Connect with us

Bhavnagar

ભાવનગરમાં ગ્રાફોલોજી અંગે સેમિનાર યોજાયો

Published

on

ભાવનગર ખાતે વિદ્યાઘીશ સંકુલમાં ભાવનગરના જાણીતા ગ્રાફોલોજિસ્ટ ડો. કૌશલ્યાબેન દેસાઈનો ફ્રી સેમિનાર યોજાયો હતો. ડો. કૌશલ્યા દેસાઈએ ગ્રાફોલોજીની સમજ આપી હતી. સેમિનારમાં વિઠ્ઠલભાઈ સવાણી, સાહિત્યકાર આરતીબા ગોહિલ, જોષી રોહિતભાઈ રહ્યા હતા.

શુક્રવારે ભાવનગર ખાતે ત્રાસી આંખની તપાસ, ઓપરેશન કેમ્પ

પ્રવિણચંદ્ર દલાલ ડિસેબિલીટી પ્રિવેન્શન સેન્ટર અન્વયે પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ દ્વારા યુપા ફ્રેશ પ્રા.લિ.-મુંબઈના આર્થિક સહયોગથી પી.એન.આર. હોસ્પિટલમાં તા. 02 ડિસેમ્બર-2022 ને શુક્રવારે બપોરે 3-00 કલાકે ત્રાંસી આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બાળકોમાં જ્ન્મજાત ત્રાંસી આંખ, ઢળેલી પાંપણ, બાળ મોતિયો વિગેરે જરૂૂરિયાતવાળા દર્દીઓને વિનામુલ્યે તપાસ-સારવાર-ઓપરેશન કરી આપવામાં આવશે. જરૂૂરિયાતમંદ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લેવા પી.એન.આર. હોસ્પિટલ, અંધઉદ્યોગ શાળા કેમ્પસ, વિઘાનગર, ભાવનગર ખાતે રૂૂબરૂૂ સવારે 9 થી સાંજના 6 ક્લાક દરમિયાન નામ નોંધાવી જવા. બહારગામના દર્દીઓ મો. નં. 8866229921 ઉપર પણ નોંધાવી જવા જણાવાયું છે.

Advertisement

 

 

Advertisement
Continue Reading
Advertisement

Bhavnagar

ઘરના જ ઘાતકી : દીકરીએ બે શખ્સો સાથે ઘરમાં જ ચોરી કરી, રૂ.2.56 લાખનો મુદ્દામાલ લઇ ફરાર

Published

on

સાવરકુંડલાના વાશિયાળી ગામનો બનાવ, પિતાએ પુત્રી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામે રહેતી એક યુવતી ઘરે એકલી હોય તે દરમિયાન અન્ય બે શખ્સો સાથે મળી 2.56 લાખ ઉપરાંતના મુદ્દામાલની પોતાના જ ઘરેથી ચોરી કરી નાસી જતા પિતાએ દીકરી સહિતના ત્રણ શખશો સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ગામે રહેતા દેવશીભાઇ નથુભાઈ બગડા (ઉ.વ.62) નામ નાં ખેડૂત ગત 24 તારીખના રોજ વાવેરા ગામે પાણી ઢોળમાં ગયેલ હતા. તે દરમિયાન તેમની 22 વર્ષીય દીકરી જાગૃતિ ઘરે એકલી હતી.

Advertisement

ત્યાર બાદ ખેડૂત દેવશીભાઇબપોરે ત્રણ વાગ્યે ઘરે પરત આવતા તેની દીકરી મળી આવેલ નહિ તેમજ ઘરેથી 1,05,600ની કિંમતની રોકડ,સોનાના મંગળસૂત્ર 18 ગ્રામ 430 મિલી ગ્રામ કિંમત રૂૂપિયા 96,757 તથા સોનાનો સેટ બુટી સાથે 20 ગ્રામ કિંમત રૂૂપિયા 90 હજાર તથા સોનાની વીટી કુલ ચાર આશરે 17 ગ્રામ કિંમત રૂૂપિયા 50,000 તથા સોનાની કાનસર આશરે 8 ગ્રામ કિંમત રૂૂપિયા 20,000 મળી કુલ 2,56,757નો મુદામાલ પણ ચોરી થઇ હોવાની માહિતી મળતા ખેડૂતએ તપાસ શરુ કરી હતી.

જો કે બાદમાં પણ મુદામાલ મળી ન આવતા ખેડૂતએ તેની દીકરીનો શોધખોળ શરુ કરી હતી.પરંતુ તે મળી આવી ન હતી અને ખેડૂતને માહિતી મળી હતી કે સંગીતાબેન વિજયભાઈ બગડા નામની મહિલાએ તેના સબંધી રાહુલભાઈ ધીરુભાઈ વાળા રહે.માંડણ વાળાને બોલાવેલ અને જાગૃતી સાથે મળીને તમામ મુદામાલ ઘરેથી લઈ જઈને ઘરેથી યુવતી એક સફેદ કલરના બોલેરો કારમાં નાસી ગયા હોવાની શંકાએ તમામ ત્રણ લોકો સામે ખેડૂતએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

એક પિતાએ જ પોતાની દીકરી સામે ઘરેથી ચોરી કરી નાસી ગઈ હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement
Continue Reading

Bhavnagar

ભાવનગરમાં સાંસદે અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી

Published

on

જિલ્લા કક્ષાની બેઠકમાં બાકી રહેલા લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના અપાઈ

ભાવનગર કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા કક્ષાની નડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઇ હતી. ભાવનગરના સંસદસભ્ય ભારતિબેન શિયાળ કે જેઓ દિશા કમિટીના અધ્યક્ષ તેમજ ભાવનગરના કલેક્ટર અને દિશા કમિટીના સભ્ય સચિવ એવા ડી. કે. પારેખ ની ઉપસ્થિતિમાં યોજાએલ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે લાગુ પડતાં સરકારી ખાતાઓના અધિકારીઓ સાથે સમીક્ષાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિધ સરકારી એજન્સીઓના લક્ષ્યાંકો બાબતે સાંસદ ભારતીબેન દ્વારા જે તે સરકારી એજન્સીના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને જરૂૂર જણાય ત્યાં લક્ષ્યાંકો પૂરા કરવા ભારપૂર્વક સૂચના આપેલ. પૂરક પોષણ, દૂધસંજીવની યોજના, સાત ફેરા સમૂહ લગ્નો, કુંવારબાઈનું મામેરું જેવી લોકોને સ્પર્શતી વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો બાબતે ચર્ચા કરી, તેમજ કુંઢડા, ઘાટરવાળા, ઠળિયાનો રોડ વડાપ્રધાન સડક યોજનામાં લેવાયેલ હોવા છતાં હજુ સુધી કેમ આગળ કામગીરી નથી થઈ, તેવું જણાવતા ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપી હતી, આ ઉપરાંત ચોમાસાની ઋતુમાં ક્ષેત્રુંજી ડેમના પાણી છોડવાના કારણે ટીમાણા અને દાત્રડ ગામને જોડતો રસ્તો ડૂબમાં જતો હોયને તે રસ્તા બાબતે તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપવામાં આવેલ.

આ ઉપરાંત જિલ્લા કુટીર ઉધ્યોગની મળતી લોનો સરળતાથી ઉપલબ્ધ થાય, તેમજ ખાણ-ખનીજ, સિચાઈ, આરોગ્ય, મહિલા અને બાલ વિકાસ જેવી વિવિધ સરકારી કચેરીઓના લક્ષ્યાંકો બાબતે ચર્ચા કરેલ અને બાકી રહેતા લક્ષ્યાંકો ત્વરિત પૂરા કરવા જણાવ્યુ હતું. આ ઉપરાંત દિશા કમિટીના સભ્ય અને શહેર ભાજપના મીડિયા ક્ધવીનર હરેશભાઈ પરમાર દ્વારા કમિટી અધ્યક્ષા ડો. ભારતિબેનને રજૂઆત કરતાં જણાવેલ કે નઆદિજાતિ કમિશ્નર કચેરીથ જે એસટી બસસ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશનથી બહુ દૂર હોયને બોટાદ, સુરેન્દ્રનગર વળી હાલ આ કચેરી રહેણાકી વિસ્તારમાં આવેલ હોય તેને શોધવામાં, તેમજ વાહન પાર્કિંગ કરવામાં પણ આદિવાસી અરજદારોને મુશ્કેલી પડતી હોય છે, તેથી આદિજાતિ વિકાસ કમિશ્નર કચેરીને જિલ્લા સેવાસદન, બહુમાળી ભવન અથવા જિલ્લા પંચાયત ખાતે ફેરવવામાં આવે તેવી રજૂઆત કરતાં, સાંસદશ્રી અને કમિટીના અધ્યક્ષ એવા ડો. ભારતિબેને સભ્ય સચિવશ્રીને આ બાબતે યોગ્ય કરવા જણાવેલ.

Advertisement

Continue Reading

Bhavnagar

પાલિતાણા આવતા સુરતના હીરાના વેપારીને ગઠિયો ભેટ્યો, બેશુદ્ધ બનાવી લાખોના હીરા-દાગીનાની લૂંટ

Published

on

ભરૂચના પાલેજ નજીક સમા હોટલે હોલ્ટ દરમિયાન ગઠિયો નશાકારક પદાર્થ પીવડાવી ગયો, પોલીસ ઘટનાસ્થળે દોડી

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હિરા વેપારી પાલીતાણા લગ્ન પ્રસંગે અને હિરા વેચાણ માટે આવી રહ્યા હતા. ત્યારે સુરતથી બસમાં બેઠા બાદ ભરૂૂચના પાલેજ નજીકની સમા હોટલે હોલ્ટ દરમિયાન તેની સાથે બસમાં મુસાફરી કરતા ગઠીયાએ વેપારીને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી દઈ બેશુધ્ધ બનાવી વેપારી પાસે રહેલ આશરે ત્રણેક લાખના હિરા, ગળામાંથી સોનાની ચેઈન, વિંટી અને રોકડની લૂંટ ચલાવી પોબારા ભણી ગયો હતો. વહેલી સવારે પાલીતાણા બસ સ્ટેન્ડમાં વેપારી ભાનમાં આવ્યા બાદ લૂંટ થયાનું ધ્યાન પર આવ્યું હતું. દરમિયાન હિરા વેપારીને સારવારમાં ભાવનગર ખરોડવામાં આવ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના વતની અને વ્યવસાય અર્થે સુરત સ્થાઈ થયેલ હિરા વેપારી છગનભાઈ જાગાભાઈ સોલંકી (ઉ.વ. 60, રે. હરસિધ્ધી એપાર્ટમેન્ટ. અમરોલી, સુરત) ગત તા. 23ના રોજ સાંજના સુમારે સુરતના કામરેજથી મુર્તિ ટ્રાવેલ્સની બસમાં પાલીતાણા લગ્ન પ્રસંગે આવવા નિકળ્યા હતા. તે વેળાએ તેઓએ કાચા અને રફ્તા આઠથી દસ પેકેટ હિરા (કિંમત રૂૂપિયા, અંદાજીત ત્રણેક લાખ) તેની સાથે પાલીઋણા વેચાણ માટે સાથે લીધા હતા.

Advertisement

દરમિયાન ભરૂૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલ હોટલ સમાએ બસ હોલ્ટ માટે ઉભી રહી હતી. ત્યા હિરા વેપારી અને તેની બાજુના સોફ પર બેસેલ રાજુ નામનો શખ્સ બસમાંથી નીચે ઉતરી હોટલે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. બાદ વેપારી બસમાં બેઠા હતા. ત્યારે રાજુએ આવી ઠંડુ આપ્યું હતું. જે ઠંડુ પીણુ પીધા પછી વેપારીએ તેના હોશકોશ ગુમાવી બેશુધ્ધ બની જતા શખ્સ હિરા વેપારી છગનભાઈ પાસે રહેલા લાખોના હિરા, ગળામાં પહેરેલ સોનાની ચેઈન, હાથમાંથી વિંટી અને રોકડા રૂૂપિયા 20 હજાર મળી લાખોના માલ મત્તાની લૂંટ ચલાવી પલાયન બન્યો હતો.

દરમિયાન વહેલી સવારે 5.25 કલાકના વેપારી ભાનમાં આવ્યા ત્યારે તેઓ પાલીતાણાના બસ સ્ટેન્ડમાં બેઠા હતા. જેને લઈ તેઓએ તેના સાઢુભાઈને જાણ કરી સઘળી વિગતો જણાવી હતી. જેને લઈ તેઓને પ્રથમ પાલીતાણાની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા વેપારી છગનભાઈના ભાઈ સહીતનો પરિવાર દોડી આવ્યો હતો. ઉક્ત બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસ કાગળ કરી પાલેજ પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી.

રાજુ બેરિંગના વ્યવસાય અર્થે ભાવનગર આવી રહ્યો હતો

સુરતના હિરા વેપારીને લૂંટી લેનાર રાજુ બેરીંગનો વ્યવસાય કરતો હોવાનું અને હાલ ભાવનગર બેરીંગના વેંચાણ અર્થે મૂર્તિ ટ્રાવેલ્સની બસમાં બેસી આવી રહ્યો હોવાનું ભોગ બનનાર હિરા વેપારી છગનભાઈ સોલંકીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બસમાં તેની બાજુના સોફામાં મુસાફરી કરતા રાજુ નામના શખ્સ પરિચય કેળવી વાતો વાતોમાં તે ભાવનગર બેરીંગના વ્યવસાય માટે જઈ રહ્યો હોવાનું અને ભાવનગરની નારી ચોકડી ઉતરવાનો હોવાની વિગતો જણાવી હતી. પરંતુ તેઓ ઠંડુ પીધા બાદ બેહોશ થઈ જતા પાલીતાણાના બસ સ્ટેન્ડમાં જ તેઓને હોશ આવ્યો હતો. તે અરસામાં રાજુ નામનો ગઠીયો તેઓને લૂંટી બસમાંથી ઉતરી ગયો હતો.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ