Connect with us

Morbi

બ્રિજના મુખ્ય ભાગમાં કાટ, બોલ્ટ ઢીલા, એંગલ પણ તૂટેલા: FSL રિપોર્ટે ખોલી પોલ

Published

on

ઝૂલતા પુલ ઉપર આવતા લોકોના નિયંત્રણ માટે કોઈ વ્યવસ્થા જ નહીં, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓની જામીન અરજીના વિરોધમાં પુરાવા રજૂ, ઓરેવા ગ્રૂપની ગુનાહિત બેદરકારી સામે આવી 135થી વધુ લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના આઠઆરોપીઓની જામીન અરજીનો વિરોધ કરવા ફરિયાદ પક્ષે સોમવારે મોરબીના મુખ્ય જીલ્લા અને સેશન્સ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા એફએસએલ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે કોર્ટને જાણ કરી હતી કે ઓરેવા જૂથ કે જેની પાસે બ્રિજની જાળવણી, સંચાલન અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ હતો, તેણે 30 ઓક્ટોબરે 3,165 ટિકિટો જારી કરી હતી, કારણ કે તેણે ક્યારેય તેની લોડ-બેરિંગ ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની કાળજી લીધી ન હતી.
બ્રિજના દરેક છેડે બે ટિકિટ કલેક્ટર હતા પરંતુ તેમની વચ્ચે બ્રિજ પર કેટલી ટિકિટો જારી કરવી અને કેટલા લોકોને જવા દેવા જોઈએ તે અંગે કોઈ સંકલન નહોતું. જ્યારે અદાલતે જાણવાની માંગ કરી કે શું તેમની પાસે એક સમયે ટિકિટની સંખ્યા અંગે કોઈ દિશાનિર્દેશો છે, ત્યારે આરોપીઓ પાસે કોઈ જવાબ નહોતો. રક્ષકો પાસે ભીડ વ્યવસ્થાપનમાં નિપુણતા ન હતી જ્યારે કોર્ટે પૂછ્યું કે શું તેઓ પુલ પર સમાવી શકાય તેવા લોકોની સંખ્યા વિશે વાકેફ છે ત્યારે બચાવપક્ષ પાસે કોઈ જવાબ ન હતો. રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બ્રિજના કેટલાક મુખ્ય ભાગો કાટ લાગતા અને ઢીલા હતા. ફરિયાદ પક્ષે સોમવારે મોરબીના મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ પી સી જોશીની કોર્ટમાં આઠ આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતાં આ પુરાવા રજૂ કર્યા હતા.
આરોપીઓમાં અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ નામના ત્રણ સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે જેમણે જામીન માટે અરજી કરી હતી. ફરિયાદ પક્ષે માહિતી આપી હતી કે તેઓ મજૂર કોન્ટ્રાક્ટર હતા જેમની પાસે ભીડ વ્યવસ્થાપનમાં ન તો કુશળતા હતી કે ન તો તાલીમ હતી. એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને તે દિવસે ભીડનું સંચાલન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભીડ વ્યવસ્થાપન શું છે અને તમારી ફરજ શું છે, કોર્ટે પૂછ્યું પરંતુ આરોપી પાસે કોઈ જવાબ નહોતો. ઓરેવાના મેનેજર દીપક પારેખની જામીન અરજીનો વિરોધ કરતી વખતે, ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે તેણે ખરીદીના ઓર્ડર આપ્યા હતા અને ધ્રાંગધ્રા સ્થિત પેઢી દેવપ્રકાશ સોલ્યુશન સાથે પેટા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, જે આવા સમારકામ માટે લાયક ન હતી.
એક મેનેજર તરીકે, તેમની ફરજ હતી કે તે સ્ટાફને સૂચના આપે કે 100 ટિકિટો વેચાયા પછી બ્રિજની એન્ટ્રી બંધ કરી દેવી જોઈએ અને બ્રિજ પરના લોકો ગયા પછી જ અન્ય લોકોને મંજૂરી આપવી જોઈએ. આ જ કારણ છે કે તે બ્રિજની જોગવાઈઓથી બચી શકે નહીં. ઈંઙઈ કલમ 304, તેની દલીલ કરવામાં આવી હતી. જિલ્લા સરકારના વકીલ, વિજય જાનીએ ઝઘઈંને કહ્યું: ઋજક રિપોર્ટ અનુસાર, બ્રિજનો કેબલ કાટ લાગ્યો હતો, એન્કર તૂટેલા હતા અને કેબલને એન્કર સાથે જોડતા બોલ્ટ ઢીલા હતા. નગરપાલિકાએ ઓરેવાને જાળવણીનું કામ સોંપ્યું હતું જેમાં બધું જ સામેલ હતું, સમારકામથી માંડીને કેબલ, બોલ્ટ, એન્કર જાળવવા વગેરે જાનીએ એવી પણ દલીલ કરી હતી કે ઓરેવા સુરક્ષા માટે જવાબદાર છે પરંતુ તેઓએ અકસ્માતના કિસ્સામાં લોકોને અથવા તરવૈયાઓને બચાવવા માટે લાઇફગાર્ડ્સ અને નદીમાં બોટ જેવી કોઈ તકેદારી લીધી નથી.
બંને છેડે ત્રણ ગાર્ડ હતા અને તેમની ફરજ હતી કે બ્રિજ પર લોકોની સંખ્યા વધે તો દરવાજો બંધ કરી દે. જો કે, તેઓએ આમ કરવાની દરકાર ન કરી. એક ગાર્ડ, જે વ્યવસ્થા જાળવવા પુલની વચ્ચે હતો, તે નદીમાં પડ્યો પણ બચી ગયો. ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે તેણે ન તો લોકોને પુલ હલાવવા જેવા બેફામ વર્તનથી રોક્યા કે ન તો તેના ઉપરી અધિકારી કે પોલીસને ચેતવણી આપી. જાનીએ ઉમેર્યું, અમને ઓરેવા ગ્રૂપ તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે.

Continue Reading
Advertisement

Morbi

મોરબીના લાલપર ગામેથી ગાંજા સાથે ત્રણ ઝડપાયા

Published

on

6 કિલો ગાંજા સહિતનો રૂા.76 હજારનો મુદ્ધામાલ જપ્ત

મોરબીમાં નસીલા પદાર્થોનું વેચાણ સામે આવ્યું છે એસ.ઓ.જી. પોલીસની સતર્કતાને પગલે રહેણાંક મકાનમાં ગાંજાના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા છે. સમગ્ર મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ નાર્કોટીક્સના નશાયુક્ત ગેર કાયદેસર પ્રવૃતિઓને સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી. પોલીસની ટીમ કાર્યરત રહે છે. ત્યારે પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તેમને બાતમી મળી હતી કે લાલપર ખાતે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં 3 ઇસમો ગાંજાનું વેચાણ કરે છે. જેને પગલે એસ.ઓ.જી.પોલીસે મોરબી-વાંકાનેર ને.હા લાલપર ગામ પાસે અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-101માં દરોડા પાડયા હતા. જ્યાં આરોપી અમીત શ્રીશીશુ તીવારી, વિનોદરાય મનોજરાય યાદવ અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેથી એસ.ઓ.જી. પોલીસે માદક પદાર્થ ગાંજોનો જથ્થો 6 કિલો 121 ગ્રામ કિ.રૂૂ. 61,210/- તથા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂૂ.15,500/- સાથે મળી કુલ કિંમત રૂૂપીયા રૂૂ.76,710નો મુદામાલ કબજે કર્યો હતો. અને તમામ આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ 198પની કલમ 8(સી), 20(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Continue Reading

Morbi

મોરબી કોંગ્રેસ ઉમેદવારના કારખાનામાં અજાણ્યા શખ્સોનો આતંક

Published

on

પથ્થરમારો કરી નુકસાન કરતાં જયંતીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી

મતદાનને આડે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે મોરબી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા ઇસમોએ આવી પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી હુમલો કરી નુકશાન કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબી-માળિયા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જે પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક કારખાનું આવેલ હોય જ્યાં આજે સાંજના 4 થી 04 : 30 કલાકના અરસામાં અજાણ્યા ઇસમોએ આવીને પથ્થરમારો કરી તેમજ ધોકા અને પાઈપથી આતંક મચાવ્યો હતો. જે બનાવમાં ફેકટરીના ગેટ પર કેબીનના કાચ તોડી ઈસમો નાસી ગયા હતા હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર માહિતી ઉમેદવારના પુત્રએ મીડિયાને આપી હતી.આ બનાવ અંગે કારખાનેદાર ને મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ચૂંટણી ને આડે ગણતરી ની કલાકો મતદાન ને બાકી હોઈ ને આવી ઘટના ખુલ્લેઆમ આતંક મચાવવાની ધોળા દિવસે ઘટના બનતા આવા તત્વો ને ઝડપી લઇ ને કડક માં કડક સજા કરવી જોઈએ જેથી આવી ઘટના નું ક્યાંય પુનરાવર્તન ન થાય ને 38 વર્ષ માં આ બનાવ પ્રથમવાર બન્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે વધુ માં જોઈએ તો ધોળા દિવસે ચૂંટણી માહોલ માં એક તરફ પોલીસ સુલેહ અને શાંતિ થી મતદાન યોજાઈ એવા આયોજન ના પ્રયાસો પોલીસ ના હોઈ છે ત્યારે આ ઘટના થી જીલ્લા ની કાયદો વ્યવસ્થા ને પોલીસ ની કામગીરી પર સવાલો ઉભા થાય છે કે આવારા તત્વો માં પોલીસ ની જીલ્લા માં કોઈ બીક કે ધાક છે જ નહીં.તે નક્કી થાય છે.

Advertisement
Continue Reading

Morbi

મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ તો ન બન્યું, પણ પ્રાથમિક સુવિધા તો આપો

Published

on

ચાર દાયકાથી વિકાસના વચનો અપાય છે છતાં શહેરના ખરાબ રસ્તા, ઊભરાતી ગટરો, બંધ લાઇટોથી પ્રજા ત્રસ્ત

મોરબી સિરામિક સીટી તરીકે જાણીતું છે અને સીરામીક ઘડિયાળ સહિત ઉદ્યોગોને લીધે મોરબીનું નામ ભલે વિશ્વ ફલક પર હોય ને કેન્દ્રને રાજ્ય સરકારને મોરબીના ઉદ્યોગો હજારો કરોડો રૂૂપિયા નો ટેક્સ ચૂકવે છે છતાં વિશ્વ ફલક પર નામના ધરાવતા આ સીરામીક સીટી મોરબીમાં લોકોને હરવા ફરવા કે જોવાલાયક સ્થળોની વાત તો એક બાજુ રહી પણ પ્રજાને રસ્તા પર સારી રીતે ચાલી શકે તેવા સારા રસ્તા પણ નથી ઉભરાતી ગટરો બંધ લાઈટો ગંદકી છે પૂરી પ્રજાને પ્રાથમિક સુવિધા પણ નથી છતાં મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓને રાજકીય આગેવાનો મોરબીને પેરિસ બનાવશું કહેતા થાક્યા નથી શું બનાવશે એ તો રામ જાણે પણ છેલ્લા ચાર દાયકાથી તો પ્રજાને મત લેવા માટે બનાવે છે હવે તો આ 2022 ની ચૂંટણીને હવે ગણતરીના દિવસોને કલાકો રહ્યા છે આ વખતે મોરબી ને પેરીસ બનાવવાની વાતો તો કોઈ નથી કરતું પણ સત્તાધારી પક્ષ તો મોદીના વિકાસના ભજન ગાય ભજન મંડળી જાણે ચલાવતા હોય એમ ગાણા ગાય છે ને સ્થાનિક ઉમેદવાર પોતાના મોટા મોટા ફોટા સાથેના બેનરમાં મૂકી આ મે ગુજરાત બનાવ્યું છે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવે છે મોરબીમાં અનેક વાર ચૂંટાયેલા ધારાસભ્યો નેતાઓ નથી કહેતા કે મોરબીમાં મેં આ બનાવ્યું છે મોરબીમાં જો છેલા ચાર દાયકાથી વાત કરીએ તો વિકાસ શું છે ને કોને કહેવાય એ મોરબી ને કદાચ ખબર નહીં હોય આમ તો વિકાસની વાતો કરતી ભાજપ સરકારની વાત કરીએ તો મોરબી એ આમ તો 1990થી ભાજપનો ગઢ રહ્યો છે
1990 માં ભાજપના ઉમેદવાર અમુભાઇ અઘારા એ મોરબી માળીયા 65 વિધાનસભા બેઠકમાં ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસ પાસેથી બેઠક આચકી લીધી હતી બાદ 1995 થી 2012 સુધી સતત પાંચ ટર્મ ભાજપના કાંતિભાઈ અમૃતિયા ચૂંટાયા હતા બાદ 2017 માં પાટીદાર અનામત આંદોલન અને મોરબીમાં વિકાસનો અભાવ સહિત મુદ્દે ભાજપના કાંતિભાઈ અમૃતિયા છઠ્ઠીવાર ચૂંટણી લડ્યા ને 2017માં કોંગ્રેસના બ્રિજેશ મેરજા સામે હારી ગયા ને બ્રિજેશ મેરજા ચૂંટણી જીતી ને અઢી વર્ષ બાદ ફરી પક્ષ પલટો કરી ભાજપમાં ભળી ગયા 2020 માં ફરી પેટા ચૂંટણી આવતા આ ચૂંટણીમાં બ્રિજેશ મેરજાનો નજીવી લીડ થી વિજય થયો હતો પણ હા બ્રિજેશ મેરજા પંચાયત ગ્રામીણ વિકાસ ના મંત્રી બનતા બાદ માં સરકારે તેની કામગીરીને ધ્યાને લઈને તેને હાઈટેક મંત્રી નો દરજ્જો આપ્યો હતો મોરબીનો ઇન્ડસ્ટ્રીઝ એરીયા લાતી પ્લોટ કે જ્યાં ઘડિયાળ ઉદ્યોગોના 300 થી વધુ કારખાના આવેલા છે અન્ય કારખાનાઓ પણ ત્યાં આવેલ છે નો આ લાતી પ્લોટની 1નં થી 7 નંબર સુધીની શેરીમાં છેલ્લા 30 વર્ષથી વિકાસના નામે ચૂંટાયેલા નેતાઓ બણગા મારી આવ્યા પણ આજે લાતી પ્લોટની ઘણી શેરીઓ નરકાગાર હાલતમાં છે મોરબીની પ્રજાએ છેલ્લા ત્રણ ચાર દાયકાથી વિકાસનો સુરજ જોયો નથી 1979 નું પૂર હોનારત 2001 નો ભૂકંપ માં પડી ભાંગેલા મોરબીને મોરબીના ઉદ્યોગો પ્રજાજનોને ઉદ્યોગકારોની હિંમતને સાહસિકતા ના કારણે એકવાર ફરી બેઠા થઈ ગયા હતા મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓનો જેટ ગતિએ વિકાસ થયો છે એટલો મોરબીનો વિકાસ જોવા મળતો નથી મોરબીની પ્રજાનો તો જાણે ચૂંટણીમાં વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો હોય એવું મોરબીની હાલત અને પરિસ્થિતિ બતાવે છે અધૂરામાં પૂરું મોરબી રાજવી પરિવારે બનાવેલ ઝુલતો પુલ પણ તાજેતરમાં અકસ્માતે તૂટી પડતાં મોરબીની પ્રજા ને જોવાલાયક ને ફરવાલાયક સ્થળને સુવિધા પણ છીનવાઈ ગઈ અરે સુવિધા તો છીનવાઈ ગઈ માથે થી આ ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી પણ હોમાઈ ગઈ છતાં આ ઘટનામાં જેને મોકો મળ્યો એને રાજકીય રોટલા શેકી લીધા પણ આ ઘટનામાં મુખ્ય જવાબદારો સામે પગલાં લેવા આજદી સુધી કોઈ ચૂંટાયેલા નેતાઓ મંત્રીઓ સરકાર કાંઈ કરી શકી નથી કે કોઈ પગલા પણ લીધા નથી એનો પ્રજામાં પણ રોષ છે મોરબીના વિકાસની વાત કરીએ તો મોરબીના ઉદ્યોગોનું ભલે વિશ્વ ફલક પર નામ હોય પણ મોરબીના ઉદ્યોગકારોને વિદેશમાં જવું હોય તો તેને અમદાવાદ સુરત વડોદરા થી ફ્લેટ પકડવી પડે છે મોરબીની નેતાગીરી આ સુવિધા ઉદ્યોગકારોને હજુ સુધી આપી નથી શકી.મોરબીમાં પ્લેન તો શું પણ સારી લાંબા અંતરની ટ્રેનની સુવિધા પણ નથી અમદાવાદ કે મુંબઈની સીધી ડેઈલી એક પણ ટ્રેન મોરબી થી સીધી નથી કેટલી શરમજનક વાતો કહેવાય ન તો મોરબીની પ્રજા માટે આજદી સુધી કોઈ ફરવાલાયક સ્થળ બનાવ્યું છે ના સારા બાગબગીચા માત્ર વર્ષોથી પેરીસ બનાવવાના બણગા જ ફુંકી પોતાનો વિકાસ કરી લીધો અરે ખુદ મોરબીના સિરામિક ઉદ્યોગકારો જે સરકારને હજારો કરોડો નો ટેકસ ચૂકવે છે તેમ છતાં તેને તેના વિસ્તારોમાં સારા રસ્તા પાણી પાર્કિંગ માટે ટ્રાન્સપોર્ટનગર જેવી સુવિધા નથી મળતી ઉદ્યોગકારો રજૂઆતો કરી ને થાકી ગયા છે બીજી તરફ ચૂંટણી આવે ને વિકાસની ગાડીઓ ડબલ એન્જિન સાથે દોડવા લાગે પણ વિકાસ તો માત્ર બેનરોની જાહેરાતોમાં પ્રજાએ જોઈ સંતોષ માની લેવો એવું છે કે શું?
આજ હવે મતદાન ને ગણતરી ના કલાકો રહ્યા છે ત્યારે 2022 ની ચૂંટણી ના પરિણામ બાદ જે વિજય થાય તે મોરબી નો વિકાસ કેવો કરે છે તે આવનાર સમય બતાવશે પણ હવે મોરબી ની પ્રજા ને સમજી વિચારી ને મતદાન કરવાનું છે કે મત આપવો કોને.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ