Connect with us

Rajkot

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

Published

on

ગુજરાત મિરર, રાજકોટ, તા.28
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુતે જણાવ્યું છે કે તા.27/01/2023ના રોજ બ્રીજના કામે ખોદવામાં આવેલ ખાડામાં રાજકોટના 25 વર્ષીય યુવાન હર્ષ અશ્વિનભાઈ ઠક્કરનું રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેર અને કોન્ટ્રાક્ટરની ઘોરબેદરકારીના કારણે નિર્દોષ યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે, ત્યારે આ તકે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં સુતેલું તંત્ર શું કરી રહ્યું છે ? નિર્દોષ નગરજનો અને જનતાએ નાકામયાબ અને બ્રીજ બનાવવામાં નિષ્ફળ નીવડેલ કોન્ટ્રાક્ટર રણજીત બીલ્ડકોણ કંપનીને બ્રીજ બનાવવાનો ઠેકો આપ્યો છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદમાં બ્રીજના ચાલુ કામે પડી જવાની ઘટના અગાઉ બની હતી ત્યારથી આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાએ રણજીત બીલ્ડકોન ઠેકેદાર સામે કશી જ કડક કાર્યવાહી કરેલ નથી તેમજ રગડધગડ ચાલતા બ્રીજના કામોમાં ટેન્ડરની તારીખો પૂર્ણ થઇ ગઈ હોય ત્યારે બે-બે માસનું એક્સ્ટેન્શન આપી રહ્યા છે જેમાં કોઈ જ પ્રકારની પેનલ્ટી વસુલાત કર્યા વગર સમયમર્યાદા વધારવામાં આવી છે. આ તકે રાજકોટના મીડિયા સમક્ષ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે તમામ જવાબદારો સામે મનુષ્યવધનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને પગલા લેવા માંગ કરી હતી. તેમજ ભોગ બનનારના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાક્ટર બંને વળતર ચુકવે તેવી માંગ કરી હતી.
ખાડા નગરી રાજકોટ શહેરમાં રૈયા રોડ ઉપર ન્યુ એરા શાળા ની સામે આખું બાળક સમાઈ જાય તેવા મસમોટા ખાડા કરવામાં આવેલ છે ત્યાં કોઈ જ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી તેમજ ભીસ્તીવાળ, થોરાળા, જી.આઈ.ડી.સી. વગેરે જેવી જગ્યાએ મસ-મોટા ખાડા છે ક્યાય પણ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર અને નકટુ તંત્ર હજુય કેટલા મોતની રાહ જુવે છે ? આ શહેરમાં છાસવારે કોઈકનો લાડકવાયો કે કોકનો કંધોતર છીનવાઈ જાય છે. જે આંકડા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે. તેવું મહેશ રાજપુતે જણાવ્યું છે તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં કોઈપણ જગ્યાએ જો ખાડા ખુલ્લા જોવા મળે તો મહેશભાઈ રાજપુતે તેઓના મોબાઈલ નં. 9824408004 ઉપર ફોટા, વોર્ડ નં. અને પૂરું એડ્રેસ જણાવવા અપીલ કરી છે.

Continue Reading
Advertisement

Breaking News

સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત, રાજકોટથી સીધી સંભવિત 10 ટ્રેન સપ્તાહમાં બે વખત મળશે

Published

on

સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં 10 ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે.છેલ્લા ઘણા સમયથી યુપી, બિહાર પશ્ચિમ, બંગાળ વગેરે રાજ્યોના શ્રમિકોને રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદથી અન્ય રાજ્યમાં જવા માટે ટ્રેન બદલવી પડતી હતી. પરંતુ હવે મુસાફરોની આ મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવા શ્રમિકોને રાજકોટ થી સીધી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે.

સૌરાષ્ટ્રને ટ્રેનોની ભેટ મળે તે માટે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તેમજ દર્શનાબેન જરદોશ પાસે 12 ટ્રેનો માટે રજૂઆત કરી હતી અને તેઓએ હકારાત્મક અભિગમ દાખવતાં આ બાબત માટે સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે. જેમાંથી 10 ટ્રેનો ટૂંક સમયમાં સપ્તાહમાં બે વખત શરૂ કરવા માટે હરી ઝંડી મળે તેવી સંભાવના છે.

જે ટ્રેનો ચાલુ થવાની શક્યતાઓ છે તેમાં રાજકોટ થી નાગપુર, રાજકોટ થી કોલ્હાપુર, રાજકોટ થી કોલ્હાપુર-પટના, રાજકોટ થી પુના, રાજકોટ થી ચેન્નઈ, રાજકોટ થી નિઝામુદ્દીન, રાજકોટ થી વારાણસી, રાજકોટ થી યશવંતપુર, રાજકોટ થી કલકત્તા અને રાજકોટ થી પ્રયાગરાજ આ 10 ટ્રેનો સપ્તાહમાં બે વખત મળે તેવી શક્યતા છે.

Advertisement

Continue Reading

Gujarat

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર

Published

on

By

ગુજરાત રાજ્ય સરકારે વધુ એક વખત IAS અધિકારીઓની બદલી કરી છે. સાગમટે 109 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. અધિકારીઓની બદલી કરતા રાજ્ય સરકારે મોટો લીથો બહાર પાડ્યો છે.

 

રાજકોટ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે,કલેક્ટર રાજકોટ મહેશ બાબુની પેટ્રો કેમિકલ્સ વિભાગમાં બદલી કરાઈ છે.સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર તરીકે નિમાયા છે. રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી થઈ ,પ્રભોવ જોશી રાજકોટના નવા કલેકટર બન્યા છે.

Advertisement

Continue Reading

Rajkot

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

Published

on

By

30 મિનિટમાં એકસાથે 16 બોટલ લોહીના ઘટકોને છૂટા પાડતું જર્મન બનાવટનું મશીન

ગુજરાત મિરર, રાજકોટ તા.31
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
જર્મન બનાવટનું થર્મો ફિશર સાઇન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે, સિંગલ ફેજ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી મહિને 2200 જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂૂરિયાતને પહોંચી શકાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. ગૌરવી ધ્રુવા, બ્લડ બેન્કના ડો. પાયલ, ડો. દીપા, ડો. અમલાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ