Connect with us

Bhavnagar

ભાવનગર શહેરમાં આઠ દીકરીનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાઇ ગયો

Published

on

ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીત આજે સાંપ્રત સમયે પણ ભારતીય યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે. કન્નડ ભાષામાં રંગ પ્રવેશ, તેલુગુ ભાષામાં રંગ પ્રવેશમ અને તમિલ અને મલયાલમ ભાષામાં આરંગેત્રમ તરીકે જાણીતા નૃત્યની ઉત્પતિ મંદિરની દેવદાસી નૃત્ય પરંપરામાં જોવા મળે છે.આરંગેત્રમ એ ભારતીય કલાસિકલ ડાન્સનાં વિદ્યાર્થીનું મંચ પરનું પ્રથમ પ્રદર્શન હોય છે, જે વર્ષોના પ્રશિક્ષણ બાદ થતું હોય છે અને આરંગેત્રમનાં વિદ્યાર્થીએ રજૂ કરવું જરૂૂરી હોય છે. ત્યાર બાદ તે વિદ્યાર્થી સ્વયં નૃત્ય કરવા અને નૃત્ય શીખવા ઈચ્છતા લોકોને તાલીમ આપવા સજ્જ બને છે.
ભાવનગર ખાતે તા.19-11-2022નાં રોજ ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે એકી સાથે આઠ જેટલી દીકરીઓ આયુષી નિશાંત ભાઈ વિસાણી, શ્રી લક્ષ્મી નાયર, કેયા ગોહેલ, શિલ્પીકા કર્માંકર, પુષ્ટિ ધોળકિયા, ધ્રુવા શિલુ, માનસી મંદાની, હિમલ શિલુનો આરંગેત્રમ કાર્યક્રમ નૃત્ય એકેડેમી ઓફ ડાન્સ દ્વારા અને ગુરુ હર્ષાબેન શુક્લાનાં માર્ગદર્શન અને ડો. કાનન શ્રીનિવાસન, પુ. આનંદ બાવાના અતિથિ વિશેષ પદે તથા શ્રી, આર્કિટેક રજનીકાંત મચ્છર, ડો. આનંદ ઘોઘાવાલા, ડો. નરેશ ગોહેલ, એસ. એન. ડી. ટી. મહિલા કોલેજના પ્રિન્સીપાલ સ્મિતાબેન નાથાણી, ડો. આર. ડી. ઓઠા, કમલેશભાઈ ચૌહાણ(તળાજા) સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિ માં યોજાયો હતો. આ કાર્યક્રમને લઈને શહેરના કલા રસિકોમાં ભારે ખુશીની લહેર પ્રસરી હતી.

Continue Reading
Advertisement

Bhavnagar

વિવાદ વગર સંવાદ કરીએ તો તેનું સમાધાન મળે : મોરારિબાપુ

Published

on

ગીતાજી પ્રાગટય સ્થલી કુરુક્ષેત્રમાં મુખ્યમંત્રી સહિતની હાજરીમાં માનસ ગીતા કથાનો પ્રારંભ

હરિયાણાના કુરુક્ષેત્રમાં કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનું પ્રાગટ્ય થયું હતું તે પવિત્ર સ્થળે પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગીતા’નો તા.19- 11- 22 ના રોજ પ્રારંભ થયો.
કુરુક્ષેત્રના બ્રહ્મસરોવર ખાતે ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજના અનુગ્રહથી આ સમગ્ર કાર્યક્રમ અને અષ્ટાદસ દિવસીય ગીતા જયંતી મહોત્સવનો આરંભ થયો છે. તેના ભાગરૂપે આરામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે વર્ષો પહેલાં મને બાપુની કથા સાંભળવાનો અવસર ફરીદાબાદમાં મળ્યો હતો. અને આજે અહીં ફરી કુરુક્ષેત્રમાં આ અવસર પ્રાપ્ત થઈ રહ્યોં છે. રાજનીતિમાં પણ રામકથા કર્તવ્ય પર ધ્યાન આપવાનું સૂચવે છે.તથા વધુમાં વધુ માનવજાતની સેવા કરવા માટેનો સુંદર સંદેશ આપે છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાજીએ કહ્યું કે હું આ પ્રકારના અવસરોમાં પ્રસંગોમાં આવવા માટે લાલાઈત હોઉ છું. આપણાં દેશના નવ જવાનોને આ પ્રકારના આયોજનો જીવનનો સંદેશ આપે છે. બાપુ સમગ્ર દુનિયાને જીવન આપવાનું સુંદર કામ કરી રહ્યાં છે.
રામકથાનું દીપ પ્રાગટ્યથી મંગલાચરણ કરી અને જ્ઞાનાનંદજી મહારાજે કહ્યું કે બાપુમાં બધાં જ વિશેષણો, ઉપમાઓ સમાહિત છે.બાપુની આનબાન અને શાન એ રામચરિત માનસ છે.આજે એવો સુયોગ છે જ્યાં 5,159 વર્ષ પૂર્વે જ્યાં ગીતાજીનું પ્રાગટ્ય થયું છે. તેનાં 13 વર્ષ પછી આ માનસકથાનો સુભગ સમન્વય થઈ રહ્યો છે.તેનો આનંદ વ્યક્ત કરીએ છીએ.
મોરારીબાપુએ પોતાની વાણીને પુનિત કરતાં કહ્યું કે ગીતાનો આરંભ સંશય છે, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પર ગુરુકૃપાથી ઘણું બોલ્યો છુ્ં અનસુયાગીતા, રામગીતા, લક્ષ્મણગીતા વગેરે ગીતા પર બોલવાનું અવસર પ્રાપ્ત થયો છે. માનવ સ્વયંગીતા છે, ગીતા અનંત છે. જ્યારે કોઈ વિશાદ હોય ત્યારે તેમાં વિવાદ વગર સંવાદ કરીએ તો તેનું સમાધાન મળે. આજે આ ભૂમિ પર ફરી એકવાર ગીતા પર વાત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, તેનો રાજીપો છે.આ કથાની બીજ પંક્તિ રામ રામાનુજમાથી પંસદ કરેલી છે.
ગીતા જ્ઞાન સંસ્થાના મહામંડલેશ્વર ગીતામનીષી જ્ઞાનનંદજી મહારાજ ઉપરાંત પુ. રમણ રેતીજી,પુ. શુભકૃષ્ણ મદાસજી મહારાજ, મલુકપીઠાધિશ્વરજી મહારાજ, સાસંદ નાયબ શ્રેણીજી, ધારાસભ્યો વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતાં.કથા શ્રવણ કરનાર વિશાળ શ્રોતાવર્ગ ઉપસ્થિત હતો.

Advertisement
Continue Reading

Bhavnagar

મહુવામાં વેપારી પાસેથી 99 લાખ રોકડા પકડાયા

Published

on

ચૂંટણી સાથે કઇ લેવા-દેવા નહીં હોવાનું સોગંદનામું

ભાવનગર જિલ્લાના મહુવા વિધાનસભા વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કોવોડ ટીમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ભાવનગર દ્રારા બાતમી મળતા કુલ 3 ફ્લાઈંગ સ્કોવોડ ટીમ મહુવાની ફાતિમા સોસાયટીમાં પહોંચી સ્થળને કોર્ડન કરી નજર રાખી તુરંત પોલીસ બંદોબસ્ત મંગાવ્યો . સાથે જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ સ્થળે પહોંચી જતા પોલીસ અને ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા સયુંકત રીતે કુલ 3 જગ્યાઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને કુલ 99 , 00,220 ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે .જે વ્યક્તિઓ પાસેથી સદર જપ્ત કરાયેલ છે તેઓએ સદર રકમ ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી તેવું પંચનામાં જણાવેલ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ ફાતેમા સોસાયટી માં બ્લોક નં.30 અને બ્લોક નં.77 માં પૂર્વ બાતમીના આધારે ચૂંટણી પંચ અને મહુવા પોલીસ સ્ટેશનના ડી. વાય.એસ.પી. તથા પોલીસ સ્ટાફના કાફલા સાથે રેડ કરતા બંને બ્લોકના માલિક ફાતેમા સોસાયટીમાં રહેતા અને નવા બસ સ્ટેન્ડ નજીક આનંદ ધન કોમ્પલેક્સમાં પાન સોપારીનો વેપાર કરતા અમંન ટ્રેડિંગના માલિક અંજુભાઈ પંજવાની અને ફિરોઝ પંજવાણીના કબજામાંથી રૂૂ. 99 લાખ રોકડા અને અન્ય બેનામી વહીવટ મળી આવતા ચૂંટણી પંચ દ્વારા કબજે લઈ આ રકમ ક્યાંથી આવી અને ક્યાં ઉપયોગમાં લેવાની હતી તે બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Continue Reading

Bhavnagar

ભાવનગરના નારી ગામે ઢાળા નજીકથી ટ્રકમાંથી 144 બોટલ દારૂ સાથે 4 ઝડપાયા

Published

on

વરતેજ પોલીસે ભાવનગર-મુંબઈના ચાર શખ્સને ઝડપી લઈ રૂા.5.57 લાખનો મુદ્ામાલ કબજે કર્યો

ભાવનગરના નારી ગામ નજીક આવેલ સતનામ ઢાબા પાસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ભાવનગર અને મુંબઈના ચાર શખ્સોને વરતેજ પોલીસે ઝડપી લઇ રૂા.5.57 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ વરતેજ પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નારી ગામ નજીક આવેલ સતનામ ઢાબા પાસે સફેદ કલરના અશોક લેલેન્ડ ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા વરતેજ પોલીસે બાતમીવાળા ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની 144 બોટલ કિ. રૂા.28,080 મળી આવી હતી.
વરતેજ પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો, અશોક લેલેન્ડ ટ્રક, મોટરસાયકલ, મોબાઈલ મળી કુલ રૂા.5,57,580ના મુદ્દામાલ સાથે મુંબઈના શંકરપ્રસાદ અશોક યાદવ, આશિષ શંકરપ્રસાદ યાદવ અને દારૂનો જથ્થો લેવા આવેલા ભાવનગરના શંકર પ્રભુભાઈ બારૈયા અને રાકેશ વિજયભાઈ પઢીયારને હસ્તગત કરી તમામ વિરુદ્ધ રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

Editor's Choice10 mins ago

સરકારી તંત્રના છબરડાં મહાન, આધાર કાર્ડમાં સની લિયોની-પરીક્ષામાં આલિયા?

Breaking News12 hours ago

સુદામા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની જનતાને મારા જય શ્રી કૃષ્ણ : યોગી આદિત્યનાથ

Election13 hours ago

ગુજરાત વિધાનસભા ચૂંટણી : સરકારના નિર્ણયોના કારણે નાના- મધ્યમ ઉદ્યોગો પડી ભાંગ્યા,રાજકોટની સભામાં રાહુલ ગાંધીનો પ્રહાર

Breaking News13 hours ago

ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને એર સુવિધા સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવું નહિ પડે,આજે મધરાતથી અમલ

Breaking News14 hours ago

શ્રદ્ધા હત્યા કેસ : દિલ્હી પોલીસને આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા પરવાનગી મળી

Breaking News14 hours ago

ગુજરાત હાઈકોર્ટ : જજના ટ્રાન્સફરને લઈને CJIને મળ્યું વકીલોનું પ્રતિનિધિમંડળ,હડતાળ પર ન જવાસ્ટિસ ચંદ્રચુડે આપી સલાહ

More સ્પોર્ટસ