Connect with us

Gujarat

નવસારીના સાંસદ ડો. કે.સી. પટેલ પણ ગામલોકોના રોષનો ભોગ બન્યા

Published

on

ભારતમાલા પ્રોજેક્ટ મામલે ઘેરતા ચાલતી પકડી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ઘણી જગ્યાએથી નેતાઓનો વિરોધ થયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે નવસારીમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ડો. કે.સી પટેલને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું. ગામલોકોના ભારે વિરોધના પગલે ઉમેદવાર અને વલસાડના સાંસદે પોતાનો કાફલા સાથે ત્યાંથી ભાગવું પડ્યું. જેનો વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
નવસારીના વાંસદામાં ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ, સાંસદ કે.સી પટેલ ચૂંટણી પ્રચાર માટે ઝરી ગામમાં પહોંચ્યા હતા. જોકે અહીં પ્રચાર દરમિયાન સ્થાનિકોએ નેતાજી અને ભાજપના કાર્યકરોને ઘેરીને તેમનો ભારે વિરોધ કર્યો અને સવાલ કર્યો કે અત્યાર સુધી તમે ક્યાં હતા? ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતા આદિવાસીઓ સાથે તમે કેમ ન દેખાયા? તમારી સરકારે આદિવાસી ખેડૂતોની જમીન મંજૂરી વગર સરકારી રેકોર્ડ પર કેવી રીતે લઈ લીધી? લોકોના રોષને જોતા પીયુષ પટેલ અને સાંસદ ડો.કે.સી પટેલ પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી જતા રહ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના વિરોધના ઘણા મામલાઓ સામે આવી ચૂક્યા છે. બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશ્વિન કોટવાલનો ખેડબ્રહ્મામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જ્યારે વાવમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર ચૂંટણી પ્રચાર કરવા જતા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જેથી તેમણે પોતાનો કાફલો લઈને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. બીજી તરફ જામનગરમાં પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો લોકોએ વિરોધ કર્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

રાધિકા પાર્કમાં રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતાં 3 વર્ષના બાળકનું મોત

Published

on

By

પરિવારજનોએ શોધખોળ કરતાં બે કલાક બાદ ઘર નજીક ખુલ્લા ભોં ટાંકામાંથી મૃતદેહ મળ્યો

શહેરના મોરબી રોડ પર આવેલા રાધિકા પાર્કમાં રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માસુમ પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર સોહમનગરની બાજુમાં આવેલા રાધિકા પાર્ક શેરી નં.2માં રહેતાં જગદીશભાઈ ભોગાયતાનો ત્રણ વર્ષનો પુત્ર દેવરાજ ગઈકાલે બપોરે ઘર પાસે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઈ જોગડાએ પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક દેવરાજ બે બહેનો, બે ભાઈમાં નાનો હતો તેના પિતા મજૂરી કામ કરે છે. માસુમ પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. પુત્ર ગુમ થઈ જતાં પરિવારજનોએ આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી બે કલાકની શોધખોળ બાદ ઘર નજીક ખુલ્લા ભોં ટાંકામાંથી દેવરાજનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો.

 

Advertisement

Continue Reading

Rajkot

રાજકોટ-70ના કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરાને વોર્ડ નં.13માં પ્રચંડ સમર્થન

Published

on

By

શિવનગર, જુનું-નવું પપૈયા વાડી, હરીદ્વાર, પંચશીલ સોસાયટી, આર.એમ.સી ક્વાર્ટર ખાતે લોકોને મળીને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદે બાહેધરી- હિતેષ વોરા

તા. 25 શુક્રવાર નાં રોજ 70 વિધાનસભાનાં ઉમેદવાર શ્રી હિતેષ વોરા દ્વારા વોર્ડ નંબર 13માં શિવનગર, પપૈયા વાડી, હરી દ્વાર, પંચશીલ સોસાયટી, આર.એમ.સી ક્વાર્ટર સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં 70વિધાનસભા ઉમેદવાર હિતેષભાઈ વોરા એ જણાવ્યું હતું પદયાત્રામાં લોકોને મળીને મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદે બાહેધરી આપી. ગુજરાતમાં 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો અપાશે. અસહ્ય મોંઘવારીને લીધે લોકોના મો માંથી કોળીયો છીનવી લેતી ભાજપ સરકારના પરિણામે અપૂરતા ભોજન પોષણયુક્ત ખોરાકના અભાવે 45% બાળકો અને કુપોષિત, 55% મહિલાઓ કુપોષણનો ભોગ બન્યા છે. અમીરોના દેવા માફ થાય છે જયારે જનતાના ખિસ્સા સાફ થયા છે. રસ્તા બાંધકામ અને સમારકામ માં મોટા પાયે ગેરરીતી કરવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનના નામેં કરોડો રૂૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાય છે. ગૃહ, મહેસુલ, શહેરીવિકાસ, રોડ અને બિલ્ડીંગ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિભાગો ભ્રષ્ટાચાર માં ગુજરાત અવ્વલ નંબરે છે તેવું પૂર્વ મુખ્યમંત્રી એ જાહેરમાં કબુલાત કરી હતી. ત્યારે ભાજપ દ્વારા વિકાસના નામ બણગા ફુકવામાં આવ્યા છે એટલે આ વિસ્તાર માં રસ્તા, પાણી, આધુનિક ગટર વ્યવસ્થા જેવા મુદાઓ પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છુ. આ પદયાત્રા પરિવર્તન સંકલ્પ યાત્રા તરીકે ભારે અસર જન્માવતી જોવા મળી રહી છે. લોકો ભાજપ ની સરકાર તેની રીતી-નીતિ અને ભય ઉત્પન કરનારી શાસન વ્યવસ્થા થી ખરેખર તોબા પોકારી ગઈ છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. આ પદયાત્રામાં વોર્ડ પ્રમુખ વિજયસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, ગોવિંદભાઈ સભાયા, નાગજીભાઈ વિરાણી, પ્રવીણભાઈ મૈયડ, એહશાનભાઈ ચૌહાણ, પ્રભાતભાઈ ડાંગર, વી.ડી પટેલ, મેપાભાઈ કણસાગરા, કમલેશભાઈ કોઠીવાર, અશ્વિનભાઈ બકુત્રા, ઘનશ્યામસિંહ જાડેજા, હેમલભાઈ પેસીવાડીયા, જયેશભાઈ કાકડિયા, યતિનભાઈ અક્વાળીયા, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સરલાબેન પાટડિયા, હિરલબેન રાઠોડ, જસુબેન વાંક, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા.

 

Advertisement

Continue Reading

Business

ભાજપે જંગલેશ્વરના નાગરિકોનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે: ઇન્દ્રનીલનાં ચાબખાં

Published

on

By

રાજકોટ પૂર્વમાં જંગલેશ્વર સહિતનો વિસ્તાર કોંગ્રેસની પડખે : રોડ શોમાં ઉમટી ભીડ

ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર થઇ ફૂલ વર્ષા ગળગળા થઇ ગયા

આખો પૂર્વ વિસ્તાર એકજુથ થઈને કોંગ્રેસને મત આપશે- અશોક ડાંગર

Advertisement

ભારતીય જનતા પક્ષે આજ દિવસ સુધી જંગલેશ્વર સહિતના પૂર્વના વિસ્તારોનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે પણ આ વખતે પ્રજા ભોળવાશે નહી અને કોંગ્રેસને મત આપીને વિકાસના દ્વાર ખોલશે તેવું કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ જાહેરસભામાં જણાવ્યું હતું.
રાજકોટ પૂર્વના મતદારોએ આ વખતે પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે અને આ વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુને પ્રચાર દરમિયાન પ્રજાજનો તરફથી જે આવકારો મળી રહ્યો છે તે જોતા આ વખતની ચૂંટણીમાં તે જંગી બહુમતિએ વિજેતા બનીને ઈતિહાસ રચશે તેવું લાગી રહ્યું છે. જ્યારથી ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારના પ્રતિનિધિ બનવાની જાહેરાત કરી છે ત્યારથી અહીના લોકો એક સાચો સેવક મળ્યાની લાગણી અનુભવી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ-શો કે જાહેરસભા કરી છે ત્યાં ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે અને એકી અવાજે તેમને ટેકો જાહેર કર્યો છે.
જંગલેશ્વર વિસ્તારમાં તો અગાઉ ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો ઇન્દ્રનીલ રાજગુરુના રોડ શોમાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જ્યાં જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુ ગયા ત્યાં તેમના ઉપર ફૂલ વર્ષા થઇ હતી અને ઇન્દ્રનીલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ નાં નારા લાગ્યા હતા. આ વિસ્તારના લોકોનો આવો પ્રેમ જોઇને ઇન્દ્રનીલ રાજગુરુ ગળગળા થઇ ગયા હતા.
આ સ્થળે લોકોને સંબોધતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, જુદા જુદા કારણોસર આ વિસ્તારને બદનામ કરવામાં આવી રહ્યો છે પણ હવે હું એવું નહી થવા દઉં..આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ ગયા પછી આ વિસ્તારના વિકાસની જવાબદારી મારી રહેશે અને હું વચન આપું છું કે, આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આ વિસ્તારના લોકોનો વોટ બેંક તરીકે ઉપયોગ થયો છે. ભાજપના નેતાઓ આવીને વિકાસના નામે મત માગી જાય છે અને પછી આ વિસ્તારમાં ડોકાતા પણ નથી. પણ હવે સમય પરિવર્તનનો છે
અને ભાજપનો કારમો પરાજય થવાનો છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાના ભાષણમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને વંચિત લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે કોંગ્રેસ કામ કરવાની છે. અત્યારે મોંઘવારી ઘરના રસોડા સુધી આંટો મારી ગઈ છે ત્યારે કોંગ્રેસ માત્ર 500 રૂૂપિયામાં ગેસનો બાટલો આપીને પ્રજાને મોટી રાહત આપવાની છે. જરૂૂરતમંદ લોકોને ઘરના ઘર મળી રહે તે માટેની આવાસ યોજના બનાવવાની છે.
આ સભામાં રાજકોટના પૂર્વ મેયર અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી અશોકભાઈ ડાંગરે પણ સબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપને નેતાઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને દર વખતે મત લઇ જાય છે પણ આ વખતે આ વિસ્તારની પ્રજા એકજુથ થઈને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની છે. આ પ્રસંગે અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્દ્રનીલ રાજગુરુની તરફેણમાં મોટા પાયે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ