Connect with us

International

ન્યુઝીલેન્ડમાં નવસારીના યુવકની હત્યાથી ભયનું વાતાવરણ

Published

on

ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં ગુજરાતી યુવાનની ઘાતકી હત્યા થઇ છે. અત્યાર સુધી યુએસમાં જ લૂંટ કરીને જ ગુજરાતીઓની હત્યા થતી હતી ત્યારે હવે ન્યૂઝિલેન્ડમાં પણ ગુજરાતીઓ સલામત નથી. જલાલપોર તાલુકાનાં વોડલીગામનાં એનઆરઆઈ યુવાન જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરતા તેની હત્યા કરવામાં આવી છે. આ યુવાન આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડમાં સ્થાયી થવા ગયા હતા. યુવાનની પત્ની સામે જ તેના પતિની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ લૂંટારુઓ હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જેનાં કારણે ન્યૂઝિલેન્ડમાં રેહતા ભારતીયોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.
જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારના વડોલીગામના વતની અને એન.આર આઈ 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામની વતની છે. તેઓ આઠ મહિના પહેલા જ ન્યૂઝિલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના કાસ્બાપાર ગામના વતની ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી વતન આવ્યા હતા.
જેથી ધર્મેશભાઈ મગનભાઈ પટેલ તેમની ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનક પટેલને દુકાન સોંપી હતી.
આ દરમિયાન જનક પટેલ તેની પત્ની વિજેતા સાથે ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેમની દુકાનમાં લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેમની પત્નીને ચપ્પુ બતાવી દુકાનના ગલ્લાંમાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન લૂંટારુંનો પ્રતિકાર કરવા જતા એક લૂંટારુએ યુવાન પર તીક્ષ્ણ ચપ્પું વડે હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠથી દસ જેટલા મરણતોલ ઘા ઝીંકી દીધા હતા. જે બાદ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. જેથી પત્ની વિજેતાએ બૂમાબૂમ કરી હતી.
હાલ ન્યૂઝીલેન્ડ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. આ હત્યા બાદ ત્યાં જનક પટેલનાં પરિવાર અને ન્યૂઝીલેન્ડમાં સ્થાયી ગુજરાતીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ લૂંટારુઓને ઝડપી પાડીને સખતમાં સખત સજા થાય તેવી માંગ ઉઠી છે.

 

Advertisement
Continue Reading
Advertisement

International

ચીન ઘુસણખોરી કરે તો જડબાતોડ જવાબ: યુએસએ

Published

on

અમેરિકા ભારતનું મજબૂત ભાગીદાર: વેદાંત પટેલ

અમેરિકાએ કહ્યું કે તે કઅઈમાં કોઈપણ પ્રકારના એકપક્ષીય પ્રયાસ અને ઘૂસણખોરીનો વિરોધ કરે છે. એલએસીમાં તેની હરકતો માટે અમેરિકાએ ચીનને વારંવાર રોક્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એલએસી પર તૈનાત સૈનિકો સાથે મુલાકાત કર્યા બાદ એક વાત સ્પષ્ટ કરી હતી કે તેઓ અહીંથી સેના પાછી ખેંચવા ઈચ્છુક નથી. આ સાથે અમેરિકાએ કહ્યું છે કે જો કોઈ એકપક્ષીય કાર્યવાહી થાય છે તો તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને મક્કમતાથી લડવું જોઈએ.

અમેરિકાના ડેપ્યુટી પ્રેસ પ્રવક્તા વેદાંત પટેલે બંને દેશો વચ્ચેની વર્તમાન સ્થિતિ પર કહ્યું કે તેઓ નજીકથી નજર રાખી રહ્યા છે. પટેલે જણાવ્યું હતું કે અમે સરહદ પાર અથવા વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી અથવા નાગરિક દ્વારા પ્રાદેશિક દાવાઓને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ. પટેલે કહ્યું કે અમેરિકા ભારત અને ચીનને તેમના વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને ઉકેલ શોધવાની અપીલ કરે છે.

Advertisement

પટેલે જણાવ્યું હતું કે ભારત ઘણી જગ્યાએ અમેરિકા માટે પસંદગીનું મહત્વનું ભાગીદાર છે. તેમાં વેપાર સહયોગ, સુરક્ષા સહયોગ અને ટેકનિકલ સહયોગ પણ સામેલ છે. એક દિવસ પહેલા, ૠઘઈ-શક્ષ-ઈ, પૂર્વીય કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ કહ્યું હતું કે ચીન સાથેની પૂર્વ સરહદે સ્થિતિ સ્થિર છે પરંતુ સરહદ વિશે અવ્યાખ્યાયિત ધારણાઓને કારણે આગાહી કરી શકાતી નથી.

ઈસ્ટર્ન કમાન્ડ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે. લેફ્ટનન્ટ જનરલ કલિતાએ એમ પણ કહ્યું કે સેના સતત સરહદ પારની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે આખી સમસ્યા એ હકીકતને કારણે છે કે ભારત અને ચીન વચ્ચેની સરહદ અવ્યાખ્યાયિત છે. વાસ્તવિક નિયંત્રણ રેખા વિશે વિવિધ ધારણાઓ છે, જે સમસ્યાઓ ઊભી કરે છે. તેમણે કહ્યું, જો કે, હું તમને ખાતરી આપું છું કે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પૂર્વ સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ તે અનુમાનિત નથી અને તેનું કારણ સીમાઓનું સીમાંકન છે.

Advertisement
Continue Reading

International

ચીનમાં મંદીનું કાઉન્ટ ડાઉન શરૂ, 70 દેશોને થશે અસર

Published

on

વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઇ ગયો

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર દેશનો વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે, જે 2022માં 5.5 ટકાના સત્તાવાર લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 1976 પછી સૌથી નબળો હતો. જો ચીનની અર્થવ્યવસ્થા આ રીતે ઘટતી રહેશે તો આર્થિક મંદી આવવાનું નિશ્ચિત છે અને આ મંદી માત્ર ચીનને જ નહીં, પરંતુ વિશ્વના 70થી વધુ દેશોને પ્રભાવિત કરશે.

ગયા વર્ષે કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીને કારણે 2022માં ચીનનો આર્થિક વિકાસ દર ત્રણ ટકા પર આવી ગયો છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 50 વર્ષમાં આ બીજો સૌથી ધીમો વિકાસ દર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2022માં ચીનનો જીડીપી 1,21,020 બિલિયન યુઆન અથવા 17,940 બિલિયન હતો. વાસ્તવમાં ચીન 70થી વધુ દેશો સાથે વેપાર કરે છે. ચીન એશિયન દેશો સાથે તેમજ યુરોપના ઘણા દેશો સાથે આયાત અને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીનમાં મંદી આવશે તો આ તમામ દેશો પણ તેની ઝપેટમાં આવી જશે. ચીન પર નિર્ભર દેશોને સૌથી વધુ નુકસાન થશે. સૌથી ખરાબ સ્થિતિ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં થશે. અમેરિકા પછી ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021-22માં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ઞજઉ 115.83 બિલિયન હતો, જે ભારતના કુલ ઞજઉ 1,035 બિલિયન વેપારના 11.2 ટકા છે.

Advertisement

Continue Reading

International

પાકિસ્તાનના મંત્રી તારિક બશીરે ઘઉંના સંકટનો કર્યો સ્વીકાર, કહ્યું લોટ માટે થઈ રહ્યું છે ઘર્ષણ

Published

on

By

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રી તારિક બશીર ચીમાએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું કે આર્થિક સંકટ વચ્ચે મોંઘવારી પ્રભાવિત પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત છે. પ્રધાન તારિક બશીર ચીમાએ કબૂલાત કરી હતી કે પાકિસ્તાન હાલમાં ઘઉંની મોટી અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં 2.3 મિલિયન મેટ્રિક ટન શુદ્ધ ઘઉંની અછત છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 23.23 લાખ મેટ્રિક ટન ઘઉંની અછત છે. આ વર્ષે દેશમાં ઘઉંની કુલ સંખ્યા 7.28 કરોડ ટન હતી, જ્યારે ઘઉંનું ઉત્પાદન માત્ર 42.26 મિલિયન ટન રહ્યું હતું.

મંત્રીએ કહ્યું કે દેશમાં ઘઉંની માંગ 2.37 મિલિયન ટન છે અને આ સ્ટોક ઘટીને 2.031 મિલિયન ટન પર આવી ગયો છે. આ અછતને કારણે દેશમાં લોટની લડાઈ પણ ચાલી રહી છે. હાલમાં પાકિસ્તાનના કેટલાક ભાગો, ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં ઘઉંની અછત એટલી બધી થઈ ગઈ છે કે લોકો નીચે આવી ગયા છે. આ સાથે જ અનેક જગ્યાએ ભાગદોડના પણ સમાચાર સામે આવ્યા છે, લોકો લોટ લેવા માટે પણ માર મારી રહ્યા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અહેવાલ મુજબ પાકિસ્તાન રોકડની તંગી સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ દેશમાં હજારો લોકો દરરોજ સસ્તા લોટની થેલીઓ મેળવવામાં કલાકો પસાર કરી રહ્યા છે. પાકિસ્તાન પહેલેથી જ લોટની અછતનો સામનો કરી રહ્યું છે અને લોટના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લોટના વેપારીઓ અને તંદૂરના માલિકો વચ્ચે અનેક વખત ઘર્ષણ થયું છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ