Rajkot
પવનનું જોર વધતા તાપમાન ઘટયું, રવિવારથી વરસાદ
Published
7 days agoon
By
ગુજરાત મિરર
રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ: બફારો વધ્યો: દરિયાકાંઠાના વિસ્તારોમાં મિનિ વાવાઝોડાની આગાહી
ગઇકાલથી પવનનું જોર રહેતા સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર શહેરનું તાપમાન 40 ડીગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગરમીમાં રાહત મળતા લોકોને હાશકારો થયો છે ત્યારે રવિવારથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગઇકાલે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં 40, ભાવનગરમાં 40, દ્વારકા 31.5, ઓખામાં 33.4, પોરબંદર 34.7, રાજકોટ 40.7, વેરાવળમાં 34, દિવમાં 33.2, સુરેન્દ્રનગરમાં 40.8, મહુવામાં 35 અને કેશોદમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે કચ્છના ભૂજમાં 35.6, નલીયામાં 36, કંડલા એરપોર્ટમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. રાજકોટ સહિતના શહેરોમાં 42 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ગઇકાલથી ગરમીથી રાહત મળી છે આજે શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની આગાહી કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ગરમીથી લોકોને રાહત મળી છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયાકાંઠે તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આજથી ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
You may like
Rajkot
1 માસમાં 2.93 લાખ કરદાતાઓએ 198 કરોડ ભર્યા, આજથી વળતરનો બીજો તબકક્ો
Published
11 hours agoon
June 1, 2023By
Minal
જૂન માસમાં મહિલાઓને 10 અને પુરૂષોને પાંચ ટકા વળતર, સતત ત્રણ વર્ષથી એડવાન્સ વેરો ભરનારને 1 ટકો વધુ વળતર
ગુજરાત મિરર, રાજકોટ તા.1
મહાનગરપાલિકાની 10 ટકા અને 15 ટકા વેરા વળતર યોજના ગઈકાલે પૂર્ણ થતાં તેનો 2,93,520 લોકોએ લાભ લઈ રૂા.198.09 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો અને બીજા તબકકાની 5 અને 10 ટકા વેરા વળતર યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત વર્ષની તુલનાએ વેરા વળતર યોજનાનો 26,666 વધુ કરદાતાઓએ લાભ લીધો હતો. તેમજ વન ટાઈમ ઈસ્ટોલમેન્ટ યોજના પણ પૂર્ણ થતાં આજ સુધીમાં 9897 મિલકતધારકોએ લાભ લઈ રૂા.14.92 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો.
ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર મિલ્કત ધારકોને વિશેષ 1% વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% તેમજ 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2023-24ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં તા. 1 થી 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવશે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ. ચા. મ્યુનિ.કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના તા. 12-04-2023થી શરૂ કરવામાં આવી હતી જેમાં તા. 12-04-2023થી તા. 31-05-2023 સુધીમાં કુલ 2,93,520 મિલ્કતધારકોએ કુલ રૂા.198.09 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર કુલ 1169 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. શહેરના કુલ 1,99,619 મિલકતધારકોએ રૂા.121.17 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂા.21.15 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ 26,666 કરદાતાઓએ રૂા.40 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. ઘક્ષય શિંળય શક્ષતફિંહહળયક્ષિં તભવયળય યોજનાનો તા.14-02-2023 થી તા.31-05-2023 સુધીમાં કુલ 9897 મિલકતધારકોએ લાભ લીધો જેમાં કુલ રૂા.14.92 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. જેમાં તા. 01-04-2023થી તા. 31-05-2023 દરમ્યાન કુલ 1349 મિલકતધારકોએ રૂા.2.84 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
વધુમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઈ. ચા. મ્યુનિ. કમિશનરે સંયુક્ત યાદીમાં જણાવેલ કે, 1 જુન થી 30 જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 5% વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. ઉપરોકત જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે. ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% આપવામાં આવશે. 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. વળતર યોજનામાં શિક્ષણવેરા સિવાય એટલેકે, મિલકતવેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેક્શન પર આ વળતર મળવાપાત્ર થશે.
મિલકત વેરો ભરપાઈ કરવાના સ્થળ
ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/તથા RMCની મોબાઇલ એપ પર)
તમામ સિટી સિવિક સેન્ટરો પર
તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર
દરેક તાલુકામાં નાયબ કલેકટર, મામલતદાર સહિત 20 કર્મચારી- અધિકારીઓને મુકાયા
ગુજરાત મિરર રાજકોટ,તા.1
રાજયમાં ચોમાસાની મોસમ પખવાડીયામાં શરૂ થશે ત્યારે સરકાર અત્યારથી જ એકશન મોડમાં આવી ગઇ છે અને વરસાદ દરમ્યાન વાવાઝોડુ, પુર, અતિ ભારે વરસાદની પરિસ્થિતીમાં તકેદારીના પગલા લેવા માટે રાજય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર શરૂ કરવામાં આવશે તેના માટે દરેક તાલુકામાં નાયબ કલેકટર, મામલતદાર સહિત 20 કર્મચારી- અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
ચોમાસામાં કામગીરી માટે રાજયભરમાં કુલ 628 જેટલી જગ્યા મંજુર કરવામાં આવી હતી. જેમાં હંગામી ધોરણે પટાવાળા, પટાવાળા કમ ઝેરોક્ષ ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, કારકુન અને પટ્ટાવાળા કમ ડ્રાઇવરની નિમણુંક કરવામાં આવશે તેને માસીક રૂ.12000નું મહેનતાણું ચુકવવામાં આવશે. રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલ જગ્યામાં રાજયના 33 જિલ્લા અને 271 તાલુકામાં બે જગ્યા મુજબ 542 જેટલી જગ્યાનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા મંજુર કરાયેલ જગ્યામાં એક નાયબ કલેકટર, 6 નાયબ મામલતદાર, બે કારકુન, ત્રણ પટ્ટાવાળા કમ ડ્રાઇવર, ત્રણ પટ્ટાવાળા કમ ઝેરોક્ષ ઓપરેટર અને પાંચ કોમ્પ્યુટર ઓપરેટર સહીત કુલ 20 જગ્યા ભરવામાં આવશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એક નાયબ મામલતદાર અને એક પટ્ટાવાળા કમ ડ્રાઇવરની ભરતી કરવામાં આવશે. તેમજ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ચોમાસુ માટે ઉભી કરવામાં આવેલ ઉકત જગ્યાઓ બદલી, પ્રતિનિયુકતી, આંતરીક વ્યવસ્થા, એડહોક બઢતી કે અન્ય વિભાગમાંથી કર્મચારી મેળવીને ભરવા સુચના આપવામાં આવી છે. ઇમરજન્સી ઓપરેશન રીસ્પોન્સ સેન્ટર ત્રણ શીફટમાં કામ કરશે તેમાં સવારના 7 થી બપોરના 2, બીજી શીફટ બપોરના 2 વાગ્યાથી રાતના 10 અને ત્રીજી શીફટ રાતના 10 થી સવારના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજય કક્ષાના તથા જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મહેકમને પણ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાનું રહેશે. આ જગ્યાઓની મંજુરી તા.1-6 થી તા.30-11-2023 સુધી જ માન્ય ગણવામાં આવશે. સેન્ટરમાં નીમવામાં આવેલા સ્ટાફનો જોબ ચાર્ટ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલેકટર દ્વારા તૈયાર કરવાનો રહેશે.
મહેસુલ વિભાગના પરીપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થઇ જાીય તે પહેલા ચોમાસુ, વાવાઝોડાની ઋતુ અંગેનો સંપુર્ણ અહેવાલ રાહત નિયામકે ફરજ ઉપરના અધિક નાયબ કલેકટર પાસેથી મેળવીને મહેસુલ વિભાગમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવી છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં કલેકટર દ્વારા કલેકટર કચેરીના ત્રીજા માળે અત્યારથી જ ફલડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
Rajkot
તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો
Published
12 hours agoon
June 1, 2023By
Minal
રાજકોટ પુરવઠા વિભાગે સ્ટોકિસ્ટો, મિલરો સાથે યોજી બેઠક
ગુજરાત મિરર, રાજકોટ તા.1
દેશમાં તુવેરદાળના ઉત્પાદનમાં ઘટાડો રહેતા વિદેશથી 8.50 લાખ ટન તુવેર દાળની આયાત થઈ ચૂકી છે. આની વચ્ચે માલ ઘટ અને ભાવો વધતા રહેતા હોવાથી સરકારે મિલરો, સ્ટોકિસ્ટોને દર શુક્રવારે તુવેરદાળ જથ્થો પુરવઠાની સાઈટ પર અપલોડ કરવા આદેશ કર્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીએ તુવેરના વેપારીઓ, સ્ટોકિસ્ટો, દાળ મીલ સંચાલકોની બેઠક મળી હતી.
દેશમાં આયાતી જથ્થો મર્યાદિત છે અને ગત વર્ષોથી સાપેક્ષમાં માલ ઘટ હોવાથી ભારતમાં નિકાસને ઉજળા પાસાઓ જતા વિદેશોએ ભાવ વધારવાનું વલણ દાખવ્યું છે. હાલ જેવી રીતે જીરૂૂની બજારમાં લાલચોળ તેજી ચાલી રહી છે તેમાં તુવેર પણ સામેલ થઈ છે. આ તેજીમાં ગુજરાતની બ્રાન્ડેડ તુવેરદાળ વિક્રેતાઓ, પલ્સ મીલો પણ જોડાઈ છે. ગત 27 જાન્યુઆરીએ બ્રાન્ડેડ સુપર તુવેરદાળના બ્રાન્ડ વાળાના 100 કિલોના ભાવ રૂૂ.10,900થી 12,600 હતા. તે પાંચ માસમાં એટલે કે હાલ મે માસમાં 31મીએ ભાવ છેક રૂૂ. 13,500 – 15000 જથ્થાબંધ બોલાયો છે. આમ 100 કિલોએ જથ્થાબંધ ભાવમાં પાંચ માસમાં રૂૂ. 2600નો વધારો થયો છે. જેના પર રીટેઈલરો ખર્ચ – નફો ઉમેરીને વેચે છે. હાલ દેશની જુદી જુદી મંડીઓમાં મહારાષ્ટ્રની તુવેરનો ભાવ રૂૂ. 10,000 કર્ણાટકની તુવેરદાળનો ભાવ રૂૂ. 10,200 ચેન્નઈની તુવેરદાળનો (લેમન)નો ભાવ રૂૂ. 9450 બોલાયો છે. સ્ટોકિસ્ટના કથન મુજબ તુવેર પર તેલ ચડાવવાનું હોવાથી તેમના દ્વારા સ્ટોક સંભવ નથી કારણ કે તેલ ખોરૂૂ થઈ જાય તો ક્વોલિટી પર અસર પડે છે. હાલ મોટાભાગે માલ પક્કડ ખેડુતોની હોવા સંભવ છે. રાજકોટ કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગે આજે બેઠક બોલાવી હતી. તેમાં દર શુક્રવારે સ્ટોકિસ્ટો, મીલો, જથ્થાંધ વેપારીઓને હયાત તુવેરદાળ માલ સ્ટોકની સ્થિતિની વિગતો સાઈટ પર અપલોડ કરવા અનુરોધ કર્યો છે.
એડિટર ની ચોઈસ
ચોમાસું કામગીરી માટે 628 જગ્યા મંજૂર

ટાટા આઈપીએલ ફાઈનલમાં જિયો સિનેમા ડિજિટલ પાવર પ્લેના 12 કરોડથી વધુ વ્યૂવર્સ

NMCના ઈન્સ્પેકશનથી સરકારમાં દોડધામ રાતોરાત 41 ડોકટરોની વડનગરમાં બદલી

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ
ગુજરાત

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરાયા-4 બેઠક પર ભાજપ બિનહરીફ

ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન
સ્પોર્ટસ

શાપર- વેરાવળમાં સર્વિસ રોડ ઉપર બે-બે ફૂટ પાણી

અડધા રાજકોટનો પાણી પ્રશ્ર્ન હલ, આજી 150 એમએલડી ફિલ્ટર પ્લાન્ટને મંજૂરી

સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા બાળકોના ત્રિદિવસીય કેમ્પનું સમાપન

રીબડાની જાહેર સભામાં વકતવ્ય આપનાર ઉદ્યોગપતિ સામે દોઢ કરોડનો માનહાનીનો દાવો
