Connect with us

Amreli

મને અપશબ્દો બોલતા નથી આવડતા, કામ કરતા આવડે છે: કેજરીવાલ

Published

on

અમરેલીમાં અરવિંદ કેજરીવાલનો રોડ-શો, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના ખાતામાં દર મહિને રૂા.1 હજાર સન્માન રાશિ આપવાનો કર્યો વાયદો

આગામી ઐતિહાસિક વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર દસ જ દિવસો બાકી છે. આમ આદમી પાર્ટી વિરોધી પાર્ટીઓને કાંટાની ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દાને લઈને સતત લોકોની વચ્ચે જઈ રહી છે. આજે ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા પાર્ટીની જીત માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ અરવિંદ કેજરીવાલજીએ અમરેલીમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંનાં લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને રૂા.1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને રૂા.1000 જમા કરતા રહીશું.
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને રૂા.15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.

Advertisement
Continue Reading
Advertisement

Amreli

પુત્રના લગ્નની કંકોત્રી આપી પરત ફરતા પિતાનું ખાનગી બસ અડફેટે મોત

Published

on

By

સાવરકુંડલાના બાઢડા નજીકનો બનાવ, પરિવારમાં માતમનો માહોલ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે એક ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં બાઈક ચાલક પોતાની પુત્ર ના લગ્ન ની કંકોત્રી દેવા જતાં સમયે ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.આ બનાવને પગલે પોલીસ તેમજ આગેવાનો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે,બાઢડા અને જાબાળ વચ્ચે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.આ ઘટનામાં બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મોડી રાત્રીના સમયે આ ઘટના બની હતી.પુત્રના લગ્નને 3 દિવસ જેવો સમય બાકી હતી.ત્યારે રમેશભાઈ બગડા તેમના પુત્રના લગ્નની કંકોત્રી વિતરણ કરી રહ્યા હતા.જોકે ત્યારબાદ તે તેના ઘરે આંબરડી પરત ફરી રહ્યા હતા.તેવા સમયે અકસ્માત સર્જાયો હતો અને પિતાએ દીકરીના લગ્નના ત્રણ દિવસ પહેલા જ મોત નો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં માતમ નો માહોલ છવાઈ ગયો હતો.આ બનાવને પગલે સ્થાનિક ડીવાયએસપી,ધારાસભ્ય સહિત નો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને બનાવને લઈને વધુ તપાસ શરુ કરી હતી.

Advertisement
Continue Reading

Amreli

વડિયાથી ખાખરિયા બિસ્માર થયેલા રોડનું રિપેરિંગ કામ કરતું તંત્ર

Published

on

અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળુ જાગ્યું

વડિયાથી ખાખરીયા રોડ પર આવેલ મસ મોટા ખાડાનો અહેવાલ થોડા દિવસ પહેલા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે તંત્ર એ તાબડતોબ હરકતમાં આવી રોડનું કામ શરૂૂ કર્યું
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાથી જીલ્લાને જોડતો મુખ્ય માર્ગ મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો

લોકોને વડિયા થી અમરેલી કુંકાવાવ અને બગસરા જવામા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ના છુટકે વાહન ચાલકો ને વાયા મોરવાડા ખાન ખીજડીયા કરવું પડતું હતું વડીયાથી ખાખરીયા 351 નેશનલ હાઇવે પર રોડ ઓછો અને ખાડા વધારે તેવો ધાટ સર્જાયો હતો જેને લઈને વાહન ચાલકો માટે અકસ્માત થતા હતા અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો છતા તંત્રના પેટનું પાણી હાલતું ન હતું જ્યારે આ અંગે અખબારમાં અહેવાલ પ્રકાશિત થતાની સાથે જ તંત્ર તાબડતોબ હરકતમાં આવ્યું હતું અને વડિયાથી ખાખરીયા સુધીનો રસ્તો તાત્કાલિક બનાવવાનું શરૂૂ કર્યું છે છેલ્લા પાંચેક વર્ષથી વાહન ચાલકો અને સ્થાનિકો રોડની હાલતથી પરેશાન હતા અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી છતા તંત્રના બહેરા કાને સંભળાતી ન હતી ત્યારે થોડા દિવસ પહેલા આ રોડ અંગે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સફાળું તંત્ર જાગ્યું અને રોડ પર ડામરની કામગીરી શરૂૂ કરવામાં આવી ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોને થશે હાશકારો.

Advertisement

Continue Reading

Amreli

સાવરકુંડલાના ધારાસભ્યએ ઘેટા ભરેલી ઈકો કારને ઝડપી લઇ પોલીસ હવાલે કરી

Published

on

પોલીસે ઘેટાને કતલખાને લઇ જવાતા હતા કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરી

સાવરકુંડલાના ધારાસભ્ય એક્શન મોડ માં આવ્યા સાવરકુંડલા થી સીમરન પ્રવાસમાં જતા સમયે સિમરન નજીક 11 ઘેટા ભરેલી એક જાણ કરી હતી. બપોરના ત્રણ કલાકના સમયની આસપાસ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને તેમની ટીમ સાથે સીમરણના કાર્યક્રમમાં જઈ રહ્યા હોય રસ્તામાંથી શંકાસ્પદ એક ઇકોગાડી કે જે ગાડીને ફરતા પડદા રાખવામાં આવ્યા છે અને અંદર 11 જેટલા ઘેટાં ભરેલા છે તેમને ઉભી રાખી તપાસ કરી અને તાત્કાલિક સાવરકુંડલા પોલીસને જાણ કરી અને સાવરકુંડલા પીઆઇ સોની પહોંચી ગયા અને ઇકો ગાડી લષ 14 એકે 06 18 નંબરની તેમજ ડ્રાઇવર જુનેદ ભાઈ ઈશાકભાઈ માંડલિયા રહેવાથી અમરેલી અને ઘેટાં વેચાતા લઈ જનાર આમિરભાઈ અલીભાઈ માંડલિયા રહેવાથી અમરેલીને મુદા માલ સાથે સાવરકુંડલા રૂૂલર પોલીસમાં લાવવામાં આવ્યા પ્રાથમિક પૂછપરછમાં આ ઘેટા નટુભાઈ ભરવાડ નામની કોઈ વ્યક્તિ પાસેથી વેચાતા લીધા હોવા નું જણાવ્યું છે અને તેઓ ઘેટાનો જ વેપાર કરે છે તેવું પણ જણાવી રહ્યા હતા ત્યારે પોલીસે આ ઘેટા ખરેખર કતલખાને લઈ જવામાં આવતા હતા કે વેપાર કરે છે તેમજ નટુભાઈ ભરવાડ પાસેથી પણ કેટલીક માહિતી અને જવાબો લેવા ની તજવીજ અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે આ ઘટનાથી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન થયું છે અને જીવ દયા પ્રેમીમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છેે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ