Connect with us

Porbandar

પોરબંદરથી જેતલસર સુધી 400 ગામની 18 લાખની વસ્તીને મળે છે માત્ર બે ટ્રેન

Published

on

ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલિયા દ્વારા પશ્ર્ચિમ રેલવે મુંબઇનાં જનરલ મેનેજરને કરાઇ રજૂઆત

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને પોરબંદર વાયા જેતલસર લાંબા રૂૂટ ની ટ્રેન બાબતે રજૂઆત કરી
ભારત સરકાર રેલવે મંત્રાલયના ચર્ચગેટ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જેતલસર જંકશન ખાતે રૂૂબરૂૂ મુલાકાતે આવતા સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન તેમજ ધોરાજી ઉપલેટરના ધારાસભ્ય સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર રોડ ઉપર રેલવે તંત્રનો અન્યાય થતો હોય છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવા છતાં એક પણ ટ્રેનની નવી સુવિધા મળી નથી જે બાબતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી હતી

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયા જોઈન્ટ સેક્રેટરી કિશોરભાઈ રાઠોડ કો-ઓર્ડીનેટર જેન્તીભાઈ કાલાવડીયા ખજાનચી દિલીપભાઈ હોતવાણી તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા વિગેરે સાથે જેતલસર ખાતે રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને રૂૂબરૂૂમાં રજૂઆત કરતા જણાવેલ કે પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે સમગ્ર દેશમાં પોરબંદરને આસ્થાથી જોઈ રહ્યા છીએ ત્યારે પોરબંદર રાજકોટ વાયા જેતલસર રૂૂટ ઉપર માત્ર બે ટ્રેન મફશહુ મળે છે.

Advertisement

આ રૂૂટ પર જામજોધપુર, પાનેલી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેવા મોટા શહેરો. ચાર સસંદીય વિસ્તારના 400 જેટલા ગામડાઓની 18 લાખનીવસ્તી માટે આ રેલ સુવિધા પર્યાપ્ત નથી. જેથી અમારી માંગણીઓનો ત્વરીત સ્વીકાર કરી. આ વિસ્તારની જનતાને સસ્તી અને સલામત મુસાફરી ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. ભારત સરકારના રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર એ ખાતરી આપતા જણાવેલ કે બને તેટલી વધુ ટ્રેન આ રોડ પર મળે તે અંગે અમો વધારે પ્રયત્ન કરીશું તેવી ખાતરી આપી હતી તેમજ ધારાસભ્ય શ્રી એ પણ લેખિતમાં માગણી કરી હતી તે મુજબ પણ તેઓએ અગરતા આપવાની ખાતરી આપી હતી. આ સાથે જેતલસર જંકશન ખાતે વિવિધ સંગઠનો માંથી 10 જેટલી સંસ્થાઓએ સૌરાષ્ટ્ર અને વધુ ટ્રેન મળે તે બાબતે રજૂઆત કરી હતી.

Continue Reading
Advertisement

Porbandar

પોરબંદરની પોલીસ ટીમ ઉપર સુરતમાં હુમલો

Published

on

છેતરપિંડીના કેસમાં આરોપીને પકડવા ગયેલા પીએસઆઈ સહિતના સ્ટાફને મારમારી બે શખ્સો ફરાર

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને તેમની ટીમ પર રૂા.22.85 લાખની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ અને તેનો ભાઇ તથા કારીગરોએ હુમલો કરી ભાગી ગયા હતા. હુમલમાં પીએસઆઇ સહિત બે જણાને ઇજા થતા ઇચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના પુણે ખાતે શ્રી એન્ટરપ્રાઇઝ નામે કેમીકલનો ધંધો કરતા હીતેશ મનસુખલાલ થાનકીને ટ્રાન્સપોર્ટમાં કેમીકલ મોકલવાના બહાને એડવાન્સ પેટે રૂા.22.85 લાખ પડાવી લઇ છેતરપિંડી કરવાના પ્રકરણમાં પોરબંદરના કમલબાગ પોલીસ સુરત તપાસ અર્થે આવી હતી. ક્રાઇમ બ્રાંચની મદદથી કમલબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એ. સાવલીયા, પો.કો. ગોપાલ દેવશી, લોકરક્ષક દેવેન્દ્રસિંહ રણજીતસિંહએ છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી (રહે. નક્ષત્ર એમ્બેસી, ગૌરવ પથ, પાલ) ની શોધખોળ માટે તેના ઘર પાસે વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસથી બચવા મંગેશ હજીરા રોડના ઇચ્છાપોર સ્થિત આર.જે. ડી ટેક્સટાઇલમાં તેના ભાઇ યોગેશ ફુલવાણીના કારખાનામાં છુપાયો હતો. જેની બાતમી મળતા પીએસઆઇ સાવલીયા અને તેમની ટીમે ત્યાં વોચ ગોઠવી ગત રાતે બલેનો કાર નં. જીજે-5 આરક્યુ-6111 માં બેસવા જઇ રહેલા મંગેશને પકડયો હતો.

પરંતુ મંગેશે પોલીસની સાથે જવાનો ઇન્કાર કરી ભાઇ યોગેશ પુલીસ આ ગઇ હે, મુજે પકડ લીયા હે, તુમ નીચે આ જાઓ એમ કહી તેના ભાઇને બોલાવ્યો હતો. યોગેશ કારખાનાના પાંચેક કારીગર સાથે લાકડાના ફટકા સાથે ઘસી આવી પીએેસઆઇ સાવલીયાના જમણા હાથ અને ડાબા પગમાં, લોકરક્ષક દેવેન્દ્રસિંહને પગમાં માર્યા હતા. ઉપરાંત યોગેશે તેના કારીગરોને મારો સાલે કો, મે હું ના તુમ કો કુછ નહીં હોને દુંગા એમ કહેતા કારીગરો પણ પીએસઆઇ સાવાલીયા સહિતની ટીમને ઢીક-મુક્કીનો માર માર્યો હતો. આ તકનો લાભ લઇ મંગેશ સહિત બે જણા કારમાં ભાગી ગયા હતા. જયારે યોગેશ અને તેના કારીગરો પણ અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતા.

Advertisement

Continue Reading

Porbandar

ડોલ્ફિનના કટકા કરી શાર્કનો શિકાર કરતી હતી ટોળકી

Published

on

પોરબંદરના દરિયામાં ડોલ્ફિન-શાર્કના શિકારમાં ચોંકાવનારી વિગત : વન વિભાગ, કોસ્ટગાર્ડ અને એસઓજીનું ઓપરેશન : અત્યાર સુધીમાં કેટલી માછલીનો શિકાર કર્યો? તપાસ શરૂ

ગુજરાતને કુદરતે 1600 કિ.મી.નો અફાટ સાગર સીમાડો પ્રદાન કર્યો છે. અરબ સાગર તરીકે ઓળખાતા ગુજરાતના આ દરિયાકિનારામાં ઓખાથી લઈને છેક વલસાડ સુધીનો વિસ્તારનો સમાવેશ થાય છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે અત્યંત સંવેદનશીલ ગણાતા આ સાગરની સીમામાં પોરબંદરની દરિયાઈ સીમા આ પહેલાં પણ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે આવી વધુ એક ઘટનામાં પોરબંદરથી 12 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડોલ્ફિન માછલીઓનો શિકાર કરતી એક પરપ્રાંતિય ગેંગને પોરબંદર વન વિભાગ દ્વારા કોસ્ટ ગાર્ડ તથા પોરબંદર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી છે.


બોટનો માલિક તમિલનાડુનો હોવાનું તથા તેણે આ બોટ માંગરોળથી ખરીદ્યા બાદ તેનું રજિસ્ટ્રેશન તમિલનાડુ ખાતે કરાવ્યાનું વન વિભાગ જણાવી રહ્યો છે. જંગલ ખાતાએ 22 જેટલી મૃત ડોલ્ફિન માછલીઓ તથા એક બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ બારામાં 10 શખ્સોને સકંજામાં લીધા છે. પોરબંદર વન વિભાગના ડીસીએફ વ્યાસે જણાવ્યા મુજબ પોરબંદર વન વિભાગને છેલ્લાં ઘણાં સમયથી અરબ સાગરમાં અલભ્ય માછલીઓના શિકાર અંગેની વાતો જાણવા મળી હતી, જેથી વન વિભાગ દ્વારા આ અંગે કોસ્ટ ગાર્ડ સાથે ટાઈ-અપ કરીને દરિયામાં બારીકાઈપૂર્વક નજર રાખવામાં આવી રહી હતી, જેમાં દરિયાઈ જીવસૃષ્ટિને હાનિ પહોંચાડતી ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો.
તા.15 માર્ચના રોજ સાંજે પોરબંદર એસઓજી દ્વારા દરિયાઈ સીમામાં પેટ્રોલગ કરી રહેલી ઈન્ટરસેપ્ટર બોટને નડાયેનાથ નામક એક બોટની હિલચાલ શંકાસ્પદ જણાતાં એસઓજીના પીએસઆઈ ધાંધલિયાએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી. જે અનુસંધાને પોરબંદરના ડીસીએફ વ્યાસે કોસ્ટ ગાર્ડ તથા એસઓજી સાથે મળીને મધદરિયે એક ઓપરેશન હાથ ધર્યું હતું અને નડાયેનાથ બોટમાંથી 22 મૃત ડોલ્ફિન કબ્જે કરી આ બારામાં 10 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલી ડોલ્ફિનની શિકારી ગેંગ મૂળ તો શાર્કને પકડવા માટે ડોલ્ફિનને નિશાન બનાવતી હતી. આ શખ્સો અરબ સાગરમાં વિપુલ પ્રમાણમાં મળી આવતી શાર્ક માછલીને પકડવા માટે પહેલાં ડોલ્ફિનને પકડતાં હતા અને પછી તેના કટકાં કરીને નચારાથ તરીકે ફેંકી શાર્કને પકડતાં હતા. આ ભેજાબાજ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલી માછલીઓને આવી રીતે ગેરકાયદેસર શિકાર કરવામાં આવ્યો તે પણ હવે વન વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે.

Advertisement

Continue Reading

Gujarat

પોરબંદરના દરિયામાં ડોલ્ફિન-શાર્ક અને વ્હેલની શિકારી ગેંગ ઝડપાઈ

Published

on

By

14 ડોલ્ફીન, 2 શાર્ક અને 1 વ્હેલના મૃતદેહ સાથે તામિલનાડુના 10 શિકારીઓને ઝડપી લીધા, વન વિભાગ અને એસઓજીનું સંયુકત ઓપરેશન

ગુજરાત મિરર, રાજકોટ,તા.16
પોરબંદરના દરિયામાં પ્રતિબંધીત ડોલ્ફીન, શાર્ક અને વ્હેલનો શિકાર કરવા આવેલી ટોળકીને ઝડપી પાડી હતી આ ટોળકીએ 14 ડોલ્ફીન, 2 શાર્ક અને 1 વ્હેલ માછલીના મૃતદેહ કબજે કર્યા છે. ગલ્ફના દેશોમાં કરોડોની કિંમતે વહેચાતી આ ડોલ્ફીન, શાર્ક અને વ્હેલ માછલીના શિકાર ઉપર ભારતમાં પ્રતિબંધ હોય ત્યારે તામિલનાડુની આ શિકારી ગેંગ બોટ મારફતે પોરબંદરનાં દરિયામાં શિકાર કરવા આવી હતી અને ટોલ્ફીન તથા શાર્ક અને વ્હેલ માછલીનો શિકાર કર્યો હતો. આ અંગેની માહિતીના આધારે પોરબંદર વન વિભાગ અને પોરબંદર એસઓજીએ ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી આ શિકારી ટોળકીને ઝડપી લીધી હતી.
પોરબંદરના દરિયામાં જોવા મળતી ટોલ્ફીન તેમજ શાર્ક અને વ્હેલ માછલીનું શિકાર કરવા માટે ટોળકી દરિયામાં ફરતી હોવાની માહિતીના આધારે વન વિભાગ દ્વારા એસઓજીની મદદથી આ ટોળકીને ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યુ હતું. એસઓજીનાં પીએસઆઈ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમે વન વિભાગની સાથે મળી પ્રતિબંધીત ગણાતી માછલીઓનો શિકાર કરતી ટોળકીના 10 સભ્યોને ઝડપી લીધા હતાં. આ શિકારી ટોળકી પાસેથી 14 ડોલ્ફીન, 2 શાર્ક, અને એક વ્હેલ માછલીના મૃતદેહ મળી આવ્યા હતાં. ઝડપાયેલી ટોળકીના 10 સભ્યો આસામ અને તામિલનાડુના વતની હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા શખ્સોમાં ઓરીસ્સા માયાધર મનાધર રાઉત (ઉ.37), કેરેલાના ગીલતુસ એબેઝ પુષ્પાકડી (ઉ.62), નિહાલ સમસુદીન કુન્નાસેરી (ઉ.26), આસામના સન સુમન જવલાલ બાસુ માતુરી (ઉ.31), તામિલનાડુના સેવન સુરલેસ (ઉ.45), આસામના રણજીત ગોવિંદ બોરી (ઉ.28), તામિલનાડુના રાજકુમાર તનીશારાજ (ઉ.52), એન્થોની બરલા (ઉ.50), આસ્ન મરીયારની પીલાઈ (ઉ.47)ની ધરપકડ કરી હતી.
આ ટોળકી છેલ્લા ઘણા દિવસથી પોરબંદરનાં દરિયામાં સક્રિય હતી અને ડોલ્ફીન, શાર્ક અને વ્હેલ માછલીનો શિકાર કરી આ દુર્લભ ગણાતી માછલીઓને ગલ્ફના દેશોમાં સપ્લાય કરવાનું કામ કરતી હતી. શિકારી ટોળકીની વન વિભાગ અને એસઓજીએ સંયુકત પુછપરછ શરૂ કરી છે. જેના આધારે આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શકયતા છે. આ શિકારી ટોળકીએ 14 ડોલ્ફીન, 2 શાર્ક અને 1 વ્હેલ માછલીનો શિકાર કરી ચુકયા હતાં અને હજુ વધુ શિકાર કરે તે પૂર્વે જ વન વિભાગ અને એસઓજીએ તેને ઝડપી પાડયા હતાં. દરિયાઈ જીવસૃષ્ટિમાં દુર્લભ ગણાતી ટોલ્ફીન સૌરાષ્ટ્રનાં સાગરકાંઠામાં જોવા મળે છે. પોરબંદર, સોમનાથ સહિતના દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફીન અને શાર્ક તેમજ વ્હેલ માછલી વધુ પ્રમાણમાં હોય અને સરકાર દ્વારા આ દરિયાઈ જીવોના શિકાર ઉપર પ્રતિબંધ લગાવ્યો હોય ત્યારે આ શિકારી ટોળકીએ સૌરાષ્ટ્રનાં સાબરકાંઠા વિસ્તારમાં સરળતાથી આ દરિયાઈ જીવનો શિકાર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને 18 દરિયાઈ જીવોનો શિકાર કરી લીધો હતો અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, આ ટોળકી અગાઉ પણ શાર્ક, વ્હેલ અને ડોલ્ફીનનો શિકાર કરી ચુકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ