Connect with us

International

ફિફા વર્લ્ડ કપ-2022: નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

Published

on

સેનેગલ સામે નેધરલેન્ડે અંતિમ મિનિટોમાં ગોલ ફટકારી 2-0થી જીત મેળવી, ઇરાન સામે ઇંગ્લેન્ડનો 6-2થી ભવ્ય વિજય

ફિફા વર્લ્ડ કપનો જંગ જમી રહ્યો છે જેમાં સોમવારે યોજાયેલી રોમાચંક મેચમાં સેનગેલ સામે નેધરલેન્ડની ટીમનો 2-0ના સ્કોરથી જયારે ઇરાન સામે ઇગ્લેન્ડની ટીમનો 6-2થી શાનદાર વિજય થયો હતો.
ફફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ અની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે.
21 નવેમ્બરની બીજી અને ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી મેચ સેનેગલ અને નેધરલેન્ડની ફૂટબોલ ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય સમય અનુસાર આ મેચ 9.30 એ શરુ થઈ હતી. ગ્રુપ અની આ બીજી મેચમાં નેધરલેન્ડની ટીમની 2-0ના સ્કોરથી જીત થઈ છે. આ મેચમાં ગોલકીપરનો દબદબો રહ્યો હતો. છેલ્લી 20 મિનિટ સુધી મેચમાં એક પણ ગોલ થયો ન હતો. અંતિમ મિનિટોમાં નેધરલેન્ડની ટીમે ગોલ કરીને આ મેચમાં જીત મેળવી હતી. સેનેગલ સામે નેધરલેન્ડની આ મેચ કતારના અલ થુમામા સ્ટેડિયમમાં યોજાઈ હતી.
નેધરલેન્ડની ટીમના ખેલાડીઓ ડેવી ક્લાસેન અને કોડી ગાકપો એ 1-1 ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. બંને ટીમના ગોલકીપરે જોરદાર પ્રદર્શન કરીને છેલ્લે સુધી એક પણ ગોલ મારવા દીધો ન હતો. મેચની અંતિમ મિનિટમાં ગોલ કરીને નેધરલેન્ડે વર્લ્ડકપની વિજયી શરુઆત કરી હતી. ગ્રુપ અની આ બીજી મેચ હતી. આ પહેલા આ ગ્રુપની બે ટીમો કતાર અને ઈકવાડોર વચ્ચે મેચ થઈ હતી. જેમાં ઈક્વાડોરનો વિજય થયો હતો.
ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય થયો છે.ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ માર્યા હતા. ફિફા વર્લ્ડકપની આ બીજી મેચમાં કુલ 8 ગોલ જોવા મળ્યા હતા. મેચના પહેલા હાફમાં ઈંગ્લેન્ડના 3 ગોલ જોવા મળ્યા હતા. જ્યારે બીજા હાફમાં ઈંગ્લેન્ડના 3 અને ઈરાનના 2 ગોલ જોવા મળ્યા હતા.
21 વર્ષ 77 દિવસની ઉંમરવાળો બુકાયો સાકા ઈંગ્લેન્ડ માટે વર્લ્ડકપની એક મેચમાં એક કરતા વધુ વખત ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.જુડ બેલિંગહામ (19 વર્ષ 145દિવસ) માઈકલ ઓવેન (18વર્ષ 190દિવસ) પછી વર્લ્ડ કપ ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી યુવા ગોલસ્કોરર બન્યો છે. ફિફા વર્લ્ડ રેંકિગમાં ઈંગ્લેન્ડની ટીમ 5માં સ્થાને છે. જ્યારે ઈરાનની ટીમ આ રેંકિગમાં 20માં સ્થાને છે.ઈંગ્લેન્ડની ટીમના ફિફા વર્લ્ડકપ રેર્કોડની વાત કરીએ તો આ ટીમ વર્લ્ડકપમાં 29 મેચ જીતી છે. જ્યારે ઈરાનની ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે.
આ મેચમાં ઈરાનના મેહદી તારેમી એ 2 ગોલ કર્યા હતા. જેમાંથી 1 ગોલ પેનલ્ટી ગોલ હતો.ઈંગ્લેન્ડ તરફથી જુડ બેલિંગહામ, રહીમ સ્ટર્લિંગ, જેક ગ્રેલીશ અને માર્કસ રેશફોર્ડ એ 1 ગોલ, જ્યારે બુકાયો સાકા એ 2 ગોલ કર્યા હતા.

હિજાબ આંદોલનના સમર્થનમાં ઇરાની ખેલાડીઓએ રાષ્ટ્રગાન ન ગાયું
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ-2022માં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. ઇરાનની ફૂટબોલ ટીમે સોમવારે ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા પોતાનું રાષ્ટ્રગાન ગાવાની ના પાડી દીધી હતી. ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા જ્યારે રાષ્ટ્રગાન વાગ્યું તો ઇરાનની ટીમના બધા ખેલાડીઓ ચુપ હતા. ઇરાનના બધા ખેલાડીઓએ રાષ્ટ્રગાન ગાયું ન હતું.મેચમાં ઇંગ્લેન્ડે ઇરાન સામે 6-2થી વિજય મેળવ્યો હતો. ઇરાનની ફૂટબોલ ટીમના બધા ખેલાડીઓએ આવું પોતાની સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનનું સમર્થન કરવા માટે કર્યું છે. ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઇરાન ફૂટબોલ ટીમના કેપ્ટન અલીરેજા જહાનબખ્સે કહ્યું હતું કે ટીમના બધા ખેલાડી મળીને એ નક્કી કરશે તેમને સરકાર સામે ચાલી રહેલા પ્રદર્શનના સમર્થનમાં રાષ્ટ્રગાન ગાવું છે કે નહીં. ઇરાનમાં 16 સપ્ટેમ્બરે પોલીસ લોકઅપમાં મહસા અમીની નામની મહિલાનું મોત થયું હતું. તે પછી ઇરાનમાં સરકારનો વિરોધ થઇ રહ્યો છે. હિઝાબ વિરોધી પ્રદર્શન દરમિયાન પોલીસે કુર્દ મૂળની મહિલા મહસા અમીનીની તેહરાનમાં ધરપકડ કરી હતી. ત્રણ દિવસ પછી અમીનીનું મોત થયું હતું. તેના પર ઇરાનની અંદર મહિલાઓથી સંબંધિત ડ્રેસ કોડના ઉલ્લંઘનનો આરોપ હતો. ડ્રેસ કોડના મતે મહસાએ હિઝાબ પહેર્યો ન હતો. ત્યા મહિલાઓ માટે હિઝાબ ફરજીયાત છે.

Advertisement

Continue Reading
Advertisement

International

ગૂગલ, આલ્ફાબેટના સીઈઓ પિચાઈને પદ્મભૂષણ એનાયત

Published

on

ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે જ રાખું છું

પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા બાદ ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે ભારત મારો એક ભાગ છે અને હું તેને મારી સાથે જ રાખુ છુ. ભારતીય-અમેરિકન સુંદર પિચાઈને વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે 2022 માટે પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 50 વર્ષીય સુંદર પિચાઈને શુક્રવારે સાન ફ્રાન્સિસ્કો ખાતે, સુંદર પિચાઈના પરિવારના સભ્યો અને નજીકના લોકોની ઉપસ્થિતિમાં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ અવસરે અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરણજીત એસ સંધુએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ એવોર્ડ અર્પણ કર્યા બાદ કહ્યું કે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણ સોંપવામાં આનંદ થયો. મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની તેમની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસ વચ્ચે આર્થિક અને તકનીકી સંબંધોને મજબૂત બનાવે છે.
સુંદર પિચાઈએ કહ્યું, આ સર્વોચ્ચ સન્માન માટે હું ભારત સરકાર અને ભારતની જનતાનો ખૂબ આભારી છું. ભારત મારો એક ભાગ છે, અને હું ટેક્નોલોજીના લાભો લાવવા માટે સાથે મળીને કામ કરીને ગૂગલ અને ભારત વચ્ચેની ભાગીદારી યથાવત રાખવા માટે આતુર છું.
પિચાઈએ કહ્યું કે ટેકનોલોજિકલ પરિવર્તનની ઝડપી ગતિના સાક્ષી બનવા માટે વર્ષોથી ઘણી વાર ભારત પરત ફરવું અદ્ભુત રહ્યું છે. ડિજિટલ પેમેન્ટથી લઈને વોઇસ ટેક્નોલોજી સુધી, ભારતમાં કરવામાં આવેલી નવીનતાઓથી વિશ્વભરના લોકોને ફાયદો થઈ રહ્યો છે. પિચાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં અવનવા વ્યવસાયો ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની તકોનો લાભ લઈ રહ્યા છે, અને ગ્રામીણ વિસ્તારો સહિત પહેલા કરતાં વધુ લોકો ઇન્ટરનેટની ઍક્સેસ ધરાવે છે. પિચાઈએ કહ્યું કે વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે તે પ્રગતિ માટે ઉત્પ્રેરક છે, અને મને ગર્વ છે કે ગૂગલે આ બે પરિવર્તનકારી દાયકાઓમાં સરકારો, વ્યવસાયકારો અને સમુદાયો સાથે ભાગીદારી કરીને ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

Advertisement
Continue Reading

Breaking News

અમેરિકા ભારતને નાટોમાં સામેલ કરવા માગતું હોવાનો રશિયાનો આક્ષેપ

Published

on

પશ્ર્ચિમી દેશો દ્વારા રશિયન તેલ પર પ્રસ્તાવિત ભાવ બાંધણાનો પણ વિરોધ

શું અમેરિકા ભારતને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે ગઅઝઘમાં સામેલ કરવા ઈચ્છે છે ? ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે આ દાવો કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લવરોવે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે નાટોમાં ભારતને સામેલ કરી ભારતને ચીન અને રશિયા વિરુદ્ધની લોબીનો એક ભાગ બનાવવા માંગે છે.
લવરોવે મોસ્કોમાં મીડિયાને કહ્યું કે ચીન સાગર હવે તણાવના નવા વિસ્તાર તરીકે ઉભરી રહ્યો છે. આની પાછળ નાટોનો હાથ છે. નાટોએ યુક્રેનમાં પણ આવું જ કર્યું. રશિયાના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો કે નાટો દેશો મળીને ભારતને રશિયા અને ચીન વિરુદ્ધ જૂથવાદમાં સામેલ કરવા માંગે છે. નાટો દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધારવામાં વ્યસ્ત છે, જેથી રશિયાની ઘેરાબંધી થઇ શકે. લવરોવે એમ પણ કહ્યું કે ચીન આ ઉશ્કેરણીઓને ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું કે દક્ષિણ ચીન સાગરની જેમ નાટો તાઈવાનમાં પણ આગ સાથે રમી રહ્યું છે. તે પણ રશિયા માટે ખતરો બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને નાટો સાથે વધતા તણાવને કારણે રશિયાએ ચીન સાથે સૈન્ય સહયોગને વધુ તીવ્ર બનાવ્યો છે.
રશિયાના વિદેશ મંત્રી લવરોવે કહ્યું કે અમેરિકાના નેતૃત્વમાં નાટો યુરોપમાં વિસ્ફોટક સ્થિતિ સર્જી રહ્યું છે. યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના નવા જોડાણ ઓસ્ટ્રેલિયા-યુકે-યુએસ અઞઊંઞજ નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નાટો પણ ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
લવરોવે યુક્રેન યુદ્ધને કારણે રશિયાના તેલની નિકાસ પર યુએસ અને પશ્ચિમી દેશો દ્વારા પ્રસ્તાવિત પ્રાઇસ કેપનો પણ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અમને તેનો કોઈ ડર નથી. અમે આ અંગે ભારત અને ચીન જેવા સાથી દેશો સાથે વાત કરીશું. કોઈ તૃતીય પક્ષ સજા આપવાનું નક્કી કરી શકે નહીં. યુક્રેન યુદ્ધમાં રશિયાને નબળું પાડવા માટે ૠ7 સભ્ય દેશો રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રાઇસ કેપ લાદવા માંગે છે.

Advertisement
Continue Reading

International

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

Published

on

બે ગુજરાતી મહિલા ક્રિકેટરને સ્થાન

મહિલા ક્રિકેટના ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં બે ગુજરાતી મહિલા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્રેણીમાં કેપ્ટન હરમનપ્રીત કૌર જ રહેશે અને સ્મૃતિ માંધાના વાઇસ કેપ્ટન રહેશે. ઇજાના કારણે આ શ્રેણીમાં ઓલરાઉંડર પુજા વસ્ત્રાકર નહીં રમી શકે. તો વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા વિકેટકીપર તરીકે યથાવત રહેશે.ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર (ઈ), સ્મૃતિ મંધાના (ટઈ), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (ૂસ), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈદ્ય, એસ મેઘના, રિચા ઘોષ (ૂસ), હરલીન દેઓલનો સમાવેશ થાય છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ