Connect with us

Rajkot

પડધરીના બોડીઘોડીની પરિણીતાની છેડતી કરી નિર્લજ્જ હુમલો

Published

on

પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં રહેતી પરણીતા પાસે તેના પતિએ લીધેલા રૂૂ.30 હજારની ઉઘરાણી કરી બે પિતા-પુત્ર અને તેના કાકા એ છેડતી કરી ધમકી આપતા આ મામલે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં રહેતી 33 વર્ષની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં ભાવેશ વેલજીભાઈ પાટોડિયા તેના પિતા વેલજીભાઈ થોભણભાઈ પાટોડિયા અને તેના ભાઈ દેવાભાઈ થોભણભાઈ પાટોડિયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા ગઈ તા.17નાં ઘર પાસે ઉભી હતી ત્યારે ત્યાં ઘસી આવેલા ભાવેશ વેલજીભાઈ પટોડીયાએ નતારો ઘરવાળો મારા ત્રીસ હજાર ખાઈ ગયો છે, કહેતા તેને નઅમે ત્રીસ હજાર લીધા નથી.થ તેવો જવાબ મહિલાએ આપતા ભાવેશે તેનો હાથ પકડી છેડતી કરતા તેણે બુમાબુમ કરતા ભાવેશના પિતા વેલજી અને વેલજીનો ભાઈ દેવાએ ત્યાં આવ્યા બાદ વેલજી કે જેના હાથમાં પથ્થર હતો તેણે નમારા દિકરાના ત્રીસ કેમ ખાઈ ગયા છોથ કહી ગાળો દેવા લાગ્યા હતા. આ સમયે તેના પતિ અને અન્ય લોકો આવી જતા તેને છોડાવી હતી. આ સમયે ત્રણેયે નતને અને તારા પરિવારને જાનથી મારી નાખીશુંથ કહી ધમકી આપી જતા રહેતા પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પડધરી પોલીસે આ મામલે આઈપીસી કલમ 354,504 મુજબ ગુનો નોંધ્યો છે.આ બનાવમાં પડધરી પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફે વધુ તપાસ શરુ કરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

1 માસમાં 2.93 લાખ કરદાતાઓએ 198 કરોડ ભર્યા, આજથી વળતરનો બીજો તબકક્ો

Published

on

By

જૂન માસમાં મહિલાઓને 10 અને પુરૂષોને પાંચ ટકા વળતર, સતત ત્રણ વર્ષથી એડવાન્સ વેરો ભરનારને 1 ટકો વધુ વળતર

ગુજરાત મિરર, રાજકોટ તા.1
મહાનગરપાલિકાની 10 ટકા અને 15 ટકા વેરા વળતર યોજના ગઈકાલે પૂર્ણ થતાં તેનો 2,93,520 લોકોએ લાભ લઈ રૂા.198.09 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો અને બીજા તબકકાની 5 અને 10 ટકા વેરા વળતર યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગત વર્ષની તુલનાએ વેરા વળતર યોજનાનો 26,666 વધુ કરદાતાઓએ લાભ લીધો હતો. તેમજ વન ટાઈમ ઈસ્ટોલમેન્ટ યોજના પણ પૂર્ણ થતાં આજ સુધીમાં 9897 મિલકતધારકોએ લાભ લઈ રૂા.14.92 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો.
ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર મિલ્કત ધારકોને વિશેષ 1% વળતર, સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% તેમજ 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રકેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને 2023-24ના વર્ષમાં પણ એડવાન્સ મિલ્કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં તા. 1 થી 30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 5% અને મહિલા મિલ્કતધારકને 10% વળતર આપવામાં આવશે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ. ચા. મ્યુનિ.કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા વળતર યોજના તા. 12-04-2023થી શરૂ કરવામાં આવી હતી જેમાં તા. 12-04-2023થી તા. 31-05-2023 સુધીમાં કુલ 2,93,520 મિલ્કતધારકોએ કુલ રૂા.198.09 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર કુલ 1169 મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. શહેરના કુલ 1,99,619 મિલકતધારકોએ રૂા.121.17 કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જેમાં કુલ રૂા.21.15 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ વધુ 26,666 કરદાતાઓએ રૂા.40 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. ઘક્ષય શિંળય શક્ષતફિંહહળયક્ષિં તભવયળય યોજનાનો તા.14-02-2023 થી તા.31-05-2023 સુધીમાં કુલ 9897 મિલકતધારકોએ લાભ લીધો જેમાં કુલ રૂા.14.92 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો. જેમાં તા. 01-04-2023થી તા. 31-05-2023 દરમ્યાન કુલ 1349 મિલકતધારકોએ રૂા.2.84 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
વધુમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ઈ. ચા. મ્યુનિ. કમિશનરે સંયુક્ત યાદીમાં જણાવેલ કે, 1 જુન થી 30 જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 5% વળતર આપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવશે. ઉપરોકત જણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 1% આપવામાં આવશે. ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ 1% આપવામાં આવશે. 40% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશક્ત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ 5% વળતર આપવામાં આવશે. વળતર યોજનામાં શિક્ષણવેરા સિવાય એટલેકે, મિલકતવેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેક્શન પર આ વળતર મળવાપાત્ર થશે.

મિલકત વેરો ભરપાઈ કરવાના સ્થળ
ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/તથા RMCની મોબાઇલ એપ પર)
તમામ સિટી સિવિક સેન્ટરો પર
તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર

Advertisement

Continue Reading

Rajkot

ચોમાસું કામગીરી માટે 628 જગ્યા મંજૂર

Published

on

By

દરેક તાલુકામાં નાયબ કલેકટર, મામલતદાર સહિત 20 કર્મચારી- અધિકારીઓને મુકાયા

ગુજરાત મિરર રાજકોટ,તા.1
રાજયમાં ચોમાસાની મોસમ પખવાડીયામાં શરૂ થશે ત્યારે સરકાર અત્યારથી જ એકશન મોડમાં આવી ગઇ છે અને વરસાદ દરમ્યાન વાવાઝોડુ, પુર, અતિ ભારે વરસાદની પરિસ્થિતીમાં તકેદારીના પગલા લેવા માટે રાજય, જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર શરૂ કરવામાં આવશે તેના માટે દરેક તાલુકામાં નાયબ કલેકટર, મામલતદાર સહિત 20 કર્મચારી- અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
ચોમાસામાં કામગીરી માટે રાજયભરમાં કુલ 628 જેટલી જગ્યા મંજુર કરવામાં આવી હતી. જેમાં હંગામી ધોરણે પટાવાળા, પટાવાળા કમ ઝેરોક્ષ ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, કારકુન અને પટ્ટાવાળા કમ ડ્રાઇવરની નિમણુંક કરવામાં આવશે તેને માસીક રૂ.12000નું મહેનતાણું ચુકવવામાં આવશે. રાજય સરકાર દ્વારા મંજુર કરાયેલ જગ્યામાં રાજયના 33 જિલ્લા અને 271 તાલુકામાં બે જગ્યા મુજબ 542 જેટલી જગ્યાનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા મંજુર કરાયેલ જગ્યામાં એક નાયબ કલેકટર, 6 નાયબ મામલતદાર, બે કારકુન, ત્રણ પટ્ટાવાળા કમ ડ્રાઇવર, ત્રણ પટ્ટાવાળા કમ ઝેરોક્ષ ઓપરેટર અને પાંચ કોમ્પ્યુટર ઓપરેટર સહીત કુલ 20 જગ્યા ભરવામાં આવશે. જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ એક નાયબ મામલતદાર અને એક પટ્ટાવાળા કમ ડ્રાઇવરની ભરતી કરવામાં આવશે. તેમજ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે ચોમાસુ માટે ઉભી કરવામાં આવેલ ઉકત જગ્યાઓ બદલી, પ્રતિનિયુકતી, આંતરીક વ્યવસ્થા, એડહોક બઢતી કે અન્ય વિભાગમાંથી કર્મચારી મેળવીને ભરવા સુચના આપવામાં આવી છે. ઇમરજન્સી ઓપરેશન રીસ્પોન્સ સેન્ટર ત્રણ શીફટમાં કામ કરશે તેમાં સવારના 7 થી બપોરના 2, બીજી શીફટ બપોરના 2 વાગ્યાથી રાતના 10 અને ત્રીજી શીફટ રાતના 10 થી સવારના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. રાજય કક્ષાના તથા જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મહેકમને પણ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાનું રહેશે. આ જગ્યાઓની મંજુરી તા.1-6 થી તા.30-11-2023 સુધી જ માન્ય ગણવામાં આવશે. સેન્ટરમાં નીમવામાં આવેલા સ્ટાફનો જોબ ચાર્ટ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કલેકટર દ્વારા તૈયાર કરવાનો રહેશે.
મહેસુલ વિભાગના પરીપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થઇ જાીય તે પહેલા ચોમાસુ, વાવાઝોડાની ઋતુ અંગેનો સંપુર્ણ અહેવાલ રાહત નિયામકે ફરજ ઉપરના અધિક નાયબ કલેકટર પાસેથી મેળવીને મહેસુલ વિભાગમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવી છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં કલેકટર દ્વારા કલેકટર કચેરીના ત્રીજા માળે અત્યારથી જ ફલડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

Advertisement
Continue Reading

Rajkot

તુવેરદાળ ભાણામાંથી થશે ગાયબ, પાંચ માસમાં 100 કિલોએ 2600નો ભાવ વધારો

Published

on

By

રાજકોટ પુરવઠા વિભાગે સ્ટોકિસ્ટો, મિલરો સાથે યોજી બેઠક

ગુજરાત મિરર, રાજકોટ તા.1
દેશમાં તુવેરદાળના ઉત્પાદનમાં ઘટાડો રહેતા વિદેશથી 8.50 લાખ ટન તુવેર દાળની આયાત થઈ ચૂકી છે. આની વચ્ચે માલ ઘટ અને ભાવો વધતા રહેતા હોવાથી સરકારે મિલરો, સ્ટોકિસ્ટોને દર શુક્રવારે તુવેરદાળ જથ્થો પુરવઠાની સાઈટ પર અપલોડ કરવા આદેશ કર્યો છે. રાજકોટ કલેક્ટર કચેરીએ તુવેરના વેપારીઓ, સ્ટોકિસ્ટો, દાળ મીલ સંચાલકોની બેઠક મળી હતી.
દેશમાં આયાતી જથ્થો મર્યાદિત છે અને ગત વર્ષોથી સાપેક્ષમાં માલ ઘટ હોવાથી ભારતમાં નિકાસને ઉજળા પાસાઓ જતા વિદેશોએ ભાવ વધારવાનું વલણ દાખવ્યું છે. હાલ જેવી રીતે જીરૂૂની બજારમાં લાલચોળ તેજી ચાલી રહી છે તેમાં તુવેર પણ સામેલ થઈ છે. આ તેજીમાં ગુજરાતની બ્રાન્ડેડ તુવેરદાળ વિક્રેતાઓ, પલ્સ મીલો પણ જોડાઈ છે. ગત 27 જાન્યુઆરીએ બ્રાન્ડેડ સુપર તુવેરદાળના બ્રાન્ડ વાળાના 100 કિલોના ભાવ રૂૂ.10,900થી 12,600 હતા. તે પાંચ માસમાં એટલે કે હાલ મે માસમાં 31મીએ ભાવ છેક રૂૂ. 13,500 – 15000 જથ્થાબંધ બોલાયો છે. આમ 100 કિલોએ જથ્થાબંધ ભાવમાં પાંચ માસમાં રૂૂ. 2600નો વધારો થયો છે. જેના પર રીટેઈલરો ખર્ચ – નફો ઉમેરીને વેચે છે. હાલ દેશની જુદી જુદી મંડીઓમાં મહારાષ્ટ્રની તુવેરનો ભાવ રૂૂ. 10,000 કર્ણાટકની તુવેરદાળનો ભાવ રૂૂ. 10,200 ચેન્નઈની તુવેરદાળનો (લેમન)નો ભાવ રૂૂ. 9450 બોલાયો છે. સ્ટોકિસ્ટના કથન મુજબ તુવેર પર તેલ ચડાવવાનું હોવાથી તેમના દ્વારા સ્ટોક સંભવ નથી કારણ કે તેલ ખોરૂૂ થઈ જાય તો ક્વોલિટી પર અસર પડે છે. હાલ મોટાભાગે માલ પક્કડ ખેડુતોની હોવા સંભવ છે. રાજકોટ કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગે આજે બેઠક બોલાવી હતી. તેમાં દર શુક્રવારે સ્ટોકિસ્ટો, મીલો, જથ્થાંધ વેપારીઓને હયાત તુવેરદાળ માલ સ્ટોકની સ્થિતિની વિગતો સાઈટ પર અપલોડ કરવા અનુરોધ કર્યો છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ