Connect with us

Editor's Choice

મતદારોના નિરુત્સાહ, ઉદાસીનતા વચ્ચે ગુજરાતની ચૂંટણીમાં મુદ્દાનો અભાવ કઈ વાતનો સંકેત?

Published

on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે પણ ચૂંટણીનો માહોલ જોઈએ એવો જામતો નથી. કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન છે એ જોતાં પહેલા તબક્કાના મતદાન આડે તો 10 દિવસ પણ રહ્યા નથી છતાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે એવી કોઈ ધમાધમી દેખાતી નથી. સામાન્ય લોકોમાં ચૂંટણીની ચર્ચા છે ખરી પણ સામાન્ય લોકોમાં ચૂંટણીમાં સક્રિય થવાનો ઉત્સાહ દેખાતો નથી. ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના ભાજપના દિગ્ગજ નેતા તો ઉતરી જ પડ્યા છે પણ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતા પણ મેદાનમાં છે. બલ્કે કેજરીવાલ તો છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં જ ધામા નાંખીને પડ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લાંબા સમયથી ગુજરાતમાં ધામા નાંખીને પડ્યા છે. અસદુદ્દીન ઓવૈસી સહિતના બીજા નેતા પણ ગુજરાતમાં અત્યંત સક્રિય હોવા છતાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય એવું લાગતું જ નથી.બીજી એક આશ્ર્ચર્યજનક વાત એ છે કે, વિધાનસભાની ચૂંટણી ગુજરાતની છે પણ ગુજરાતને લગતા મુદ્દા ક્યાંય દેખાતા જ નથી. ભાજપ ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી સત્તામાં છે એ જોતાં ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો જ ગુજરાતમાં કરેલાં વિકાસના કામોનો હોવો જોઈએ પણ તેના બદલે ભાજપના નેતા બીજી બધી વાતો જ કરે છે. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે આતંકવાદનો કઈ રીતે સફાયો કર્યો ત્યાંથી માંડીને મોદીના શાસનમાં વિશ્ર્વમાં ભારતનો કેવો ડંકો વાગી રહ્યો છે ત્યાં સુધીની વાતો ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ તો દિલ્હીમાં થયેલી શ્રદ્ધાની હત્યાનો મુદ્દો પણ ઉઠાવી દીધો પણ ગુજરાતના સ્થાનિક મુદ્દા હાવી નથી. રાહુલ ગાંધી મેધા પાટકર સાથે ભારત જોડો યાત્રામાં ચાલ્યા તેનો મુદ્દો ગાજી રહ્યો છે પણ સૌરાષ્ટ્રમાં બહેન-દીકરીઓએ બેડાં લઈને હજુય પાણી ભરવા જવું પડે છે કે શહેરોમાં આખા શરીરના સાંધા ઢીલા થઈ જાય એવા ખરાબ રોડ છે તેના મુદ્દાની વાત નથી.ભાજપ તો અંદરખાને એ જ તેના જૂના હિંદુત્વના મુદ્દાને જ ચગાવી રહ્યો છે. કેજરીવાલ હિંદુ વિરોધી છે ને ભાજપ શાસનમાં નહીં હોય તો મુસ્લિમો ગુજરાત પર હાવી થઈ જશે એવા મુદ્દાઓનો સોશિયલ મીડિયા પર મારો ચાલી રહ્યો છે. કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવીને કેજરુદ્દીન ગણાવીને હિદું વિરોધી ચિતરવાનો ખેલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આમ તો ભાજપ માટે ગુજરાતમાં વરસોથી ચૂંટણીમાં કોઈ મુદ્દો જ નથી હોતો અને આ વખતે પણ કોઈ મુદ્દો નથી. મોદી ગુજરાતના રાજકારણ પર બે દાયકાથી છવાયેલા છે ને ભાજપ તેમના નામે જ લડે છે ને અત્યારે પણ એ જ કરી રહ્યો છે. ભાજપ 27 વર્ષથી સત્તામાં હોવા છતાં ગુજરાતમાં પોતે શું કર્યું તેની વાત પર વધારે ભાર મૂકવો પડે એ શરમજનક કહેવાય પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે ભાજપની નિષ્ફળતા પર જોર આપવાના બદલે જુદાં જ વાજાં વગાડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અપનાવેલા શિક્ષણ અને આરોગ્યના મોડલનો ગુજરાતમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. બલ્કે આખા દેશમાં અરવિંદ કેજરીવાલ તેની જ વાત કરે છે.
આ વચનો અને ગેરંટીઓના કારણે ગુજરાતમાં મીડિયામાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે પણ હજુ સુધી સામાન્ય લોકોમાં ચૂંટણીનો ઉત્સાહ દેખાતો નથી. રાષ્ટ્રીય નેતાઓના રોડ શો, જાહેરસભાઓ વગેરે થાય છે પણ તેમાં જંગી પ્રમાણમાં લોકોની ભીડ ઉમટતી નથી. આ ચૂંટણીનાં પરિણામો શું આવશે એ ખબર નથી પણ આ માહોલ નિરાશાજનક કહેવાય. ચૂંટણી એવો પ્રસંગ છે કે જે વખતે લોકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવાલ કરી શકે છે. ક્યાંક ક્યાંક લોકો સવાલ કરે છે પણ એકંદરે લોકો ખામોશ છે. તેના કારણ એવી છાપ પણ પડી રહી છે કે, ગુજરાતમાં ભાજપતરફી માહોલ છે અને લોકોને ભાજપ સરકાર સામે કોઈ તકલીફ કે ફરિયાદ જ નથી.

Continue Reading
Advertisement

Editor's Choice

ચૂંટણી પંચ સ્વાયત્ત રહે તે માટે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ આવશ્યક

Published

on

ભારતમાં બીજું બધું ખાડે ગયું છે પણ ન્યાયતંત્ર હજુ સાબૂત છે તેનો અહેસાસ સમયાંતરે થયા કરે છે. ન્યાયતંત્રમાં પણ નીચલી કોર્ટોને તો બહુ વખાણવા જેવી નથી પણ હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ હજુય સામાન્ય લોકોનો ન્યાયતંત્ર પર ભરોસો ટકી રહે એ રીતે વર્તે છે. હાઈ કોર્ટો અને સુપ્રીમ કોર્ટ હજુય સરકારનો કાન આમળે છે ને તેની સામે સવાલ પણ કરીને દેશમાં તંદુરસ્ત લોકશાહીને જાળવવા માટે મથ્યા કરે છે. સુપ્રીમ કોર્ટે આવા જ એક ચુકાદામાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (ઈઊઈ)ની નિમણૂક કઈ રીતે થાય છે તે અંગે સવાલ ઉઠાવ્યા છે. હાલમાં ભારતમાં ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર કે ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટેનાં કોઈ ધારાધોરણ નથી. આ ધારાધોરણ નક્કી કરીને ભવિષ્યમાં કોલેજિયમ સિસ્ટમ હેઠળ ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર કે ચૂંટણી કમિશ્નરની નિમણૂક થવી જોઈએ એવો મુદ્દો ઉપસ્થિત કરીને 23 ઑક્ટોબર, 2018ના રોજ અરજી કરાઈ હતી.
આ અરજીમાં સીબીઆઈના ડાયરેક્ટર, લોકપાલ કે તેના જેવા બીજા હોદ્દા પર માત્ર કેન્દ્ર સરકાર એકપક્ષીય રીતે નિમણૂક નથી કરતી એ રીતે ચૂંટણીપંચના કમિશ્નર કે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક પણ કોલેજિયમ કે બીજી પ્રક્રિયા દ્વારા કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપે એવી માગણી કરાઈ છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ઘણી બધી મહત્ત્વની બાબતો ઉઠાવી છે.
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા મુદ્દે કેટલીક ગંભીર ટીપ્પણી પણ કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, યુપીએ સરકાર હોય કે વર્તમાન સરકાર પણ હવે બંધારણમાં ચૂંટણીપંચમાં નિમણૂક અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી તેનો ગેરલાભ લેવાનો ટ્રેન્ડ બની ગયો છે.
સુપ્રીમ કોર્ટે બીજી ઘણી વાતો કરી છે ને એ બધી માંડી શકાય તેમ નથી પણ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો મુદ્દો ઉઠાવીને રાજકારણીઓની લુચ્ચાઈને છતી કરીને પ્રસંશનીય કામ કર્યું છે તેમાં બેમત નથી. રાજકારણીઓ એવી દલીલ કરતા હોય છે કે, આપણા બંધારણમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક માટે કોઈ કાયદો નથી તેથી સરકાર તેને શ્રેષ્ઠ લાગે તેની નિમણૂક કરે છે. આ દલીલ સાચી નથી કેમ કે બંધારણમાં ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની નિમણૂક કરવા માટે કાયદો બનાવવાની જોગવાઈ છે જ.
સુપ્રીમ કોર્ટ રાજકારણીઓની આ લુચ્ચાઈનો ઉપાય શોધીને ચીફ ઈલેક્શન કમિશનર અને બે ઈલેક્શન કમિશનરની નિમણૂક માટે નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવા કાયદો બનાવવા ફરમાન કરે એ જરૂરી છે. છેલ્લાં કેટલાંય વરસોથી ચૂંટણીપંચ રાજકીય પક્ષોનું ને ખાસ તો સત્તામાં બેઠેલાં લોકોનું કહ્યાગરુ બનીને વર્તે છે. શાસક પક્ષમાં બેઠેલાં લોકોની ગેરબંધારણીય પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરે છે ને તેમને છાવરે છે. તેના કારણે ચૂંટણીપંચની પ્રતિષ્ઠા ધોવાઈ જ ગઈ છે. સીબીઆઈ કે ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓની જેમ ચૂંટણીપંચ પણ સત્તાધીશોનો પાળેલો પોપટ છે એવી માન્યતા દૃઢ બનતી જાય છે.
આ સ્થિતિ બદલવી જરૂરી છે. ચૂંટણીપંચને નિષ્પક્ષ રાખવું હોય તો નિમણૂકના નિયમો બનાવવા જરૂરી છે, બાકી તો કહ્યાગરા ને પાલતું અધિકારીઓ જ ચૂંટણીપંચમાં આવી જશે. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં નિષ્પક્ષ ચૂંટણી સૌથી મહત્ત્વની હોય છે. તેના કારણે જ લોકશાહી ટકે છે તેથી પણ સુપ્રીમ કોર્ટ આદેશ કરે એ જરૂરી છે.
——-

Continue Reading

Editor's Choice

ઈ-કોમર્સની ભૂંડી માયાજાળ: શું તમે પણ છો તેના શિકાર ?

Published

on

સસ્તું જોયું એટલે તૂટી પડવાનું પણ વિચારવાનું નહીં કે, આ મોલવાળા વસ્તુનું મોલ કઈ રીતે નક્કી કરે છે ?

કડવા અનુભવો વચ્ચે પણ લોકોનો ઓનલાઈન શોપિંગનો ક્રેઝ તો ઘટતો જ નથી. શું બુદ્ધિગમ્ય વિચારો આવતા જ નથી?

આજના આધુનિક યુગમાં કોઈ ઓનલાઇન ન હોય તો એ અભળાઈ ગયેલો હોય તેવી નજરે નેટિઝન્સ તેની સામે જુઓ. અને જો ખરીદી ન કરે તો ખખડાવી નાંખે. જાણે દેશના વિકાસમાં તેનું કંઈ યોગદાન જ નથી. પણ ચિત્ર સાવ અવળું અને અવળચંડુ છે. લોકો હોંશે હોંશે બિગ બઝાર, ડી-માર્ટ અને રિલાયન્સ મોલમાં ડિસ્કાઉન્ટના નામે જીવન જરૂૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા પહોંચે પરંતુ લિસ્ટ લોસ્ટ થઈ ગયું હોય તેમ હેથકની ખરીદી કરી લે અને ઘર ભરી દે, સસ્તું જોયું એટલે તૂટી પડવાનું, વિચારવાનું નહીં કે, આ મોલવાળા વસ્તુનું મોલ કઈ રીતે નક્કી કરે છે ? તેને આટલું સસ્તું પોસાય છે કેમ ? ઓનલાઈન સેલને પગલે લોકો આકર્ષાય છે પણ સરવાળે મોંઘું જ પડતું હોય છે. મોલમાં ખરીદી કરવા જનાર વ્યકિત અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોવાથી મોલ માલિકોને તો ફાયદો થાય છે પરંતુ ગ્રાહકનું આર્થિક બજેટ ખોરવાય છે.
હજુ મોલના યુગનો અસ્તાચળ થાય એ પહેલા તો ફ્લિપ થતી ફ્લિપકાર્ટ, અમેઝોનના જંગલ સમી ઘનઘોર અમેઝોન, આંખને આજી દે એવી આજીઓ, ફોનના ટચુકડા સ્નેપની જેમ સ્નેપડીલ, જિંદગીભર જીવવાની વાતો કરતી જિયો અને પાડોશના માસીની જેમ મિશો જેવી ઈ-કોમર્સ કંપનીઓ માર્કેટને ગળી ગઈ. આ કંપનીમાં એટલી પ્રોડક્ટની વિરાટ આકાશગંગા છે, આજે પેન્સિલથી લઈને પ્લેનના પાર્ટ્સ આ વેબસાઈટમાં મળે છે. એ પણ 50% ઓફમાં, એટલે કોની દાઢ ન ડળકે? જયારે શોપિંગ મોલ બન્યા ત્યારે દુકાનદાર જાણે દેવાદાર થઈ ગયા હોય તેમ નગુણા બનીને સરકાર પર તૂટી પડ્યા હતા. વિરોધ એટલે જ હતો કે જો મોલમાં આખું માકેટ સમાય જાય, તો દુકાનમાં શું કરવાનું? શું વેચવાનું? ગ્રાહકોને આકર્ષવા ક્યા ગ્રહોને રાજી કરવા? આ ઘટના 2006ની છે, એ સમયે મોબાઈલ વનજી યુગમાં પાપાપગલી કરતો હતો. આટલા વર્ષોમાં મોબાઈલને ફાઈવજીની પાંખ મળી ગઈ છે. એટલે હવે તો દુકાનદારોને પણ શું કરવું તેનો વિકલ્પ મળી ગયો છે. રાજકોટમાં તો શું વાત કરવી બપોર 2થી 4 સદંતર હડતાળ, કામ નહીં અને કામનું નામ નહીં,પાછા દુકાનદારોના રોદણાં પણ શરુ કે, ઓનલાઇન બધું મળે છે! ખરીદી કરવા ક્યાં કોઈ આવે છે? પણ જયારે ગ્રાહકને કંઈ ખરીદવું હોય તો વસ્તુ ન વેચવાની ટણી તો જતી નથી. આમાં મંદી ક્યાંથી દૂર થાય?
કડવા અનુભવો વચ્ચે પણ લોકોનો ઓનલાઈન શોપિંગનો ક્રેઝ તો ઘટતો જ નથી. અખબારો ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓથી ઉભરાઈ જાય તો પણ લોકો અંધ અને દિગ્મૂઢ બનીને ઓનલાઇન ખરીદી ચાલુ જ રાખે, તેનાથી એક જ કંપનીની શેર, માર્કેટ પર કબ્જો કરવા માંડે અને સમય જતા શેર એટલા મોંઘા થઈ જાય કે તેઓ ઈચ્છે તેટલી વસ્તુઓને સોંઘી કરીને વેચી શકે. પણ આવું ધ્યાન આપે કોણ? વિચારોમાં નવોન્મેષનું નામોનિશાન મટી ગયું છે. પહેલા ઓફલાઈન ખરીદી કરવા જતા તો દુકાન દારને તતડાવી નાંખતા હવે ઓનલાઇન શાકભાજી મંગાવ્યા હોય અને તેમાં સડેલા મૂળા નીકળે તો સોશિયલ મીડિયાને ગજાવી નાંખે!! પણ તેનાથી આ વેપાર અટક્યો? અટકશે પણ નહીં કારણ કે આ મુદ્દો દ્વિપક્ષીય છે. કારણ કે આ મુદ્દો દ્વિપક્ષીય છે. ગ્રાહક આંખ ખોલે તો પરિવર્તન આવે ને!
ઈ-કોમર્સ કંપનીઓના માલિકો તો એટલા ચબરાક છે કે જેવા તેમને વળતાં પાણી થવાના એંધાણ દેખાય એટલે સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી કરી નાંખે. અને એવું જાહેર કરે કે ઓનલાઇન માર્કેટમાં ચીજ વસ્તુઓની કમી વર્તાઈ છે અસલમાં આ કૃત્રિમ અછત ઉભી કરીને બહોળા વેપારી વર્ગને પોતાની સાથે જોડી દે અને તેમની ચીજોને પણ ઓનલાઇન વેચવા માટે સમજાવી બોટલમાં ઉતારી દે, હવે ખરીદીમાં ગડબડ થાય તો ગ્રાહક અને વેપારીને ભીડવી દે અને આરામથી પોતાનો ધંધો ચલાવે. સરકાર આ બાબતે ગંભીર થવું જરૂૂરી છે. ઈ-કોમર્સ કંપનીઓ માટે એવા કડક કાયદાઓનું નિર્માણ કરવું જોઈએ જેથી છેતરપિંડીના કિસ્સામાં ન્યાય મળી શકે અને કંપનીને પણ બોધપાઠ મળે. પણ સરકાર ખુદ પ્રજાની જેમ નવા કાયદા બહાર પાડવા બાબતે અવઢવમાં છે. જયારે ગુંચવણો ખુલશે ત્યારે આપોઆપ આ ફુગ્ગો ફૂટી જશે અને ઓનલાઇન બજારની અનિષ્ટ અસરોથી સૌ કોઈ વાકેફ થશે.

Advertisement

Continue Reading

Editor's Choice

પાક. કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવાની વાત નારો ન રહે તે જરૂરી

Published

on

ભારતમાં રાજકારણીઓને ચૂંટણી વખતે જ પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (ઙજ્ઞઊં) યાદ આવે છે પણ ભારતીય લશ્કર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (ઙજ્ઞઊં)ને ભૂલતું નથી. ચૂંટણી વખતે રાજકારણીઓ ભારતીય લશ્કર પીઓકેને પાચું લેવાના હોંકારાપડકારા કરે છે પણ પછી ઘરે જઈને ગોદડું ઓઢીને સૂઈ જાય છે. હમણાં હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રચાર વખતે કાંગડામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક રેલીને સંબોધતાં પીઓકેનો મુદ્દો ઉખેળેલો. રાજકીય રેલીમાં કોઈ નેતાના નામના નારા લાગે કે બીજું કંઈ થાય એ બધું સ્ક્રીપ્ટેડ હોય છે. એવી પહેલાંથી લખાયેલી સ્ક્રીપ્ટ પ્રમાણે લોકોએ નારા લગાવેલા કે, હવે પીઓકે પણ ભારતમાં જોઈએ. રાજનાથસિંહે જાણે મોલમાંથી ચોકલેટ લઈ આવવાના હોય એ રીતે કહી દીધું કે, ધીરજ રાખો, બહુ જલદી પીઓકે લઈ લઈશું. હિમાચલમાં મતદાન પણ પતી ગયું ને રાજનાથ પીઓકેને ભૂલીને ઘરે બેઠા છે પણ ભારતીય લશ્કર નથી ભૂલ્યું. ભારતીય લશ્કરના નોર્ધન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હુંકાર કર્યો છે કે, ભારતીય લશ્કર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આંચકી લેવા તેયાર બેઠું છે ને ભારત સરકાર જ્યારે આદેશ આપશે ત્યારે ભારતીય લશ્કર તૂટી પડશે. પીઓકે ભારતનું જ છે ને તેને પાછું લેવાનો ભારતીય સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ભારતીય લશ્કર કેન્દ્ર સરકારના દરેક આદેશના પાલન માટે તૈયાર છે તેથી જ્યારે પણ સરકાર આદેશ આપશે ત્યારે લશ્કર સંપૂર્ણ તૈયારી સાથે તૂટી પડશે એવો હુંકાર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કર્યો છે. પાકિસ્તાન પીઓકેનો ઉપયોગ ભારતમાં આતંકવાદીઓને મોકલવા કરે છે. પાકિસ્તાન માટે પીઓકે લોંચ પેડ છે અને અત્યારે લોંચ પેડ પર લગભગ 160 આતંકી ભારતમાં ઘૂસવા તૈયાર બેઠા છે એવા અહેવાલ છે. બલ્કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જ આ દાવો કર્યો છે. પાકિસ્તાન દરરોજ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો કરે છે ને ભારતીય લશ્કર તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. અત્યારે ભારતીય લશ્કર આતંકવાદીઓ અને દાણચોરો બંનેને મારી રહ્યું છે તેથી ભારત પર ખતરો નથી પણ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીઓકે પર આક્રમણનો મુદ્દો કેમ છેડવો પડ્યો એ સમજવા જેવું છે. ભારતીય લશ્કર પોતાની ફરજ સારી રીતે બજાવી રહ્યું છે પણ આ રીતે સતત લડાઈ લડવી લશ્કરને ના પરવડે કેમ કે તેમાં ભારતીય જવાનો પણ માર્યા જાય છે. ભારતીય લશ્કરે જંગી પ્રમાણમાં દારૂૂગોળો ને બીજાં સંશાધનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત સતત સતર્ક પણ રહેવું પડે છે ને તેના કારણે લશ્કર ને કંટાળો આવી રહ્યો છે. લશ્કરમાં એવી પ્રબળ માન્યતા છે કે, આ મુદ્દાનો કાયમી ઉકેલ લાવી દેવો જોઈએ અને પીઓકે પર કબજો કરીને કાયમ માટે કંકાસ બંધ કરી દેવો જોઈએ. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આડકતરી રીતે આ જ સૂચન કર્યું છે.ભારતીય લશ્કરે પહેલાં પણ આ સૂચન કર્યું છે પણ કમનસીબે આપણા શાસકો એ હિંમત બતાવી શકતા નથી. દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સપનું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારતમાં ભેળવીને અખંડ કાશ્મીર પર ભારતનો કબજો કરવાનું હતું. જનરલ રાવતે ભારતના સત્તાધીશોને પીઓકે પર કબજો કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવા બહુ પાણી ચડાવ્યું હતું પણ કમનસીબે તેમના પ્રયત્નો સફળ ના થયા.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ