મંડલને ઈડી દિલ્હી લઈ આવી હતી તો અન્ય એક નેતા શાંતનુ બેનરજીની ઈડીએ ધરપકડ કરી લીધી હતી. શિવ સેનાના નેતા સદાનંદ કદમની બે અઠવાડિયા પહેલાં ઈડીએ ધરપકડ કરી હતી અને બીજા અનેક નેતાઓ પર તલવાર લટકી રહી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો આખો પરિવાર કોઈને કોઈ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિશાન પર રહે છે. કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને તેમના સાંસદ ભાઈ ડી.કે. સુરેશને સતત પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે.
આ ઉદાહરણો પરથી એવું માની શકાય તેમ નથી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી રૂૂટિનમાં થઈ રહી છે અને રાજનીતિ સાથે તેને કોઈ લેવાદેવા નથી. અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીથી સત્તાધારી ભાજપનો હેતુ પુરો થઈ રહ્યો છે. તેના ત્રણ ઈરાદાઓ સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. પહેલો, વિરોધ પક્ષોના નેતાઓને ભ્રષ્ટ સાબિત કરવાના છે. જેટલા વધુ વિપક્ષી નેતાઓ ભ્રષ્ટ અને દાગદાર સાબિત થશે એટલી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ સ્વચ્છ, ચમકદાર અને બેદાગ દેખાશે. કહેવાની જરૂૂર નથી કે આનાથી જે નેરેટિવ તૈયાર થશે તે સામાન્ય માણસની ધારણાને કેટલો પ્રભાવિત કરશે. બીજો હેતુ વિપક્ષોની આવકના સ્ત્રોત બંધ કરવાનો છે.

જેટલા વિરોધ પક્ષો પર કાર્યવાહી થઈ રહી છે તેમાં એક વાત કોમન છે અને તે એ છે કે વિરોધ પક્ષોના પૈસાદાર નેતાઓ કે તેમની સાથે જોડાયેલા કારોબારીઓ પર પણ કાર્યવાહી થઈ રહી છે. બધાંને ખ્યાલ છે કે હવે ચૂંટણી લડવી કેટલી ખર્ચાળ થઈ ગઈ છે. ભાજપે ચૂંટણીને ખૂબ જ મોંઘી બનાવી દીધી છે. જો પૈસાનો સ્ત્રો જ બંધ થઈ જાય તો કોઈપણ પાર્ટી માટે ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જશે. ત્રીજો હેતુ, વિપક્ષોની ચૂંટણી રણનીતિને પાટા પરથી ઉતારવાનો છે. વિચારો, જે પક્ષો પર કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીઓ થશે અને મોટા નેતાઓની ધરપકડ થશે કે તપાસમાં જ અટવાયેલા રહેશે તેઓ શું ચૂંટણીની તૈયારીઓ કરશે?

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ