Connect with us

Editor's Choice

મહારાષ્ટ્રમાં ભાજપે શરૂ કરી 30ની દીનદયાળ થાળી

Published

on

મુંબઈ તા,12
મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા રૂ. દસમાં શિવભોજનને મળેલા જંગી પ્રતિસાદ બાદ ભાજપે રાજ્યમાં રૂ. 30માં દિનદયાળ થાળીની શરૂઆત કરી છે. શિવભોજનનું સ્થાન શિવસેનાના વચનનામામાં પણ હતું. માત્ર દસ રૂપિયામાં મળતી થાળીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ભાજપે રૂ. 30માં વધારે માત્રામાં ભોજન આપવાનું નક્કી કર્યું છે. દિનદયાળ થાળીમાં ત્રણ રોટલી, બે શાક, ભાતનો કટોરો, શિંગદાણાની ચટણી, કાચીકેરીનું અથાણું આપવામાં આવશે જ્યારે શિવભોજનમાં બે રોટલી, સો ગ્રામ શાક (એક) 150 ગ્રામ ભાત અને દાળ આપવામાં આવે છે. ભાજપ મહિલા બચત ગટને આ સ્કીમ સાથે જોડી રહ્યો છે. હાલમાં સોલાપુરમાં પંઢરપુર મંદિર પાસે આ માટેનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા અને કેબિનેટ પ્રધાન અસલમ શેખે આ અંગે જણાવ્યું હતું કે ભાજપને અન્યો દ્વારા લોંચ કરવામાં આવેલી સ્કીમની નકલ કરવાની આદત છે. તેમની ટીકાના જવાબમાં ભાજપના પ્રવક્તા માધવ ભંડારીએ જણાવ્યું હતું કે ભાજપે ભૂતકાળમાં અટલ થાળી સ્કીમ શરૂ કરી હતી.

Continue Reading
Advertisement

Dharmik

આજે ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે

Published

on

 

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બર 2023 એટલે કે આજથી પ્રારંભ થયો છે. આ ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે અને 10 દિવસ પછી, ભક્તો તેમના ઘરે હાજર ભગવાન ગણેશને ખૂબ ધામધૂમથી વિસર્જન કરે છે. આજના દિવસે ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. તમને જણાવી દઈએ કે હવે આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં અથવા તો પંડાલોમાં કરવામાં આવે છે.

આ 10 દિવસો દરમિયાન બાપ્પાને અનેક પ્રકારની વાનગીઓ ચઢાવવામાં આવે છે. જો આ દસ દિવસ નિયમોનું પાલન કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે તો જીવન પર તેની સકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, જો લોકો આ દિવસોમાં તેમની રાશિ અનુસાર ઉપાય કરે છે, તો તેમને વિશેષ લાભ મળશે.

મેષ રાશિ:

આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજામાં ગોળ અર્પણ કરવો જોઈએ. જ્યારે વૃષભ રાશિના લોકોએ આ દિવસે બાપ્પાને સાકરની મીઠાઈ અર્પણ કરવી જોઈએ, મિથુન રાશિના લોકોએ આ દિવસે જરૂરિયાતમંદોને મગની દાળ અથવા મગના લાડુનું દાન કરવું જોઈએ, જ્યારે કર્ક રાશિના લોકોએ ગણપતિને 11 મોદક અર્પણ કરવા જોઈએ. 11 કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોએ આ 10 દિવસો સુધી ભગવાન ગણેશને કિસમિસની ગાંઠ ખીર અર્પણ કરવી જોઈએ. આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભગવાન ગણેશના બાળ સ્વરૂપની પૂજા કરતી વખતે સૂકા મેવાનો ભોગ ધરાવો જોઈએ. તુલા રાશિ માટે ભગવાન ગણેશને 5 નારિયેળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો. વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશની પૂજા કરવી જોઈએ અને તલ અર્પણ કરવા જોઈએ.

ધન રાશિ

ધન રાશિના લોકોએ આ સમય દરમિયાન ભક્તિ સાથે ‘ૐ ગં ગણપતેય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. મકર રાશિના લોકોએ ભગવાન ગણેશને એલચી અને લવિંગની સાથે પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાનની સાથે ગણપતિ આરતી પણ કરવી જોઈએ. આ સાથે મીન રાશિના લોકોએ મધ અને કેસરથી હરિદ્ર ગણેશની પૂજા કરવી જોઈએ.

Continue Reading

Dharmik

300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે અતિ દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર બાપ્પા કરશે અઢળક કૃપા

Published

on

 

સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસથી આગામી 10 દિવસ સુધી લોકોના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ મુજબ તેમની પૂજા કરવામાં આવે છે.

તે જ સમયે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે ગણેશ ચતુર્થી પર લગભગ 300 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ યોગ અને શુક્લ યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ત્રણ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે.

300 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે
સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે. આ વર્ષે તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ રહી છે. 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ખૂબ જ શુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જેમાં ઘણી રાશિના લોકો ધનવાન બની શકે છે. તેમાંથી મેષ, મિથુન અને મકર રાશિના લોકો માટે સારો દિવસ આવી શકે છે.

 

મેષ:

ગણેશ ચતુર્થીના દિવસે મેષ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે. સારા સમાચાર મળી શકે છે, પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ખૂબ જ સાનુકૂળ સમય રહેશે, વેપારમાં વધારો થશે, અટકેલા કામ પૂરા થશે.

મિથુનઃ

મિથુન રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી પણ શુભ રહેવાની છે. મિથુન રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો અને નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.

મકર:
ગણેશ ચતુર્થીનો દિવસ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાશિના લોકોનું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આવકના નવા સ્ત્રોત બનશે, વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે, લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.

Continue Reading

Editor's Choice

ઘઉંના વધુ પડતા ઉપયોગને કારણે મોટાપાથી લઈને ડાયાબિટીસ સુધી થઈ શકે છે રોગો

Published

on

ભારતમાં મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી ખાવાનો ટ્રેન્ડ છે. ઘઉં આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેના વિના ઘણા લોકોનું પેટ પણ ભરતું નથી. ઘણા લોકો માને છે કે ભાત કરતા રોટલી વધુ ફાયદાકારક છે અને તેનાથી સ્થૂળતા વધતી નથી. ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂૂરી છે. આ સિવાય તે આપણી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. પરંતુ વધુ પડતો ઘઉંના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.આપણાં પરંપરાગત ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલીનો સમાવેશ થાય છે. ભારતીય તરીકે આપણે ઘઉં નો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. પછી ભલે રોટલી ખાઈએ કે ભાખરી, પૂરી, પરાઠા ખાઈએ. પરંતુ શું તમને ખબર છે કે, વધારે ઘઉં ખાવાથી પણ ચરબીના થર વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોટલીમાં સુગરનું પ્રમાણ વધારે રહેલું હોય છે.
આજના સમયમાં જે ઘઉં વાવવામાં આવી રહ્યા છે તે મધ્યભાગ હાઇબ્રિડ છે. આ બીજમાં મોટી માત્રામાં ગ્લુટેન અને અન્ય પ્રોટીન હોય છે. જેને શરીર પચાવી શકતું નથી. ગ્લુટેન પ્રોટીન સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સંકળાયેલી છે. ઘઉંના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય ને કારણે સેલિયાક રોગ, ગ્લુટેન, ઘઉંની એલર્જી જેવા રોગો થાય છે.ઘઉંથી બનતી રોટલી માં શરીર માટે જરૂૂરી ગણાતા મીનરલ, વિટામીન્સ, ફાયબર, કેલ્સીયમ, આર્યન, મેંગેનીઝ સહિતના સુક્ષ્મ તત્વો ઘણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે.ઘઉંમાં માઇક્રો પોષણ ઓછા પ્રમાણમાં હોય તેથી તેની ઉણપથી ગ્લુટેન એલર્જી થાય છે. અને શરીર માં સોજા કે ખંજવાળ આવવાની શરૂૂ થઈ જાય છે.આવા સંજોગોમાં ડોક્ટર ઘઉં બંધ કરીને બાજરો ખાવાનું કહે છે.ડોક્ટર બાજરા સિવાયના અનાજ જેવા કે જુવાર, રાગી, કોદરી ,નાચણી ,મોરયો જેવા ખોરાક લેવાનું કહે છે.
ઘઉં ના રાસાયણિક વિશ્ર્લેષણ કરશો , તો એમાં એમાયલોપેકટીન નામનું તત્વ હોય છે , જેનાથી આપના લોહી માં કઉક નામના કોલેસ્ટ્રોલ નો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે. જ્યારે તમે તમારા ભોજન માંથી ઘઉં નો ત્યાગ કરો છો , ત્યારે આ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ એકદમ (80-90%) ઘટી જાય છે. બીજુ ઘઉં માં (ૠહશફમશક્ષ) ગલાયડીન નામનું તત્ત્વ હોય છે ,જેથી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજ નો 400 કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે. આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે.
લોકો વૈકલ્પિક આહાર (ઓપ્શનલ ડાયટ) પસંદ કરી રહ્યા છે, દાખલા તરીકે, એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરવુંએ સામાન્ય પ્રયોગ છે. જો કે, આપણા શરીર પર તેની અસરને ધ્યાનમાં લેવી જોઈયે. ડાયટિશીયન સલાહ આપે છે ભોજન માં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ ( બદામ કાજુ, અખરોટ) કઠોળ ( મગ, ચણા) દાળ ભાત અને જુવાર ,બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડો. જો ઘઉં ની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરી ને બાજરી, જુવાર , માં રોટલા અને દાળ ભાત , શાક શરૂૂ કરીએ તો વજન ઘટશે અને બ્લડ સુગર ઓછું થશે. ભોજન નું પ્રમાણ ઓછું થશે અને તમારું હૃદય , શરીર વધારે તંદુરસ્ત બનશે.
શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટી શકે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તે ગ્લુટેન સેન્સિટિવિટી અને સ્થૂળતા જેવી અન્ય પરિસ્થિતિઓને રોકવામાં પણ મદદ કરી શકે છે. શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ તમારું વજન વધારી શકે છે, જેમ કે સફેદ બ્રેડ, પિઝા, બર્ગર, પાસ્તા વગેરે. આ ખોરાક પણ સંતૃપ્તિ પ્રદાન કરતા નથી. વધુમાં, ઘઉં-મુક્ત આહાર પર તમારી કેલરીનું પ્રમાણ ઘટશે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વધારે પડતા ઘઉં ખાવાથી સેલિયાક રોગ થવાનું જોખમ રહેલું છે , એક સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડર(ઓટો ઇમ્યુન કન્ડિશન) નું જોખમ રહે છે, જેમાં ગ્લુટેન (ઘઉંનો પ્રોટીન ઘટક) લેવાથી નાના આંતરડાને નુકસાન થાય છે. જો ડાયેટમાં ઘઉં ના બદલે બાજરી , જુવાર, રાગીનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગ થતો નથી. ઘઉં શરીર ના લોહી માં સાકર નો ઝડપ થી વધારો કરે છે, માત્ર બે રોટલી ,એક મીઠાઈ ના ટુકડા થી પણ વધારે સાકર નું પ્રમાણ લોહી માં વધારે છે. ઘઉંની બનાવટની ભોજન ખાવાં નું છોડે છે ત્યારે વજન ખૂબ ઝડપ થી ઓછું થાય છે .અને પહેલા મહિના માં પેટ અને કમર ની સાઈઝ માં ઘટાડો થયો. યોગ્ય પ્રમાણમાં ઘઉંનો ઉપયોગ ઘણી બિમારીઓથી દૂર રાખે છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!