Connect with us

Kutch

નખત્રાણામાં ઘરધણીને ઊંઘતા રાખી 31 લાખની મતાની ચોરી

Published

on

ચાવીથી તિજોરી ખોલી સોના-ચાંદીના દાગીના ઉસેડી તસ્કરો નાસી છુટતા ફરિયાદ નોંધાઈ

નખત્રાણાના પ્રાચીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હીરાબેન રણછોડગિરિ ગોસ્વામીના મકાનમાં શુક્રવારની રાત્રિના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 31,26,800’ લાખની મોટી ચોરી કરીને તસ્કરોએ રીતસર પોલીસને પડકાર ફેંકયો છે.
મૂળ દુજાપર (તા. માંડવી)ના અહી પ્રાચીનગરમાં ભાડેના મકાનમાં રહેતા વિધવા એવા હીરાબેન રણછોડગિરિ એકલવાયું જીવન જીવે છે, શુક્રવારે રાત્રિના કોઇપણ સમયે નિશાચરો ઘરનો મુખ્ય દરવાજો-નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને સેટીનાં ઓશિકાં નીચે તેમજ કબાટમાં રાખેલા દાગીના તથા રોકડની ચોરી થઈ હતી.
જોકે હીરાબેને જણાવ્યું હતું કે, રાત્રે બાર વાગ્યે હું જાગી હતી ત્યારે બધું બરોબર હતું આમ 12થી સવારના પાંચ વાગ્યા સુધીમાં ચોરીનો બનાવ બન્યો છે.
ચોરી થયેલી વસ્તુમાં સોનાની આઠ બંગડીઓ, બે સોનાના પાટલા, છ ડોકમાં પહેરવાના હાર, મંગળસૂત્ર, લાંબી ચેન, ટૂંકી સોનાની ચેન, સોનાનો પટ્ટો તથા સોનાની પટ્ટી, સોનાનો કાનૂડો બે જોડ, સોનાની પીન, સોનાના મહાદેવ સહિત 57.5 તોલા સોનું અડધો કિલો ચાંદી જેમાં ભગવાનના ઘરેણા એમ કુલ્લે રૂૂા. 29,10,300ના ઘરેણાં તેમજ રોકડા રૂૂા. 2,16,500ની ચોરી થતા એમ કુલ્લે રૂૂા. 31,26,800નોથ મુદ્માલ ચોરી જવાતા હિરાબેને નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ પી.આઈ. ઠુમ્મર ચલાવી રહ્યા છે.
આ મોટી ચોરીની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ભુજથી એલ.સી.બી. ડોગસ્કવોડ તથા એફએસએલના ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો સાથેની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ધમધમાટ સર્જાયો હતો. કોઇ જાણભેદુ હોવાની શક્યતા જોવાઇ રહી.

Advertisement
Continue Reading
Advertisement

Kutch

ફ્રૂટની વખારોમાં ફૂડ વિભાગનું ચેકિંગ : કંઈ ન મળ્યું

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા. 18
ફૂડ વિભાગ દ્વારા આજ રોજ ફ્રૂટની વખારમાં ચેકીંગ હાથ ધર્યુ હતું પરંતુ કઈ હાથ ન લાગ્યું જ્યારે અલગ અળગ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણીહાથ ધરી 21 કિલો શીખંડ, આઈસ્ક્રીમ, સોસ સહિતના અખાદ્ય પદાર્થનો નાશ કરવામા આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ વિવિધ લક્ષી સહકારી મંડળી, યોગી ઇન્ડ. એરિયા, જામનગર રોડ, ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલ, એક્સપાયરી થયેલ 14 કિ.ગ્રા. શિખંડ અને 2 કિ.ગ્રા. આઈસક્રીમ મળી કુલ 16 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ, દ્વારકાધીશ એજન્સી, ભાવનગર રોડ, પાંજરાપોળ પાસે ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરેલ, એક્સપાયરી થયેલ બેકરી આઇટમ, મુખવાસ, તથા સોસ મળી આવતા કુલ 5 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ કુલ 15 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
શાસ્ત્રી મેદાનની સામે વોકર ઝોન વિસ્તારમાં આવેલ (1)ક્રિષ્નાભાઈ ગરમા ગરમ ધૂધરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)જયંતીભાઈ ઘૂઘરાવાળા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)જય ચામુંડા પાન સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)બજરંગ ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)દિલ્લી સ્પેશીયલ છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)મિલન સોડા સરબત લચ્છી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)લલિતભાઈ ચાટ ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)માની મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)અનમોલ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ભૂરાભાઈ દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)શ્રી રામદેવ ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)દિલ્લીવાલે સીતારામ કે સ્પેશીયલ છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)ફેમસ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)જામનગરી સ્પે. ભાજીકોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જય શંકર દાળ પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા ગોલ્ડ કેળા સ્ટોરેજ સુલેમાન હાજી સન્સ અને જેબી વોટરમાં ચેકીંગ હાથ ધરી હાઈજેનીક કંડીશન અંતર્ગત નોટિસ આપવામા આવી હતી.

Continue Reading

Kutch

ભરૂચમાં કંપનીમાં લૂંટ કરી ત્રણ સિક્યુરિટીના મોત નિપજાવનાર શખ્સ મોરબીથી ઝબ્બે

Published

on

મોરબી ક્રાઈમ બ્રાંચ-પેરો ફર્લો સ્કવોડની ટીમે અંકલેશ્ર્વર રૂરલ પોલીસ સ્ટેશનને સોંપ્યા

ભરૂૂચ જિલ્લાના અકલેશ્વર રૂૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. ગઇ તા.18/09/2019 ના રોજ ભરૂૂચ જીલ્લાના અંકલેશ્વર રૂૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસંબા રોડ પર ઉંટીયાદરા ગામ પાસે આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં સીકયુરીટી ગાર્ડ પોતાની ફરજ ઉપર હતા ત્યારે મોડી રાત્રીના સમયે આશરે 25 થી 30 જેટલા અજાણ્યા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારીયા, જેવા સશસ્ત્ર હથિયારો સાથે આવી પોતાના મોઢા કપડાથી ઢાકેલ હાલતમાં ધાડ પાડવા સારૂૂ કંપનીમાં અપપ્રવેશ કરી ધાડ પાડી કંપનીની માલ મિલ્કત લઇ જવાનો પ્રયત્ન કરતા ફરીયાદી તથા સાહેદો અને મરણજનાર નાઓએ આરોપીઓને રોકતા આરોપીઓએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજાઓ કરી મોબાઇલ ફોનની લુટ કરી સીકયુરીટીને કંપનીની રૂૂમમાં બંધક બનાવી સ્થળ પર ત્રણ સાહેદોના મોત નિપજાવી બે સાહેદોને ગંભીર પ્રકારની ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોય જે ગુન્હામાં કુલ-06 આરોપીઓને નાસતા ફરતા દર્શાવેલ છે. મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ.ને ખાનગીરાહે બાતમી મળેલ કે, અંકલેશ્વર રૂૂરલ પોલીસ સ્ટેશન ઍ પાર્ટ ઇપીકો કલમ-396,397,342, 447,4 49, 201, 504, 506(2), 120(બી) તથા ધી આર્મ એકટ કલમ-25(1)(એ)(1-બી) (એ)જી.પી. એકટ-135 મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા રહે.રોજીત તા.બરવાળા જી.બોટાદ વાળો મોરબી જેતપર રોડ ઉપર આવેલ એન્ટીલા સીરામીકમાં મજુરી કામ કરે છે. તેવી બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફ સાથે ઉપરોકત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઇ કાવીઠીયા ઉવ.22 રહે.રોજીત કોળીવાસની બાજુમાં તા.બરવાળા જી.બોટાદ વાળો મળી આવતા ઇસમને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સોપેલ છે.

Advertisement
Continue Reading

Kutch

મુંદ્રામાં ડીઆરઆઈની ટીમ ત્રાટકી, બે કરોડની સોપારી સીઝ

Published

on

ખજૂરની આડમાં સોપારી આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું

મુન્દ્રા સેઝમાં રહેલા ક્ધટેનરમાં ખજૂરની આડમાં સોપારી આયાત કરવામાં આવી હોવાની પૂર્વ બાતમીના આધારે બરાબર ક્ધટેનરનું અનલોડિંગ થઈ રહ્યું હતું. તે જ સમયે ડીઆરઆઈ ગાંધીધામની ટીમ ત્રાટકી હતી. ગત મોડી રાત્રિના તપાસનીશ એજન્સીએ ખજૂરનું ડિક્લેરેશન દર્શાવેલા ત્રણ ક્ધટેનરની તલાસી લેતાં રૂૂા.બે કરોડની સોપારી ઝડપાઈ જવા પામી હતી

.
સૂત્રોના જણાવ્યા પ્રમાણ, ખજૂરના ક્લિયરિંગ માટે જાણીતા વેરહાઉસમાં ધસી ગયેલી ડીઆરઆઈની ટીમે 40 ફૂટનું ક્ધટેનર ખોલાવી તપાસ આદરતાં આગળના ભાગમાં મૂકેલા ખજૂરના પેકેટ પાછળથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. મુન્દ્રા પોર્ટનો સોપારીની દાણચોરી માટે ઉપયોગ થઈ રહ્યાનું વધુ એક્વાર નોંધાયું છે. આ મુદ્દે વર્તુળોએ વધુમાં ઉમેર્યું હતું કે, મુંબઈની આયાતકાર પાર્ટીના સી.એચ.એ.ગાંધીધામના હોવાથી તેમને ત્યાં ડીઆરઆરની ટીમ ત્રાંટકી હતી.

Advertisement

સોપારીનો કારોબાર લાંબા સમયથી ચાલતો હોવાની ચર્ચા

મુન્દ્રા પોર્ટથી મિસડિક્લેરેશનની આડમાં સોપારીની આયાતનુ રેકેટ બે વર્ષથી ચાલતું હોવાની ચર્ચા છે. ગત દિવસે ઝડપાયેલ સોપારીના પ્રકરણમાં ગાંધીધામ પાલિકાના પૂર્વ પદાધિકારીના પતિનું પૂછાણુ લેવામાં આવ્યું હોવાની વિગતો સાપડે છે. નોંધનીય છે કે, આ પૂર્વે આઈજીના સ્ક્વોડે તાજેતરમાં નાના કપાયા પાસેના ગોડાઉનમાથી સોપારી ઝડપી પાડતાં ઘણા તત્ત્વો ઓઝલ થઇ ગયા છે. ગોડાઉનના સીસીટીવી ફૂટેજ દૂર કરાયાનું પોલીસ તપાસમાં ખુલતા હવે તેના બેકઅપ માટેના પ્રયાસ હાથ ધરાયા છે અને બેકઅપ મળ્યા બાદ વધુ ચોકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ