Surendranagar
મતદાર ઓળખકાર્ડ ન હોય તો વૈકલ્પિક દસ્તાવેજ રજુ કરી મતદાન કરી શકાશે
Published
2 months agoon
By
ગુજરાત મિરર
મતદાન વધે અને કોઈ મતદાનથી વંચિત ન રહે તે માટે ચુંટણી પંચની માર્ગદર્શિકા જાહેર
વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 માટે ભારતના ચુંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર સુરેન્દ્રનગર જીલ્લામાં તા.1ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. ચુંટણી કાયદા હેઠળ મતદાન માટે આવતા તમામ મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરવાના હોય છે.
જો કોઈ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (ઊઙઈંઈ) રજુ ન કરી શકે તો તેમાં વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી શકે છે.
ચુંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્પિક દસ્તાવેજોમાં આધારકાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવેલ જોબકાર્ડ, બેંક અને પોસ્ટ ઓફીસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (ગઙછ) સ્કીમ હેઠળ છૠઈં દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર સાહસો અથવા પબ્લીકલીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેનાં ઓળખકાર્ડ અને સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ યુનિટ ડીસેબેલિટી આઈ.ડી કાર્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓવરસીઝ મતદાર તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજુ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. જીલ્લામાં વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 સંદર્ભે તા. 1 ડિસેમ્બરના રો જ યોજાનાર મતદાન સમયે મતદાન મથકે મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ ના કરી શકે તો ઉપરોક્ત દસ્તાવેજી પુરાવાઓની આ વધારાની સવલત ચુંટણી પંચે આપેલ છે, જે રજુ કરી મતદાર મતદાન કરી શકશે તેમ યાદીમાં જણાવાયુ છે.
You may like
Ahmedabad
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
Published
10 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે
આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે
વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે
Surendranagar
વાંકાનેર પાસેથી 13.62 લાખનું એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
રાજસ્થ્ાાનીએ ભાડે રાખેલી ઓરડીમાંથી વાહનમાં વપરાતું ડુપ્લિકેટ કેમિકલ પણ મળી આવ્યું: બે અલગ અલગ ગુના નોંધાયા: એલ.સી.બી.ને મળી સફળતા
ગુજરાત મિરર, રાજકોટ, તા.28
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં રૂમ ભાડે રાખીને રહેતા રાજસ્થાની શખ્સ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની ચોકકસ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડી 13.62 લાખનું એમ.ડી. ડ્રગ્સ ઝડપી લીધા બાદ તપાસ કરતા અન્ય રૂમમાંથી વાહનોમાં વપરાતુ નકલી કેમીકલ બનાવવાનું કૌભાડ મળી આવતા પોલીસે અલગ-અલગ બે ગુના નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ મોરબી એસ.સી.બી. આઇ દિપક ઢોલનને મળેલી ચોકકસ બાતમીના આધારે પોલીસ કાફલો વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ આદીત્યરાજ ફેકટરીના રૂમમાં ત્રાટકયો હતો.
ફેકટરીમાં છેલ્લા બે માસથી ત્રણ રૂમ ભાડે રાખીને રહેતા મુળ રાજસ્થાન બાડમેરના ઓમ પ્રકાશ હનુમાનરામ જાઠના રૂમમની જડતી લેતા તેમાંથી રૂા.13.62 લાખની કિંમતનું 136.20 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ અંગે એફ.એસ. એલને જાણ કરતા તેના અભિપ્રાય બાદ આરોપી સામે નાર્કીટીકસ એકટ હેઠળ ગુનો નોંધી એમ.ડી. ડ્રગ્સ, વજન કાંટો, મોબાઇલ અને રોકડ મળી કુલ 14.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસે ડ્રગ્સની કાર્યવાહી દરમિયાન ઓમપ્રકાશ જાટે ભાડે રાખેલા અન્ય બે રૂમની પણ જડતી લેતા પોલીસ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી. આરોપી ડ્રગ્સની સાથે અન્ય રૂમમાં વાહનોમાં વપરાતુ કેમીકલ પણ મળી આવ્યું હતું.
પોલીસની તપાસમાં અન્ય રૂમમાંથી 20 લીટરના 99 કેમીકલ ભરેલા કેરબા મળી આવતા 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાની શખ્સ સામે ડુપ્લીકેટ કેમીકલનો અલગથી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાની શખ્સની પુછપરછમાં પોતે ડ્રગ્સનો બંધાણી હોવાનું અને એમ.ડી. ડ્રગ્સ રાજસ્થાનથી લાવીને વેચાણ કરતો હોવાની કબુલાત આપી છે.
આ કામગીરી એલ.સી.બી. પી.આઈ. દીપક ઢોલ, પીએસઆઈ કે.જે. ચૌહાણ, અને એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા, નંદલાલ વરમોરા અને સુરેશ હુંબલ સહિતના સ્ટાફે કરી હતી.
Surendranagar
સુરેન્દ્રનગરમાં યુવાન ઉપર 9 શખ્સોનો છરી, પાઈપથી હુમલો
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની પાસે તાપણું કરી રહેલા યુવાન ઉપર નવ શખ્સોએ હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગેની નવ શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળ આવેલા મિયાણા વાડ ખાતે યાકુબખાન કાળુખાન પઠાણ નામનો શખ્સ તાપણું કરી રહ્યો હતો.
અગાઉના મન દુ:ખના કારણે નવ જેટલા શખ્સો કાળો ફતે મહંમદ સદામૈયા સુજાન અબ્બાસ સહિતના નવ શખ્સોએ ભેગા મળી અને આ યુવાન ઉપર ઘાતકી હુમલો કર્યો હતો.
યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અસરે તેને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
