Connect with us

Business

પ્રોફિટ બુકિંગ વચ્ચે ક્રિપ્ટોમાં કડાકો : સેન્સેક્સમાં 162 પોઈન્ટની વધઘટ

Published

on

બિટકોઈન પટકાઈ ભારતીય બજારમાં રૂા. 13.21 લાખે : ઈથેરિયમ 2.18 ટકાના ઘટાડે રૂા. 92,813

 

પ્રોફિટ બુકિંગ સહિતના કારણોએ ક્રિપ્ટો કરન્સી બજારમાં કડાકો બોલી ગયો હતો, ભારતીય 3.0 વર્સના આઈ.સી. 15 ઈન્ડેક્સમાં 2.91 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન ભારત શેરબજારમાં સોમવારે નરમ માહોલ રહ્યા બાદ મંગળવારે ખુલતા જ સેન્સેક્સમાં બન્ને તરફી 162 પોઈન્ટની અફડા તફડી જોવા મળી હતી. શેરબજારના સુત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે 61,144ની સપાટીએ બંધ થયેલો સેન્સેક્સ આજે 61,126ના મથાળે ખુલી 61,248 સુધી વધી 61,073ના મથાળે અથડાયો હતો. સવારે દસ વાગ્યાના સુમારે સેન્સેક્સ 99 પોઈન્ટ સુધારે 61,242ની સપાટીએ રન કરી રહ્યો હતો.
વૈશ્ર્વિક સ્તરે અગ્રણી બેન્કોમાં આવતા વર્ષે મંદી આવવાની અટકળો વચ્ચે દરેક બજારોમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાનું હતું. પરિણામે ક્રિપ્ટો ટ્રેડર્સ પણ સાવચેત થતા પ્રોફિટ બુકિંગ કરી લેતા કરન્સીનું મુલ્ય ડાઉન થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં બિટકોઈન 1.74 ટકાના ઘટાડે 16,173 ડોલર (રૂા. 12,21,819) ઈથેરિયમ 2.18 ટકાના ઘટાડે 1134 ડોલર (રૂા. 92,813), બાઈનાન્સ કોઈન 2.85 ટકાના ઘટાડે 260 ડોલર (રૂા. 21,313), એક્સ.આર.પી. 4.19 ટકાના ઘટાડે 0.35 ડોલર (રૂા. 28.99)ના મથાળે જોવા મળી રહ્યા હતા.

Advertisement

Continue Reading
Advertisement

Business

IT મંત્રાલય ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવાની તૈયારીમાં,ગુગલ અને ફેસબુક સામે પણ ગાળિયો ક્સાસે

ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહે છે, ‘અમે ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવા જઈ રહ્યા છીએ જે વર્તમાન IT એક્ટનું સ્થાન લેશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

Published

on

ગુગલ અને ફેસબુક જેવા મોટા ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે, પરંતુ સાઈબર ફ્રોડની ફરિયાદમાં પણ ગુગલને પક્ષકાર બનાવવામાં આવતા ન હોવાને કારણે ગૂગલ અને ફેસબુક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે દેશના વર્તમાન આઈટી નિયમમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.બીજી તરફ આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સરકાર પણ ઝીણવટભરી તૈયારીઓ કરી રહી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કહે છે, ‘અમે ટૂંક સમયમાં ડિજિટલ ઈન્ડિયા એક્ટ લાવવા જઈ રહ્યા છીએ જે વર્તમાન IT એક્ટનું સ્થાન લેશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. જે પ્લેટફોર્મ પર છેતરપિંડી થશે, તેને રોકવાની જવાબદારી તે પ્લેટફોર્મની રહેશે. તેઓ તેનાથી બચી શકતા નથી. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે વર્તમાન આઇટી કાયદાના નિયમો એકથી નવમાં જણાવાયું છે કે પ્લેટફોર્મ પર છેતરપિંડી અટકાવવાની જવાબદારી પ્લેટફોર્મની રહેશે. પરંતુ અમે પ્રસ્તાવિત કાયદામાં ખૂબ જ વ્યાપક ફેરફારો લાવી રહ્યા છીએ.

IT કાયદા અને સાયબર છેતરપિંડી નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ પવન દુગ્ગલ કહે છે, ‘આ વર્ષે ઓક્ટોબરમાં આઈટી નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ગૂગલ અને ફેસબુકે તેમના પ્લેટફોર્મ પર આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે પગલાં લેવા પડશે. જો આમ કરવામાં ન આવે તો ગ્રાહક આ પ્લેટફોર્મ્સ સામે ફોજદારી કેસ દાખલ કરી શકે છે.

Advertisement

એક ગ્રાહકે  જ્યારે રેફ્રિજરેટર તૂટી ગયું, ત્યારે તે કંપનીના કોલ સેન્ટરને કૉલ કરવા માટે ગૂગલ પર સર્ચ કર્યું. સર્ચમાં તે કંપનીના નામે ચાલતું નકલી કોલ સેન્ટર સૌથી ઉપર દર્શાવવામાં આવ્યું હતું. ગ્રાહકે તે સાઈટ પર મળેલા નંબર પર કોલ કર્યો અને કંપનીના કોલ સેન્ટર માટે તેને ભૂલથી કોલ સેન્ટરના લોકોને ઘણી અંગત માહિતી આપી, અંગત માહિતી આપવાના કારણે ગ્રાહક નાણાકીય છેતરપિંડીનો શિકાર બન્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.

હવે ઈન્ટરનેટ ફ્રોડનો બીજો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે.જો તમે કોઈ વસ્તુ ઓનલાઈન સર્ચ કરી હોય તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા તે વસ્તુ વેચનારને ખબર પડી જાય છે કે તમને તે વસ્તુમાં રસ છે અને જેમ તમે ગુગલ કે ફેસબુક પર જાઓ છો, ત્યારે તમને તે વસ્તુની જાહેરાતો મળશે. દેખાવા લાગશે સાયબર જગતના ઠગ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ એઆઈની મદદથી તમારી રુચિ પણ જાણ્યા છે ,અને તેઓ તમને તે વસ્તુ સાઇટ પર સસ્તામાં આપવાની લાલચ પણ આપી રહ્યા છે અને ગ્રાહકો તેમની જાળમાં ફસાઈ જાય છે.

Advertisement
Continue Reading

Business

Oyo માં 600 કર્મચારીઓની છટણી: કંપનીએ કહ્યું નોકરીમાંથી છૂટા કરાયેલા લોકો માટે વધુ સારી નોકરી સુનિશ્ચિત કરીશું

Published

on

Oyo એ તેની તકનીકી અને ઉત્પાદન ટીમોમાં ૬૦૦ કર્મચારીઓને છૂટા કરવાની યોજના ઘડી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે અનેક પ્રોજેક્ટ્સ બંધ કરવાનો અને ટીમોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ કંપનીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે તે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં 240 થી 260 કર્મચારીઓની ભરતી કરશે. “ઓયો તેના ઉત્પાદન, એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર્સ અને ઓયો વેકેશન હોમ્સ ટીમોનું કદ ઘટાડી રહ્યું છે. જો કે બીજી તરફ કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં લોકોને જોડવા જઈ રહી છે. ઓયો તેના ૩૭૦૦ કર્મચારીઓમાં ૧૦ ટકાનો ઘટાડો કરવા માંગે છે. આ અંતર્ગત કંપની 600 કર્મચારીઓની છટણી કરશે જ્યારે 260 નવા કર્મચારીઓને ફરીથી કાર્યરત કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે તે તેના પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ વિભાગને મર્જ કરવા જઈ રહી છે.

કંપનીના ફાઉન્ડરે જણાવ્યું – અમે એ સુનિશ્ચિત કરીશું કે જે લોકો છોડી રહ્યા છે તેમને સારી નોકરી મળી રહે

ઓયોના સ્થાપક અને ગ્રુપ સીઈઓ રિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે સુનિશ્ચિત કરીશું કે જે લોકો નોકરી ગુમાવી રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકોને સારી નોકરી મળે. ઓયો ટીમના દરેક સભ્ય અને હું પોતે આ કર્મચારીઓને તેમની નોકરી મેળવવામાં મદદ કરીશું. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે આ પ્રતિભાશાળી સાથીદારોથી અલગ થવું પડશે જેમણે કંપનીમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે. જેમ જેમ ઓયો (OYO) નો વિકાસ થતો જાય છે અને ભવિષ્યમાં આમાંના કેટલાક કર્મચારીઓની જરૂર પડે છે, તેમ તેમ અમે સૌ પ્રથમ આ કર્મચારીઓ સુધી પહોંચીશું અને કામની ઓફર કરીશું. “ઓયો તેના ઉત્પાદન, એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર્સ અને ઓયો વેકેશન હોમ્સ ટીમોનું કદ ઘટાડી રહ્યું છે. જો કે બીજી તરફ કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમમાં લોકોને જોડવા જઈ રહી છે.

Advertisement

Continue Reading

Breaking News

ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી: સેન્સેક્સ 427 પોઈન્ટ ગગડ્યો

Published

on

નિફ્ટી-(50) 123 પોઈન્ટ ડાઉન: યુનિપાર્ટસ આઈપીઓ બે ગણો ભરાયો

વૈશ્ર્વિક રેટિંગ એજન્સી એસ એન્ડ પી એ દેશના આર્થિક વૃધ્ધિદરના અંદાજને અગાઉના 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. અગાઉ એજન્સીએ અગાામી નાણાકીય વર્ષે (2023-24) આર્થિક વૃધ્ધિદર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેની અસર બજારની ભાવિ ચાલ પર જોવા મળશે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ત્યારે આજે સાપ્તાહિક કામકાજના આખરી દિવસે બીએસઈ સેન્સેક્સમાં 427 પોઈન્ટ સુધીનો અને એનએસઈ પર નિફ્ટીમાં 123 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
ગુરૂવારે 63,284ના મથાળે બંધ થયેલી બજાર 62,978ની સપાટીએ ખુલી 63,148 સુધી વધી સેન્સેક્સ 62,857 સુધી તુટ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી (50) 18,752ના મથાળે ખુલી 18,781 સુધી વધી 18,689 પોઈન્ટ સુધી ઘટી ગઈ હતી. મુખ્ય ઘટેલા શેરોમાં એશિયન પેઈન્ટસ, એક્સિસ બેન્ક, બજાજ ફીનસર્વ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ સહિતના શેરોનો સમાવેશ થતો હતો. તો ડો. રેડ્ડી સહિતની સ્કિપ્ટોમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો.
એલઆઈસીનું અદાણી ગૃપમાં બે વર્ષમાં પાંચ ગણું રોકાણ વધ્યું હોવાના અહેવાલો જાહેર થયા હતા. એલઆઈસી અદાણી કંપનીમાં અત્યાર સુધીમાં 74,142 કરોડનું રોકાણ કરી ચુકી છે. દરમિયાન યુનિપાર્ટસ ઈન્ડિયાના આઈપીઓને રોકાણકારો દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો હોઈ, બે દિવસમાં આઈપીઓ બે ગણો ભરાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ