Connect with us

Saurashtra

ધ્રાંગધ્રામાં ડીસીડબલ્યુ કંપનીના કર્મચારીઓની આત્મવિલોપનની ચીમકીથી અફડાતફડી

Published

on

ધ્રાગધ્રા તા. 14
ધ્રાગધ્રા ઉઈઠ કંપની સામે છેલ્લા 40 દિવસથી કેટલાક કામદારોએ હડતાલ શરુ કરી છે. તેઓની મુખ્ય માંગ પોતાને કાયમી કરવા, સિનિયોરીટી મુજબ કંપનીમાં કામ આપવા સહિતની છે. અગાઉ ઉઈઠના કામદારો દ્વારા હડતાલ કરાઇ હતી પરંતુ જે તે સમયે કંપનીના સંચાલકો દ્વારા કામદારોને હડતાલ સમેટવા માટે લોલીપોપ અપાયો હતો. જ્યારે બાદ કામદારોને માંગ લાંબા સમય સુધી સ્વીકારવામાં નહિ આવતા ફરીથી આંદોલનની શસ્ત્ર ઉગામાયુ હતુ. આ વખતે આંદોલનકતાઁ કામદારો દ્વારા પોતાના આંદોલનના “આર-પારની લડાઇ”નુ સુત્ર આપ્યુ છે જેથી કંપનીના સત્તાધીશોને જાણ થઇ ગઇ છે કે હવે કામદારો પોતાની માંગ સ્વિકાયાઁ બાદ જ આંદોલન સમૂટશે જેથી કંપની સામે છાવણી નાખી બેઠેલા અંદાજે 100થી પણ વધુ કામદારો દ્વારા છેલ્લા 40 દિવસથી હડતાલ શરુ કરી છે. જ્યારે આ હડતાલ સમય દરમિયાન કંપનીના સત્તાધીશો દ્વારા કામદારોને માંગ અથવા તેઓની સાથે વાટાઘાટો કરવા માટેનો સમય નથી મળ્યો જોકે કામદારો દ્વારા આંદોલન શરુ કયોઁ ત્યાંરથી અત્યાર સુધીમાં અધઁનગ્ન હાલતમાં સુત્રોચ્ચાર, મુંડન કરાવી વિરુધ્ધ પદઁશન કરાયુ
હતુ છતા પણ સત્તાધીશોની આંખ
નહિ ખુલતા આંદોલન પર બેઠેલા કામદારો પૈકી ત્રણ કામદારો દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. એક સાથે ત્રણ કામદારોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવાની જાણ તંત્રને થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ખડે પગે રહ્યો હતો. સ્થાનિક ડી.વાય.એસ.ની, સીપીઆઇ, સીટી તથા તાલુકાના પીઆઇ સહિત તમામ પોલીસકમીઁઓ હાજર રહી આત્મવિલોપન કરતા કામદારોને રોકવા મહેનત હાથ ધરી હતી જોકે આત્મવિલોપનની ચિમકી આપેલ ત્રણ કામદારો પોલીસથી દુર હોવાથી પોલીસે આત્મવિલોપન થાય તે પહેલા આ ત્રણેયને શોધવા પાતાળ અને આકાશ એક કરી નાખ્યુ હતુ. આ તરફ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારનાર ત્રણેય આંદોલનકારીઓએ આત્મવિલોપનનો સમય નહિ જણાવતા આખા દિવસ દરમિયાન પોલીસ અધિકારીઓ હડતાલ છાવણી પાસેથી જરા પણ ઢગ્યા ન હતા.
ઉઈઠ કંપની સામે પોતાની માંગને લઇને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા શખ્સો (1) ખીમજી લક્ષમણમાઇ સોલંકી (2) ગોવર્ધન ઉકાભાઇ પરમાર (3) ભરત ખાતામાં રાઠોડના સમાવેશ થાય છે.

Continue Reading
Advertisement

Rajkot

શહેરના સાત સ્થળે થશે ગણેશ મૂર્તિ વિસર્જન

Published

on

શહેરમાં ઘરે ઘરે અને ચોકે ચોકે ગણપતિ દાદાનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશ ઉત્સવ આગામી ગુરૂવારના રોજ પૂર્ણ થનાર હોય શહેરભરમાંથી 10 હજારથી વધુ ગણેશ મુર્તિનું વિસર્જન કરવા માટે લોકો સવારથી નિકળી પડશે. જેના માટે મહાનગરપાલિકાએ અલગ અલગ સાત સ્થળે વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. ફાયર વિભાગ દ્વારા સાત સ્થળ ઉપર પાંચ ક્રેઈન લાઈફબોયા અને બોટ સાથે લિડિંગ ફાયરમેેન તથા ફાયર સ્ટેશન ઓફિસર અને તરવૈયાઓ સહિતનો 80 વ્યક્તિનો સ્ટાફ ખડેપગે રખાશે તેમજ મોટી મુર્તિઓ માટે વ્યક્તિગત વિસર્જન કરવા દેવામાં નહીં આવે વિસર્જન સ્થળ ઉપર બેરીકેટ લગાવી ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનું વિસર્જન કરવામા આવશે.
મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ખેરના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં તમામ સર્કલો તેમજ ઘરોમાં ગણેશજીનું સ્થાપન કરવામા આવ્યું છે. ગણેશોત્સવ શરૂ થયા બાદ અમુક લોકો ત્રણ દિવસે તેમજ પાંચ દિવસે નાની મુર્તિઓનું વિસર્જન કરતા હોય છે. જેના માટે હંગામી ધોરણે સ્ટાફ વિસર્જન સ્થળે રાખવામાં આવ્યો છે. પરંતુ ગુરૂવારના રોજ ગણેશ ઉત્સવ પૂર્ણ થનાર હોય તે દિવસે સવારથી શહેરના દરેક વિસ્તારોમાંથી મુર્તિ વિસર્જન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. જેની વ્યવસ્થા માટે મહાનગરપલિકાએ સાત સ્થળે મુર્તિ પધરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજીડેમ, ન્યારી ડેમ અને જખરાપીર સહિતના ત્રણ સ્થળે પાંચ ક્રેઈન મુકવામાં આવી છે. જ્યાં મોટી મુર્તિનું વિસર્જન ક્રેઈન મારફતે કરવામા આવશે. તેવી જ રીતે દરેક સ્થળે બોટ અને લાઈફબોયા અને તરવૈયાઓ તૈયનાત કરવામા આવ્યા છે. છતા મોટી મુર્તિનું વિસર્જન લોકોને તેમના હાથે કરવામા દેવામાં આવશે નહીં વિસર્જન સ્થળ ઉપર જે સ્થળે મુર્તિ પધરાવવાની થાય છે.ત્યાં બેરીકેટ લગાવી દેવામા આવ્યા છે. ત્યાં પહોંચ્યા બાદ ફાયર વિભાગના સ્ટાફ દ્વારા મુર્તિનુ વિસર્જન કરવામા આવશે. ઉપરોક્ત ત્રણ સ્થળો સિવાય અન્ય સ્થળે કામ ચલાઉ ધોરણે નાની મુર્તિના વિસર્જન માટે કુંડ તૈયાર કરવામા આવ્યા છે. ગુરૂવારે સવારે સાત વાગ્યાથી લોકો આવે ત્યાં સુધી મુર્તિ વિસર્જન થઈ શકશે. આથી લોકોએ ઉપરોક્ત સ્થળો જે પૈકી નજીક થતા હોય તે સ્થળે મુર્તિ પધરાવવા આવવું તેવો અનુરોધ કરવામા આવ્યો છે.

Continue Reading

Junagadh

માતાએ નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાયો, ગૂંગળાઈ જવાથી મોત

Published

on

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સમાન કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં કામ કરતા પરિવારમાં માતાએ પાંચ વર્ષના બાળકને નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાઇ ગયો હતો. બાળક કારમાં સંતાયા બાદ તેનાથી દરવાજો બંધ થઇ ગયો હતો જેના કારણે તે ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતિય પરિવાર રહીને એક કારખાનામાં કામ કરે છે. માતાએ તેના પાંચ વર્ષના બાળક આશિષને નાહવા જવાનું કહ્યુ હતુ. પરંતુ બાળકને નાહવાનું ગમતું ન હોવાને કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાની સાથે દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો બીજી બાજુ ઘણાં સમયથી આ બાળક દેખાયો નહીં એટલે તેને પરિવાર શોધી રહ્યો હતો. આ પરિવાર તેને શોધતા શોધતા કારખાનામાં પડેલી એક કાર પાસે આવ્યા કારનો દરવાજો બંધ થઇ જવાને કારણે બાળક અંદર ગૂંગળાઇ ગયો હતો. ગૂંગળાઇ જવાને કારણે બાળકનું કારમાં જ મોત નીપજ્યુ હતુ.

Continue Reading

Rajkot

શાસ્ત્રી મેદાન, ચૌધરી ગ્રાઉન્ડ,ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડના ભાડામાં 10 ટકાનો વધારો કરાયો

Published

on

નવરાત્રિ નજીક આવતા જ આયોજકો ગ્રાઉન્ડ લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં આવેલા ત્રણ સરકારી ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શાસ્ત્રીમેદાન, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં દર વર્ષની માફક આ વર્ષે પણ 10 ટકા ભાડા વધારો કરવામાં આવ્યો છે.
નવરાત્રિને હવે 15 દિવસની જ વાર છે ત્યારે રાજકોટ શહેરમાં અર્વાચિન દાંડિયારાસનું આયોજન કરતાં આયોજકોમાં ગ્રાઉન્ડ ભાડે લેવા માટે પડાપડી થઈ રહી છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કલેકટર હસ્તકના શાસ્ત્રીમેદાન અને ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં 10 ટકાનો ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ભાડા વધારો 1 એપ્રિલથી જ અમલી બનાવી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સરકારી ગ્રાઉન્ડમાં 10 ટકા ભાડા વધારો કરતો પરિપત્ર બહાર પાડ્યો છે. શાસ્ત્રીમેદાનમાં ગયા વર્ષે 2000 મીટરથી વધુ ગ્રાઉન્ડના ફિક્સ ભાડુ રૂા.14,268 નકકી કરાયું હતું જેમાં 10 ટકા ભાડા વધારા સાથે આ વર્ષે 2000 મીટરથી વધુ મોટુ ગ્રાઉન્ડ ભાડે મેળવવા માગતા આયોજકો પાસેથી રૂા.15,695 ભાડુ વસુલવામાં આવશે.
જોકે, શાસ્ત્રીમેદાનમાં 2000થી ગમે તેટલુ મોટુ મેદાન ભાડે રાખો તો તેનું ફિક્સ ભાડુ રૂા.15,695 નકકી કરાયું છે જ્યારે 1થી 2 હજાર મિટરની વચ્ચે મેદાન ભાડે રાખવું હોય તો રૂા.7,849 અને 1 હજાર મીટરથી નીચે મેદાન ભાડે જોતુ હોય તો રૂા.3,138 નક્કી કરાયા છે.
આ જ રીતે ચૌધરી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડનું ભાડુ પણ નકકી કરાયું છે જ્યારે ધર્મેન્દ્ર કોલેજમાં આવેલ ગ્રાઉન્ડનું ભાડુ રાજ્ય સરકાર નકકી કરે છે પરંતુ, આ ભાડુ શિક્ષણ વિભાગના ફાળે જાય છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!