Connect with us

Amreli

ધારી-બગસરાના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને મતદારોનું પ્રચંડ સમર્થન

Published

on

બહોળી સંખ્યામાં ગ્રામજનો ભાજપ આગેવાનો જોડાયા: ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર અપાયો

ધારી બગસરા ખાંભા વિસ્તારના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા દ્વારા ચૂંટણીને અનુલક્ષીને ગામડાઓ વિશાળ ચુંટણી સબાઓ યોજાઈ રહી છે. જેમાં ગ્રામ્યજનો દ્વારા ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે.
ભાજપમાં ઉમેદવાર જે.વી. કાકડિયા ચૂંટણી પ્રચારમાં પુરજોશથી લાગ્યા છે. જેમાં જે.વી. કાકડિયાને પૂરુ સમર્થન મળી રહ્યું છે. ગઈકાલે સવારે 9 કલાકે ભાજપના ઉમેદવારે જે.વી. કાકડિયાએ નવા વાઘણીયા રામજી મંદિર જનસભા સંબોધી હતી ત્યારે સવારે 10:45 કલાકે પીઠડિયા પ્લોટ વિસ્તાર ચોકમાં સવારે 11:15 નવા પીપરિયા બસ સ્ટેશન પાસે અને સવારે 11:40 જુનિ હળીયાદ ગૌશાળા પાસે જનસભા સંબોધી હતી. અને લોકોનેપ્રચંડ બહુમતીથી ચુંટી કાઢવા હાકલ કરી હતી.
બપોર પછી 2:30 કલાકે હડાળા હનુમાનજી મંદિર, બપોરે 3:10 કલાકે ખારી રામજી મંદિર, બપોરે 3:45 ચારણપીપળી રામજી મંદિર, બપોરે 4:15 સનળીયા ગામના પાદરમાં, બપોરે 4:50 શીલાણા પાદરમાં મઢુલી પાસે, સાંજે 5:30 કલાકે ખીજડિયા રામજી મંદિર, સાંજે 6 કલાકે જામકા પાદરમાં ચબુતરા પાસે, સાંજે 6:40 કલાકે જેઠિયાવદર ધીરૂભાઈના ઘર પાસે ચોકમાં, સાંજે 7:10 માવજીજીવા ખોડિયાર પ્લોટમાં, સાંજે 8 કલાકે ડેરિ પિપરિયા રામજી મંદિર ખાતે અને સાંજે 9 કલાકે બાલાપુર પટેલવાડી ખાતે જમણવાર સાથે જનસભાઓ સંબોધી હતી તેમની સભામાં બહોળી સંખ્યામાં ગામલોકો, ભાજપ આગેવાનો જોડાયા હતા. દરેક સભામાં ગામલોકોએ ઉમેદવાર જે.વી. કાકડિયાને આવકારી પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવશે તેવું આસવાસન આપેલ હતું.

Advertisement
Continue Reading
Advertisement

Amreli

રાજુલા પોલીસ સ્ટેશનના ASIનું ચાલુ ફરજે હાર્ટએટેકથી મોત

Published

on

ડીવાયએસપી સહિતના સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ પાઠવી

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ મનુભાઈ સુરીગભાઈ મેંગળ ઉ.45 ને ચાલુ ફરજ દરમ્યાન હાર્ટએટેક આવતા તાત્કાલિક સ્થાનીક હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં તેમનું દુ:ખદ અવસાન થયાનું જાહેર થતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અધિકારીઓ દોડી ગયા અને શોકમય વાતાવરણ સર્જાયું હતું. અને ત્યારબાદ રાજુલા તાલુકાના વતન બાબરીયાધાર ખાતે તેમના પરિવાર અને પોલીસ સાથે મૃતદેહ લવાયો હતો. સમગ્ર બાબરીયાધાર ગામમાં શોક છવાય ગયેલ હતો.
ડીવાયએસપી હરેશ વોરા દ્વારા શહીદ પોલીસ એએસઆઈ મનુભાઈ મેંગળને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવી આ સમાચાર બાદ સમગ્ર આહીર સમાજમાં પણ શોક છવાયો હતો અને અમરેલી જિલ્લા પોલીસ બેડામાં શોક છવાયો છે જ્યારે મનુભાઈ મેંગળ રાજુલા પી.આઈ.ના રાઈટર તરીકે ફરજ બજવતા હતા વર્ષોથી પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા હતા અને પોલીસ તંત્રમાં કાગળ પરની કાર્યવાહીમાં પણ મનુભાઈની કામગીરી ખૂબ સારી અને મહત્વપૂર્ણ હતી જેના કારણે પોલીસ તંત્રમાં આજે અવસાન બાદ પોલીસને પણ મોટી ખોટ પડી છે

Advertisement
Continue Reading

Amreli

જાફરાબાદના લોઠપુરમાં આધેડ પર સાત શખ્સનો હુમલો

Published

on

અગાઉના મનદુ:ખને લઈ પથ્થર મારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અમરેલી જિલ્લાના ના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે એક ઇસમ ને અગાઉ બનેલ બનાવ ને લઈને સાત જેટલા ઇસમો પથ્થર નો ઘા મારી સામાન્ય મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પત્યે હડઘુત કરી અપમાનિત કરતાં એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોઘાયો
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે સાત જેટલા ઇસમો પર એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો આ ઘટના જાફરાબાદ ના લોઠપુર ગામે બની હતી જેમા અનકભાઇ ભાયાભાઇ બાબરીયા ઉ વ. 40 ગામ લોઠપુર ગામના ઈસમને અગાવ બનેલ બનાવ ને લઈને મનદુ:ખ રાખી એકસંપ થયને ગેર કાયદેસર મંડળી રચી હાથમા મારક હથિયારો ઘારણ કરી અનકભાઇ બાબરીયા ને ઘીરૂૂભાઇ હકુભાઇ ખુમાણ જીલુભાઇ કહુભાઇ ખુમાણ ગૌતમભાઈ રામકુભાઇ ખુમાણ મહીપતભાઇ રામકુભાઇ રાજુભાઈ પ્રતાપભાઇ ઘાખડા તેમજ નજુભાઇ સહીતના આરોપી છુટા પથ્થર નો ઘા કરી સામાન્ય મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી અપમાનિત કરી એકબીજાને મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા આ. સાત જેટલા ઇસમો પર એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ઘરી હતી

Advertisement
Continue Reading

Amreli

અમરેલીની પ્રજા ઉત્સાહિત, બપોર સુધીમાં 40 ટકા મતદાન

Published

on

સૌથી વધારે રાજુલા બેઠક પર 43 ટકા અને સૌથી ઓછુ ધારીમાં 39 ટકા જેટલું વોટિંગ રહ્યું: પરેશ ધાનાણી, પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ કર્યુ મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે અમરેલીની પાંચ બેઠકો પર મતદાન યોજાયું છે. જિલ્લાની પાંચ બેઠક પર બે વાગ્યા સુધીમાં 32.01 ટકા મતદાન થયું છે. જેમાં અમરેલી બેઠક પર 31.99 ટકા, ધારી બેઠક પર 28.68 ટકા, લાઠી બેઠક પર 31.73 ટકા, સાવરકુંડલા બેઠક પર 30.62 ટકા અને રાજુલામાં 36.27 ટકા મતદાન થયું છે. અમરેલીમાં પરેશ ધાનાણી સાઇકલ પર ગેસની બોટલ સાથે લઇ જઇને મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂૂપાલાએ ઈશ્વરીયા મહાદેવના દર્શન કરીને મતદાન કર્યું છે. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામે 95 વર્ષના જીવુબેન વામજાએ મતદાન કર્યું. અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ પોતાના ગામ દેવરાજીયા ગામ ખાતે સજોડે મતદાન કર્યું. સાવરકુંડલાના કાક્રચ ગામે પ્રતાપ દુધાતે મતદાન કર્યું છે.
આ વખતે ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી મેદાને છે. આ બેઠક પર કુલ 16,27,980 મતદારો છે જેમાં 8,43,668 પુરુષ, 7,84,291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અહીં લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. પરેશ ધાનાણીનું અમરેલીમાં સારું એવું પ્રભુત્વ છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો જીતાડવામાં પરેશ ધાનાણીનો મહત્વનો ફાળો રહ્યો છે.
સાવરકુંડલા બેઠક પર બપોરે બે વાગ્યા સુધીમાં 30.62 ટકા મતદાન થયું હતું. ભાજપમાંથી મહેશ કસવાલા, કોંગ્રેસમાંથી પ્રશાંત દુધાત અને આમ આદમી પાર્ટીમાંથી ભરત નાકરાણી મેદાને છે. સાવરકુંડલા પંથકમાં પાટીદારોનું જોર છે. વર્તમાન સમયે સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું રાજ છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રતાપ દૂધાતને આ પંથકના લડાયક નેતા માનવામાં આવે છે.
રાજુલા બેઠક પર બપોરે બે વાગ્યા સુધીમાં 36.27 ટકા મતદાન થયું હતું. હાલ રાજુલા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર ધારાસભ્ય છે. રાજુલા બેઠક પર જો જાતિગત સમીકરણો કેવા રચાય છે, તેના વિશે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી મતદારો બહુમતમાં છે. પરંતુ વર્ષ 2017માં હીરા સોલંકીને પોતાના જ સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો અને ચૂંટણીમાં હાર મળી હતી.એટલું જ નહીં અલ્પેશ ઠાકોરના ઓબીસી આંદોલનની અસર પણ કોળી સમાજ પર અમુક અંશે જોવા મળી હતી. રાજુલામાં નાઘેર આહિર જ્ઞાતિ અને પંચોળી આહીર જ્ઞાતિના મતદારો પ્રભુત્વ પણ ખૂબ વધારે છે.
લાઠી બેઠક પર બે વાગ્યા સુધીમાં ટકા મતદાન થયું છે. આ વખતે અહીં ભાજપમાંથી જે.વી કાકડિયા, કોંગ્રેસમાંથી ડો. કીર્તી બોરીસાગર અને આમ આદમી પાર્ટીમાંથી કાંતિ સતાસિયા મેદાને છે.અહીં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડિયાએ ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. જે. વી. કાકડિયાને 52.50 ટકા મત મળ્યા હતા અને ભાજપના દિલીપ સંઘાણીને 40.42 ટકા મત મળ્યા હતા.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ