Breaking News
પુરુષો પણ સલામત નથી, યુવકનું અપહરણ કરી 4 છોકરીએ ગુજાર્યો બળાત્કાર
Published
4 months agoon
By
ગુજરાત મિરર
પંજાબના જલંધર શહેરની ઘટનાથી ચકચાર, પીડિતની ફરિયાદ કરવાની ના
પંજાબના જલંધર શહેરમાંથી એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે એક આશ્વર્યજનક કિડનેપિંગની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર ગત રાત્રે જલંધરના લેધર કોમ્પ્લેક્સની એક ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિનું કહેવું છે કે તેને કારમાં સવાર 4 છોકરીઓ બેહોશ કરીને આંખો પટ્ટી બાંધીને કિડનેપ કરીને લઇ ગઇ. ત્યારબાદ તેને નશીલી દવા ખવડાવી અને દારૂૂ પીવડાવીને ચારેયએ તેની સાથે એક-એક કરીને બળાત્કાર ગુજાર્યો. જોકે મામલાએ ત્યારે જોર પકડ્યું જ્યારે પીડિત વ્યક્તિએ આ ઘટનાક્રમ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયા કરવાની ના પાડી દીધી.
યુવકે આરોપ લગાવ્યો કે ગાડીમાં જ એક-એક કરીને ચાર યુવતિઓએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યો હતો. યુવકનું કહેવું હતું કે ચારેય છોકરીઓની ઉંમર લગભગ 22 થી 23 વર્ષની વચ્ચે હતી. હાલ પોલીસે આ સંબંધમાં કોઇ ફરિયાદ આપવામાં આવી નથી. લોકો વાતો કરી રહ્યા છે કે હવે પુરૂૂષો પણ સુરક્ષિત નથી.
શહેરની એક ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિના દાવા અનુસાર ગત રાત્રે ચાર છોકરીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તો બીજી તરફ પીડિત વ્યક્તિના અનુસાર તેણે પોલીસમાં ફરિયાદ કરવાની ના પાડી દીધી છે. હાલ તેનું મુખ્ય કારણ ખબર જાણી શકાયું નથી. પીડિત વ્યક્તિના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની મનાઇ કરી દીધી. તેમનું કહેવું છે કે જીવ બચી ગયો એટલું અમારા માટે પુરતું છે. તો બીજી તરફ સેક્સુઅલ હેતુથી કરવામાં આવેલું કિડનેપિંગનો દાવો કરનાર વ્યક્તિએ આપવિતી સંભળાવી છે.
You may like
-
હરીપરમાં બાયો-મેડિકલ વેસ્ટ જમીનમાં દફન..? ઝેર,જોખમ અને ગંદકીનો વેપાર, વેપારીનો બેડો પાર…
-
ATMમાં 2000 રૂપિયાની નોટોની ઉપલબ્ધતા માટે બેંકોને કોઈ નિર્દેશ અપાયો નથી : નાણામંત્રી
-
દિલ્હી સરકારના કાલે રજૂ થનાર બજેટ કેન્દ્ર સરકારે રોક લગાવી,CM કેજરીવાલે કર્યું ટ્વિટ
-
BJP સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિવ,ટ્વીટ કરીને આપી જાણકારી
-
પેન્શનધારકો માટે મોટા સમાચાર,DA 38 થી વધીને 42 ટકા વધારા સાથે ચૂકવાશે
-
ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો,છેલ્લા નવા 118 કેસ નોંધાયા
Breaking News
હરીપરમાં બાયો-મેડિકલ વેસ્ટ જમીનમાં દફન..? ઝેર,જોખમ અને ગંદકીનો વેપાર, વેપારીનો બેડો પાર…
Published
6 hours agoon
March 20, 2023By
Jamnagar
જામનગરમાં રાત દિન ધમધમતી સેંકડો ખાનગી હોસ્પીટલો-સરકારી તથા ટ્રસ્ટની હોસ્પીટલો પોતાના ઝેરી-જોખમી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ ક્યાં, કેવી રીતે કરે છે…?!: આટલાં વર્ષોમાં ક્યારેય આ સંવેદનશીલ વિગતો સરકાર અથવા કોઇએ જાહેર કરી નથી…અંધેર તંત્ર…હરીપરમાં પાછલાં 48 કલાકમાં શું બન્યું…?!:બાયોમેડીકલ વેસ્ટના નિકાલમાં ઘણાં પ્રકારની ગોબાચારીઓ ચાલતી રહે છે…!
(Deepak Thummar)
જામનગર શહેર જિલ્લામાં સૌ જાણે છે એમ, હજ્જારોની સંખ્યામાં દવાખાનાઓ અને ખાનગી હોસ્પીટલો રાત-દિવસ ધમધમે છે અને લાખ્ખો-કરોડો રુપીયાનો કારોબાર થાય છે, આ બધાં તબીબી વ્યવસાયના સ્થળો ટનના હિસાબે બાયોમેડીકલ વેસ્ટનું એટલે કે, ગંદા અને ઝેરી તથા જોખમી કચરાનું નિર્માણ કરતાં હોય છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, આટલાં વર્ષોમાં ક્યારેય સત્તાવાર રીતે કોઇએ એ વિગતો જાહેર કરી નથી કે, આટલાં મોટા પ્રમાણમાં હોસ્પીટલોમાંથી નીકળતાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે થાય છે…?!
આપણે સૌ જાણીએ છીએ કે, હોસ્પીટલમાંથી નિકળતો બાયો મેડીકલ વેસ્ટ અતિશય ચેપી, ઝેરી, જોખમી અને ગંદો હોય છે, આ પ્રકારનો કચરો હજારો પ્રકારના રોગ ફેલાવવા માટે સક્ષમ હોય છે, જામનગરમાં સેંકડો નહીં પરંતુ હજારોની સંખ્યામાં દવાખાનાઓ અને ખાનગી હોસ્પીટલો આવેલી છે, આ ઉપરાંત જી.જી. હોસ્પીટલ જેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ અને ટ્રસ્ટોની પણ પુષ્કળ હોસ્પીટલો આવેલી છે, સાવ સામાન્ય હિસાબ માંડો તો પણ આ તમામ દવાખાનાઓ અને હોસ્પીટલો દર ચોવીસ કલાકે ટનના હીસાબે બાયો મેડીકલ વેસ્ટ પોતાના વ્યવસાયના સ્થળોએથી બહાર પાડતી હોય છે, આટલી મોટી માત્રામાં બાયો મેડીકલ વેસ્ટનું નિર્માણ થતું હોવા છતાં જામનગરમાં આટલાં વર્ષોમાં ક્યારેય સરકાર અથવા કોઇએ આ બાબત અંગે જાહેરાત કરી નથી કે, જામનગર શહેર-જિલ્લામાં આટલા તોતીંગ પ્રમાણમાં નિકળતાં બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે થાય છે…?! આ પ્રકારની સંવેદનશીલ વિગતોથી લાખ્ખો લોકોને અંધારામાં રાખવા પાછળ કોનું-ક્યું હિત સમાયેલું છે…?! તે પ્રશ્ર્ન પણ ગંભીર છે.
અત્રે નોંધનીય છે કે, બાયો મેડીકલ વેસ્ટ અતિશય ચેપી, ઝેરી અને જોખમી બાબત હોવાથી તેનો નિકાલ કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવેલી હોય છે, આ ગાઇડલાઇન અંગે ક્યારેય કોઇ સરકારી કાર્યક્રમમાં અથવા જામનગરમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા અથવા જામનગરમાં આવેલી પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટેની માર્ગદર્શિકા આટલા વર્ષોમાં ક્યારેય જામનગરના નગરજનો સમક્ષ કોઇના પણ દ્વારા મૂકવામાં આવી નથી, બીજી બાજુ એવું જાણવા મળે છે કે, જામનગરની તમામ હોસ્પીટલો અને દવાખાનાઓમાંથી પીપીપીના ધોરણે આ પ્રકારનો બાયો મેડીકલ વેસ્ટ એકત્ર કરવાની અને તેનો નાશ કરવાની એજન્સી ડો. દેવાંશુ શુક્લાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે, અને તે માટેનો પ્લાન્ટ તેઓએ લાલપુર તાલુકાના હરીપર નજીક બનાવેલો છે, આ અંગે તેઓએ જણાવ્યું છે કે, અમારા વિરોધીઓ દ્વારા અમારી વિરુધ્ધ અવારનવાર જાત-જાતના પ્રચાર કરવામાં આવતાં હોય છે, બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટેની સમગ્ર પ્રક્રિયા અમો પીપીપીના ધોરણે સેવા-સંસ્થા તરીકે ચલાવી રહ્યા છીએ.
અંધેર તંત્ર…હરીપરમાં પાછલાં 48 કલાકમાં શું બન્યું…?!
જામનગર શહેર-જિલ્લામાં ટ્વીટર પર પોસ્ટ થયેલો એક મેસેજનો સ્ક્રિનશોટ ફોટો વોટ્સઅપ વાયરલ થયો છે, અને આ અંગેના ટ્વીટ પણ વાયરલ થયા છે, એવું જાણવા મળે છે કે, વી-જામનગરી નામનું કોઇ ગ્રુપ છે, જેના નામે ટ્વીટ વાયરલ થયેલ હોવાનું સોમવારે સાંજે જાણવા મળ્યું હતું, જેમાં એવું લખવામાં આવેલું હતું કે, લાલપુર તાલુકાના હરીપર ગામે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 24 કલાક પછી પણ મેડીકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટ વિરુધ્ધ ક્લોઝરની કાર્યવાહી શા માટે નહીં…? શું નિયામો જામનગરના બ્રાસપાર્ટ વાળા પૂરતા જ છે? અંધેર તંત્ર…! નવાઇની વાત એ છે કે, આ ટ્વીટ રાજ્યના વન અને પર્યાવરણમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોને પણ ટેગ કરવામાં આવ્યું છે, અંદાજે 7 હજારથી વધુ લોકો આ ગ્રુપને ફોલો કરી રહ્યા છે.
બાયોમેડીકલ વેસ્ટના નિકાલમાં ઘણાં પ્રકારની ગોબાચારીઓ ચાલતી રહે છે…!
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને દવાખાનાઓ અને હોસ્પીટલો વાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરા પેટીઓ મુકવામાં આવી છે, તે કચરા પેટીઓમાં પણ અવારનવાર જોખમી, ઝેરી અને ચેપી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ થતો જોવા મળતો હોય છે, આ ઉપરાંત તાજેતરમાં ગત 8 મી માર્ચે જામનગરના મીગ કોલોની નજીકના તળાવના ત્રીજા ભાગમાં પણ કોઇ મોટી પ્રમાણમાં બાયો મેડીકલ વેસ્ટ ઠાલવી ગયું હતું, તે સમયે પણ ‘ગુજરાત મિરર’ દ્વારા આ બાયો મેડીકલ વેસ્ટ અંગે વિગતવાર રીપોર્ટ આપવામાં આવ્યો હતો, અત્રે એ પણ નોંધનીય છે કે, જામનગરના પાછલા તળાવમાં આ પ્રકારની ઘટનાઓ થોડાં-થોડાં સમયના અંતરે બનતી રહે છે, આ અંગે ડો. દેવાંશુ શુક્લએ એમ જણાવ્યું હતું કે, મારા વિરોધીઓ મને બદનામ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોઇ શકે છે…!
Breaking News
ATMમાં 2000 રૂપિયાની નોટોની ઉપલબ્ધતા માટે બેંકોને કોઈ નિર્દેશ અપાયો નથી : નાણામંત્રી
Published
6 hours agoon
March 20, 2023
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે ATMમાં 2000 રૂપિયાની નોટ રાખવા કે ન રાખવા માટે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ઉપભોક્તાની જરૂરિયાતના આધારે બેંકો ATM માટે નોટોની રકમ અને મૂલ્ય નક્કી કરે છે.
RBIના વાર્ષિક અહેવાલ મુજબ, માર્ચ 2017ના અંતે રૂ. 500 અને રૂ. 2,000ના મૂલ્યની નોટોનું કુલ મૂલ્ય રૂ. 9.52 લાખ કરોડ હતું, જે માર્ચ 2022 સુધીમાં વધીને રૂ. 27.05 લાખ કરોડ થવાની ધારણા છે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે, 31 માર્ચ, 2023ના રોજ કેન્દ્ર સરકારની કુલ જવાબદારીઓ અને દેવું 155.80 લાખ કરોડ રૂપિયા છે. આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 57.3 ટકા છે. અંદાજિત બાહ્ય દેવું રૂ. 7.03 લાખ કરોડ છે અને તે જીડીપીના 2.6 ટકા છે.
બાહ્ય દેવાનો હિસ્સો કેન્દ્ર સરકારના કુલ દેવું અને જવાબદારીઓમાં લગભગ 4.5 ટકા અને જીડીપીના ત્રણ ટકાથી ઓછો છે. તેમણે કહ્યું કે બહુપક્ષીય અને દ્વિપક્ષીય એજન્સીઓ દ્વારા રાહત દરે બાહ્ય દેવું લેવામાં આવે છે અને તેથી તે કોઈ ખતરો નથી.
નાણા રાજ્ય મંત્રી ભગવત કિશન કરડે લોકસભામાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે જાહેર ક્ષેત્રની બેંકોની કુલ NPA માર્ચ 2018માં 14.6 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022માં 5.53 ટકા થઈ ગઈ છે.
2021-22માં તમામ જાહેર ક્ષેત્રની બેંકોનો ચોખ્ખો નફો રૂ. 66,543 કરોડ હતો અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં વધીને રૂ. 70,167 કરોડ થયો છે. આ બેંકોની કુલ માર્કેટ કેપ (IDBI બેંક સિવાય) માર્ચ 2018માં રૂ. 4.52 લાખ કરોડ હતી, જે ડિસેમ્બર 2022માં વધીને રૂ. 10.63 લાખ કરોડ થઈ હતી.
Breaking News
દિલ્હી સરકારના કાલે રજૂ થનાર બજેટ કેન્દ્ર સરકારે રોક લગાવી,CM કેજરીવાલે કર્યું ટ્વિટ
Published
6 hours agoon
March 20, 2023
મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે નહીં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે. કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દિલ્હી સરકારનું બજેટ મંગળવારે રજૂ થવાનું હતું અને સોમવારે સાંજે કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે.
BIG BREAKING‼️
दिल्ली में कल बजट पेश नहीं होगा।
भारत के इतिहास में पहली बार ऐसा हुआ है कि कल Delhi Govt का Budget पेश होना था और आज शाम को केंद्र सरकार ने बजट पर रोक लगा दी है।
Advertisementसीधे-सीधे गुंडागर्दी चल रही है।
-CM @ArvindKejriwal #News18IndiaChaupal pic.twitter.com/lQnA8z4ukD
— AAP (@AamAadmiParty) March 20, 2023
બજેટ પર CM કેજરીવાલે કહ્યું કે આ રીતે સીધી ગુંડાગીરી ચાલી રહી છે.દિલ્હી સરકારના આરોપો પર MHAએ વળતો જવાબ આપ્યો છે. MHAએ દિલ્હી સરકાર પાસેથી ઘણા સવાલોના જવાબ માંગ્યા છે, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી બજેટ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે નહીં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે. કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દિલ્હી સરકારનું બજેટ મંગળવારે રજૂ થવાનું હતું અને સોમવારે સાંજે કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે. બજેટ પર. સીએમ કેજરીવાલે કહ્યું કે ગુંડાગીરી સીધી રીતે ચાલી રહી છે.
ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરતી વખતે, નાણાપ્રધાન કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે સરકાર દિલ્હીને સર્વસમાવેશક, તમામ માટે સમાન સુવિધા અને બહેતર રહેવાની ક્ષમતા ધરાવતું વિશ્વ કક્ષાનું શહેર બનાવવા અને નાગરિકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે.
2022-23 માં યોજના, કાર્યક્રમ અને પ્રોજેક્ટ બજેટ ફાળવણીમાં પરિવહન ક્ષેત્રને ટોચની અગ્રતા આપવામાં આવી છે અને કુલ બજેટના 20 ટકા આ ક્ષેત્રને ફાળવવામાં આવ્યા છે, ત્યારબાદ શિક્ષણ ક્ષેત્ર 17 ટકા, પાણી પુરવઠા અને સ્વચ્છતા 15 ટકા અને બજેટના 13 ટકા મેડિકલ અને પબ્લિક હેલ્થ માટે ફાળવવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારે વર્ષ 2022-23 માટે રૂ. 75,800 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં સરકારની યોજનાઓ, કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ માટે રૂ. 43,600 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી બજેટ અંદાજના આધારે 2021-22 માટે રૂ. 37,800 કરોડ કરતાં રૂ. 5,800 કરોડ વધુ હતી.
એડિટર ની ચોઈસ

BJP સાંસદ અને અભિનેત્રી કિરણ ખેર કોરોના પોઝિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

પેન્શનધારકો માટે મોટા સમાચાર,DA 38 થી વધીને 42 ટકા વધારા સાથે ચૂકવાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો,છેલ્લા નવા 118 કેસ નોંધાયા

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી
ગુજરાત

સ્ટોક માર્કેટમાં લોન્ગટર્મ રોકાણ સાથે ધીરજ જરૂરી : વિજય કેડિયા

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા તડામાર તૈયારી શરૂ

દાઉદી બોહરા સમાજના વડા મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્લામિયાની ચાન્સેલરશિપ સ્વીકારી

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો
સ્પોર્ટસ

વડવાજડી ગામે દાતાઓના સહયોગથી ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ચાર ચેકડેમો બંધાયા

50 મિનિ ટીપરવાનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બાબરિયા

રૂડાનો ડ્રાઈવર રજા હોવા છતાં ઓફિસેથી સરકારી ગાડી લઈ નીકળ્યો, મિત્ર પાસેથી દારૂ લઈ પીધો

પાણી પ્રશ્ર્ને સોસાયટીનાં હોદ્દેદારોના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ
રેસકોર્સ બગીચામાંથી કારખાનેદારના અઢી લાખની રોકડ ભરેલી બેગની ચોરી
