Porbandar
બરડા ડુંગરમાં સિંહના વસવાટનો પ્રોજેકટ અટકાવો, સાંસદ ધડુકના લેટરથી વિવાદ
Published
1 month agoon
By
ગુજરાત મિરર
બરડામાં સિંહ આવશે તો માલધારીઓના માલઢોરની હિંસા થવાની સાંસદે વ્યકત કરી ચિંતા
પોરબંદરના સાંસદે વનમંત્રીને ભલામણ કરીને બરડાડુંગરમાં સિંહોનો વસવાટ કરવાનો પ્રોજેકટ પડતો મુકવા માંગ કરી છે. ત્યારે તેની સામે સિંહપ્રેમી યુવાને આક્રોશ વ્યકત કરીને જણાવ્યું છે કે, બરડાડુંગરમાં સિંહના વસવાટથી અનેક પ્રકારના ફાયદા થશે. ટુરીઝમ ક્ષેત્રે વિકાસની સાથોસાથ સિંહની અવરજવરથી બુટલેગરો દ્વારા દારૂૂની ભઠ્ઠીઓ બંધ કરી દેવાતા ઝહેરીલી શરાબનું વેચાણ પણ બંધ થશે તેમ જણાવ્યું છે.
પોરબંદરના સિંહપ્રેમી રાજુભાઈ ઓડેદરાએ જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના કેટલાક લોકો દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી કે, રાણાવાવ તાલુકાના બરડા જંગલ વિસ્તારમાં સિંહ વસવાટ બંધ કરાવવો જોઈએ,તે અંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે વન પર્યાવરણ વિભાગ મંત્રી મુળુભાઈ બેરાને આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવવા ભલામણ કરવામાં આવી છે. ત્યારે પોરબંદરના બરડા વિસ્તારમાં સૂચિત સિંહ વસવાટ પ્રોજેકટ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમ જણાવીને રાજુ ઓડેદરાએ આક્રોશ વ્યકત કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે, હાલમાં ગીરના જંગલમાં સિંહ બે ત્રણ દિવસે એકાદ વાર સમાચારનું માધ્યમ બને છે કારણકે ગીરના જંગલનું ક્ષેત્રફળ તેમના માટે નાનું બન્યું છે અને સિંહની વસ્તી ખૂબ ફાલીલી છે અને આજ કારણે સિંહ વચ્ચે ઈનફાઈટના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને ઘણીવાર માનવ વસાહતમાં ચડી આવે છે અને માલઢોરનો શિકાર કરે છે તો ઘણી વાર ગીર અને બૃહદ ગીર વિસ્તાર છોડી અને નવા નવા રહેઠાણની શોધમાં માઈગ્રેટ કરતા રહે છે અને છેક જસદણ સિહોર પોરબંદર વિસ્તાર સુધી પણ પહોંચી જાય છે જેનું છેલ્લું ઉદાહરણ પોરબંદર વિસ્તારમાં ચડી આવેલ કોલંબસ નામનો સિંહ છે.ઉપરોક્ત કારણોસર ભૂતકાળમાં સિંહને ગુજરાત બહારના રાજ્યમાં પણ વસાવવવાની વાત થતી રહે છે પરંતુ ઉત્તર ભારત,દક્ષિણ ભારત અને નોર્થ ઇસ્ટના રાજયમાં સિંહને વાતાવરણ માફક આવે એવું નથી જ્યારે મધ્યભારત અને રાજસ્થાન માફક આવે એવું વાતાવરણ છે પરંતુ ત્યાંનાં જંગલમાં વાઘનો વસવાટ છે એટલે આ જંગલમાં સિંહ વસાવવા શક્ય નથી સરેરાશ ઊંચાઈ અને સિંહની સરખામણીમાં વજનમાં વધુ વાઘ પણ એક તાકાતવર બિગ કેટ છે પરંતુ એકલવાયું જીવન જીવે છે એમની વચ્ચે અથડામણ થતી રહેવાનો ભય છે એટલે બંને વચ્ચે ઇન ફાઇટ થતી રહેતાં બંને પ્રાણીઓનો જીવનો ભોગ અવારનવાર બનવાના સંજોગ છે.
બરડા ડુંગરના સ્થાનિક માલધારીઓએ સાંસદ રમેશભાઈ ધડુક આગળ પહોંચ્યા કે બરડા વિસ્તાર અને પોરબંદરમાં સિંહ વસવાટ અટકાવો એટલે સાંસદે વનમંત્રીને સૂચન કર્યું કે પોરબંદરમાં સિંહ વસવાટ અટકાવો કારણકે કારણ વગરની જીવ હિંસા થશે ગાય બકરાં અને માલધારીને નુકશાન થાય છે.સમગ્ર સત્ય એ છે કે જો પોરબંદર વિસ્તાર આસપાસ સિંહનો વસવાટ થાય તો પોરબંદર વિસ્તારને ઘણા ફાયદા થશે પહેલું પોરબંદર વિસ્તારમાં ટુરિઝમ વધશે એટલે વ્યાપારને વધશે બીજું બરડા વિસ્તારમાં ગેરકાયદેસર માઇનિંગ બંધ થઈ જશે ત્રીજું બરડા ડુંગર અને તેની આસપાસ દારૂૂ બંધ થતાં ઘરૂૂનું દુષણ અટકશે. ઓસિંહોના બીજા ઘર એવા બરડા પર્વન ઉપરનો સિંહનો વસવાટ બંધ રાખવાની ભલામણ કરી છે તે પત્ર પાછો ખેંચી લેવો જોઈએ અને સિંહોનો અહીંજ ઉછેર અને વસવાટ થાય તે માટે પુરતો સાથ સહકાર આપવો જોઈએ તેવી માંગણી રાજુ ઓડેદરા દ્વારા થઇ છે.
You may like
Porbandar
પોરબંદર પાસે બસ સાથે કાર અથડાતા ચાર યુવાનોનાં મોત
Published
5 days agoon
March 25, 2023By
ગુજરાત મિરર
કિંદરખેડા ગામના ચાર યુવાનોના મોતથી બરડા પંથકમાં શોક છવાયો
પોરબંદરના દહેગામ નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. દસ મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચતા તેમને સરકારી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યાં હતાં. અકસ્માત પછી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
મળતી માહિતી મુજબ પોરબંદરથી જામખંભાળીયા જતી ટ્રાવેલ્સ અકસ્માતમાં કિંદરખેડાના બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાં ગંભીર રીતે ઈજા પહોંચવાના કારણે સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.અકસ્માત અંગે જાણ થતા જ આગેવાનો અને યુવાનો હોસ્પિટલમાં મદદ માટે દોડી ગયા હતા. જે દર્દી વધુ ગંભીર હતા તેમની માટે યુવાનોએ ઈંઈઞ વાનની વ્યવસ્થા પણ કરી આપી હતી.પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક ખાનગી ટ્રાવેલ્સ બેફામ સ્પીડે દોડે છે અને ટ્રાફિક પોલીસ સહિત છઝઘના અધિકારીઓની મીઠી નજર હેઠળ જ વાહનો દોડી રહ્યાં હોવાની બે દિવસ પહેલાં જ આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી હતી. જેમાં અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ થયા હતા અને તંત્ર આંખ આડા કાન કરીને આવા ગંભીર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું હતું.
Porbandar
પોરબંદરની પોલીસ ટીમ ઉપર સુરતમાં હુમલો
Published
1 week agoon
March 20, 2023By
ગુજરાત મિરર
છેતરપિંડીના કેસમાં આરોપીને પકડવા ગયેલા પીએસઆઈ સહિતના સ્ટાફને મારમારી બે શખ્સો ફરાર
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને તેમની ટીમ પર રૂા.22.85 લાખની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ અને તેનો ભાઇ તથા કારીગરોએ હુમલો કરી ભાગી ગયા હતા. હુમલમાં પીએસઆઇ સહિત બે જણાને ઇજા થતા ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના પુણે ખાતે શ્રી એન્ટરપ્રાઇઝ નામે કેમીકલનો ધંધો કરતા હીતેશ મનસુખલાલ થાનકીને ટ્રાન્સપોર્ટમાં કેમીકલ મોકલવાના બહાને એડવાન્સ પેટે રૂા.22.85 લાખ પડાવી લઇ છેતરપિંડી કરવાના પ્રકરણમાં પોરબંદરના કમલબાગ પોલીસ સુરત તપાસ અર્થે આવી હતી. ક્રાઇમ બ્રાંચની મદદથી કમલબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એ. સાવલીયા, પો.કો. ગોપાલ દેવશી, લોકરક્ષક દેવેન્દ્રસિંહ રણજીતસિંહએ છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી (રહે. નક્ષત્ર એમ્બેસી, ગૌરવ પથ, પાલ) ની શોધખોળ માટે તેના ઘર પાસે વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસથી બચવા મંગેશ હજીરા રોડના ઇચ્છાપોર સ્થિત આર.જે. ડી ટેક્સટાઇલમાં તેના ભાઇ યોગેશ ફુલવાણીના કારખાનામાં છુપાયો હતો. જેની બાતમી મળતા પીએસઆઇ સાવલીયા અને તેમની ટીમે ત્યાં વોચ ગોઠવી ગત રાતે બલેનો કાર નં. જીજે-5 આરક્યુ-6111 માં બેસવા જઇ રહેલા મંગેશને પકડયો હતો.
પરંતુ મંગેશે પોલીસની સાથે જવાનો ઇન્કાર કરી ભાઇ યોગેશ પુલીસ આ ગઇ હે, મુજે પકડ લીયા હે, તુમ નીચે આ જાઓ એમ કહી તેના ભાઇને બોલાવ્યો હતો. યોગેશ કારખાનાના પાંચેક કારીગર સાથે લાકડાના ફટકા સાથે ઘસી આવી પીએેસઆઇ સાવલીયાના જમણા હાથ અને ડાબા પગમાં, લોકરક્ષક દેવેન્દ્રસિંહને પગમાં માર્યા હતા. ઉપરાંત યોગેશે તેના કારીગરોને મારો સાલે કો, મે હું ના તુમ કો કુછ નહીં હોને દુંગા એમ કહેતા કારીગરો પણ પીએસઆઇ સાવાલીયા સહિતની ટીમને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. આ તકનો લાભ લઇ મંગેશ સહિત બે જણા કારમાં ભાગી ગયા હતા. જયારે યોગેશ અને તેના કારીગરો પણ અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા.
Porbandar
ડોલ્ફિનના કટકા કરી શાર્કનો શિકાર કરતી હતી ટોળકી
Published
2 weeks agoon
March 17, 2023By
ગુજરાત મિરર
પોરબંદરના દરિયામાં ડોલ્ફિન-શાર્કના શિકારમાં ચોંકાવનારી વિગત : વન વિભાગ, કોસ્ટગાર્ડ અને એસઓજીનું ઓપરેશન : અત્યાર સુધીમાં કેટલી માછલીનો શિકાર કર્યો? તપાસ શરૂ
ગુજરાતને કુદરતે 1600 કિ.મી.નો અફાટ સાગર સીમાડો પ્રદાન કર્યો છે. અરબ સાગર તરીકે ઓળખાતા ગુજરાતના આ દરિયાકિનારામાં ઓખાથી લઈને છેક વલસાડ સુધીનો વિસ્તારનો સમાવેશ થાય છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સાગરની સીમામાં પોરબંદરની દરિયાઈ સીમા આ પહેલાં પણ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે આવી વધુ એક ઘટનામાં પોરબંદરથી 12 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડોલ્ફિન માછલીઓનો શિકાર કરતી એક પરપ્રાંતિય ગેંગને પોરબંદર વન વિભાગ દ્વારા કોસ્ટ ગાર્ડ તથા પોરબંદર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી છે.
બોટનો માલિક તમિલનાડુનો હોવાનું તથા તેણે આ બોટ માંગરોળથી ખરીદ્યા બાદ તેનું રજિસ્ટ્રેશન તમિલનાડુ ખાતે કરાવ્યાનું વન વિભાગ જણાવી રહ્યો છે. જંગલ ખાતાએ 22 જેટલી મૃત ડોલ્ફિન માછલીઓ તથા એક બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ બારામાં 10 શખ્સોને સકંજામાં લીધા છે. પોરબંદર વન વિભાગના ડીસીએફ વ્યાસે જણાવ્યા મુજબ પોરબંદર વન વિભાગને છેલ્લાં ઘણાં સમયથી અરબ સાગરમાં અલભ્ય માછલીઓના શિકાર અંગેની વાતો જાણવા મળી હતી, જેથી વન વિભાગ દ્વારા આ અંગે કોસ્ટ ગાર્ડ સાથે ટાઈ-અપ કરીને દરિયામાં બારીકાઈપૂર્વક નજર રાખવામાં આવી રહી હતી, જેમાં દરિયાઈ જીવસૃષ્ટિને હાનિ પહોંચાડતી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો.
તા.15 માર્ચના રોજ સાંજે પોરબંદર એસઓજી દ્વારા દરિયાઈ સીમામાં પેટ્રોલગ કરી રહેલી ઈન્ટરસેપ્ટર બોટને નડાયેનાથ નામક એક બોટની હિલચાલ શંકાસ્પદ જણાતાં એસઓજીના પીએસઆઈ ધાંધલિયાએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. જે અનુસંધાને પોરબંદરના ડીસીએફ વ્યાસે કોસ્ટ ગાર્ડ તથા એસઓજી સાથે મળીને મધદરિયે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને નડાયેનાથ બોટમાંથી 22 મૃત ડોલ્ફિન કબ્જે કરી આ બારામાં 10 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલી ડોલ્ફિનની શિકારી ગેંગ મૂળ તો શાર્કને પકડવા માટે ડોલ્ફિનને નિશાન બનાવતી હતી. આ શખ્સો અરબ સાગરમાં વિપુલ પ્રમાણમાં મળી આવતી શાર્ક માછલીને પકડવા માટે પહેલાં ડોલ્ફિનને પકડતાં હતા અને પછી તેના કટકાં કરીને નચારાથ તરીકે ફેંકી શાર્કને પકડતાં હતા. આ ભેજાબાજ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલી માછલીઓને આવી રીતે ગેરકાયદેસર શિકાર કરવામાં આવ્યો તે પણ હવે વન વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે.
એડિટર ની ચોઈસ

વતનમાં રહેતી પ્રેમિકા સાથે વીડિયો કોલમાં ઝઘડો થતા પ્રેમીનો આપઘાત

ડેરીમાંથી ફૂગવાળો શિખંડ, મીઠાઇ, માવો ઝડપાયો

‘જ્યાં પ્રતિભા અને અવસરનું મિલન થાય છે,’ ઈંઙક ટ્રોફી ઉપર પ્રેરણાદાયી લખાણ

ચીયરલીડર્સની ઝગમગતી દુનિયા પાછળ અંધારુ

CSKનો ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ કાલે બોલિંગ નહીં કરે

ઇન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં કૂવા ઉપરનો સ્લેબ ધસી પડતા 25 લોકો કુવામાં ખાબક્યા
ગુજરાત

ચીયરલીડર્સની ઝગમગતી દુનિયા પાછળ અંધારુ

CSKનો ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ કાલે બોલિંગ નહીં કરે

ઇન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના, મંદિરમાં કૂવા ઉપરનો સ્લેબ ધસી પડતા 25 લોકો કુવામાં ખાબક્યા

ટાઇટલ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે હાર્દિક પંડ્યાની ટીમ

ધુરંધર બેટસમેન સ્ટીવન સ્મિથ ઈંઙકમાં એક્સપર્ટ કોમેન્ટેટર્સ

IPLનો કાલે ધમાકેદાર પ્રારંભ, મોદી સ્ટેડિયમમાં રંગારંગ સેરેમની
સ્પોર્ટસ

ટાઇટલ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે હાર્દિક પંડ્યાની ટીમ

ધુરંધર બેટસમેન સ્ટીવન સ્મિથ ઈંઙકમાં એક્સપર્ટ કોમેન્ટેટર્સ

IPLનો કાલે ધમાકેદાર પ્રારંભ, મોદી સ્ટેડિયમમાં રંગારંગ સેરેમની

વિપક્ષના નેતાઓને ભ્રષ્ટાચારી સાબિત કરવાની ચાલ: મોદીને ફાયદો થશે કે વિપક્ષને?
ચોટીલામાં ધો.12ની પરીક્ષા આપતો ડમી છાત્ર પકડાયો
