Gujarat
પાણીમાં થતાં ઔષધીય છોડ શિંગોડાના જાણો અદ્ભુત ફાયદા
Published
3 months agoon
By
ગુજરાત મિરર
ભારતમાં લગભગ તમામ ભાગોમાં શિયાળામાં શિંગોડા(વોટર ચેસ્ટનટ) ખૂબ જ લોકપ્રિય ખાદ્યપદાર્થ છે. કુરકુરા અને રસીલા શિંગોડા ભારતીય સુપરફૂડ કહેવાય છે તેનાથી અનેક પ્રકારના આરોગ્ય વિષયક ફાયદા મળે છે. તમે પણ શિયાળામાં રસ્તા પરથી પસાર થતી વખતે લારીઓમાં કાળા અથવા લીલા રંગના શિંગોડા વેચાતા જોયા હશે. શિંગોડાને શેકીને, કાચા અથવા ઉકાળીને ખાઈ શકાય છે. તેમજ શિંગોડાનો લોટ પણ ફરાળી આઈટમ તરીકે વપરાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ શિંગોડાને શા માટે ભારતીય સુપરફૂડ કહેવા છે. કેમ કે, તેમાં રહેલા તત્વો બોડીને ભરપુર માત્રામાં ન્યુટ્રિશન પૂરુ પાડે છે. તો ચાલો જોઇએ કે કેવા ફાયદ મળે છે શિંગોડાના પ્રયોગથી.
– શિંગોડામાં ચરબી અને સોડિયમ ખૂબ ઓછું હોય છે અને પોટેશિયમ, મેગ્નેશિયમ, બી કોમ્પ્લેક્સ અને ફાઇબર જેવા પોષકતત્વો વધુ હોય છે. જેના કારણે શરિરમાં હોર્મોન્સનું બેલેન્સ જાળવવામાં ખૂબ મદદરુપ થાય છે. પોટેશિયમમાં શિંગોડાની વધારે માત્રાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે. તેમજ હાર્ટબીટને પણ સામાન્ય રાખવામાં મદદ કરે છે. આ સાથે શિંગોડા હાર્ટ એરેથીમિઆ અને હાર્ટ એટેકની શક્યતાને ઓછી કરે છે.
– સ્વાસ્થ્યની દૃષ્ટિએ શિંગોડા એક અદભુત ખાદ્ય વિકલ્પ છે. આયુર્વેદિક અને યુનાની પ્રણાલીમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પેટ, યકૃત, કિડની અને બરોળની બિમારીઓની સારવાર માટે તે ઘણું અસરકારક પુરવાર થાય છે. તે મૂત્રવર્ધક છે, એન્ટિસેપ્ટિક છે. તે એક શીતળ ખોરાક છે, જે ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે આદર્શ છે. ઉબકાથી રાહત આપે છે અને ભૂખમાં સુધારો કરી શકે છે.
– પિત અતિસાર અને મરડોને નિયંત્રણમાં લેવા માટે વપરાય છે.
– શિંગોડાનું ચૂર્ણ ખાંસીથી રાહત અપાવે છે.
– શિંગોડાનો પાઉડર લીંબુના રસ સાથે મિક્ષ કરી નિયમિત લગાવવામાં આવે તો ખરજવાની સારવારમાં તે અસરકારક પુરવાર થાય છે.
– શિંગોડાની વિશેષાઓ એ છે કે તેમાં ગલ્યુટેને નથી, ચરબી ઓછી છે, કોલેસ્ટરોલ નથી, સોડિયમ ઓછું છે, પોટેશિયમ વધારે છે.
– કેલ્શિયમ, આયર્ન, જસત અને ફોસ્ફરસ સહિતના ખનિજોની તેમાં ઘણી ઊંચી માત્ર છે. તેમાં સારા એવા પ્રમાણમાં રેસા પણ છે.આમ ઊર્જા માટેનો તે એક સારો સ્ત્રોત છે, સારો વિકલ્પ છે.
– જો કોઈને કમળો થયો હોય તો એણે શિંગોડા ખાવા જોઈએ. તેમાં રહેલું પાણી કમળાને મટાડવામાં મદદ કરે છે. રોજે શિંગાડા ખાવાથી શરીરને ઘણાં પોષકતત્વો મળે છે અને ખાનાર સ્થૂળ પણ નથી થતાં. આમાં કેલરીનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ખાનારનું વજન અંકુશમાં રહે છે.
– સગર્ભા સ્ત્રી શિંગાડો ખાય તો એને ગર્ભપાતનું જોખમ ઘટી જાય છે અને બાળક પણ તંદુરસ્ત જન્મે છે.
– લોહી કે મૂત્ર સંબંધી બીમારીઓને દૂર કરવામાં પણ શિંગોડા મદદ કરે છે. એ જ રીતે કોઈને લૂઝ મોશન થયા હોય તો શિંગોડા ખાવાથી રાહત મળે છે.
– શિંગોડાના સેવનથી વાળનું સફેદ થવું, વાળ ખરવા અને ગ્રોથ ઓછો થવો જેવી સમસ્યાનું સમાધાન આવે છે. એન્ટિઓક્સિડેન્ટ અને વિટામિન ઈથી ભરપૂર હોય છે. જે ફ્રી રેડિકલ્સથી શરીરના કોષોની રક્ષા કરવામાં ખૂબ મદદ કરે છે. જેનાથી તમારી ત્વચા વધુ નરમ-મુલાયમ બનશે.
– શિંગોડામાં રહેલું વિટામિન બી ન્યૂરોટ્રન્સમીટરનું ઉત્પાદન કરે છે અને તમારો મૂડ સારો બનાવે છે. જેના કારણે તમને સારી ઉંઘ આવે છે. જો વધુ વજનથી પરેશાન હોવ તો શિંગોડા તમારા માટે પરફેક્ટ ફૂડ છે. તેનાથી વેઇટ લોસ થાય છે. તો ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ શિંગોડા એક ઉત્તમ નાસ્તો છે. શિંગોડાથી કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ ઓછી થાય છે. તો અનેક આરોગ્ય વિષયક સમસ્યાનું મૂળ કારણ એવા શરીરના વિવિધ ભાગોમાં આવેલ સોજાને પણ ઓછો કરવામાં શિંગોડા મદદરુપ છે. આ સાથે જ શિંગોડા ગ્લૂટેનફ્રી હોવાથી ગ્લૂટેન સેન્સેટિવ અથવા સેલિએક રોગીઓ માટે ફાયદાકારક છે.
જો કોઈને કમળો થયો હોય તો એણે શિંગોડા ખાવા જોઈએ. તેમાં રહેલું પાણી કમળાને મટાડવામાં મદદ કરે છે. રોજે શિંગાડા ખાવાથી શરીરને ઘણાં પોષકતત્વો મળે છે અને ખાનાર સ્થૂળ પણ નથી થતાં. આમાં કેલરીનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ખાનારનું વજન અંકુશમાં રહે છે.
– સગર્ભા સ્ત્રી શિંગાડો ખાય તો એને ગર્ભપાતનું જોખમ ઘટી જાય છે અને બાળક પણ તંદુરસ્ત જન્મે છે.
– લોહી કે મૂત્ર સંબંધી બીમારીઓને દૂર કરવામાં પણ શિંગોડા મદદ કરે છે. એ જ રીતે લૂઝ મોશન થયા હોય તો શિંગોડા ખાવાથી રાહત મળે છે.
You may like
Breaking News
જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલા નું એ.પી સેન્ટર વડોદરા ATS ની ટીમે કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી
Published
11 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો ATS ની ટીમે અહીંયાથી આરોપીઓ પકડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ના સંચાલકની અટકાયત કરાઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે પોલીસ તપાસમાં સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે પોલીસ તપાસમાં કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે
આજે ગુજરાત ગ્રામ પંચાયત મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી પેપર ફૂટવા મામલે વડોદરાના ઓનલાઈન એક્ઝામ સેન્ટરની ભૂંડી ભૂમિકાની આશંકાએ તેની અટલાદરા સહિતની બ્રાન્ચ બંધ કરી બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પોલીસે હાલ અન્ય રાજ્યોના શખ્સોની પણ સંડોવણીની દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે તપાસ એજન્સીઓ દ્વારા વડોદરાથી 15 જેટલા શકમંદોની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે
રાજ્યભરમાં યોજાનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર ફૂટતા છેલ્લી ઘડીએ મોકૂફ રાખી દેવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોચિંગ સેન્ટરની ભૂંડી ભૂમિકાની શંકાએ ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અટલાદરા સહિતના વિસ્તારોમાં કાર્યરત એક્ઝામ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અને બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે
રાજ્યભરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આજે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં વડોદરાના 129 કેન્દ્ર પર 36,810 ઉમેદવારો આજે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હતા પરંતુ નિષ્પક્ષ પરીક્ષા કરાવવામાં સરકાર નિષ્ફળ સાબિત થતા પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી
Ahmedabad
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
Published
12 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે
આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે
વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે
Breaking News
ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન
મધરાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
Published
1 day agoon
January 28, 2023
ગુજરાતી સાહિત્યના વિદ્વાન સંશોધક અને હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાન બાદ ગુજરાતી સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં અડધી સદીથી ‘હું, શાણી અને શકરાભાઈ’ અને ‘જેની લાઠી તેની ભેંસ’ કોલમ લખતા લેખક મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન થતા સાહિત્યના ક્ષેત્રે મોટી ખોટ પડી છે.મધરાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
મૂળ સુરતના મધુસૂદન પારેખ 1923ની 14મી જુલાઈએ જનમ્યા હતા. ગુજરાતી ભાષામાં હાસ્ય લેખક તરીકે તેઓ જાણીતા છે.સુરતમાં જન્મ્યા પછી તેઓ અમદાવાદ સ્થિર થયા હતા. ગુજરાતી સારસ્વત હિરાલાલ પારેખના તેઓ પુત્ર હતા એટલે સરસ્વતીના સંસ્કારો તેમને લોહીમાં જ મળ્યા હતા એમ કહી શકાય.
અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજ બહુ પ્રસિદ્ધ છે. આ કોલેજમાં તેઓ 1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ રહ્યા અને કુમાર ચંદ્રકથી પણ તેમને સન્માનિત કરાયા હતા.ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેમણે કરેલું સંશોધન પણ એટલું જ મહત્વનું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની ઓળખમાં તેમને હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક ગણાવ્યા છે. પારસી રંગભૂમી પરનું તેમનું સંશોધન નોંધપાત્ર છે, તો વળી શેક્સપિયરના નાટકોનો તેમણે કરેલો અનુવાદ પણ નમુનેદાર છે.તેમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો ‘હું’, શાણી અને શકરાભાઈ’ (1965), ‘સૂડી સોપારી’ (1967), ‘રવિવારની સવાર’ (1971), ‘હું, રાધા અને રાયજી’ (1974), ‘આપણે બધા’ (1975), ‘વિનોદાયન’ (1982), ‘પેથાભાઈ પુરાણ’ (1985) વગેરે પ્રકાશિત થયા છે.
તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક ગણવુ હોય તો એ છે કુસુમાખ્યાન. તેમના પત્ની કુસુમબહેન વિશે તેમણે આ પુસ્તક લખ્યુ હતુ. ગુજરાતી સાહિત્યની એ વિરલ ઘટના હતી. કેમ કે 19મી સદીમાં મહિપતરામ નીલકંઠે પોતાના પત્ની માટે પાર્વતીકુંવર આખ્યાન લખ્યું હતું. એ પછી કોઈ મોટા સાહિત્યકારે પત્ની પર પુસ્તક લખ્યું હોય એવી ઘટના મધુસૂદન પારેખના કિસ્સામાં બની હતી. આ પુસ્તકમાં તેમના 65 વર્ષના દાંપત્યજીવનને આવરી લેવાયું હતું.
મધુસૂદન પારેખના લગ્ન 1949માં કુસુમદેવી સાથે થયા હતા. એ વખતનો યુગ ગાંધીયુગ હતો. પોતાના સંસ્મરણોમાં મધુસૂદન પારેખે લખ્યું છે કે હું ગાંધીજીથી પ્રભાવિત હતો. એમને વાંચતો અને ખાદી પણ અપનાવી લીધી હતી. લગ્ન વખતે પણ રેશમી ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી જ પહેરી હતી. એ કપડાંમાં પોતે કેવા લાગી રહ્યા છે એની ચિંતા પણ મંડપમાં તેમને થઈ હતી. શતાયુ પ્રવેશ વખતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. છેલ્લે સુધી સ્વસ્થ અને હરતાં ફરતાં રહેતા પારેખ સાહેબ શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ શબ્દસ્વરુપે તો અમર રહેશે જ.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
