Connect with us

Bhavnagar

ભાવનગરમાં પરીક્ષામાં ABVPનો ઉપપ્રમુખ મોબાઈલ સાથે પકડાયો

Published

on

ચોરી કરતો હોવાનો આક્ષેપ; પગલા નહીં લેવાય તો આંદોલનની ચીમકી

મહારાજા કૃષ્યુણકુમારસિંહ ભાવનગર યુનિ.ની ચાલી રહેલી પરીક્ષામાં શામળદાસ કોલેજનો વિદ્યાર્થી અને ભાવનગર યુનિ.માં એ. બી. વી. પી. નો ઉપપ્રમુખ ભટ્ટી ધાર્મિક રાજ્યશાસ્ત્ર વિષયમાં બપોરના 12 થી 2 ના સેશન માં ફોન સાથે ચોરી કરતા પકડાયો હતો તેવો આક્ષેપ એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે કરીને જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી છે જ્યારે એબીવિપીએ જણાવ્યું હતુ કે પરીક્ષાર્થીના ખિસ્સામાં ફોન રહી ગયો હતો અને સેન્ટરમાં પ્રવેશતા તેણે ફોન પરત કરી દીધો હતો બાદમાં પેપર લખ્યું હતુ.

આ પરીક્ષાર્થી ફોન સાથે ઝડપાયો છતાં પણ યુનિ.ના પરીક્ષાના કર્મચારીઓ દ્વારા તેનો ફોન પાછો આપી દેવામાં આવ્યો અને વહાલા દવલાની નીતિ અપનાવી આ બાબતે એન એસ યુ આઈ અને યુવક કોંગ્રેસ ઉગ્ર રજૂઆત કરશે અને આ કર્મચારી પર પગલાં લેવાની માંગ કરવામાં આવશે અને યુનિ. દ્વારા જો પગલાં લેવામાં નહિ આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપસિંહ ગોહિલ અને એન એસ યુ આઈના ગિરિરાજસિંહ વાળાએ ચીમકી આપી છે.

Advertisement

દરમિયાનમાં ભાવનગર એબીવિપીએ જણાવ્યુ઼ં હતુ કે આ મામલામાં પરીક્ષાર્થી સેન્ટરમાં ગયા ત્યારે ખિસ્સામાં મોબાઇલ ફોન રહી ગયેલો તે સુપરવાઇઝરને આપી દીધો હતો અને તે ફોન સાથે લઇને પેપર લખતા ન હતા પણ બાદમાં કોઇએ પૂછ્યું તો ફોન કોનો છે તો જણાવ્યું હતુ કે આ ફોન ધાર્મિક ભટ્ટીનો છે તેમ જણાવી ઘટનાનો બચાવ કર્યો હતો.

Continue Reading
Advertisement

Bhavnagar

પૂ.મોરારિબાપુ દ્વારા વૈષ્ણોદેવીમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોને સહાય

Published

on

મૃતકના પરિવારોને 20 હજાર અર્પણ કરાયા

ગુજરાત મિરર, ભાવનગર તા.2
ગત તારીખ 30 મેના રોજ પંજાબના અમૃતસર થી જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી જતી એક યાત્રી બસને જમ્મુ નજીક ભયંકર અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં બસના ચાલક સહિત 10 લોકોના મૃત્યુ થયા હતા અને 59 જેટલા યાત્રીઓ ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુ આ તમામ મૃતક પ્રત્યે તેમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂા.20,000 લેખે રૂપિયા બે લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. આ કરુણ અને દુ:ખદ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે એ 59 ઘાયલોને પ્રત્યેકને રુપિયા પાંચ હજાર લેખે કુલ મળીને 2,95000 ની સહાય અર્પણ કરી છે અને આમ કુલ મળીને રુપિયા ચાર લાખ પંચાણું હજારની સહાય અર્પણ કરી છે.
આ દુ:ખદ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પુજય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ઘટનામાં ઘાયલ લોકો ઝડપથી એમનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement
Continue Reading

Bhavnagar

લોન મંજુર થયાના મેસેજ મોકલી અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી

Published

on

ભાવનગરમાંથી બે શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ

ભાવનગરમાં વોટ્સએપ મારફત અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઈસ નામની વેબસાઈટ ઉપરથી લોન મંજૂર થયાના મેસેજ મોકલી અમેરિકન નાગરિકોને ફોન કરી લોન મંજૂર કરવા માટે ગિફ્ટ કાર્ડ તેમજ અન્ય માધ્યમથી નાણાં મેળવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર બે શખ્સોને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો શહેરના ઘોઘારોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઘોઘારોડ, શીતળા માતાજીના મંદિર પાસે આવેલ ખોડીયારનગર, શિવપાર્ક 2, પ્લોટ નં.33 માં રહેતો અર્પિત અનિલભાઈ મેકવાન નામનો ઈસમ અમેરિકા તેમજ અન્ય દેશના નાગરિકોનો લીડ ડેટા મેળવી પોતાના મળતીયાને ઘરે બોલાવી વિદેશી નાગરિકો સાથે જુદી જુદી પ્રોસેસના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરવાની પ્રવૃત્તિ કરતા હોવાની હકીકતના આધારે એલસીબીએ અર્પિત મેકવાનના મકાનમાં દરોડો પાડી અર્પિત મેકવાન અને ધ્રુવ દીપકભાઈ ત્રિવેદી ( રહે. આનંદનગર ) ને ઝડપી લઇ 2 લેપટોપ, 2 મોબાઈલ, વાઇફાઇ રાઉટર, વાઇફાઇ સ્વીચ,હેડફોન સહિત કુલ રૂૂ. 61,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમણે વોટ્સએપ મારફતે અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઇસ નામની વેબસાઈટ પરથી લોન મંજૂર થયાના અમેરિકન નાગરિકોને એસએમએસ તથા ઇમેલ કરી અમેરિકન નાગરિક લોન માટે ફોન કરતા તેઓને અમેરિકન બેન્ક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી તેમનો સિવિલ સ્કોર ખરાબ હોવાનું જણાવી સિવિલ સ્કોર સારો કરવા માટે ગિફ્ટ કાર્ડ અથવા અન્ય માધ્યમથી પૈસા મેળવી છેતરપિંડી કરતા હોવાનું જણાવ્યું હતું.એલ. સી. બી.પોલિસે એ બંને ઈસમો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

Continue Reading

Bhavnagar

ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા સામે સ્ટે આપવાની હાઈકોર્ટની ના, પુરાવા માગ્યા

Published

on

કોર્પોરેશન સમક્ષ 15 દિવસમાં પુરાવા રજૂ કરવા કરવા અરજદારોને સુચના

ભાવનગરના ઘોઘા રોડ પર આવેલ 14 નાળા વિસ્તારમાં આવેલ મફતનગરમાં ગેરકાયદે ઊભી કરાયેલ વસાહતને દુર કરવા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરતા તેને અટકાવવા સ્થાનિક રહીશોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જેની સુનવણી આજરોજ હાથ ધરાતા કોર્ટે અરજદારોને પુરાવા રજૂ કરવા 15 દિવસનો સમય આપવા અને ત્યારબાદ હુકમના અમલ માટે બીજા 15 દિવસ આપવા તે મુજબ સેરેક્શન આપીને બંને કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે 14 નાળા વિસ્તારમાં આવેલ મફતનગરમાં ભાવનગર મહાનગરપાલિકાની માલિકીનાં પ્લોટ નંબર 1627, 1631, 1632, 1633, 1647, 1648, કુલ ક્ષેત્રફળ 9105 ચોરસ મીટર તથા અંદાજીત કિંમત 40 કરોડની જમીનમાં થયેલ દબાણ હટાવવા દ્વારા કુલ-144 આસામીઓને નોટીસ આપી જરૂૂરી હુકમ કરવામાં આવેલ હતો. નોટીસો/હુકમો સામે દબાણકર્તાઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે જ.ઈ.અ. નંબર 9348/2023 તેમજ જ.ઈ.અ. નંબર 9367/2023 થી કેસ દાખલ કરવામાં આવેલ અને ભાવનગર મ.ન.પા. દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા કરેલ હુકમો રદ કરવા અને બાંધકામ દુર નહી કરવા અંગે મનાઇ હુકમ મેળવવા રહીશો દ્વારા દાદ માંગવામા આવેલ હતી. બન્ને મેટરની આજરોજ સુનાવણી થતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરદારોને 15 દિવસમાં પુરાવા રજુ કરવા અને ત્યારબાદ હુકમનાં અમલ માટે બીજા 15 દિવસ આપવા તે મુજબ ડાયરેકશન આપી બન્ને કેસોનો નિકાલ કરેલ છે. નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ નહિ તોડવા અંગે કોઇ મનાઇ હુકમ કે ડાયરેક્શન આપવામાં આવેલ નથી.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ