Gujarat
ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં બક્ષીપંચ મોરચા દ્વારા સંમેલન યોજાયું
Published
4 months agoon
By
Minal
કોંગ્રેસના કામો નહીં, કૌભાંડો અને કારનામાઓ બોલે છે : ધનસુખભાઈ ભંડેરી
રાજકોટ-70 વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસ સરકારે ઘણા ભ્રષ્ટાચાર કર્યા હતા. તેના ખાડા પૂરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઘણી મહેનત કરવી પડી હતી. જે લોકોએ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો હતો, એ અત્યારે બોર્ડ મારે છે કે અમારા કામ કરેલ છે. તેમના કામ નથી, કૌભાંડ બોલ્યા કરે છે, કોંગ્રેસના કારનામા બોલે છે. એટલે જ ગુજરાતની જનતાએ 27 વર્ષથી કોંગ્રેસને ગુજરાતમાંથી હદપાર કરી છે. આપણા વડાપ્રધાન એક બક્ષીપંચ સમાજની જ્ઞાતિમાંથી આવે છે. જે અત્યારે દેશના વિકાસના માટે અવિરત કામ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ કામોનો ઉલ્લેખ કરીને તા. 1 ડિસેમ્બરના મતદાનના દિવસે ક્રમ 1 નંબર પર રમેશભાઈના નામનું કમળના નિશાનનું બટન દબાવી ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે, હું હંમેશા લોકો વચ્ચે રહીને કામ કરનાર વ્યક્તિ છું. લોકપયોગી કાર્યોને પ્રાધાન્ય આપીશ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે અથાગ મહેનત કરી રહ્યા છે. ભાજપ સરકાર એટલે વિકાસની સરકાર છે. ભાજપ હંમેશા લોકોની સાથે ઉભા રહીને કામ કરતી પાર્ટી છે. તેમણે લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા થાય તે માટે સો ટકા મતદાન થાય એ જોવા ખાસ જણાવ્યું હતું. આ સંમેલનમાં પૂર્વ મેયર તેમજ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીલેશભાઈ જલુ, વોર્ડ નં. 13ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, સોનલબેન સેલારા, જયાબેન ડાંગર, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ઉમેશકુમાર ધામેચા, લલીતભાઈ વાડોલીયા, અલગ અલગ સમાજના આગેવાનો મનસુખભાઈ ધંધુકીયા, રવજીભાઈ મકવાણા, અરવિંદભાઈ ધંધુકીયા, દીપકભાઈ નકુમ, અજયભાઈ પરમાર, અરુસિંહ સોલંકી, હરસુખભાઈ પરમાર, નરેન્દ્રભાઈ સોલંકી, હરીભાઈ રાતડીયા, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
You may like
Breaking News
હરીપરમાં બાયો-મેડિકલ વેસ્ટ જમીનમાં દફન..? ઝેર,જોખમ અને ગંદકીનો વેપાર, વેપારીનો બેડો પાર…
Published
5 hours agoon
March 20, 2023By
Jamnagar
જામનગરમાં રાત દિન ધમધમતી સેંકડો ખાનગી હોસ્પીટલો-સરકારી તથા ટ્રસ્ટની હોસ્પીટલો પોતાના ઝેરી-જોખમી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ ક્યાં, કેવી રીતે કરે છે…?!: આટલાં વર્ષોમાં ક્યારેય આ સંવેદનશીલ વિગતો સરકાર અથવા કોઇએ જાહેર કરી નથી…અંધેર તંત્ર…હરીપરમાં પાછલાં 48 કલાકમાં શું બન્યું…?!:બાયોમેડીકલ વેસ્ટના નિકાલમાં ઘણાં પ્રકારની ગોબાચારીઓ ચાલતી રહે છે…!
(Deepak Thummar)
જામનગર શહેર જિલ્લામાં સૌ જાણે છે એમ, હજ્જારોની સંખ્યામાં દવાખાનાઓ અને ખાનગી હોસ્પીટલો રાત-દિવસ ધમધમે છે અને લાખ્ખો-કરોડો રુપીયાનો કારોબાર થાય છે, આ બધાં તબીબી વ્યવસાયના સ્થળો ટનના હિસાબે બાયોમેડીકલ વેસ્ટનું એટલે કે, ગંદા અને ઝેરી તથા જોખમી કચરાનું નિર્માણ કરતાં હોય છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, આટલાં વર્ષોમાં ક્યારેય સત્તાવાર રીતે કોઇએ એ વિગતો જાહેર કરી નથી કે, આટલાં મોટા પ્રમાણમાં હોસ્પીટલોમાંથી નીકળતાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે થાય છે…?!
આપણે સૌ જાણીએ છીએ કે, હોસ્પીટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ અતિશય ચેપી, ઝેરી, જોખમી અને ગંદો હોય છે, આ પ્રકારનો કચરો હજારો પ્રકારના રોગ ફેલાવવા માટે સક્ષમ હોય છે, જામનગરમાં સેંકડો નહીં પરંતુ હજારોની સંખ્યામાં દવાખાનાઓ અને ખાનગી હોસ્પીટલો આવેલી છે, આ ઉપરાંત જી.જી. હોસ્પીટલ જેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ અને ટ્રસ્ટોની પણ પુષ્કળ હોસ્પીટલો આવેલી છે, સાવ સામાન્ય હિસાબ માંડો તો પણ આ તમામ દવાખાનાઓ અને હોસ્પીટલો દર ચોવીસ કલાકે ટનના હીસાબે બાયો મેડીકલ વેસ્ટ પોતાના વ્યવસાયના સ્થળોએથી બહાર પાડતી હોય છે, આટલી મોટી માત્રામાં બાયો મેડીકલ વેસ્ટનું નિર્માણ થતું હોવા છતાં જામનગરમાં આટલાં વર્ષોમાં ક્યારેય સરકાર અથવા કોઇએ આ બાબત અંગે જાહેરાત કરી નથી કે, જામનગર શહેર-જિલ્લામાં આટલા તોતીંગ પ્રમાણમાં નિકળતાં બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે થાય છે…?! આ પ્રકારની સંવેદનશીલ વિગતોથી લાખ્ખો લોકોને અંધારામાં રાખવા પાછળ કોનું-ક્યું હિત સમાયેલું છે…?! તે પ્રશ્ર્ન પણ ગંભીર છે.
અત્રે નોંધનીય છે કે, બાયો મેડીકલ વેસ્ટ અતિશય ચેપી, ઝેરી અને જોખમી બાબત હોવાથી તેનો નિકાલ કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલી હોય છે, આ ગાઇડલાઇન અંગે ક્યારેય કોઇ સરકારી કાર્યક્રમમાં અથવા જામનગરમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા અથવા જામનગરમાં આવેલી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટેની માર્ગદર્શિકા આટલા વર્ષોમાં ક્યારેય જામનગરના નગરજનો સમક્ષ કોઇના પણ દ્વારા મૂકવામાં આવી નથી, બીજી બાજુ એવું જાણવા મળે છે કે, જામનગરની તમામ હોસ્પીટલો અને દવાખાનાઓમાંથી પીપીપીના ધોરણે આ પ્રકારનો બાયો મેડીકલ વેસ્ટ એકત્ર કરવાની અને તેનો નાશ કરવાની એજન્સી ડો. દેવાંશુ શુક્લાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે, અને તે માટેનો પ્લાન્ટ તેઓએ લાલપુર તાલુકાના હરીપર નજીક બનાવેલો છે, આ અંગે તેઓએ જણાવ્યું છે કે, અમારા વિરોધીઓ દ્વારા અમારી વિરુધ્ધ અવારનવાર જાત-જાતના પ્રચાર કરવામાં આવતાં હોય છે, બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટેની સમગ્ર પ્રક્રિયા અમો પીપીપીના ધોરણે સેવા-સંસ્થા તરીકે ચલાવી રહ્યા છીએ.
અંધેર તંત્ર…હરીપરમાં પાછલાં 48 કલાકમાં શું બન્યું…?!
જામનગર શહેર-જિલ્લામાં ટ્વીટર પર પોસ્ટ થયેલો એક મેસેજનો સ્ક્રિનશોટ ફોટો વોટ્સઅપ વાયરલ થયો છે, અને આ અંગેના ટ્વીટ પણ વાયરલ થયા છે, એવું જાણવા મળે છે કે, વી-જામનગરી નામનું કોઇ ગ્રુપ છે, જેના નામે ટ્વીટ વાયરલ થયેલ હોવાનું સોમવારે સાંજે જાણવા મળ્યું હતું, જેમાં એવું લખવામાં આવેલું હતું કે, લાલપુર તાલુકાના હરીપર ગામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 24 કલાક પછી પણ મેડીકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટ વિરુધ્ધ ક્લોઝરની કાર્યવાહી શા માટે નહીં…? શું નિયામો જામનગરના બ્રાસપાર્ટ વાળા પૂરતા જ છે? અંધેર તંત્ર…! નવાઇની વાત એ છે કે, આ ટ્વીટ રાજ્યના વન અને પર્યાવરણમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોને પણ ટેગ કરવામાં આવ્યું છે, અંદાજે 7 હજારથી વધુ લોકો આ ગ્રુપને ફોલો કરી રહ્યા છે.
બાયોમેડીકલ વેસ્ટના નિકાલમાં ઘણાં પ્રકારની ગોબાચારીઓ ચાલતી રહે છે…!
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને દવાખાનાઓ અને હોસ્પીટલો વાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરા પેટીઓ મુકવામાં આવી છે, તે કચરા પેટીઓમાં પણ અવારનવાર જોખમી, ઝેરી અને ચેપી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ થતો જોવા મળતો હોય છે, આ ઉપરાંત તાજેતરમાં ગત 8 મી માર્ચે જામનગરના મીગ કોલોની નજીકના તળાવના ત્રીજા ભાગમાં પણ કોઇ મોટી પ્રમાણમાં બાયો મેડીકલ વેસ્ટ ઠાલવી ગયું હતું, તે સમયે પણ ‘ગુજરાત મિરર’ દ્વારા આ બાયો મેડીકલ વેસ્ટ અંગે વિગતવાર રીપોર્ટ આપવામાં આવ્યો હતો, અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગરના પાછલા તળાવમાં આ પ્રકારની ઘટનાઓ થોડાં-થોડાં સમયના અંતરે બનતી રહે છે, આ અંગે ડો. દેવાંશુ શુક્લએ એમ જણાવ્યું હતું કે, મારા વિરોધીઓ મને બદનામ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોઇ શકે છે…!
Breaking News
ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો,છેલ્લા નવા 118 કેસ નોંધાયા
Published
7 hours agoon
March 20, 2023
ગુજરાતમાં બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી આંશિક રાહત જોવા મળી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
વિવિધ શ્હેરોના કોર્પોરેશનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા છે. સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા છે.
અન્ય શ્હેરોમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએતો સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 3 કેસ નોંધાયા છે. આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે. ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા છે. ત્યારે મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Rajkot
સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા
Published
9 hours agoon
March 20, 2023By
Minal
ગુજરાત મિરર, રાજકોટ તા. 20
રાજકોટ આઈસીએઆઈ ભવન ખાતે મૂડી માર્કેટ માટે રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં જામનગર, ગાંધીધામ, ભાવનગર અને ભૂજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાયા હતા. જે અંતર્ગત તજજ્ઞોએ કેપિટલ માર્કેટના કાર્યોથી રોકાણકારોને અવગત કર્યા હતા. તેમજ કેપિટલ માર્કેટ રૂપિયા કમાવવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ હોવા માટેની સમજણ આપવા વિવિધ દ્રષ્ટાંતો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
જે અંતર્ગત ભારતના આંગળીના ટેળવે ગણી શકાય તેવા મોટા રોકાણકારો માના એક વિજય કેડીયાએ જણાવ્યું હતું કે, શેર બજારમાંથી નફો ત્યારે જ મેળવી શકાય જ્યારે રોકાણકારો દ્વારા લોંગ ટર્મ રોકાણ કરવામાં આવે. હાલ ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે તેનાથી શેરબજાર અને કેપિટલ માર્કેટને ઘણો ફાયદો પહોંચશે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ થઈ રહી છે તેનાથી ભારતને અનેક ઘણો લાભ પણ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને દેશના વિકસિત કરવા કેપિટલ માર્કેટ નો સિંહ ફાળો રહેશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ જાહેર કરવામાં આવ્યું એનાથી મૂડી બજારને ઘણો ફાયદો પણ પહોંચશે.
રાજકોટ આઈસીએઆઈ ભવનના ચેરમેન સી.એ સંજય લાખાણીએ જણાવ્યું હતું કે રાજકોટ કેપિટલ માર્કેટનું હબ છે ત્યારે ભવન દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ચાર્ટ એકાઉન્ટ અને રોકાણકારોને ઘણો ફાયદો પહોંચશે. કેપિટલ માર્કેટમાં ટોપ પાંચ શહેરોનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો તેમાં રાજકોટ પણ આવે છે. ત્યારે સમગ્ર દેશ-વિદેશમાં ત્યાજના રોકાણકારો રાજકોટના આંગણે આવ્યા છે અને રોકાણ કરતા સમયે કઈ ચીજ વસ્તુઓને ધ્યાને લેવી તે અંગે પૂરતી માહિતી પૂરી પાડી હતી. એટલુંજ નહીં લોકોને નુકસાન થતું બચે તે માટે કેપિટલ માર્કેટ સેમિનાર અત્યંત લાભદાઇ નીવડશે.
એઆઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સી.એ પુરસોતામ ખંડેલવાલે જણાવ્યું હતું કે સીએનો રોલ હવે વધુ વિકસિત થયો છે ત્યારે ઉદ્યોગકારોને કઈ રીતે આગળ લઈ જવા એટલું જ નહીં તેમની મૂડીને કઈ રીતે વધારવી અને વેલ્થ ને કઈ રીતે વધુ કરી શકાય તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં 3.17 લાખ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ કરી રહ્યા ત્યારે હવે સીએ માત્ર એડવાઈઝર જ નહીં પરંતુ ઇન્ટરપ્રેન્યોર પણ બની શકે છે.
શેરબજારના તજજ્ઞ પ્રકાશ દીવાને પણ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વની ટોપ 3જી દુશે અર્થવ્યવસ્થા બનવા માટે ભારત માટે કેપિટલ માર્કેટ આશીર્વાદરૂૂપ નીવડ છે અને રાજકોટ આઈસીએઆઈ ભવન દ્વારા જે પહેલ હાથ ધરવામાં આવી છે તે એક ઉત્તમ પગલું છે. હાલ કેપિટલ માર્કેટ નો સમય સુધર્યો છે અને રોકાણકારો વધુને વધુ આ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. એટલું જ નહીં આ પ્લેટફોર્મમાં લોકો તેની યોગ્ય રીતે બચતને વ્યપારમાં ઉપયોગમાં લઈએ એ પણ એટલું જ જરૂરી છે. આ કાર્યકને સફળ બનાવવા માટે આઈસીએઆઈની વિવિધ બ્રાન્ચના હોદેદારો સીએ સંજય લાખાણી, સીએ પ્રતિક ચંદ્રા તથા સીએ વિજય ઠક્કરના નેતૃત્વમાં સીએ ચાંદની તેલાણી, સીએ શૈલેશ દવે સાથે સાથે સીએ મૌલિક ટોલિયા, સીએ મિતુલ મહેતા, સીએ રાજ મારવાણીયા, સીએ ભાવિન દોશી, સીએ તેજશ દોશી તથા રાજકોટ બ્રાન્ચના પૂર્વ ઈમીડીએટ પાસ્ટ ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડ અને રાજકોટ બ્રાંચના પાસ્ટ ચેરમેન જયેશ જોબનપુત્ર તેમજ ગાંધીધામના સીએ જીતુભાઈ ખંડોલે જહેમત ઉઠાવી હતી.
એડિટર ની ચોઈસ

BJP સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

પેન્શનધારકો માટે મોટા સમાચાર,DA 38 થી વધીને 42 ટકા વધારા સાથે ચૂકવાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો,છેલ્લા નવા 118 કેસ નોંધાયા

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી
ગુજરાત

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો
સ્પોર્ટસ

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો

પાણી પ્રશ્ર્ને સોસાયટીનાં હોદ્દેદારોના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
રેસકોર્સ બગીચામાંથી કારખાનેદારના અઢી લાખની રોકડ ભરેલી બેગની ચોરી
