Devbhoomi Dwarka
ભારે પવનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સેવા બંધ
Published
7 days agoon
By
ગુજરાત મિરર
પવનનું જોર હળવું થતા જ પુન: ફેરિબોટ ચાલુ કરાશે
યાત્રાધામ બેટ દ્વારકાએ ટાપુ સ્વરૂૂપે હોય, અહીં આવન-જાવન માટે હાલ એકમાત્ર ફેરીબોટ સેવા ઉપલબ્ધ છે. હાલના વેકેશનના સમયગાળામાં જ્યારે યાત્રીકોની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે, ત્યારે ગઈકાલે ગુરુવારે ભારે પવનને લીધે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મુસાફરોની સલામતી માટે ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સુવિધા બંધ કરવામાં આવી હતી. પવનનું જોર હળવું થયે પુન: ફેરીબોટ સુવિધા ચાલુ કરવામાં આવનાર છે.
આગામી તા. 27 મે સુધી પવનની ઝડપ 45 થી 55 કિ.મી. થવાની તેમજ તીવ્ર પવન ફૂંકાવાની સંભાવના હવામાન ખાતાએ આગાહી જાહેર કરાઈ છે. તેથી દ્વારકા જિલ્લાના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના તમામ બોટ માલિક, પગડીયા માછીમારોને આગાહી ધ્યાને લઇ માછીમારોને દરિયો ના ખેડવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવેલ છે. આગામી તા. 30 મે થી તમામ બંદર પરથી માછીમારોને દરીયો ખેડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે જુન માસથી ઓગસ્ટ માસ દરમિયાન દરીયો તોફાની બને છે. દરીયા અંદર પાણીમાં કરંટ વધતા, દરીયા અંદર જવું મુશ્કેલ બને છે. ગમે ત્યારે તોફાની મોજા વધતા જાનમાલની નુકશાની થવાની ભીતિ રહે છે. જેથી તંત્ર દ્વારા આ સમય દરમિયાન દરિયો ખેડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.
You may like
Devbhoomi Dwarka
ઓખા-બેટ દ્વારકાની ફેરી બોટમાં પેસેન્જરોને ક્ષમતા મુજબ બેસાડો
Published
13 hours agoon
June 1, 2023By
ગુજરાત મિરર
પોલીસકર્મીઓની જવાબદારી ફિક્સ કરતાં બાવળિયા
ઓખાબેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટમાં ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવાના પ્રશ્ને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ યાત્રિકો આગેવાનોની રજુઆતના અનુસંધાને અસરકારક પગલાઓ ભરવા અધિક મુખ્ય સચિવ (બંદરો) ને સુચનાઓ આપી છે. દેવભુમિ દ્વારકા ખાતે આવતા શ્રધ્ધાળુઓ પ્રવાસીઓ બેટ દ્વારકા જવા માટે બોટનો ઉપયોગ કરે છે, બોટ માલીકો બોટની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓને બોટમાં બેસાડે છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય છે, આ બાબતે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખવા જણાવ્યું છે.
યાત્રાધામ દ્વારકાથી 30 કિ.મી.દુર આવેલ બેટ દ્વારકાધીશ મંદિર ઓખાબેટ વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બોટ ચાલકો યાંત્રિકોને ક્ષમતા કરતા વધારે મુસાફરી કરાવે છે તેમજ લાઈફ જેકેટ વગર બોટમાં મુસાફરી કરતા હોવાની વિગતો બહાર આવી છે
ખરાબ હવામાન અને ચોમાસાના સમયમાં દરિયામાં કરંટના કારણે અકસ્માત થવાનો ભય છે, દરિયામાં બોટ મારફતે મુસાફરી કરતા પ્રવાસીઓની ભીડને કંટ્રોલમાં રાખવા માટે દરેક બોટમાં ક્ષમતા મુજબ મુસાફરોની સંખ્યા નકકી કરી ચુસ્ત અમલવારી કરાવી, મુસાફરો ભરવાની બાબતમાં દાદાગીરી કરતા બોટ માલીકો સામે પગલા ભરવા, દરેક બોટનો વારા પ્રમાણે નંબર આવે તે માટે પાસ સીસ્ટમ અમલી બનાવવાથી દરેક બોટ માલીકોને આજીવીકા મળી શકે તે બાબતે તકેદારી રાખવા સુચના કરવા જણાવ્યું છે.
વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવતી સુચનાઓની ચુસ્ત અમલવારી થાય તે માટે નોટીશ/સાઈન બોર્ડ મુકવા, બોટમાં મુસાફરોની સંખ્યાની વિગત દર્શાવવી, લાઈફ જેકેટ પહેરવા બાબતે સુચનાઓ કરવી, ભવિષ્યમાં અઘટીત ધટના ન બને તેની તકેદારી રાખવી, મર્યાદા કરતા વધુ મુસાફરો ભરતા બોટ માલીકો સામે દંડનીય કાર્યવાહી લાયસન્સ સસ્પેન્ડ કરવા સહીતના પગલાઓ ભરવા માટે દરિયા કિનારે આવેલા ઓખા જી.એમ.બી.પોર્ટ ઓફીસર, ઓખા મરીન પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ કર્મચારીઓની જવાબદારી ફીકસ કરી વખતો વખત સક્ષમ અધિકારી પાસે સરપ્રાઈઝ ચેકીંગ કરાવવા સહીતના પગલાઓ ભરવા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ જણાવ્યું છે.
Devbhoomi Dwarka
ભાણવડના ડ્રગ્સ પ્રકરણમાં બે વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
Published
14 hours agoon
June 1, 2023By
ગુજરાત મિરર
વર્ષ 2021માં 12.45 લાખના ડ્રગ પ્રકરણમાં ફરાર હતો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે બે વર્ષ પૂર્વે ઝડપાયેલા આશરે સવાસો ગ્રામ જેટલા ડ્રગ્સના કેસમાં નાસતા ફરતા અને કુખ્યાત એજાજ લાકડાવાલા ગેંગના સભ્યને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડના ત્રણ પાટિયા પાસેથી વર્ષ 2021 માં 124.5 ગ્રામ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો પોલીસને સાંપડ્યો હતો. રૂૂપિયા 12.45 લાખના આ એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં મહમદખાલીદ અસગરઅલી ખાન નામના શખ્સની સંડોવણી પણ ખુલવા પામી હતી. જેથી પોલીસે તેને ફરાર ગણી, તપાસ આરંભી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તાજેતરમાં ખંભાળિયા પાસેથી 17.650 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે જામનગરના અને ત્યાર બાદ મુંબઈના એક શખ્સને ઝડપી લીધા બાદ એસ.ઓ.જી. પોલીસ દ્વારા મુંબઈ ખાતે કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગરને મુંબઈ ખાતેના ખાનગી બાતમીદાર વડે મળેલી માહિતી મુજબ મુંબઈના અલકાપુરી વિસ્તારમાં આવેલા મુસ્કાન બિલ્ડીંગ ખાતેથી બે વર્ષ પૂર્વેના એમ.ડી. ડ્રગ્સ પ્રકરણ આરોપી મહમદખાલીદ અસગરઅલી ખાનને તેના રહેણાંક વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો મહંમદખાલીદ અસગરઅલી મુંબઈમાં પણ અસંખ્ય ગુના આચરવામાં સક્રિય એવી એજાજ લાકડાવાલા ગેંગનો સભ્ય છે. જેથી અસંખ્ય વસૂલી, લૂંટ, અપહરણ, હત્યા, મારી નાખવાના પ્રયાસ તથા હથિયારબંધીના ગુનાઓ આચારવા બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ તેની સામે સુનિયોજિત ગુના અંગેનો એમ.સી.ડી.સી.એ. કાયદો લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મુંબઈમાં પણ તેની સામે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો રાખવા સબબનો ગુનો નોંધાયો છે.
ઝડપાયેલા આ શખ્સને ખંભાળિયા લાવી, અને અહીં રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, કિશોરભાઈ ડાંગર તથા વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
Devbhoomi Dwarka
જગત મંદિરમાં ઝેડ કેટેગરીની સુરક્ષા સામે સવાલ, ઈઈઝટ કેમેરા બંધ
Published
14 hours agoon
June 1, 2023By
ગુજરાત મિરર
સુરક્ષામાં મોટી ચૂક આવતા ભક્તો દ્વારકાધીશના ભરોસે
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિરના સુરક્ષાના પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા લાંબા સમયથી ધુળ ખાતા શોભાના ગઠીયા સમાન હોય તેવું જાણવા મલ્યુ છે. સુરક્ષાની દ્રષ્ટિ અતિ મહત્વ ના એવા દ્વારકા જગત મંદિરના સીસીટીવી કેમેરા પોલીસ વિભાગ અંતર્ગત ના મોટા ભાગના સી.સી.કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે. નેત્રમ પ્રોજેક્ટ ની મોટી મોટી વાતું કરતા પોલીસ તંત્રના મોટા ભાગના સી.સી.કેમેરા બંધ હાલતમાં હોવાથી જગત મંદિરમાં યાત્રિકોના ખિચ્ચાઓ પર્સ ડોકમાં પહેરેલા સોના ચાંદીની વસ્તુઓ ચોરાઇ જવા જેવા બનાવો બને તો આવારા તત્વોને શોધવા માટે સીસી ટીવી કેમેરા મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે દ્વારકાધીશ જગત મંદિર કેજે નો ણ કેટેગરીની સુરક્ષાના સમાવેશ થાય છે, જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યામાં યાત્રિકો દેશ વિદેશ થી આવે છે.
ત્યાં લોકોની સુરક્ષા અને દ્વારકાધીશ મંદિરની સુરક્ષા ભગવાન ભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે . દર વર્ષે કરોડોની રૂૂપિયા ની ગ્રાન્ટ દ્વારકા ને મળે છે પણ તંત્ર ની ઢીલી નીતિના લીધે સુરક્ષા માટે અતિ મહત્વ ના સી.સી.કેમેરા છેલા ઘણા સમયથી બંધ પડ્યા છે. જગત મંદિર બહારના ચોકમાં પણ સીસી ટીવી ફુટેજના ખુલ્લા છેડા લટકતા જોવા મલે છે.ત્યારે કહી શકાય કે દ્વારકા જગત મંદિરની ની સુરક્ષા ખુદ ભગવાન દ્વારકાધીશજીના ભરોસે જ છે. અંગત સુત્રો દ્વારા મળતી માહિતી મુંજબ જગત મંદિરમાં રહેલ અંદાજીત 75 જેટલા કેમેરા આવેલ છે જેમાં પોલીસ વિભાગની સુરક્ષા હેઠળના સીસીટીવી કેમેરા મોટા ભાગના બંધ હાલતમાં પડેલા છે. મંદિર પરીસરમાં આવેલ સીસીટીવી ફુટેજના કંટ્રોલરૂૂમની તપાસ કરતા ત્યા પણ સીસીફુટેજ ટીવી સ્કીન બંધ હાલતમાં જોવા મલી છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા દ્વારકાધીશ મંદિરમાં તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે.
એડિટર ની ચોઈસ
ચોમાસું કામગીરી માટે 628 જગ્યા મંજૂર

ટાટા આઈપીએલ ફાઈનલમાં જિયો સિનેમા ડિજિટલ પાવર પ્લેના 12 કરોડથી વધુ વ્યૂવર્સ

NMCના ઈન્સ્પેકશનથી સરકારમાં દોડધામ રાતોરાત 41 ડોકટરોની વડનગરમાં બદલી

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ
ગુજરાત

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન
સ્પોર્ટસ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન

રીબડાની જાહેર સભામાં વકતવ્ય આપનાર ઉદ્યોગપતિ સામે દોઢ કરોડનો માનહાનીનો દાવો
