Connect with us

Bhavnagar

ભાવનગરમાં અકસ્માતના બે બનાવોમાં બે યુવાનનાં મોત

Published

on

દરગાહ પાસે બોલેરો ચાલકે અડફેટે લેતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું

ભાવનગરના નિર્મળનગર, શેરી નં. 10, બી/ 29 માં રહેતો પ્રણવ પુનમભાઈ બાવળીયા ઉં.વ. 18 અને તેનો મિત્ર ધ્રુવ વિઠ્ઠલવાડી,ઉદ્યોગનગર દરગાહ પાસે ઉભા હતા તે દરમિયાન બોલેરો ગાડી નં. જી.જે.04-એ.ડબલ્યુ 6758 ના ચાલકે પ્રણવને અડફેટે લેતા તેને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ,જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા પૂનમભાઈ નાગજીભાઈ બાવળીયાએ બોલેરોના ચાલક વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતના બીજા બનાવમાં ભાવનગર તળાજા હાઇવે પર આવેલ કોબડી ટોલનાકા પાસે રિવર્સમાં આવી રહેલો ટ્રક ટોલનાકાના બુથ સાથે અથડાયા બાદ ત્યાં હાજર યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકાના લેરકા ગામમાં રહેતા જગાભાઈ ભીમાભાઇ સોલંકી ટ્રકમાં બેસીને ભાવનગર આવી રહ્યા હતા ત્યારે કોબડી ટોલનાકા પર રિવર્સમાં આવી રહેલા ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ટોલનાકાના બૂથ સાથે અથડાવી જગાભાઈને અડફેટે લેતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ બીજલભાઈ સોલંકીએ ટ્રક નં. જી.જે. 31-એસ.ટી. 1622 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Bhavnagar

લોન મંજુર થયાના મેસેજ મોકલી અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી

Published

on

ભાવનગરમાંથી બે શખ્સોની મુદ્દામાલ સાથે ધરપકડ

ભાવનગરમાં વોટ્સએપ મારફત અમેરિકન નાગરિકોના લીડ ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઈસ નામની વેબસાઈટ ઉપરથી લોન મંજૂર થયાના મેસેજ મોકલી અમેરિકન નાગરિકોને ફોન કરી લોન મંજૂર કરવા માટે ગિફ્ટ કાર્ડ તેમજ અન્ય માધ્યમથી નાણાં મેળવી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર બે શખ્સોને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો શહેરના ઘોઘારોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઘોઘારોડ, શીતળા માતાજીના મંદિર પાસે આવેલ ખોડીયારનગર, શિવપાર્ક 2, પ્લોટ નં.33 માં રહેતો અર્પિત અનિલભાઈ મેકવાન નામનો ઈસમ અમેરિકા તેમજ અન્ય દેશના નાગરિકોનો લીડ ડેટા મેળવી પોતાના મળતીયાને ઘરે બોલાવી વિદેશી નાગરિકો સાથે જુદી જુદી પ્રોસેસના બહાને પૈસા પડાવી છેતરપિંડી કરવાની પ્રવૃત્તિ કરતા હોવાની હકીકતના આધારે એલસીબીએ અર્પિત મેકવાનના મકાનમાં દરોડો પાડી અર્પિત મેકવાન અને ધ્રુવ દીપકભાઈ ત્રિવેદી ( રહે. આનંદનગર ) ને ઝડપી લઇ 2 લેપટોપ, 2 મોબાઈલ, વાઇફાઇ રાઉટર, વાઇફાઇ સ્વીચ,હેડફોન સહિત કુલ રૂૂ. 61,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમણે વોટ્સએપ મારફતે અમેરિકન નાગરિકોના ડેટા મેળવી તે ડેટાના આધારે ગૂગલ વોઇસ નામની વેબસાઈટ પરથી લોન મંજૂર થયાના અમેરિકન નાગરિકોને એસએમએસ તથા ઇમેલ કરી અમેરિકન નાગરિક લોન માટે ફોન કરતા તેઓને અમેરિકન બેન્ક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી તેમનો સિવિલ સ્કોર ખરાબ હોવાનું જણાવી સિવિલ સ્કોર સારો કરવા માટે ગિફ્ટ કાર્ડ અથવા અન્ય માધ્યમથી પૈસા મેળવી છેતરપિંડી કરતા હોવાનું જણાવ્યું હતું.એલ. સી. બી.પોલિસે એ બંને ઈસમો વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

Continue Reading

Bhavnagar

ભાવનગરમાં ડિમોલિશન અટકાવવા સામે સ્ટે આપવાની હાઈકોર્ટની ના, પુરાવા માગ્યા

Published

on

કોર્પોરેશન સમક્ષ 15 દિવસમાં પુરાવા રજૂ કરવા કરવા અરજદારોને સુચના

ભાવનગરના ઘોઘા રોડ પર આવેલ 14 નાળા વિસ્તારમાં આવેલ મફતનગરમાં ગેરકાયદે ઊભી કરાયેલ વસાહતને દુર કરવા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરતા તેને અટકાવવા સ્થાનિક રહીશોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જેની સુનવણી આજરોજ હાથ ધરાતા કોર્ટે અરજદારોને પુરાવા રજૂ કરવા 15 દિવસનો સમય આપવા અને ત્યારબાદ હુકમના અમલ માટે બીજા 15 દિવસ આપવા તે મુજબ સેરેક્શન આપીને બંને કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે 14 નાળા વિસ્તારમાં આવેલ મફતનગરમાં ભાવનગર મહાનગરપાલિકાની માલિકીનાં પ્લોટ નંબર 1627, 1631, 1632, 1633, 1647, 1648, કુલ ક્ષેત્રફળ 9105 ચોરસ મીટર તથા અંદાજીત કિંમત 40 કરોડની જમીનમાં થયેલ દબાણ હટાવવા દ્વારા કુલ-144 આસામીઓને નોટીસ આપી જરૂૂરી હુકમ કરવામાં આવેલ હતો. નોટીસો/હુકમો સામે દબાણકર્તાઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે જ.ઈ.અ. નંબર 9348/2023 તેમજ જ.ઈ.અ. નંબર 9367/2023 થી કેસ દાખલ કરવામાં આવેલ અને ભાવનગર મ.ન.પા. દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા કરેલ હુકમો રદ કરવા અને બાંધકામ દુર નહી કરવા અંગે મનાઇ હુકમ મેળવવા રહીશો દ્વારા દાદ માંગવામા આવેલ હતી. બન્ને મેટરની આજરોજ સુનાવણી થતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરદારોને 15 દિવસમાં પુરાવા રજુ કરવા અને ત્યારબાદ હુકમનાં અમલ માટે બીજા 15 દિવસ આપવા તે મુજબ ડાયરેકશન આપી બન્ને કેસોનો નિકાલ કરેલ છે. નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ નહિ તોડવા અંગે કોઇ મનાઇ હુકમ કે ડાયરેક્શન આપવામાં આવેલ નથી.

Advertisement
Continue Reading

Bhavnagar

દારૂડિયા પતિની આંખમાં મરચું છાંટી દસ્તાના ઘા ઝીંકી પત્નીએ ગળાફાંસો આપી દીધો

Published

on

ભાવનગરના નેસવડ ગામે બનેલી ચકચારી ઘટના

પત્નીએ પતિની આંખમાં મરચાની ભૂકી છાંટી પછાડી દઈ લોખંડના દસ્તાથી માથાના ભાગે ઘા ઝીકી ગળાફાંસો આપી હત્યા કરી નાખ્યા નો બનાવ ભાવનગરના નેસવડ ગામે બનવા પામ્યો છે.ખુન ના આ બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા રાજુભાઈ સુખાભાઈ જારીયા ઉં.વ.31 એ સાત વર્ષ પહેલા કાજલબેન ઉર્ફે ગદીબેન જોષી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેને સંતાનમાં બે દીકરીઓ ત્રણ વર્ષની અને એક વર્ષની છે.

રાજુભાઈ છેલ્લા કેટલાય સમયથી કામ ધંધો કરતા ન હતા. તેની પત્ની કાજલબેન હીરાના કારખાને કામ કરતા હતા અને તેના પૈસાથી ઘર ચાલતું હતું. રાજુભાઈ બેકાર હોવા છતાં દારૂૂ પીવાની ટેવ ધરાવતા હતા અને પત્ની સાથે ઝઘડો કરતા હતા. રાજુભાઈ અને તેના પત્ની વચ્ચે ઝઘડો થતાં રાજુભાઈ તેની પત્નીને માર મારતા હોય કંટાળી ગયેલ પત્ની કાજલબેન એ મરચાની ભૂકી પતિ ઉપર છાંટી તેને પછાડી દઈ ખાંડડીયા ના લોખંડના દસ્તાથી પતિના માથાના ભાગે ચારથી પાંચ ઘા જીંકી દીધા હતા. ત્યારબાદ પતિને દોરી વડે ગળાફાંસો આપ્યો હતો અને હત્યા કરી હતી.પતિની હત્યા કર્યા બાદ પુરાવાઓ નાશ કરવા પતિના લોહી વાળા કપડા મકાનની સામે સળગાવી દીધા હતા.
આ બનાવ અંગે મૃતક રાજુભાઈ ના નાનાભાઈ રમેશભાઈ સુખાભાઈ જારીયાએ મહુવા પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ રાજુભાઈ ની હત્યા અંગે ભાભી કાજલબેન ઉર્ફે ગદીબેન વિરુદ્ધ હત્યા કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવવાની તપાસ મહુવા પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ.એમ .દેસાઈ ચલાવી રહ્યા છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ